SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -ભાગ-૨૪ આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર”નો બીજો ભાગ તેમજ “ચંદ્રપ્રાપ્તિ-સૂત્ર' જે છઠ્ઠું [સાતમું] ઉપાંગ છે તેનો સમાવેશ કરાયેલ છે. સૂર્યપ્રજ્ઞપ્તિને પ્રાકૃતમાં ‘સૂપત્તિ’ કહે છે અને ચંદ્રપ્રજ્ઞપ્તિને “સંપન્નત્તિ'' કહે છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં અનુક્રમે સૂર્યપ્રાપ્તિ અને પ્રપ્તિ નામે પ્રસિદ્ધ છે. આ બંને ઉપાંગો અમુક અંગ સૂત્રના છે, તેવો કોઈ ઉલ્લેખ પૂ.મલયગિરિજી મ.સા. ટીકામાં કરેલ નથી, તેમજ તેમના ક્રમ સંબંધે પણ મતભેદ પ્રવર્તે છે. 24/2 ૧૭ આ ઉપાંગો વર્તમાનકાળે સંપૂર્ણતયા સમાન મળે છે. માત્ર આરંભિક ત્રણ શ્લોક ચંદ્રપ્રજ્ઞપ્તિમાં વધારે છે. કયા કાળે બંને આગમો એકરૂપ થઈ ગયા, તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજીની ટીકા પણ બંનેમાં સમાન જ મળી છે. સૂર્યપ્રજ્ઞપ્તિની પૂ.મલયગિકૃિત્ ટીકાતો પૂ.સાગરનંદસૂરિજીએ છપાવેલી જ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ માટે અમે “લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી''માંથી હસ્તપ્રતનો સહારો લીધો છે. આ બંને પ્રજ્ઞપ્તિમાં ગણિતાનુયોગની પ્રાધાન્યતા છે. જેના અધ્યયનો “પ્રાકૃત” શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રાકૃત-પ્રાભૃત” નામે દર્શાવાયો છે. એવા કુલ ૨૦-પ્રાભૂતો છે અને ત્રણ પ્રાભૂતોમાં પેટા-પેટા પ્રાભૂતો પણ છે. ભાગ૨૩માં પ્રાભૃત-૧ થી પ્રાકૃત-૧૦ના પ્રાકૃતપ્રામૃત-૧૮ સુધી છે. આ ભાગમાં પ્રાકૃતપ્રામૃત૧૯ થી પ્રાભૂત ૨૦ સુધી અર્થાત્ સૂર્યપ્રજ્ઞપ્તિના અંત સુધી છે તથા ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ વિષય સૂચનાત્મક નોંધ છે. વિશેષમાં ભાગ-૨૩ની પ્રસ્તાવના જોવી. ૧૮ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૬ સૂરો ધિ-પાંગસૂત્રધાર અનુવાદ તથા ટીકાનુસારી - વિવેચન ૦ પ્રાકૃત-૧-થી પ્રામૃત-૧૦ ના પ્રાભૃપામૃત-૧૮ સુધી ભાગ-૨૩માં છે. અહીં પ્રાભૂત-૧૦ના પ્રામૃતપ્રામૃત-૧૯થી આગળ આપેલ છે. પ્રાકૃત-૧૦, પ્રાભૂષામૃત-૧૯ ૦ એ પ્રમાણે દશમાં પ્રામૃતનું અઢારમું પ્રામૃત-પ્રાભૂત કહ્યું. હવે ઓગણીશમાંનો આરંભ કરે છે, તેનો અર્થાધિકાર આ છે – “માસ પ્રરૂપણા કરવી જોઈએ' તદ્વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૭૨ થી ૭૨ : [9] તે માસના નામો કયા કહ્યા છે, તે કહો ? તે એક સંતસરના બાર માસ કહ્યા છે, તેના બે ભેદે નામો કહ્યા છે – લૌકિક, લોકોતરિક. તેમાં લૌકિક નામો છે – શ્રાવણ, ભાદ્રપદ, આસો યાવત્ આષાઢ. લોકોતરિક નામો આ પ્રમાણે છે— [૭૩,૭૪] અભિનંદ, સુપ્રતિષ્ઠ, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાંસ, શિવ, શિશિર, હૈમવાન્... વસંત, સુમસંભવ, નિદાઘ અને બારમું વનવિરોધિ • વિવેચન-૭૨ થી ૭૪ : કયા પ્રકારે અર્થાત્ કયા નામની પરિપાટી વડે ભગવન્ ! તમે માસના નામો કહ્યા છે. ભગવંતે કહ્યું કે – એકૈક વર્ષના બાર માસો કહ્યા છે - તે બાર માસોના બે ભેદો કહ્યા છે - લૌકિક અને લોકોત્તર, તેમાં લૌકિક નામો લોકમાં પ્રસિદ્ધ છે લોકોતર નામો, તે લોકમાં પ્રસિદ્ધ નથી, પરંતુ પ્રવચનમાં જ છે. તેમાં લૌકિક અને લોકોતરો મધ્યે લૌકિક નામો આ છે – શ્રાવણ, ભાદરવો. લોકોત્તર નામો આ છે – પહેલો શ્રાવણ રૂપ માસ તે અભિનંદ, બીજો સુપ્રતિષ્ઠ, ત્રીજો વિજય, ચોથો પ્રીતિવર્જીન ઈત્યાદિ. ૦ પ્રાભૃપામૃત-૧૯નો સટીક અનુવાદ પૂર્ણ ૦ પ્રાકૃત-૧૦, પ્રાભાભૃત-૨૦ એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું એકવીસમું પ્રામૃતપ્રામૃત કહ્યું. હવે વીસમું આરંભે છે. તેનો આ અધિકાર છે – જે રીતે પાંચ સંવત્સરો પ્રતિપાદિત કર્યા.” તેથી
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy