SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/-/૧/૨૬૦ અસંખ્યાતગણાં છે. દક્ષિણ દિશાના તમપ્રભા પૃથ્વીના નૈરયિકોથી પાંચમી ધૂમપભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તરમાં અસંખ્યાતગણાં છે તેથી દક્ષિણમાં અસંખ્યાતગણાં છે. એ પ્રમાણે આ જ ક્રમથી પંકપ્રભા, વાલુકાપ્રભા, શર્કરાષભા, રત્નપ્રભાના આલાવા કહેવા. ૧૨૩ દિશાની અપેક્ષાઓ - સૌથી થોડાં પંચેન્દ્રિયતિર્યંચ પશ્ચિમમાં, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ - સૌથી થોડાં મનુષ્યો દક્ષિણ-ઉત્તરમાં, પૂર્વમાં સંખ્યાતગણા, પશ્ચિમમાં વિશેષ છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં ભવનવાસી દેવો પૂર્વ-પશ્ચિમમાં છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગણાં, દક્ષિણમાં તેથી અસંખ્યાતગણાં છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં વ્યંતરો પૂર્વમાં, પશ્ચિમમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક, દક્ષિણમાં તેથી વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં જ્યોતિક દેવો પૂર્વ પશ્ચિમમાં, દક્ષિણમાં વિશેષ, ઉત્તરમાં વિશેષ છે. દિશાની અપેક્ષાથી સૌથી થોડાં દેવો સૌધર્મ કલ્પમાં પૂર્વ-પશ્ચિમમાં છે, ઉત્તરમાં અસંખ્યાતગણા, દક્ષિણમાં વિશેષાધિક છે. આ પ્રમાણે જ ઈશાનકલ્પથી માહેન્દ્રકલ્પ સુધી લાવો કહેવો. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો બ્રહ્મલોક કલ્પમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તરમાં છે, દક્ષિણમાં અસંખ્યાતગણાં છે. આ પ્રમાણે સહસ્રાસ્કલ્પ સુધી આ આલાવા કહેવા. ત્યારપછી તે આયુષ્યમાન શ્રમણ ! બહુ સમાનપણે છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં સિદ્ધો દક્ષિણ-ઉત્તરમાં છે, પૂર્વમાં સંખ્યાતણાં, પશ્ચિમમાં વિશેષાધિક છે. • વિવેચન-૨૬૦ : દિશાને આશ્રીને. પૃથ્વીકાયિકને વિચારતા સૌથી થોડાં દક્ષિણ દિશામાં છે, કઈ રીતે ? જ્યાં ધન ભાગ છે, ત્યાં ઘણાં પૃથ્વીકાયિકો છે. પોલાણ છે ત્યાં થોડાં છે. દક્ષિણમાં ભવનપતિના ઘણાં ભવનો, ઘણાં નસ્કાવાસો છે. તેથી ઘણાં પોલાણો સંભવે છે. તેથી દક્ષિણમાં થોડાં પૃથ્વીકાયિકો છે. ઉત્તરમાં વિશેષાધિક છે, કેમકે ત્યાં દક્ષિણથી ઓછા ભવન, ઓછા નસ્કાવાસો છે. તેથી વધુ ધન ભાગ સંભવે છે, તેથી પૃથ્વીકાયિકો વિશેષાધિક કહ્યા. પૂર્વમાં તેથી વિશેષાધિક છે, કેમકે ચંદ્ર-સૂર્યના દ્વીપો છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, કેમકે - ૪ - પશ્ચિમમાં ગૌતમ નામે દ્વીપ અધિક છે. (પ્રશ્ન) પશ્ચિમમાં. ગૌતમદ્વીપ છે, તેમ હજાર યોજન ઉંડા અધોલૌકિક ગ્રામો પણ છે. તેથી તુલ્ય પૃથ્વીકાયિક જ પ્રાપ્ત થાય, પણ વિશેષાધિક ન હોય. [ઉત્તર] એમ નથી. કેમકે અધોલૌકિક ગામનું ઉંડાણ ૧૦૦૦ યોજન છે, ગૌતમહીપ ૧૦૭૬ યોજન ઉંચો, વિસ્તારમાં ૧૨,૦૦૦ યોજન છે. મેરુથી આરંભી અધોલૌકિક ગ્રામોની પૂર્વદિશામાં જે નજીકમાં હીનપણું, અધિક હીનપણું છે, તે પૂર્વમાં પુષ્કળ ખાડાં છે તેથી. અધોલૌકિકના ખાલી ભાગ કરતાં ગૌતમ દ્વીપ અધિક જ થાય, તુલ્ય નહીં. ૧૨૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ માટે તેટલા અંશે પશ્ચિમમાં પૃથ્વીકાયિક વિશેષાધિક છે. હવે અકાયિકોનું અાબહુવ-સૌથી થોડાં અકાયિકો પશ્ચિમમાં છે. કેમકે ગૌતમદ્વીપમાં અકાયિકો નથી. તેથી વિશેષાધિક પૂર્વમાં છે કેમકે ગૌતમદ્વીપ નથી. તેથી વિશેષાધિક દક્ષિણમાં છે. કેમકે ત્યાં ચંદ્ર-સૂર્યના દ્વીપો નથી. તેથી વિશેષ ઉત્તરમાં છે. કેમકે ત્યાં માનસ સરોવર છે. દક્ષિણ અને ઉત્તરમાં સૌથી થોડાં તેઉકાયિકો છે. કેમકે મનુષ્યક્ષેત્રમાં જ બાદર તેઉકાયિકો છે. તેમાં પણ જ્યાં ઘણાં મનુષ્ય છે ત્યાં તેઉકાયિકો ઘણાં હોય છે. કેમકે ત્યાં રાંધવાદિ ક્રિયાનો વિશેષ સંભવ છે. - ૪ - તેમાં દક્ષિણમાં પાંચ ભરતમાં અને ઉત્તરમાં પાંચ ઐરવતમાં ક્ષેત્ર થોડું હોવાથી મનુષ્યો થોડાં છે. તેથી તેઉકાયિકો પણ થોડાં છે - ૪ - તેથી સૌથી થોડાં તેઉકાયિકો દક્ષિણ અને ઉત્તરમાં છે. સ્વસ્થાન અપેક્ષાએ પ્રાયઃ પરસ્પર સરખાં છે. તેથી પૂર્વમાં સંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર સંખ્યાતગણું છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે અધોલૌકિક ગામોમાં ઘણાં મનુષ્યો છે. અહીં જ્યાં પોલાણ છે, ત્યાં વાયુ છે. ઘન ભાગ છે ત્યાં વાયુનો અભાવ છે. તેમાં પૂર્વ દિશામાં પુષ્કળ ઘન ભાગ છે. માટે ત્યાં થોડાં વાયુ છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે અધોલૌકિક ગ્રામનો સંભવ છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં ભવન અને નરકાવાસ ઘણા હોવાથી અધિક પોલાણ છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક છે કેમકે દક્ષિણમાં ઘણાં ભવન અને નકાવાસો છે. જ્યાં ઘણું પાણી છે, ત્યાં ઘણી અનંતકાયિક વનસ્પતિ છે. બેઈન્દ્રિયો ઘણાં હોય. શેવાલાદિને આશ્રીને તેઈન્દ્રિયો ઘણાં હોય. ભ્રમરાદિ ચઉરિન્દ્રિયો ઘણાં હોય. તેથી બધાં અકાયિકવત્ કહેવા. રયિકોમાં સૌથી થોડાં પૂર્વ-ઉત્તર-પશ્ચિમમાં છે. કેમકે ત્યાં પુષ્પાવકીર્ણ નકાવાસો અલ્પ છે. પ્રાયઃ સંખ્યાત યોજન વિસ્તારવાળા છે. તેથી દક્ષિણમાં અસંખ્યાતગણાં નૈરચિકો છે. કેમકે કૃષ્ણપાક્ષિક ઘણાં જીવો દક્ષિણમાં ઉપજે છે. જીવો બે ભેદે-કૃષ્ણ પાક્ષિક અને શુક્લપાક્ષિક. કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે, તે શુક્લપાક્ષિક. તે સિવાયના કૃષ્ણપાક્ષિક. - ૪ - તેથી શુક્લપાક્ષિકો થોડાં છે, કેમકે અલ્પસંસારી થોડાં છે. કૃષ્ણ પાક્ષિકો ઘણાં છે કેમકે અધિકસંસારી ઘણાં છે. તે તથા સ્વભાવથી દક્ષિણમાં ઉત્પન્ન થાય છે. પૂર્વાચાર્યો કહે છે – કૃષ્ણપાક્ષિકો દીર્ઘ સંસારી હોય. ઘણાં પાપના ઉદયે દીર્ધસંસારી થાય. કુકમ હોય છે. કુકર્મી તથાસ્વભાવથી તદ્ભવ મોક્ષગામી છતાં દક્ષિણમાં ઉપજે છે. કહ્યું છે પ્રાયઃકુરકર્મી જીવો ભવ્ય છતાં દક્ષિણમાં નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને અસુરાદિ સ્થાનોમાં જાય છે. - ૪ - ૪ - વૈરયિકોના અાબહુત્વ માફક દરેક નપૃથ્વીના નૈરયિકોનું અલ્પબહુવ કહેવું કેમકે બધે યુક્તિ સમાન છે. -
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy