SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ ૧૯૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 (96) ૩૬/-I-I૬૦૯ સમુદ્ધાતો થાય છે. અમુકુમારને નૈરયિકપણામાં અતીતકાળે કેટલા ક્રોધ સમુ હોય ? પ્રના સૂર સુગમ છે. અનંતા. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. એકૈક નૈરયિકભવમાં જઘન્યથી પણ સંખ્યાતા ક્રોધ સમુ થાય છે. ભાવિમાં થવાના કોઈને હોય-કોઈને ન હોય. કારણો પૂર્વવત્ સમજી લેવા. * * * * * * * એકૈક અસુરકુમારને અસુકુમાપણામાં રહેલો છતાં સર્વ અતીતકાળને આશ્રીને કેટલાં ક્રોધ સમુ પૂર્વે થયેલા છે ? તંતા કેમકે અનંતવાર અસુરકુમારપણાને પ્રાપ્ત થયેલો છે અને દરેક ભવમાં પ્રાયઃ ક્રોધ સમુદ્યાત હોય છે. ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. જેને પ્રશ્ન સમય પછી અસુરકુમારમાં ક્રોધ સમુઠ્ઠાત થવાનો નથી, નીકળીને ફરી અસુકુમારત્વ પામવાનો નથી. તેને ન થાય. પણ જે અસુરકુમારપણું એકવાર પણ પ્રાપ્ત કરે તેને એક, બે કે ત્રણ થશે, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થશે - X - એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી અસુકુમારને નાગકુમારાદિ સ્થાનોમાં ચાવતુ વૈમાનિકપણામાં કહેવું. - ૪ - સૂત્રપાઠ મુજબ જેમ ચોવીશ દંડકના ક્રમે અસુકુમાર વિષયક નૈરવિકથી વૈમાનિક સુધીના સ્થાનોમાં કહ્યું, તેમ નાગકુમારાદિ સમસ્ત સ્વસ્થાન અને પરસ્થાન વિશે કહેવું. ચાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં આલાવો કહેવો. એ પ્રમાણે ચોવીશચોવીશ દંડક જાણવા. ચોવીશ દંડક વડે ક્રોધ સમુઠ્ઠાતનો વિચાર કર્યો. હવે ચોવીશ-ચોવીશ દંડક સૂત્ર વડે માન અને માયા સમુદ્યાત વિષયક સૂઝ અતિદેશથી બતાવે છે – તેમાં - એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા માન સમુધ્ધાતો અતીત કાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થવાના જેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થવાના છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં ચાવતું વૈમાનિકપણામાં કહેવું. ભગવદ્ ! એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં માન સમુધ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેટલાં ભાવિ કાળ થવાના છે ? કોઈને થવાના છે. - કોઈને થવાના નથી. જેને થશે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના છે. જેમ નાગકુમારપણામાં ચાવતું વૈમાનિકપણામાં કહેવું. એમ અસુરકુમાર સંબંધ જેમ નૈરયિકથી માંડી વૈમાનિક સુધીમાં કહ્યું તેમ નાગકુમારદિ વિષયક સ્વસ્થાન અને પરસ્થાન વિશે યાવતું વૈમાનિકને વૈમાનિકત્વમાં કહેવું. ઉક્ત સૂત્રની વ્યાખ્યા-અતીત સૂત્રોમાં બધે અનંતપણું સ્પષ્ટ છે. કેમકે નૈરયિકત્વાદિ સ્થાનો પ્રત્યેકને અનંતવાર પ્રાપ્ત થયા છે. ભાવિકાળમાં નૈરયિકને નૈરયિકપણામાં આ પ્રમાણે છે – જે નૈરયિક માનસમુઠ્ઠાતને પામ્યા સિવાય કાળ (PROO Saheib\Adhayan-40\Book-40B કરી નરકથી નીકળી તુરંત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થાય, પણ ફરી નકમાં ન આવે તેને ભાવિમાં માન સમુ ન હોય. પરંતુ જે તે ભવમાં વર્તતો કે ફરીથી નરકમાં આવી એક વખત માન સમુદ્રને પ્રાપ્ત થઈ કાળ કરી નરકથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિકાળે એક માન સમુ થવાનો છે, એમ બે, ત્રણ ચાવતું અનંતવાર નરકમાં આવનારને અનંત ભાવિ સમુદ્ધાતો થવાના છે. નૈરયિકને જ અસુકુમારપણામાં ભાવિમાં આ ભાવના છે - જે નરકથી નીકળી અસુરકુમારવ ન પામે તેને ભાવિકાળે માન સમુ થવાના નથી. પણ જે પામે તેને થશે ઈત્યાદિ પૂર્વવતું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયપણાં સુધી ભાવિ સમુ કહેવા. મનુષ્યમાં આ ભાગના - જેનરકથી નીકળી મનુષ્ય ભવ પામી માન સમુઠ્ઠાતને પ્રાપ્ત થયા સિવાય સિદ્ધ થશે તેને ભાવિમાં એક પણ માન સમુદ્દાત ભાવિમાં થવાનો નથી, પરંતુ જે મનુષ્યપણામાં પ્રાપ્ત થઈ એકવાર માન સમુને પામશે, તેને એક, બીજાને બે, અન્યને ત્રણ વગેરે, સંખ્યાતીવાર મનુષ્યપણાને પામનારને સંખ્યાતા ચાવતુ અનંતવાર પામનારને અનંતા થવાના છે વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકપણામાં જેમ અસુરકુમારપણામાં વિચાર્યું તેમ કરવો. જેમ નૈરયિકને નૈરયિકવાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ સુકુમાર દિને પણ વૈમાનિક સુધી ચોવીશ દંડકના ક્રમથી કરવો. માન સમુદ્ધાતના ચોવીશ ણ, ચોવીશ દંડકના ક્રમથી કહ્યા, તેમ માયા સમુઠ્ઠાતના પણ ચોવીશ સૂત્રો કહેવા. કેમકે બંને સ્થાને સમાન પાઠ છે. ધે લોભ સમુદ્ઘાત સમાનત્વથી કહે છે - પરંતુ અસુરાદિ સર્વ જીવો નૈરયિકપણામાં એકથી માંડી અનંત સમુકપણે જાણવા. પૂર્વે કષાય સમુહ કહ્યો, તેમ લોભ સમુ પણ કહેવો. પરંતુ અસુરકુમારદિને નૈરયિકપણામાં ભાવિના વિચારમાં કદાચ સંખ્યાતા હોય, કદાચ અસંખ્યાતા હોય, કદાચ અનંતા હોય એમ કહ્યું અને અહીં અસુરકુમારાદિ સર્વે જીવો નૈરયિકોમાં ભાવિ સમુઘાતનો વિચાર કરતાં એકોતરપણે જાણવા. - ૪ - અતિ દુઃખની વેદના વડે પીડાયેલા હોવાથી હંમેશાં ઉદ્વેગને પ્રાપ્ત થયેલા નૈરયિકને ઘણું કરી લોભ સમ0નો અસંભવ છે. સગપાઠ આ પ્રમાણે - ભગવન! એકૈક નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! અનંત. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને ચવાના, કોઈને નથી થવાના. જેને થવાના તેને એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા છે. એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલા લોભ સમુ અતીતકાળે થયા છે ? અનંત. ભાવિકાળે કેટલા થવાના છે? કોઈને થવાના, કોઈને થવાના નથી. જેને થાય તેને કદાચ સંગાતા, કદાચ અસંખ્યાતા, કદાચ અનંતા થવાના હોય છે. એમ અનિતકુમાર સુધી. એકૈક નૈરયિકને પૃથ્વીકાયિકપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિ કાળે કેટલાં થવાના? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. E:\Mahar
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy