SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/-I-I૬૦૧ ૧૬૯ ૧૩૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ દંડક સુધી કહેવું. એમ તૈજસ સમુદ્ધાત સુધી જાણવું, એ પ્રમાણે પાંચ સમુઘાતો ચોવીસ દંડકે કહેવા. ભગવાન ! એકૈક નૈરયિકને પૂર્વે આહાકસમુઘાતો કેટલા થયા છે. કોઈને હોય, કોઇને ન હોય, જેને હોય તેને જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય ભાવિકાળે કેટલાં થવાના છે ? કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેતું. પણ મનુષ્યને પૂર્વે થયેલ અને ભાવિકાળે થનાર, નૈરયિકને ભાવિ કાળે થનારા છે તેમ કહેવા. ભગવાન ! એકૈક નૈરયિકને કેવલિ સમુઘાત કેટલા થયેલા છે ? પૂર્વે થયા નથી. ભાવિમાં કેટલા થવાના છે? કોઈને થાય અને કોઈને ન થાય. જેને થનાર છે તેને એક સમુધાત થવાનો છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યને કોઈને થયેલ છે - કોઈને નથી. જેને છે તેને એક છે, ભાવિકાળે થનાર પણ એક જ છે. • વિવેચન-૬૦૧ - એકૈક નૈરયિકને કેટલા વેદના સમુહ થયા છે? ઈત્યાદિ. ગૌતમાં અનંતા થયા છે. કેમકે નારકાદિ સ્થાનો અનંતવાર પ્રાપ્ત થયા છે અને એકૈક નાકાદિ સ્થાનની પ્રાપ્તિ સમયે પ્રાયઃ અનેકવાર વેદના સમદઘાત થાય છે. આ કથન ઘણાં જીવોની અપેક્ષાથી છે. કેમકે ઘણાં જીવો અવ્યવહાર રાશિથી નીકળેલા અનંતકાળ સુધી હોય. તેથી તેમની અપેક્ષાથી અનંત વેદના સમુદ્યાત ઘટી શકે. પરંતુ થોડાં કાળથી અવ્યવહાર રાશિથી નીકળેલાં હોય તેઓને ચયા સંભવ સંખ્યાતા કે અસંખ્યાતા વેદના સમુદ્ધાતો જાણવા. પણ તેઓ થોડાંક જ છે. ભાવિમાં કેટલાં થનાર છે? સૂત્રપાઠ સુગમ છે. પરંતુ પુર: • આગળ, વકૃત - પરિણામ પ્રાપ્તિની યોગ્યતા વડે કેટલા થનાર છે? અથવું ભાવિમાં થનારા. કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ ઉત્તર સૂગ છે. અર્થાત્ જે કોઈ જીવ વિવક્ષિત પ્રશ્ન સમય પછી વેદના સમુદ્ઘાત કર્યા વિના જ નરકથી નીકળી, મનુષ્યભવમાં વેદના સમુદ્ઘાત ન પામીને જ સિદ્ધ થાય છે. તેને ભાવિકાળમાં એક પણ વેદના સમુદ્યાત થવાનો નથી. પણ વિવક્ષિત જીવ બાકીના આયુકાળમાં કેટલોક કાળ નરકમાં રહી પછી મનુષ્યભવ પામી સિદ્ધ થાય, તેને એકાદિ સમુઠ્ઠાતનો સંભવ છે. સંખ્યાતા આદિ કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતાઅસંખ્યાતા-અનંતા વેદના સમુદ્ધાતો થાય. * * * બધાં અસુરકુમારાદિ સ્થાનોમાં અતીતકાળે અનંત વેદના સમુધ્ધાતો કહેવા. અનાગત કાળે વેદના સમુદ્યાતો કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે કપાય સમુઘાત, મારણાંતિક સમુદ્ધાત, વૈક્રિય સમુઠ્ઠાત, તૈજસ સમુદ્યાત પ્રત્યેક દેડકે કહેવા. તેથી ૧૨૦-દંડક F-1) (85) ook-40B (PROOI an-40\B સૂત્રો થાય. બાકી સૂત્રમાં કહેલ બધું સુગમ છે. ભગવદ્ ! એકૈક નૈરયિકને પૂર્વે બધાં અતીતકાળની અપેક્ષા કેટલાં આહારક સમુઠ્ઠાતો પૂર્વે થયા છે ? ગૌતમ! કોઈને હોય, કોઈને ન હોય. • x • x • જેણે પૂર્વે મનુષ્યપણું પામીને તેવા પ્રકારની સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું નથી, ચૌદ પૂર્વનું જ્ઞાન હોવા છતાં આહાક લબ્ધિના અભાવે કે તેવા પ્રયોજનના અભાવે આહાક શરીર કર્યું નથી, તેને હોતાં નથી. જેને હોય તેને જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી ત્રણ જ હોય. કેમકે જણે ચાર વાર આહાક શરીર કર્યું છે, તેમનું નકમાં ગમન થતું જ નથી, ભાવિકાળે પણ કોઈને હોય - કોઈને ન હોય. તેમાં મનુષ્યત્વ પામી તેવી સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું જ્ઞાન અને આહાક સમુઠ્ઠાત વિના સિદ્ધ થાય તેને હોતા નથી. બાકીનાને યથાસંભવ ઉત્કૃષ્ટથી ચાર સમુ થાય પછી અવશ્ય બીજી ગતિમાં ઉત્પન્ન ન થવાથી આહાક સમુ સિવાય સિદ્ધિગમન થાય છે. એમ વૈમાનિક સુધી કહેવું. - પરંતુ મનુષ્યને અતીતકાળે - અનાગત કાળે પણ જેમ નૈરયિકોને કહ્યું, તેમ કહેવું અર્થાત્ ઉત્કૃષ્ટથી અતીતકાળે પણ ચાર અને અનાગતકાળે પણ ચાર સમુદ્ધાતો ઉત્કૃષ્ટથી કહેવા. તેનો સૂત્રપાઠ આમ થાય " એક મનુષ્યને કેટલાં આહાક સમુઠ્ઠાત પૂર્વે થયેલા છે ? ઈત્યાદિ બધું કહેવું. પરંતુ તાત્પર્ય એ કે ચોથી વખત આહારક શરીર કરનારો અવશ્ય તે ભવે જ મુક્તિ પામે. એમ કેમ જાણ્યું ? સૂરના પૂર્વાપર વિચારથી. જો ચોથી વેળા આહારક શરીર કરીને બીજી કોઈ ગતિમાં જાય તો નારકાદિ કોઈપણ ગતિમાં અતીત કાળે ચાર આહાક સમુદ્ધાત કહ્યા હોત, પણ કહ્યા નથી. તેથી જાણી શકાય છે કે ચોથી વેળા આહાક શરીર કરી અવશ્ય તે ભવમાં જ મુતિગામી થાય છે, બીજી ગતિમાં જતો નથી. જો આહારક સમુઘાત ન કર્યો હોય તો તેની અપેક્ષાએ ‘નથી' તેમ જાણવું. પરંતુ જે • x • ચાર આહારક સમુદ્ઘાતથી નિવૃત થયેલો હોય અને હજી મનુષ્યભવનો ત્યાગ કર્યો નથી તેને ચાર સમુદ્ધાતો પૂર્વકાળે જાણવા. ભાવિકાળે થનારા સમુઠ્ઠાત પણ કોઈને હોય કોઈને ન હોય. જે ચોથી વેળા આહાક શરીર કરીને આહાક સમથી નિવૃત્ત થયેલ છે, અથવા જેણે આહાક શરીર કર્યું નથી કે જેણે એક-બે કે ત્રણ વખત કરેલ છે, પણ તથાવિધ સામગ્રીના અભાવે આહાકશરીર કર્યા વિના જ મુક્તિ પામશે, તેને ભાવિમાં આહારક સમુઘાત કરવાના હોતા નથી. જેને કરવાના છે, તેને જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર સમુઠ્ઠાતો કરવાના હોય છે. તેમાં એકાદિ સમુદઘાતનો સંભવ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં જાણવો. હવે કેવળી સમુદ્યાત સંબંધે દંડક સૂત્ર કહે છે - એક એક નૈરયિકને અનંત અતીતકાળને આશ્રીને કેટલા કેવલીસમુદ્યાત પૂર્વે થયા છે ? એક પણ નહીં, કેમકે કેવલી સમુદ્ધાત પછી અંતર્મુહર્તમાં અવશ્ય જીવો પરમ પદને પામે છે. તેથી કેવલી સમુ થયો હોત, તો તે જીવ નડે જ ન જાત, પણ નરકમાં છે, માટે કેવલી Sahei E: Mal
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy