SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪/-/-/૫૮૪ થી ૫૮૬ ૧૫૧ --1) ઉપભોગ થાય છે ? પછી વૈક્રિયલબ્ધિ વડે અનેક પ્રકારે - અનેક રૂપવાળા વૈક્રિય શરીર થાય છે ? એમ પ્રશ્ન કર્યો. ભગવત્ કહે છે - હા, ગૌતમ! એ પ્રમાણે છે. એમ નૈરિયકોની અનંતરાહારાદિની વક્તવ્યતા મુજબ અસુરકુમારાદિ દશે ભવનપતિ કહેવા. વિશેષ એ કે - અસુરકુમારાદિને પહેલા વિદુર્વણા અને પછી પ્રવિચાર હોય. કેમકે તેઓ પહેલાં ઈષ્ટ વૈક્રિયરૂપ કરે છે, પછી શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરે છે, એ નિયમ છે. બાકીના જીવો શબ્દાદિ વિષયના ઉપભોગની પ્રાપ્તિ થતાં હર્ષના વંશથી અત્યંત વિશિષ્ટ શબ્દાદિના ઉપભોગની ઈચ્છાથી કે અન્ય કારણે વિકdણા કરે છે.. પૃથ્વીકાયના વિષયમાં પ્રશ્નસૂત્ર તેમજ કહેવુ. ઉત્તર સૂત્ર પરિચારણા સુધી કહેવું. કેમકે તેમને પણ પર્શના ઉપભોગનો સંભવ છે. પણ તેમને વિકવણા ન કહેવી. કેમકે તેમને વૈક્રિયલબ્ધિ અસંભવ છે. પૃથ્વી માફક વાયુકાય સિવાયના કાયથી ચઉરિન્દ્રિય સુધી જાણવા. કેમકે તે બધાંને પણ વૈક્રિયલબ્ધિ નથી. વાયુકાયમાં વિશેષતા કહેવા વાયુકાય સહિત પંચે તિર્યંચ અને મનુષ્યોનું અતિદેશપણું બતાવે છે, નૈરયિકોની માફક વાયુકાયિકાદિ કહેવા. તેમને વૈક્રિય લબ્ધિનો સંભવ હોવાથી વિદુર્વણા પણ કહેવી. પણ તે વિકુવણા વિષયભોગ પછી હોય છે. વ્યંતરાદિ દેવો સુકુમારસ્વ જાણવા, તેથી તેમને પણ પૂર્વે વિદુર્વણા અને પછી પ્રવિચારમા કહેવી. કેમકે બધાં દેવોનો તેવો સ્વભાવ છે. હવે આહાર વિશે આભોગ વિચારવા કહે છે – • સૂત્ર-૫૮૩ - ભગવાન ! નૈરયિકોનો આહાર શું આભોગ નિવર્તિત છે કે અનાભોગ નિવર્તિત ? ગૌતમ! તે બંને પ્રકારે હોય. એ પ્રમાણે અસુકુમારથી વૈમાનિક સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયોનો આહાર આભોગ નિવર્તિત નથી, પણ અનાભોગ, નિવર્તિત હોય છે. ભગવાન ! બૈરયિકો જે યુગલો આહારપણે ગ્રહણ કરે તે શું જાણે - જુએ અને તેનો આહાર કરે કે ન જામે, ન દેખે અને આહાર કરે છે ? ગૌતમ ! તેઓ ન જાણે • ન દેખે અને આહાર કરે છે તે પ્રમાણે તેઈન્દ્રિયો સુધી જાણવું. ચઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા - કેટલાંક જણે નહીં - જુએ છે અને આહાર કરે છે. કેટલાંક જાણે નહીં - જુએ નહીં અને આહાર કરે છે. પંચેન્દ્રિય તિર્યો ? તેમાં (૧) કેટલાંક જાણે-જો-અને આહાર કરે. (૨) કેટલાંક જાણે-જુએ નહીં અને આહાર કરે. (3) કેટલાંક ન જાણે - જુએ અને આહાર કરે. (૪) કેટલાંક ન જાણે - ન જુએ અને આહાર કરે છે. પ્રમાણે મનુષ્યો કહેવા. બંતર અને જ્યોતિષ નૈરમિકોવતુ જાણવા. વૈમાનિક વિશે પ્રથન - (૧) કેટલાંક જાણે-જુએ અને આહાર કરે. (૨) કેટલાંક ન જાણે - ન જુએ અને આહાર કરે. એમ કેમ કહો છો ? ગૌતમ ! વૈમાનિક બે ભેદે છે – માયી મિશ્રાદેષ્ટિ ઉત્પન્ન, અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન એમ જે રીતે પહેલાં ઈન્દ્રિય (PROO hayan-40\Book-40B ૧૫૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું - ૪ - ભાવના રસિકોને કેટલું અધ્યવસાયો છે ? ગૌતમ અસંખ્યાતા. તે પ્રશસ્ત છે કે આપશ? તે બંને છે. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! નૈરયિકો સમ્યકાધિગામી , મિત્યાત્વ અધિગામી કે મિશ્ર અધિગામી ? ગૌતમ તે ત્રણેના અધિગામી હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકસેન્દ્રિયો સમ્યક્ત્તાધિગમી નથી. મિશ્રાધિગમી નથી, મિથ્યાત્વાધિગમી છે. • વિવેચન-૫૮૭ : નૈરયિકોને આભોગ નિવર્તિત આહાર હોય ? ઈત્યાદિ. મનોવ્યાપાર પૂર્વક આહાર ગ્રહણ કરે ત્યારે આભોગ નિવર્તિત. તે સિવાય અનાભોગ નિવર્તિત આહાર હોય. તે લોમાહાર જાણવો. એ પ્રમાણે બાકીના જીવોનો આહાર કહેવો. પણ એકેન્દ્રિયો અતિ અલા અને અસ્પષ્ટ મનોદ્રવ્યની લબ્ધિ હોવાથી સ્પષ્ટ મનોવ્યાપાર હોતો નથી. તેથી તેમને હંમેશાં અનાભોગનિવર્તિત જ આહાર છે. હવે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલોના જ્ઞાન-દર્શનનો વિચાર કરે છે - જે પુદ્ગલોને નૈરયિકો આહારપણે લે, તેને જાણે - જુએ કે ન જાણે - ન જુએ ? તેઓ અવધિજ્ઞાન વડે ન જાણે, કેમકે તે લોમાકાર રૂપે અતિ સૂક્ષ્મ હોવાથી નાકોના અવધિજ્ઞાનનો વિષય ન થાય. તેમ જુએ પણ નહીં કેમકે તે ચક્ષુઈન્દ્રિયનો વિષય નથી. બેઈન્દ્રિયો પણ ન જાણે, કેમકે તેઓ મિથ્યાજ્ઞાની છે. બેઈન્દ્રિયોને મતિ અજ્ઞાન છે, તે પણ અસ્પષ્ટ છે, તેથી પ્રક્ષેપાહારૂં સભ્ય ન જાણે, તેમજ ચક્ષુઈન્દ્રિયો ન હોવાથી જુએ પણ નહીં. એ રીતે તેઈન્દ્રિયો પણ જ્ઞાનદર્શન સહિત જાણવા. ચઉરિન્દ્રિયો કેટલાંક ના જાણે કેમકે મિથ્યાજ્ઞાની છે. તેમને બેઈન્દ્રિય સમાન કહેવા. પણ ચક્ષુઈન્દ્રિય વડે જુએ છે, કેમકે ચઈન્દ્રિય હોય છે. કેમકે માખી આદિ ગોળ વગેરેને જુએ છે અને આહાર કરે છે બીજા કેટલાંક મિથ્યાજ્ઞાની ચઉરિન્દ્રિયો જાણતા નથી. અંધકારાદિને કારણે અનુપયોગના સંભવવી ન જુએ. પંચેન્દ્રિયતિર્યંચો સંબંધે લોમાહાર અને પ્રોપાહારને આશ્રીને ચઉભંગી જાણવી. તેમાં પ્રક્ષેપાહાર અપેક્ષાએ આ પ્રમાણે છે - (૧) સમ્યગ્રજ્ઞાની પંચેન્દ્રિય તિર્યચો પ્રક્ષેપાહારને જાણે છે, ચક્ષુઈન્દ્રિયથી જુએ છે અને આહાર કરે છે. (૨) કેટલાંક જાણે પણ અંધકારદિથી અનુપયોગ થતાં જુએ નહીં. (3) મિથ્યાજ્ઞાની હોય તે જાણે નહીં પણ ચક્ષુઈન્દ્રિયથી જુએ. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનથી જાણે નહીં. અંધકારદિથી જુએ નહીં. લોમાહાર અપેક્ષાઓ આમ કહેવું - (૧) વિશિષ્ટ અવધિજ્ઞાન અભાવે લોમાહારને ન જાણે પણ ઈન્દ્રિયના અતિ વિશુદ્ધ સામર્થ્યથી જુએ અને આહાર કરે. (૨) પૂર્વવત્ ન જાણે, સામર્થ્ય અભાવે ન જુએ. (3) કેટલાંક જાણે નહીં પણ ઈન્દ્રિય સામર્થ્યથી જુએ છે. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનને કારણે ન જાણે, ઈન્દ્રિય સામર્થ્ય અભાવે ન જુએ. બંતર અને જ્યોતિકો તૈરયિકવત જાણવા. કેમકે નૈરયિકોના અવધિજ્ઞાનની E:\Maharaj
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy