SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧/-I-/૫૩૫,૫૩૬ ૧૩૯ (70) પદ-૩૧-“સંજ્ઞી” – X - X - X - છે એ પ્રમાણે ‘પશ્યતા’ નામે 30-મું પદ કહે છે. હવે ૩૧-મું પદ કહે છે. તેનો સંબંધ આ છે – પૂર્વ પદમાં જ્ઞાનપરિણામવિશેષ જણાવ્યું, અહીં પરિણામની સામ્યતાથી સંજ્ઞા પરિણામ કહે છે. • સૂત્ર-૫૩૫,૫૭૬ : [૫૫] ભગવન્! જીવો સંજ્ઞી, સંજ્ઞી કે નોસંસીનોઅસંજ્ઞી હોય? ગૌતમ! જીવો એ ત્રણે ભેદે હોય. નૈરયિકો વિશે પ્રશ્ન – ગૌતમ ! નૈરસિકો સંજ્ઞી કે અસંગી હોય, પણ નોસંજ્ઞીનોઅસંજ્ઞી ન હોય. ઓમ સ્વનિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકો વિશે પ્રસ્ત - ગૌતમ! તેઓ સંજ્ઞી નથી, અસંજ્ઞી છે, નોસંtીનોસંજ્ઞી નથી. એ પ્રમાણે વિકસેન્દ્રિયો પણ જાણવા. મનુષ્યો, જીવવ4 જણવા. પંચેન્દ્રિય તિર્યંચો અને વ્યંતરો નૈરયિકવ4 સમજવા. જ્યોતિષ અને વૈમાનિકો સંજ્ઞી છે, સંજ્ઞી કે નોસંજ્ઞીનો અસંજ્ઞી નથી. સિદ્ધો સંબંધે પૃચ્છા - તેઓ સંની કે અસંતી નથી, નોસંજ્ઞીનોઅસંતી છે. [૫૬] નાક, તિચિ, મનુષ્ય, વ્યંતર, અસુરાદિ સંજ્ઞી અને અસંજ્ઞી છે. વિકલેન્દ્રિયો અસંજ્ઞી છે. જ્યોતિક-વૈમાનિક સંજ્ઞી છે. [એ પ્રમાણે સૂપનો જ અર્થ કહેતી ગાથા છે.) • વિવેચન-૫૩૫,૫૭૬ : -x- સંજ્ઞા-પદાર્થના ભૂત, વર્તમાન, ભાવી સ્વભાવનો વિચાર કરવો. તે સંજ્ઞા જેઓને છે, તે સંજ્ઞી કહેવાય છે. એટલે વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનના જ્ઞાનવાળા સંજ્ઞી જાણવા. ઉકત મનોવિજ્ઞાન રહિત તે અસંજ્ઞી. તેઓ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંમર્હિમ પંચેન્દ્રિય હોય છે અથવા જે વડે પૂર્વે જાણેલો, વર્તમાન અને ભાવિ પદાર્થ સમ્યક જણાય તે સંજ્ઞા, તે જેમને હોય તે સંજ્ઞી - મન સહિત કહેવાય. તેથી વિપરીત તે અસંજ્ઞી. તેઓ હમણાં જ કહેલા એકેન્દ્રિયાદિ જાણવા. કેમકે એકેન્દ્રિયોને પ્રાયઃ સર્વથા મનોવૃત્તિનો અભાવ છે. બેઈન્દ્રિયાદિને વિશિષ્ટ મનોવૃત્તિ નથી. કેમકે તે બેઈન્દ્રિયાદિ વર્તમાનકાળવર્તી શબ્દાદિ અર્થને શબ્દાદિ રૂપે જાણે છે. ભૂત અને ભાવિ અનેિ નથી જાણતા. કેવળજ્ઞાની અને સિદ્ધ સંી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સંજ્ઞી-અસંજ્ઞી બંનેના પ્રતિષેધનો વિષય છે. જો કે કેવળજ્ઞાનીને મનોદ્રવ્યનો સંબંધ છે, પણ મનોદ્રવ્ય વડે તે ભૂત-વર્તમાન અને ભાવિ પદાર્થના સ્વભાવનો વિચાર કરતાં નથી, પરંતુ તેઓ બધાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થયેલો હોવાથી પલોયન સિવાય જ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે સાક્ષાત્ સર્વ વસ્તુને જાણે છે અને જુએ છે. તેથી તે સંજ્ઞી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સર્વકાળવર્તી સર્વ દ્રવ્ય અને પર્યાયિના સમૂહને પ્રત્યક્ષ કરવામાં સમર્થ જ્ઞાન વડે સહિત છે. સિદ્ધ પણ hayan-40\Book-40B (PROOF-1) E:\Maharaj Saheib\Adh ૧૪૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ3 સંજ્ઞી નથી, કેમકે તેને દ્રવ્ય મનનો અભાવ છે, તેમ અiી પણ નથી, કેમકે તે સર્વજ્ઞ છે. એ પ્રમાણે સામાન્યથી જીવપદમાં સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી હોય છે. * * * જીવો સંજ્ઞી પણ હોય છે. કેમકે તૈરયિકાદિ સંજ્ઞી છે. જીવો અસંડી પણ છે. કેમકે પૃથિવ્યાદિ અસંજ્ઞી છે અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પણ છે, કેમકે તેમાં સિદ્ધ અને કેવલી છે. હવે તેમને ચોવીશ દંડકના ક્રમથી વિચારે છે - જે નૈરયિક સંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞી કહેવાય. બીજા અસંજ્ઞી કહેવાય. નૈરયિકોને ચારિત્ર અભાવે કેવલીપણું ન હોય માટે નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોતા નથી. એમ બધાં ભવનપતિઓ કહેવા. કેમકે તેઓ અસંજ્ઞીથી પણ આવીને ઉપજે અને તેમને કેવલીપણાનો અભાવ પણ છે. મનુષ્યો, જીવવત્ કહેવા. એટલે તેઓ સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅiી પણ હોય. ગર્ભજ સંજ્ઞી છે, સંમૂર્ણિમો અસંજ્ઞી છે. કેવલી નોસંી-નોઅસંજ્ઞી છે. પંચે તિર્યંચ અને વ્યંતરો નૈરયિકવત્ કહેવા. તેમાં સંમૂર્ણિમ પંચે તિર્યંચો અસંજ્ઞી અને ગર્ભજ સંજ્ઞી છે. વ્યંતરો અસંજ્ઞીથી આવીને ઉપજે તો સંજ્ઞી, સંથી આવીને ઉપજે તો સંજ્ઞી કહેવાય. બંને ચા»િ અભાવે નોસંજ્ઞી-નો સંજ્ઞી નથી. જયોતિક, વૈમાનિકો સંજ્ઞી જ હોય. પરંતુ સંજ્ઞીન હોય, કેમકે તે અસંથી આવીને ન ઉપજે. તેમ તેઓને ચાસ્ત્રિ પણ નથી, માટે નોસંજ્ઞી-નોઅસંડી પણ નથી. સિદ્ધો પૂવક્ત યુક્તિથી સંજ્ઞી કે અસંજ્ઞી નથી, પણ નોસંજ્ઞી-નોઅiી છે. ઉક્ત સૂત્રના સુખે બોધ ચવા માટે સંગ્રહણી ગાથા કહી છે. તે સુગમ છે. સૂત્રાર્થમાં નોંધી છે. તેમાં વિશેષ એ કે - વનચર એટલે વ્યંતરો, મમુરાય - સમસ્ત ભવનપતિ, વિવાનેન્દ્રિય - એક, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા અસંજ્ઞી હોય છે. - મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy