SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૨/-/૫૪૦ નિંદ્રા તે નિદ્રાનિદ્રા. તે અવસ્થામાં ઘણાં ઢંઢોળવાદિથી જાગૃત થાય છે, તેથી નિદ્રા કરતાં તેનું અધિકપણું છે. તે વિપાકથી વેધ કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે. બેઠો કે ઉભો ડોલે, ઝોકાં ખાય તેવી નિદ્રા તે પ્રચલા. પ્રચલાથી અધિક તે પ્રચલાપાલા, તે ચાલનારને પણ ઉદયમાં આવે છે. - x - ત્યાનદ્ધિ-એકઠી થયેલી ઋદ્િઆત્મશક્તિ, જે નિદ્રાવસ્થામાં હોય તે. તે નિદ્રાના સદ્ભાવમાં પ્રથમ સંઘયણવાળા વાસુદેવના અર્ધબળ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રવચનમાં એવી કથા સંભળાય છે કે કોઈ સ્થળે સ્ત્યાનદ્ધિ નિદ્રાવાળો એક સાધુ હતો. તેને દિવસે એક હાથીએ રોક્યો, રાત્રે ત્યાનદ્ધિ નિદ્રાના ઉદયમાં તેણે હાથીનાં દાંત ઉખેડી નાંખ્યા ઈત્યાદિ. 93 ચક્ષુદર્શન-સામાન્ય અવબોધ, તેને આચ્છાદન કરનાર ચક્ષુદર્શનાવરણીય. અચક્ષુ દર્શન - ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો અને મન વડે સામાન્ય અવબોધ, તેને આચ્છાદન કરનાર તે અયક્ષદર્શનાવરણીય. અવધિદર્શન - ઈન્દ્રિયાદિની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યનો સામાન્ય અવબોધ, તેનું આવરણ કરનાર કર્મ તે અવધિ દર્શનાવરણ. રૂપી-અરૂપી સર્વે દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોનો ઈન્દ્રિયાદિની અપેક્ષા વિના સામાન્ય અવબોધ તે કેવળદર્શન, તેને આચ્છાદન કરનાર કર્મ તે કેવળ દર્શનાવરણીય. અહીં નિદ્રાદિ પાંચ પ્રકૃતિ ચક્ષુદર્શનાવરણાદિના ક્ષયોપશમ વડે પ્રાપ્ત દર્શન લબ્ધિનો ઉપઘાત કરે છે. દર્શનાવરણ ચતુષ્ક મૂળથી દર્શનલબ્ધિનો ઘાત કરે છે. - * - - વેદનીય બે ભેદે – (૧) સાતા-સુખરૂપે વેદાય તે સાતાવેદનીય, તેથી વિપરીત તે (૨) અસાતાવેદનીય અર્થાત્ જેના ઉદયથી શારીરિક, માનસિક સુખ વેદે તે સાતા વેદનીય, જેના ઉદયથી શારીરિક, માનસિક દુઃખ અનુભવે તે અસાતાવેદનીય - ૪ - મોહનીય કર્મ બે ભેદે – (૧) દર્શન મોહનીય - સમ્યક્ત્વ, તત્વરુચિમાં મોહભ્રાંતિ કરે તે. (૨) ચાસ્ત્રિ મોહનીય - સાવધ યોગથી નિવૃત્તિ અને નિરવધ યોગમાં પ્રવૃત્તિ વડે ગમ્ય શુભ આત્મપરિણામ, તેમાં મોહ પેદા કરે તે ચાસ્ત્રિમોહનીય. દર્શન મોહનીય ત્રણ પ્રકારે – (૧) સમ્યકત્વ વેદનીય - જિનેશ્વરે ઉપદેશેલા તત્ત્વની શ્રદ્ધારૂપે વેદાય તે. (૨) મિથ્યાત્વ વેદનીય - જે જિને ઉપદેશેલા તત્વની અરુચિરૂપ મિથ્યાત્વરૂપે વેદાય તે. (૩) મિશ્રવેદનીય-જે જિનોક્ત તત્ત્વમાં રુચિ નહીં, તેમ અરુચિ નહીં એવા મિશ્રપરિણામથી વેદાય તે. [પ્રશ્ન] સમ્યકત્વ મોહનીય કર્મને દર્શન મોહનીય કેમ કહ્યું ? તે તો પ્રશમાદિનું કારણ હોવાથી દર્શનમાં મોહ ઉત્પન્ન કરતું નથી. [ઉત્તર] અહીં સમ્યકત્વ વેદનીય મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિ છે. તેથી દેશ ભંગરૂપ અતિચારનો સંભવ છે. વળી તે ઔપશમિક તથા ક્ષાયિક સમ્યગ્દર્શનમાં મોહ ઉત્પન્ન કરે છે માટે દર્શન મોહનીય કહેવાય. ચારિત્ર - સાવધ યોગથી નિવૃત્તિ, નિવધ યોગમાં પ્રવૃત્તિ વડે ગમ્ય શુભ આત્મપરિણામ, તેમાં મોહ પેદા કરે તે ચાસ્ત્રિ મોહનીય. તેના બે ભેદ છે – (૧) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કષાય વેદનીય-કષાયરૂપે વેદાય, (૨) નોકષાય વેદનીય - સ્ત્રીવેદાદિ નોકષાયરૂપે વેદાય. કષાય મોહનીય સોળ પ્રકારે છે. તેમાં અનંતાનુબંધી - અનંત સંસારનો અનુબંધ કરાવનાર છે, તેનું સંયોજના એવું બીજું નામ પણ છે. જે વડે પ્રાણી અનંતા ભવોની સાથે જોડાય તે સંયોજના. કહ્યું છે કે - ૭૪ જે કષાયો અનંતભવોની સાથે જોડે તે અનંતાનુબંધી, જેમના ઉદયમાં સર્વયા કે દેશથી પ્રત્યાખ્યાન-વિરતિ ન હોય તે અપ્રત્યાખ્યાન. જેમના ઉદયથી - ૪ - સર્વવિરતિ પ્રત્યાખ્યાનનું આચ્છાદન થાય તે પ્રત્યાખ્યાનવરણ. - X - પરીષહ અને ઉપસર્ગની પ્રાપ્તિમાં ચાસ્ત્રિવાળાને કંઈક કષાયયુક્ત કરે તે સંજ્વલન અથવા શબ્દાદિ વિષયોપામી જેથી વારંવાર કષાયયુક્ત થાય, તેથી ચોથા કષાયની સંજ્વલન એવી સંજ્ઞા કહેવાય છે - ૪ - જળ-રેતી-પૃથ્વી-પર્વતની રેખા સમાન ચાર પ્રકારનો ક્રોધ છે. નેતરની લતા, કાષ્ઠ-અસ્થિ-શિલા સ્તંભ જેવું માન છે, વાંસની છાલ-ગોમૂત્રિકા-મેંઢાનું શિંગડું-કઠણ વાંસના મૂળ જેવી માયા છે. હળદર, ખંજન, કીચડ, કીરમજી રંગ જેવો લોભ છે. તે ચારે પ્રકારના કષાયો પક્ષ, ચારમાસ, વર્ષ અને યાવજ્જીવ સુધી રહેનારા છે અને દેવ-મનુષ્ય-તિર્યંચ-નરકગતિના સાધનભૂત છે. તે સ્ત્રીવેદ-સ્ત્રીની પુરુષ માટેની અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ, તે સ્ત્રીવેદ. પુરુષવેદ-સ્ત્રી માટેની અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ. નપુંસક વેદ-સ્ત્રી અને પુરુષ બંને પ્રતિ અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ. જેના ઉદયે સનિમિત કે નિર્નિમિત હો કે હસાવે તે હાસ્ય મોહનીય. તેનાથી વિપરીત તે અરતિ મોહનીય. જેના ઉદયે પ્રિય વસ્તુના વિયોગાદિ નિમિતે આક્રંદનાદિ કરે તે શોક મોહનીય. જેના ઉદયે સકારણ કે અકારણ ભય પામે તે ભામોહનીય. જેના ઉદયે શુભ કે અશુભ વસ્તુની જુગુપ્સા કરે તે જુગુપ્સા મોહનીય. આ હાસ્યાદિ કષાયના સહચારી હોવાથી નોકષાય કહેવાય છે. તે કયા કષાયના સહચારી છે ? આદિના બારે કપાયોના. આદિના બારે કષાયોનો ક્ષય થવાથી હાસ્યાદિ સ્થિતિ સંભવતી નથી, કેમકે ત્યારપછી તુરંત તેનો ક્ષય કરવા માટે પ્રવૃત્તિ થાય છે. કષાયના સહચારી તે નોકષાય. નામકર્મ ૪૨-ભેદે છે - ગતિનામ એટલે તથાવિધ કર્મરૂપથી પ્રાપ્ત કરાય તે ગતિ-નારકપણું આદિ પર્યાયનો પરિણામ. તે ગતિ ચાર ભેદે છે – નક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, તેનું કારણ ભૂતકર્મ તે ગતિનામ. જ્ઞાતિનામ - એકેન્દ્રિયાદિ જીવોના એકેન્દ્રિયત્વ આદિ સમાન પરિણામરૂપ કે જેનો એકેન્દ્રિયાદિ શબ્દ વડે વ્યવહાર થાય છે તે જાતિ, તેનું કારણભૂત કર્મ તે જાતિનામકર્મ. - ૪ - ૪ - ક્ષીણ થાય તે શરીર, તે પાંચ ભેદે છે – ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજા, કાર્પણ. તેનું કારણ નામકર્મ તે ઔદાકિનામકર્માદિ. તેમાં જેના ઉદયથી ઔદાકિ શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે પરિણમાવે, પરિણમન કરી જીવ પ્રદેશો સાથે પરસ્પર એકમેકપણે સંબંધ કરે તે.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy