SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૧/૪/૫૩૯ ૬૭ વિવેચન-૫૩૯ : જે જીવે રાગ-દ્વેષના પરિણામ વશ બાંધેલે - કર્મરૂપે પરિણત થયેલા, સૃષ્ટ આત્મપ્રદેશ સાથે સંબંધને પ્રાપ્ત, ફરીથી ગાઢપણે બાંધેલ, અતિસ્પર્શ વડે સ્પર્શાયલ, આવેપ્ટન-પરિવેષ્ટન રૂપે અતિ ઉપચયપૂર્વક ગાઢ બાંધેલા, અબાધાકાળ પછીના કાળે વેદનના યોગ્યપણે નિષેકને પ્રાપ્ત, ઉત્તરોત્તર સ્થિતિમાં પ્રદેશની હાનિ અને રસની વૃદ્ધિ વડે અવસ્થિત, સમાન જાતિય બીજી પ્રકૃતિના દલિકના સંક્રમ વડે ઉપચય પ્રાપ્ત, કંઈક વિષાકાવસ્થા અભિમુખ, વિશિષ્ટ વિપાકાવસ્થા પ્રાપ્ત, ફળ અભિમુખ, ઉદયપ્રાપ્ત થયેલા - x - x -. કર્મ બંધનથી બદ્ધ જીવે કરેલ, જીવ ઉપયોગ સ્વભાવવાળો છે, તેથી રાગાદિ પરિણત છે, તેથી કર્મ કરે છે. રાગાદિ પરિણામ કર્મબંધથી બંધાયેલાને હોય છે, કર્મના વિયોગમાં હોતા નથી અન્યથા મુક્ત જીવોને પણ અવીતરાગત્વનો પ્રસંગ આવે. કર્મબંધનથી બદ્ધ જીવ કર્મનો કર્તા છે, તે કર્મ કર્તા એવા આત્માને પ્રવાહથી અનાદિ છે. જીવ બંધ સમયે પ્રથમ સામાન્ય કર્મવર્ગણામાં પુદ્ગલોને અનાભોગ વીર્ય વડે ગ્રહણ કરતો તે જ બંધન સમયે જ્ઞાનાવરણાદિ પણે વ્યવસ્થિત કરે છે. જ્ઞાનાવરણ આદિ રૂપે જે વ્યવસ્થાપન તેને નિર્વર્તન કહે છે. પ્રદ્વેષ, નિર્ણવાદિ રૂપ કર્મબંધના વિશેષ હેતુ વડે તે-તે ઉત્તરોત્તર પરિણામને પ્રાપ્ત કરેલ, સ્વયં વિપાક પ્રાપ્ત હોવાથી ઉદયમાં આવેલા, અન્ય નિમિત્તથી ઉદયમાં આવેલા - ૪ - કર્મનો વિપાક ગતિને આશ્રીને હોય છે. કેમકે કોઈ કર્મ કોઈ ગતિને પામીને તીવ્ર વિપાકવાળું હોય જેમકે નકગતિમાં અસાતાવેદનીય તીવ્રવિપાકવાળું હોય છે. સર્વોત્કૃષ્ટ સ્થિતિને પામીને અશુભકર્મ તીવ્રવિપાકવાળું હોય છે. જેમકે - મિથ્યાત્વ. ભવને પામીને કોઈ કર્મ વિપાક બતાવે છે. જેમકે - નિદ્રા, મનુષ્ય કે તિર્યંચ ભવમાં વિપાક બતાવે છે. આ સ્વતઃ ઉદયના કારણો બતાવ્યા. કેમકે કર્મ તે તે ગતિ, સ્થિતિ, ભવને પામીને સ્વયં ઉદયમાં આવે છે. હવે પરને આશ્રીને ક્રમનો ઉદય કહે છે – કાષ્ઠ, ઢેકું, ખડ્ગ આદિ - x - વડે અસાતા વેદનીયાદિનો ઉદય થાય. પુદ્ગલ પરિણામથી - ખાધેલા આહારના અજીર્ણથી અસાતાવેદનયી આદિ થાય - ૪ - એવા જ્ઞાનાવરણીયનો કેટલા પ્રકારે વિપાક છે ? દશ પ્રકારે - શ્રોત્રાવરણાદિ. શ્રોત્ર-શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત ક્ષયોપશમ, શ્રોત્રવિજ્ઞાન-થ્રોપ્રેન્દ્રિયનો ઉપયોગ. " x - એ પ્રમાણે નેત્રાવરણ ઈત્યાદિ પણ વિચારવું. તેમાં એકેન્દ્રિયોને રસન, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્રના વિષયરૂપ લબ્ધિનું પ્રાયઃ આવરણ હોય છે. પ્રાયઃ કહેવાનું કારણ બકુલાદિ નિષેધ કરવા છે. - ૪ - જેમ સૂક્ષ્મ ભાવેન્દ્રિય જ્ઞાન દ્રવ્યેન્દ્રિયના અભાવમાં હોય તેમ દ્રવ્યશ્રુતના અભાવે પણ ભાવશ્રુત પૃથ્વી આદિને હોય માટે ‘પ્રાયઃ’ શબ્દ મૂક્યો. બેઈન્દ્રિયને ધ્રાણ, ચક્ષુ, શ્રોત્રેન્દ્રિયના, તેઈન્દ્રિયોને ચક્ષુ અને શ્રોત્રના, ચઉરિન્દ્રિયને શ્રોત્રેન્દ્રિય સંબંધિત લબ્ધિ અને ઉપયોગનું આવરણ હોય છે. બધાંને સ્પર્શનેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગનું આવરણ ૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હોય છે. તે કુષ્ઠાદિ વ્યાધિથી પીડિત શરીરીને જાણળું. પંચેન્દ્રિય છતાં જન્માંધ છે એવાઓને ચક્ષુ વગેરે ઈન્દ્રિયોના લબ્ધિ, ઉપયોગનું આવરણ સમજવું. આવું આવરણ સ્વયં ઉદય પ્રાપ્ત કે પરનિમિતે ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મોદયથી થાય. બીજાએ ફેંકેલ ખડ્ગાદિ પુદ્ગલોને જે વેદે છે, એવા અભિઘાત સમર્થ પુદ્ગલો વડે, ખાધેલા આહારના પરિણામરૂપ અતિ દુઃખોત્પાદક રસાદિ પુદ્ગલ પરિણામને વેદે છે, તે વડે જ્ઞાન પરિણતિનો ઘાત થવાથી તથા સ્વભાવથી પુદ્ગલોના શીત, આતપાદિ રૂપ પરિણામને વેદે છે, ત્યારે ઈન્દ્રિયોને ઉપઘાત ઉત્પન્ન કરવા દ્વારા તે પુદ્ગલ પરિણામથી જ્ઞાનપરિણતિનો ઉપઘાત થવાથી જ્ઞાતવ્ય વસ્તુને ઈન્દ્રિયનો વિષય છતાં ન જાણે. કેમકે જ્ઞાનપરિણતિનો ઉપઘાત થયેલો છે. નિરપેક્ષ ઉદયમાં - વિપાક પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મપુદ્ગલોના ઉદય વડે જાણવા યોગ્યને જાણતો નથી. જ્ઞાનપરિણામ વડે પરિણત થવાની ઈચ્છા છતાં જ્ઞાનપરિણતિનો ઉપઘાત થવાથી જાણતો નથી. જાણીને પણ ન જાણે. જ્ઞાનાવરણીય કર્મ પુદ્ગલોદયથી આચ્છાદિત જ્ઞાનવાળો પણ થાય. દર્શનાવરણીય કર્મનો વિપાક - નવ પ્રકારે છે. નિદ્રા - જે અવસ્થામાં પ્રાણી સુખપૂર્વક જાગે તે. નિદ્રાનિદ્રા - દુઃખપૂર્વક જાગે તે. પ્રચલા-ઉભા રહેનારને નિદ્રા, પ્રચલાપ્રચલા - ચાલતા નિદ્રા આવે ત્યાનગૃદ્ધિ - અતિ સંક્લિષ્ટ કર્મના વેદનમાં હોય તે મહાનિદ્રા તથા ચક્ષુદર્શનાવરણ - ચક્ષુના સામાન્ય ઉપયોગનું આવરણ, ઈત્યાદિ. જે કોમળ શય્યા પુદ્ગલને વેદે, તેવા ઘણાં પુદ્ગલને વેદે, ખાધેલ આહારના પરિણામરૂપ પુદ્ગલને વેદે, સ્વભાવજન્ય પુદ્ગલ પરિણામરૂપ વર્ષાઋતુમાં વાદળાયુક્ત આકાશાદિને વેદે. તે વડે નિદ્રાદિના ઉદયથી દર્શન પરિણામનો ઉપઘાત થવાથી, તે પરાશ્રિત ઉદય કહ્યો. સ્વતઃ- દર્શનાવરણીય કર્મોદયથી પરિણતિનો વિઘાત થવાથી જોવાલાયક વસ્તુ ન જુએ. દર્શન પરિણામથી પરિણમનની ઈચ્છાવાળો છતાં જન્માંધ૫ણાદિથી દર્શન પરિણામના ઉપઘાતથી ન જુએ. પૂર્વે જોઈને પછી ન જુએ. આચ્છાદિત દર્શનવાળો થાય. સાતા વેદનીય કર્મનો વિષાક – આઠ પ્રકારે છે. મનોજ્ઞ શાતિ - વાંસળી આદિના આગંતુક શબ્દો, - ૪ - ઈસુરસાદિ મનોજ્ઞ રસો, કપૂરાદિ મનોજ્ઞ ગંધ, સ્વ સ્ત્રી આદિના મનોજ્ઞ રૂપો, શય્યાદિના મનોજ્ઞ સ્પર્શો, સુખકારક મન, કાન અને મનને સુખકારી વાન, સુખ શરીર, એ આઠ, સાતાવેદનીયાના ઉદયથી પ્રાપ્ત થાય છે. પરને આશ્રીને - પુષ્પમાળા કે ચંદનાદિ પુદ્ગલને વેદે, દેશ-કાલાદિ યોગ્ય આહાર પરિણામરૂપ પુદ્ગલોને વેદે, સ્વાભાવિક શીતાદિના પ્રતિકારરૂપ પુદ્ગલોને વેદે, તેથી મનની સ્વસ્થતા થતાં સાતાવેદનીય કર્મને અનુભવે છે. - x - સ્વતઃ ઉદય તે મનોજ્ઞ શબ્દાદિ સિવાય પણ કદાચિત્ સુખ વેદે, જેમ તીર્થંકરના જન્માદિમાં નૈરયિક વેદે છે. અસાતાવેદનીય-પૂર્વવત્ ઉત્તર, પંતુ અમનોજ્ઞ શબ્દાદિ કહેવા. ગધેડાના આગંતુક અમનોજ્ઞ શબ્દો, મનને અણગમતા રસો, મૃત કલેવાદિની ગંધ, સ્ત્રી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy