SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૧/૧,૨/૫૩૫,૫૩૬ ગ્રહણ કર્યું. નાકાદિ આયુના ઉદયમાં અવશ્ય નકગત્યાદિ નામ કર્મ ઉદયમાં આવે છે, તેથી પછી નામકર્મ લીધું. નામકર્મના ઉદયમાં અવશ્ય ઉચ્ચ-નીચ ગોત્ર કર્મનો વિપાકોદય પામે, માટે પછી ગોત્રકર્મ કર્યું. ઉચ્ચ-નીચ ગોત્ર કર્મથી પ્રાયઃ દાન, લાભાદિ અંતરાયનો ક્ષયોપશમ કે ઉદય દેખાય છે, તેથી ગોઝ પછી અંતરાય કહ્યું. આ રીતે પ્રથમ દ્વાર કહ્યું. હવે બીજું દ્વાર કહે છે – કયા પ્રકારે જીવ આઠ પ્રકૃતિ બાંધે ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણ કર્મ નિશ્ચિત પ્રાપ્ત થાય. તે વિશિષ્ટ ઉદયને પ્રાપ્ત થાય છે. અર્થાત ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અનુભવતો દર્શનાવરણીયને વેદે છે. કેમકે જેમનું અંતઃકરણ કજ્ઞાન વડે વાસિત છે તે વિપરીત દૃષ્ટિવાળા જણાય છે. દર્શનાવરણીય કર્મોદયથી દર્શનમોહનીય કર્મ વિપાકવસ્થારૂપ ઉદય વડે પ્રાપ્ત થાય છે. તેનાથી મિથ્યાત્વનો ઉદય થાય, તેનાથી જીવ આઠે કર્મપ્રકૃતિને બાંધે. એમ ઉક્ત ક્રમ પ્રાયઃ જાણવું - કેમકે કોઈક સમ્યગુર્દષ્ટિ આઠે કર્મ બાંધે છે અને કોઈક નથી બાંધતા ઈત્યાદિ • x • અહીં તાત્પર્યાર્ચ આ છે કે પૂર્વ કર્મના પરિણામના સામર્થ્યથી ઉતકર્મ બંધાય છે. કહ્યું છે કે - જીવના પરિણામરૂપ નિમિત્તથી પુદ્ગલો કર્મપણે પરિણમે છે, અને પુદ્ગલ કર્મના નિમિતે જીવ પણ તે પ્રમાણે પરિણમે છે. ઉક્ત કથન ચોવીશદંડકના ક્રમે કહે છે - નૈરયિક કયા પ્રકારે આઠ કર્મનો બંધ કરે ? ઈત્યાદિ સુગમ છે. બહુવચન વડે પણ સૂગ સુગમ છે. એમ બીજું દ્વાર કહ્યું. જીવ કેટલા સ્થાનોએ કર્મ બાંધે ? • સૂત્ર-પ૩૩ - જીવ કેટલા સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? બે સ્થાને – રાગથી અને હેલથી. સવા બે ભેદ - માયા, લોભ. દ્વેષ બે ભેદે – ક્રોધ, માન, જીવથી વડે યુકત એ ચાર સ્થાને એ રીતે ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે. એમ નૈરવિકથી વૈમાનિક સુધી જાણવું. જીવો કેટલા સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? બે સ્થાને. ઈત્યાદિ એમ જ છે. એ રીતે નૈરયિક ચાવતુ વૈમાનિક જાણવા. એમ દર્શનાવરણીયથી અંતરાય કર્મ સુધી ગણવું. એમ એકવચન-બહુવચનના ૧૬ દંડક છે. • વિવેચન-૫૩૭ : પ્રશ્ન સૂગ સુગમ છે. • x• રાગ, પ્રીતિલક્ષણ છે અને દ્વેષ અપતિરૂપ છે. તે બંને ક્રોધાદિથી અતિ ભિન્ન નથી. પણ તેઓમાં જ અાભવ થાય છે. * * * સંગ્રહનય કહે છે - ક્રોધ પીતિરૂપ પ્રસિદ્ધ છે. માન બીજાના ગુણને ન સહન કરવારૂપ હોવાથી અપતિરૂપ છે. બંને અપતિરૂપ હોવાથી સ્વેષ છે. લોભ આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ પ્રસિદ્ધ છે. કોઈ વસ્તુની અભિલાષાથી મનુષ્ય બીજાને છેતરવારૂપ માયાને આચરે છે અને અભિલાષ પ્રીતિ સ્વભાવવાળો છે માટે માયા પ્રીતિરૂપ છે. બંને પ્રીતિરૂપ હોવાથી રાગરૂપ છે. - x • x - તે સંબંધે વ્યવહાર નય કહે છે – માયા બીજાને ઉપઘાતરૂપ છે, બીજાના ઉપઘાતનો પરિણામ સ્વેષરૂપ છે, માટે માયા પણ ६४ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ દ્વેષમાં અંતભવ થાય છે. ન્યાયપૂર્વક ઉપાર્જન કરવા વડે અર્થની આસક્તિ થવી તે બીજાના ઉપઘાતના પરિણામથી રહિત શુદ્ધ લોભ જ રાગ છે. તેથી વ્યવહારનયથી ક્રોધ, માન, માયા દ્વેષરૂપ છે. લોભ ાગરૂપ છે. -x - ઋજુસૂઝ નય કહે છે - ક્રોધ અવશ્ય અપ્રીતિરૂપ છે. બીજાને ઉપઘાતક હોવાથી હેપ કહેવાય છે. માન-માયા-લોભ બે પ્રકારે સંભવે - પ્રીતિરૂપ અને અપતિરૂપ. માન સ્વના ઉપયોગ સમયે સ્વગુણના બહુમાનથી પ્રીતિરૂપ છે, પરગુણના તેના ઉપયોગ વખતે માત્સર્યાદિ હોવાથી ચાપીતિરૂપ છે. માયા પણ બીજાને છેતરવાના ઉપયોગમાં હોય ત્યારે અપતિ રૂપ છે. પદ્રવ્ય ગ્રહણ આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ છે. લોભ પણ આ રીતે - X • પ્રીતિ, પીતિ બંને રૂપ છે. * * * * * માયાદિ ત્રણે ઉભયરૂપ છે, જ્યારે પ્રીતિનો ઉપયોગ હોય ત્યારે તે રાગ છે, અપ્રીતિનો ઉપયોગ હોય ત્યારે દ્વેષ છે. * * * શકદાદિ ત્રણે નયો કહે છે - ક્રોધ અને લોભ એ બે જ કષાયો છે. માન અને માયાનો ક્રોધ અને લોભમાં સમાવેશ થાય છે. તે આ રીતે - માન, માયામાં બીજાને ઉપઘાત કરવાના હેતુભૂત અધ્યવસાયો છે. તે અપ્રીતિરૂપ હોવાથી ક્રોધ છે. સ્વગુણના ઉત્કર્ષરૂપ અને પરદ્રવ્યની મૂછરૂપ અધ્યવસાયો છે, તે લોભ છે. કારણ કે તે આસક્તિરૂપ છે. લોભ પણ બે પ્રકારે છે - પર ઉપઘાતરૂપ અને મૂછત્મિક - x - તેમાં પરોપઘાત કરવારૂપ અધ્યવસાય ક્રોધ છે, બધો ક્રોધ પીતિરૂપ હોવાથી દ્વેષમાં સમાવેશ થાય. કેવળ મૂછરૂપ ભાવ તે લોભ રાણરૂપ છે. • x • x • હવે ઉપસંહાર કહે છે - વીર્ય વડે ઉપસ્થિત કરાયેલ એટલે જીવવીર્ય વડે સહિત એ ચાર સ્થાનોએ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. ચોવીશ દંડકના ક્રમે આ બાબત કહે છે – નૈરયિક ચાવતુ વૈમાનિકમાં જાણવું, ઈત્યાદિ સુગમ છે. • x • x - એ રીતે બીજું દ્વાર કહ્યું, હવે કેટલી પ્રકૃતિ વેદે ? – • સૂત્ર-પ૩૮ - ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? કદાચ વેદે, કદાચ ન વેદે. નૈરસિક જ્ઞાનાવરણીય કર્મ વેદે ? અવશ્ય વેદ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યને જીવની માફક કહેતા. જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદે ? એ પ્રમાણે વેદે જ એમ વૈમાનિક સુધી જાણવું. જ્ઞાનાવરણીય કર્મ કહ્યું તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ કહેવું. વેદનીય, આયુ, નામ, ગોત્ર પણ એમ જ સમજવા, પણ મનુષ્ય પણ તેને અવશ્ય વેદે. એ રીતે એકવચન, બહુવચનના સોળ દંડકો જાણવા. • વિવેચન-પ૩૮ : જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? જેણે ઘાતી કર્મનો ક્ષય કર્યો નથી તે વેદે છે, ક્ષય કર્યો છે, તે વેદતો નથી. ચોવીશ દંડકમાં આ અર્થ વિચારણા સુગમ છે. મનુષ્ય
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy