SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨-I-પર૬ ભગવાન ! શું જીવો મેથુનથી ક્રિયા કરે ? હા, કરે. જીવો મેથુનથી કોને વિશે ક્રિયા કરે ? રૂપ કે રૂમ સહિત દ્રવ્યને વિશે કરે એમ નૈરસિકોને નિરંતર વૈમાનિક સુધી જાણવું. ભગવત્ ! શું જીવો પરિગ્રહ વડે ક્રિયા કરે ? હા, કરે. જીવો કોના વિશે પરિગ્રહ વડે ક્રિયા રે ? સર્વ દ્રવ્યને વિશે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જવું. એમ ક્રોધ, માન યાવતું મિથ્યાદર્શનશલ્ય વડે ક્રિયા કરે છે. એમ સવનિ વિશે જીવ અને નૈરયિકના ભેદ કહેવા. એમ ચાવત વૈમાનિક જાણવું. એ પ્રમાણે અઢાર દંડકો થાય છે. વિવેચન-પર૬ ; સૂત્ર સુગમ છે. પણ સંસાર સમાપન્ન- ચાર ગતિમાં ભ્રમણ કરવા રૂપ સંસારને મમ્ - એકતા વડે પ્રાપ્ત થયેલ, તેથી વિપરીત તે અસંસાર સમાપન્ન - સિદ્ધ જાણવી. ‘' શબ્દ અનેક ભેદ સૂચક છે. સિદ્ધો શરીર અને મનોવૃત્તિ અભાવે ક્રિયા રહિત છે. શૌલેશી - અયોગી અવસ્થા પ્રાપ્ત, તે સિવાયના - શૈલેશીને અપા. શૈલેશી પ્રાપ્ત સૂક્ષ્મ-બાદર કાય-વચન-મનો યોગનો રોધ કરેલ હોવાથી ક્રિયા હિત છે. જેઓ શૈલેશી પ્રાપ્ત નથી તેઓ સયોગી હોવાથી ક્રિયા સહિત છે. * * * હવે પ્રાણાતિપાત કિયા જે પ્રકારે થાય તે કહે છે - જીવો પ્રાણાતિપાત - પ્રાણાતિપાતના અધ્યવસાય વડે ક્રિયા સામર્થ્યથી પ્રાણાતિપાત ક્રિયા કરે છે ? થતુ પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે ? આ ઋજુ સૂઝ નયનો મત છે. * * * * * નિશ્ચિતપણે પ્રાણાતિપાત અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા થાય છે. કેમકે નિશ્ચયનયનું અવલંબન કરનારને પરિણામ પ્રમાણભૂત છે. તેવું આગમ વચના છે. • x • એમ પ્રાણાતિપાત ક્રિયા જેમ થાય તે કહ્યું. પછી કોના વિશે થાય છે ? સૂત્ર સુગમ છે. વિશેષ આ - મારવાના પરિણામ જીવને વિશે થાય, જીવને વિશે નહીં. જુમાં પણ સપની બુદ્ધિ હોય તો જીવન વિશે જ કહેવાય. તેથી પ્રાણાતિપાત ક્રિયા છે જીવતે વિશે કહી, તે જ નૈરયિકાદિ ચોવીશ દંડકમાં પણ કહે છે. • x - x • x • એમ પ્રાણાતિપાત ક્રિયાનું પ્રતિપાદન કર્યું. હવે મૃષાવાદ - સુગમ છે. પરંતુ ચચાસંભવ પ્રાણાતિપાતાદિ કિયા થાય છે. તે-તે પરિણામથી તે-તે ક્રિયા થાય છે. સનો અપલાપ અને અસત્ની પ્રરૂપણા તે મૃષાવાદ તે લોકાલોક વિષયક બધી વસ્તુ વિશે પણ સંભવે છે. તેથી તેને સર્વ દ્રવ્યને વિશે કહી. અહીં દ્રવ્યનું ગ્રહણ પર્યાયિનું સૂચક છે, તેથી પર્યાયિ વિશે પણ જાણવું. જે વસ્તુ ગ્રહણ કે ધારણ થઈ શકે તેનું જ ગ્રહણ થાય, બીજાનું નહીં, અદત્તાદાનક્રિયા ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્યને વિશે જ હોય. મૈથુન વિચાર ચિત્ર, કાષ્ઠાદિકૃત રૂપ અને રૂપસહિત સ્ત્રી આદિમાં હોય છે, મૈથુન કિયા રૂપ, રૂપસહિત દ્રવ્યોમાં હોય તથા પરિગ્રહ સ્વસ્વામીભાવ સંબંધે મૂછ, અતિ લોભથી સર્વ વસ્તુ વિશે થાય છે. તેથી પરિગ્રહ ક્રિયા સર્વ દ્રવ્યોને વિશે કહી. તેથી શાસ્ત્રમાં ૪૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અન્ય પહેલું વ્રત સર્વજીવ વિષયક, બીજું અને છેલ્લે સર્વ વસ્તુ વિશે તથા બીજું અને ચોથું સર્વ વસ્તુના એક દેશને વિશે છે. - ૪ - ક્રોધાદિ પ્રસિદ્ધ છે. કલહ-રાડો, અભ્યાખ્યાન-ખોટા દોપનું આરોપણ, * * * અભ્યાખ્યાનનો મૃષાવાદમાં પણ સમાવેશ થાય છતાં મોટો દોષ જાણી જુદું ગ્રહણ કર્યું. પૈશુન્ય - પરોક્ષમાં સાયા, ખોટા આરોપ કરવા, પરસ્પરિવાદ - ઘણાં સમક્ષ બીજાનાં દોષ કહેવા. માયામૃષાવાદ - કપટપૂર્વક જૂઠું બોલવું, મહા કર્મબંધનું કારણ હોવાથી માયા અને મૃષાવાદથી જુદું પાપાન કહ્યું. મિથ્યા દર્શનરૂપશલ્ય તેના વડે અઢાર દેડકો થાય - x - કેમકે પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકો છે. એમ જીવોની ક્રિયા અને તેમનો વિષય બતાવ્યો. હવે તેને આશ્રીતે જીવો એક કે બહુવચનથી કર્મબંધન કહે છે - • સૂત્ર-પર૭,૫૨૮ - [પર ભગવાન ! જીવ પ્રાણાતિત વડે કેટલી કમપકૃતિ બાંધે ? સાત કે આઠ ભાવે. એમ નૈરવિકથી વૈમાનિક છે. ભગવન! જીવો પ્રાણાતિપાત વડે કેટલી કમપકૃતિ બાંધે ? સાત પણ બાંધે, આઠ પણ બાંધે. નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કમપકૃતિ બાંધે ? બઘાં સાત બાંધનારા હોય કે બધાં સાત બાંધે અને કોઈ આઠ બાંધે અથવા સાત પણ બાંધે અને આઠ પણ બાંધે. એ પ્રમાણે અસુરકુમારથી નિતકુમાર, સુધી શad yવીકાયમી વનસ્પતિકાય ઔધિકad iણવા. બાકીના બધાં. નૈરપિકવતુ જાણવા. ઓમ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભંગ બધે કહેવા. આ પ્રમાણે મિશ્રાદનિશલ્ય સુધી કહેવું. એમ એકવચન, મહુવચનની છીશ દંડકો થશે. પિર૮] ભગવન જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાટ, કદાચ પાંચ ક્વિાવાળો હોય. એમ નૈરયિક ચાવતુ વૈમાનિક જાણવા. ભગવન જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ કદાચ ચાર, કદાચ પાંચ. એ પ્રમાણે નૈરયિકોથી નિરંતર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય આઠે કમપકૃતિ કહેવી. એમ એકવચન, બહુવચનમાં ૧૬-દંડકો થાય. ભગવાન ! જીવ જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ અને કદાચ અક્રિય હોય. જીવ નૈરિચકને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ તનિતકુમારો સુધી જાણવું. પૃથ્વીકાયથી વનસ્પતિકાય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને આશ્રીને જેમ જીવને આશ્રીને કહ્યું તેમ છે.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy