SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-/-/૫૨૦,૫૨૧ નામે કાળદ્રવ્ય છે, તે સમયક્ષેત્ર એટલે મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. ત્યાંથી ઉર્ધ્વ, અધો લોકાંત પ્રમાણ મનુષ્યના વૈજસશરીરની અવગાહના હોય, કેમકે મનુષ્યનો પણ એકેન્દ્રિયમાં ઉત્પત્તિનો સંભવ છે. સમયક્ષેત્ર સિવાય અન્યત્ર મનુષ્યનો જન્મ અને સંહરણ અસંભવિત હોવાથી અધિક અવગાહના ન સંભવે. 39 ભવનપતિથી ઈશાન દેવોને જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ હોય, કેમકે તે જીવો એકેન્દ્રિયોમાં ઉપજે છે. જ્યારે પોતાના આભરણાદિમાં આસક્તિ કે મૂર્છાવાળા થાય, તેના જ પરિણામવાળા થાય ત્યારે આભરણાદિ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે આ જઘન્યાવગાહના હોય. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી નીચે ત્રીજી નકપૃથ્વીના અધો ચરમાંત સુધી, તીર્છ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી તથા ઉર્ધ્વલોકમાં ઇષત્પાઝ્મારા સુધી હોય છે. તે આ રીતે – ભવનપત્યાદિ દેવ પ્રયોજન વશ ત્રીજી નકના ચરમાંત સુધી જાય, ત્યાં ગયેલો કોઈ સ્વ આયુક્ષય થવાથી મરીને તીર્છ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંતે કે ઇષત્પાભારા પૃથ્વીના અંત ભાગે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ ઉપર કહ્યા મુજબ હૈજા શરીર અવગાહના હોય છે. ન સનત્કુમારની જઘન્ય અવગાહના કઈ રીતે? તેઓ તથા ભવસ્વભાવથી એકે કે વિકલેમાં ન ઉપજે, પણ તિર્યંચ પંચે અને મનુષ્યોમાં ઉપજે છે. તેથી મેરુ આદિની વાવ વગેરેમાં સ્નાન કરતાં સ્વ ભવાયુ ક્ષયથી ત્યાં જ પોતાની પાસેના મત્સ્યપણે ઉપજે ત્યારે અંગુલનો અસંખ્યાતભાગ પ્રમાણ હોય. અથવા પૂર્વભવ સંબંધી માનુષીસ્ત્રીને મનુષ્યે ભોગવેલી જાણી અતિ અનુરાગથી આવીને આલિંગે છે, આલિંગીને તેના અવાચ્ય પ્રદેશમાં પોતાનું પુરુષ ચિહ્ન નાંખી કાળ કરી પુરુષ બીજરૂપ તેનાજ ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે હોય છે. ઉત્કૃષ્ટથી નીચે લાખ યોજન ઉંડા પાતાળકળશોના બીજા વિભાગ સુધી હોય. તી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અચ્યુતકા સુધી હોય છે. તે આ રીતે – અન્ય દેવની નિશ્રાથી સનત્કુમારાદિ અચ્યુતકા સુધી જાય, ત્યાં મત્સ્યાદિ જંતુ વાવ વગેરેમાં ન હોય, ત્યાં સ્વ આયુ ક્ષય થતાં તીર્છા સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે નીચે પાતાળ કળશોના વાયુ અને પાણીની વૃદ્ધિ-હાનિ જેમાં છે એવા ત્રીજા વિભાગમાં મત્સાયાદિપણે ઉપજે ત્યારે તીંછાં કે અધોલોક સુધી પૂર્વોક્ત ક્રમે તૈજસ શરીરની અવગાહના હોય છે. એમ સહસારદેવ સુધી કહેવું. આનતદેવની જઘન્ય વૈજસશરીર અવગાહના તેમજ છે. [શંકા] આનતાદિ દેવો મનુષ્યોમાં જ ઉપજે છે અને મનુષ્યો મનુષ્ય મનુષ્યક્ષેત્રમાં જ હોય તો તેની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ કઈ રીતે હોય ? કોઈ આનતદેવ મનુષ્ય સંબંધી પૂર્વભવની સ્ત્રીને મનુષ્ય ભોગવેલી જાણી, નજીકમાં મૃત્યુ હોવાથી વિપરીત સ્વભાવથી, વિચિત્ર ચત્રિથી, કર્મની ગતિ અચિંત્ય હોવાથી અને કામવૃત્તિ મલિન હોવાથી - ૪ - અતિ અનુરાગથી આવી, ગાઢ આલિંગી, તેણીની યોનિમાં પુરુષ ચિહ્ન નાંખી અતિ મૂર્છાવાળો થઈ, આયુ ક્ષયે કાળ કરી તે સ્ત્રીના જ ગર્ભમાં મનુષ્ય પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ બીજમાં મનુષ્યપણે ઉપજે. મનુષ્યબીજ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત રહે છે. - ૪ - ૪ - તેથી બાર મુહૂર્તમાં ભોગવેલી સ્ત્રીને આલિંગન કરી, મરી ત્યાં જ મનુષ્ય થાય. ઉત્કૃષ્ટથી અધોલૌકિક ગ્રામ સુધી, તીર્છ મનુષ્ય ક્ષેત્ર સુધી, ઉપર અચ્યુતકલ્પ સુધી તેની અવગાહના જાણવી. આવતદેવ અન્યદેવની નિશ્રાથી અચ્યુત Ò જાય, ત્યાં જઈ કાળ કરી અધોલૌકિક ગ્રામ કે મનુષ્ય ક્ષેત્રમાં પર્યન્ત ભાગે મનુષ્ય થાય. એમ પ્રાણત, આરણ અને અચ્યુત દેવો સંબંધે પણ જાણવું. અચ્યુત દેવને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી તૈજસ શરીરની અવગાહના એ પ્રમાણે છે. પરંતુ સૂત્રમાં ઉંચે સ્વ વિમાન સુધી હોય છે, તેમ કહેવું. પણ અચ્યુતકા સુધી હોય તેમ ન કહેવું. કેમકે અચ્યુતવાળાને અચ્યુત સુધી કેમ ઘટે ? તેથી ઉપર પોતાના વિમાનો સુધી એમ કહ્યું. ત્રૈવેયક અને અનુત્તર દેવો તીર્થંકરને વંદનાદિ પણ ત્યાં જ રહીને કરે, આગમનનો અસંભવ હોવાથી અંગુલનો અસંખ્યાતભાગ પ્રમાણ તેમનામાં ન ઘટે. પણ વૈતાઢ્ય પર્વતમાં વિધાધર શ્રેણીમાં ઉત્પન્ન થાય ત્યારે સ્વસ્થાનથી નીચે વિધાધર શ્રેણી સુધી જઘન્ય વૈજસ શરીરાવગાહના હોય. તેથી વધુ જઘનય્ અવગાહના ન સંભવે. ઉત્કૃષ્ટ અધોલૌકિક ગામ સુધી હોય, કેમકે તેથી નીચે ઉત્પત્તિ ન સંભવે. જો કે વિધાધર - વિધાધરી નંદીશ્વરદ્વીપ સુધી જઈ સંભોગ પણ કરે, તો પણ મનુષ્યક્ષેત્ર બહાર મનુષ્ય ગર્ભમાં ન ઉપજે. તેથી તીર્ઘ મનુષ્ય ક્ષેત્ર સુધી કહ્યું. એ પ્રમાણે તૈજસ શરીર વિશે કહ્યું. તૈજસના નિત્ય સહચારીત્વથી હવે કાર્પણ કહે છે તે તૈજસ માફ્ક જીવપ્રદેશાનુસારી સંસ્થાનવાળું છે, તૈજસશરીર વત્ કાર્યણ પણ કહેવું. આમ અનુત્તરૌપપાતિક સુધી કહેવું. હવે પુદ્ગલ ચયન કહે છે – ૩૮ 1 • સૂત્ર-૫૨૨ : ભગવન્ ! ઔદારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવીને એકઠાં થાય છે ? ગૌતમ ! વ્યાઘાતના ભાવે છ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાથી આવીને એકઠાં થાય છે. ભગવન્ ! વૈક્રિય શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવીને એકઠા થાય? અવશ્ય છ દિશાથી એકઠાં થાય. એ પ્રમાણે આહારક શરીરમાં પણ જાણવું. તૈજસ અને કાર્પણ શરીરને ઔદારિકવર્તી જાણવું. ભગવન્ ! ઔદારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ઉપયને પામે છે? ચયવત્ જ જાણવું ચાવત્ કાર્પણ શરીરના પુદ્ગલો એ પ્રમાણે ઉપચય કે અપચયને પામે છે. ભગવન્ ! જેને ઔદાકિશરીર છે, તેને વૈક્રિય હોય ? જેને વૈક્રિય શરીર છે, તેને શું ઔદાકિ શરીર હોય? ગૌતમ ! જેને ઔદારિક શરીર છે, તેને
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy