SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-I-૫૧૮ ૨૯ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 -x• હવે ઉત્કૃષ્ટથી ઉત્તરપૈક્રિયનું પરિમાણ કહે છે - ૩૧ ધનુષ, ૧-હાથ. આ પ્રમાણ અગિયારમાં પ્રતનું જાણવું. બાકીના પતરોમાં પોતપોતાના ભવધારણીય શરીપ્રમાણ અપેક્ષાએ બમણું બમણું જાણવું. ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૩૧-ધનુષ, ૧-હાથ છે. એ નવમાં પ્રતરને આશ્રીને કહ્યું છે બાકીના પ્રતરોમાં આ રીતે – (૧) ૧૫ ધનુષ, ૨ હાથ, ૧૨ ગુલ, (૨) ૧૩ ધનુષ, ૨ હાય, all ગુલ * * * * એ રીતે પ્રત્યેક પ્રતરમાં સાત હાથ અને ૧૯ ગુલ ઉમેરતા જવાથી બધાં પ્રતરના પરિણામ મળશે. * * * * * ઉત્તર વૈકિયનું ઉત્કૃષ્ટ પ્રમાણ-૬૨ ધનુષ, ૨-હાથ છે. આ પ્રમાણ નવમાં પ્રતરની અપેક્ષા છે. બાકીના પ્રતરોમાં પોતપોતાના ભવધારણીય શરીર પ્રમાણથી બમણું બમણું સમજવું. ચોથી પંકપ્રભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૬ર-ધનુષ ૨ હાથ છે. આ પ્રમાણ સાતમાં પ્રતરનું જાણવું. બાકીના પ્રતરોમાં આ પ્રમાણે છે – (૧) ૩૧ ધનુષ ૧ હાય, (૨) ૩૬ ધનુષ, ૧-હાય ૨૦ અંગુલ, (3) ૪૧ ધનુષ ૨ હાથ ૧૬ ગુલ, (૪) ૪૬ ધનુષ 3 હાથ ૧૨ ગુલ, (૫) પર ધનુષ ૮ અંગુલ, (૬) પ૭ ધનુષ, ૧ હાથ, ૪ અંગુલ, (૭) સૂત્રોકત પ્રમાણ. પ્રત્યેકમાં ૫ ધનુષ ૨૦ અંગુલની વૃદ્ધિ કરેલી છે * * * * * ઉત્તર વૈક્રિયનું ઉત્કૃષ્ટ પરિમાણ ૧૨૫ ધનુષ્પ હોય, તે સાતમાં પ્રત છે. ભવધારણીયથી બમણું જાણવું.. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૧૫-ધનુષ છે. તે પાંચમાં પ્રતરની છે પૂર્વના ચાર પતરોની આ પ્રમાણે – (૧) ૬૨ ધનુષ્ય ૨ હાથ, (૨) 9૮ ધનુણ ૧ વેંત, (3) ૯૩ ધનુષ 3 હાય, (૪) ૧૦૯ ધનુષ ૧ હાથ થ વેંત. દરેક પ્રતરમાં ૧૫-ધનુષ, રા હાથ વધારેલ છે. •x-x- ઉત્તર વૈક્રિયની અવગાહના ૨૫૦ ધનુષ છે. બાકી ભવધારણીયથી બમણું કહેવું. - છઠી ત:પ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૫૦ ધનુષ છે. તે બીજા પ્રતરમાં છે. (૧) ૧૫ ધનુષ, (૨) ૧૮lી ધનુષ પ્રત્યેક પ્રતરે ૬શા ધનુણ ઉમેર્યા છે. * * * * * ઉત્તવૈક્રિયનું પરિમાણ ઉત્કૃષ્ટથી ૫૦ ધનુ હોય છે. પ્રથમના બે પતરમાં સ્વ ભવધારણીયથી બમણી અવગાહના છે. સાતમી નક પૃથ્વીમાં ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ છે. ઉત્તર વૈક્રિય ૧૦૦ ધનુષ છે. • x - - તિર્યંચ પંચેo વૈo શરીર ઉત્કૃષ્ટ યોજન શતપૃથકવ. કેમકે તેમને તેથી વધુ મોટે રૅક્રિય શરીર કરવાની શક્તિ નથી. મનુષ્યોને સાધિક લાખ યોજન પૈક્રિય શરીર હોય છે, કેમકે વિષ્ણુકુમાર આદિએ તેવું શરીર કર્યાનું સંભળાય છે. પંચે તિર્યચ, મનુષ્યને જઘન્ય શરીર અંગુલનો સંખ્યાત ભાગ છે, અસંખ્યાત ભાગ નહીં. કેમકે તથાવિધ પ્રયત્નોનો સંભવ નથી. ભવનપતિથી ઈશાનદેવ પર્યન્ત પ્રત્યેકને જઘન્ય ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના અંગલનો અસંખ્યાતભાગ છે, તે ઉત્પત્તિ સમયે જાણવી. ઉત્કૃષ્ટ સાત હાથે છે, ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટાવગાહના લાખ યોજન છે. ઉત્તર વૈક્રિય અય્યત કલ્પ સુધી હોય છે. પછી વૈક્રિય ન સંભવે. શેષ સૂત્રાર્થવત્ છે. ભવધારણીય શરીર વિવિધ પ્રકારે હોય જુદું જુદું કહે છે - પંરતુ વિશેષતા એ છે કે - સનકુમાર કો ઉત્કૃષ્ટાવગાહના છ હાથ છે. એમ જ માહેન્દ્રમાં પણ કહેવું. આ પ્રમાણ સાત સાગરોપમ સ્થિતિક દેવોને આશ્રીને છે, બે-ત્રણ દિ સાગરોપમ સ્થિતિકને આ પ્રમાણે- ભવધારણીય શરીરવગાહના બે સાગરોપમવાળાને પુરા સાત હાથ, ત્રણ સાગરોપમવાળાને છ હાથ અને ૧૧ હાથ. ચાર સાગરોપમવાળાને ૬-૧૧ હાથ, પાંચ સાગરોપમવાળાને ૬-૧૧ હાથ અને છ સાગરોપમવાળાને ૬-૧૧૧ હાથ જાણવું. - X - X • અહીં જઘન્ય અવગાહના ભવધારણીયની બધે અંગુલનો અસંખ્યાત ભાગ પ્રસિદ્ધ છે. તેને છોડીને ઉકૂટાવગાહના કહે છે— બ્રાહાલોક અને લાંતકમાં પાંચ હાથનું શરીર છે. જો કે લાંતક, બ્રહાલોકની ઉપર છે, સમશ્રેણીએ નથી, તો પણ શરીરપ્રમાણની વિચારણા હોવાથી દેવલોકની વિવક્ષા કરી નથી. કેમકે બન્ને દેવલોકે એક હાથ ઘટે છે. શેષ નૃત્યર્થ સૂત્રાર્થ મુજબ જાણવો. અહીં બ્રહ્મલોક અને લાંતકમાં જે પાંચ હાથ કહા, તે ચૌદ સાગરોપમાં સ્થિતિક દેવોને આશ્રીને જાણવું. બાકીના સાગરોપમસ્થિતિક દેવોને વિશે આ પ્રમાણે છે - સાત સાગરોપમે છ હાથ, આઠ સાગરોપમ - ૫-૬/૧૧ હાથ, નવ સાગરોપમે - ૫-૫૧૧ હાય, દશ સાગરોપમે પ-૪/૧૧ હાય, લાંતકમાં - ૧૧ સાગરોપમે - પ-2 હાય, બાર સાગરોપમે - પ-હાથ, તેર સાગરોપમે ૫-૫ હાથ ઉત્કૃષ્ટાવગાહના જાણવી. | મહાશુક અને સહસારમાં ઉત્કૃષ્ટ ચાર હાથ ભવધારણીય શરીર હોય છે. આ પ્રમાણ સહસાર કો રહેલ ૧૮-સાગરોપમ સ્થિતિક દેવોને આશ્રીને જાણવું. બાકીના સાગરોપમ સ્થિતિક દેવોમાં આ પ્રમાણે છે - મહાશુકમાં સ્થિતિ ચૌદ સાગરોપમે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર સંપૂર્ણ પાંચ હાથ, પંદર સાગરોપમે ૪-૧૧ હાથ, સોળ સાગરોપમે ૪-૧૧ હાથ, સત્તર સાગરોપમે ૪-૬/૧૧ હાથ અને સહસાર દેવોમાં ૧૩સાગરોપમ સ્થિતિકમાં ૪-૧૧ જ છે. આનતાદિ ચાર કો ત્રણ હાથનું ભવધારણીય શરીર હોય, તે અશ્રુત કલ્પ ૨૨-સાગરોપમસ્થિતિક દેવને આશ્રીને સમજવું, બાકીના સાગરોપમની સ્થિતિવાળાને આ પ્રમાણે છે - આનત ો પરિપૂર્ણ ૧૮ સાગરોપમે ઉત્કૃષ્ટ ચાર હાથનું ભવધારણીય શરીર હોય. ૧૯ સાગરોપમે 3-2૧૧ હાથ શરીર, પ્રાણત કો ૧૯-સાગરોપમવાળાને તેટલું જ, પ્રાણત કો ૨૦-સાગરોપમવાળાને 3-૧૧ હાથ શરીર, આરણ કલો ૨૦સાગરોપમવાળાને તેટલું જ, પણ ૨૧-સાગરોપમાવાયુવાળાને ૩-૧/૧૧ હાથ શરીર, યુત કજે ૨૧-સાગરોપમાયુકને તેટલું જ, ૨૨-સાગરોપમે પુરા ત્રણ હાથ શરીર છે. શૈવેયક કપાતીત દેવને એક ભવધારણીય શરીર હોય ઈત્યાદિ વિચાર કર્યો
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy