SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/-//૪૯૫ છે પદ-૧૯-“સમ્યક્ત્વ' છે — x — x — x — * — x - ૦ એ પ્રમાણે પદ-૧૮ની વ્યાખ્યા કરી, હવે પદ-૧૯નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વના પદમાં કાયસ્થિતિ કહી. અહીં કઈ કાયસ્થિતિમાં સમ્યગ્દષ્ટિ આદિ ભેદ વડે કેટલા જીવો હોય તે વિચારાય છે તેમાં આ સૂત્ર છે– • સૂત્ર-૪૯૫ : ભગવન્ ! જીવો શું સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ કે મિશ્રદષ્ટિ છે ? ગૌતમ ! જીવો સમ્યગ્દષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે, મિશ્રષ્ટિ પણ છે. એ પ્રમાણે નૈરયિકો પણ જાણવા. અસુકુમાર ચાવત્ સ્તનિતકુમારો એમ જ જાણવા. પૃથ્વીકાયિકો સંબંધ પ્રા ગૌતમ ! પૃથ્વીકાયિકો સમ્યગ્દષ્ટિ નથી, મિથ્યાષ્ટિ છે, મિશ્રદષ્ટિ નથી. – ૨૦૧ એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવા. બેઈન્દ્રિય સંબંધે પન - ગૌતમ ! બેઈન્દ્રિયો સમ્યક્ દષ્ટિ હોય, મિથ્યાર્દષ્ટિ હોય, પણ મિશ્રષ્ટિ ન હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો સમ્યગ્દષ્ટિ પણ હોય, મિથ્યાર્દષ્ટિ પણ હોય અને સમ્યમિક્ષા [મિશ્ર] દૃષ્ટિ પણ હોય. સિદ્ધો સંબંધે પ્રશ્ન - ગૌતમ ! સિદ્ધો સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાદષ્ટિ નથી, મિશ્રર્દષ્ટિ નથી. • વિવેચન-૪૯૫ : હે ભગવન્ ! જીવો સમ્યગ્દષ્ટિ છે ? ઈત્યાદિ પદની સમાપ્તિ સુધી સુગમ છે. પણ સારવાદન સમ્યક્ત્વ સહિત પણ સૂત્રના અભિપ્રાયથી પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થતો નથી. કારણ કે “પૃથ્વી આદિમાં સમ્યકત્વ, સમ્યકત્વ સહિત જીવની ઉત્પત્તિનો અભાવ છે.' એવું શાસ્ત્ર વચન છે. બેઈન્દ્રિયાદિમાં સાસ્વાદન સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાય છે, માટે પૃથ્વી આદિમાં સમ્યક્દષ્ટિનો નિષેધ છે. બેઈન્દ્રિયાદિ સમ્યગ્દષ્ટિ કહેલા છે. મિશ્રદૃષ્ટિનો પરિણામ તથાવિધ સ્વભાવથી સંજ્ઞી પંચેન્દ્રિયોને હોય છે, બીજાને હોતો નથી. તેથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય બંનેને મિશ્રર્દષ્ટિનો નિષેધ કર્યો છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૨૦૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પદ-૨૦-“અંતક્રિયા' જ — * — * - * — * — — ૦ પદ-૧૯ની વ્યાખ્યા કરી, હવે પદ-૨૦નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ-૧૯-માં સમ્યકત્વ પરિણામ કહ્યા, અહીં પરિણામ સામ્યતાથી ગતિ પરિણામ વિશેષ અંતક્રિયા કહે છે. તેમાં પહેલા અધિકાર દ્વાર ગાથા કહે છે – • સૂત્ર-૪૯૬ ઃ નૈરયિક તક્રિયા, અનંતર અંતક્રિયા, એક સમય અંતક્રિયા, ઉદ્વર્તન, તીર્થંકર-ચક્રી-બલદેવ-વાસુદેવ-માંડલિક-રત્ન [ક્યાંથી નીકળીને થાય ?] એ વિષયક દ્વાર ગાથા. • વિવેચન-૪૯૬ : પહેલાં નૈરયિકને ઉપલક્ષીને ચોવીશ દંડકમાં અંતક્રિયા વિચારણા, પછી અનંતર આવીને અંતક્રિયા કરે કે પરંપર આવીને ? એ પ્રમાણે અંતર વિચારણા, પછી વૈરયિકાદિ ભવોથી અનંતર આવેલ એક સમયમાં કેટલા અંતક્રિયા કરે તે વિચાર, પછી તૈરયિકાદિથી નીકળી કઈ યોનિમાં ઉપજે ? તે કહે છે, તથા જ્યાંથી નીકળી તીર્થંકર આદિ થાય તે અનુક્રમે કહે છે. એ દ્વાર ગાયાનો સંક્ષેપાર્થ કહ્યો. . પદ-૨૦, દ્વાર-૧,૨ છે ૦ પહેલી અંતક્રિયાને કહેવા ઈચ્છતા સૂત્રકાર કહે છે – • સૂત્ર-૪૯૭,૪૯૮ ઃ [૪૯] ભગવન્ ! જીવ અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈક કરે, કોઈક ન કરે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! નૈરયિક નૈરયિકમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન્ ! નૈરયિક અસુકુમારમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી આંતક્રિયા કરે? ગૌતમ ! કોઈ કરે, કોઈ ન કરે. એમ અસુરકુમારથી વૈમાનિકમાં કહેવું. એમ ૨૪-૨૪ દંડક થાય. [૪૮] ભગવન્ ! અનંતર આવેલ નૈરયિક તક્રિયા કરે કે પરંપર આવેલ અંતક્રિયા કરે? ગૌતમ ! અનંતર આવેલ પણ તક્રિયા કરે, પરંપર આવેલ પણ અંતક્રિયા કરે. એ પ્રમાણે રત્નપભાથી પંકપ્રભા નૈયિક જાણવા. ગૌતમ ! અનંતર આવેલા આંતક્રિયા ન કરે, આ પ્રમાણે સાતમી નરક નૈરયિક સુધી જાણવું. સુકુમાર યાવત્ સ્તનિતકુમાર, પૃથ્વી-અ-વનસ્પતિકાયિકો અનંતર આવેલ પણ અંતક્રિયા કરે, પરંપર આવેલા પણ અંતક્રિયા કરે. તે વાયુ જે ત્રણ-ચાર ઈન્દ્રિયો અનંતર આવેલ આંતક્રિયા ન કરે, પણ પરંપર આવેલા ધૂમપ્રભા નૈરસિકોની પૃચ્છા પરંપર આવેલા આંતક્રિયા કરે,
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy