SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૪/૧૪,૧૫/૪૬૮ ઉત્તરોતર અસંખ્યાતપણાં ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ • x • x • સમજી લેવું. છે પદ-૧૭, ઉદ્દેશો-પ છે ૦ ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમાંનો આરંભ કરે છે - • સૂત્ર-૪૬૯ : ભગવન લેસ્યાઓ કેટલી છે? ગૌતમ ! છ વૈશ્યાઓ છે - કૃણ ચાવ શુકલ. ભગવન્! નિશે કૃષ્ણલેચા, નીલલેશ્વા પામીને તેના સ્વરૂપે કે તેના વ-ગંધરસ-રૂપિણે વારંવાર પરિણમે ? ગૌતમ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશો કહો, તેમ વૈડૂર્યમણિના દષ્ટાંત સુધી કહેવું.. ભગવદ્ ! નિશે કૃણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપણે યાવતું પfપણે વારંવાર પરિણમતી નથી. હા, ગૌતમ! નિક્ષે કુણલેચા, નીલલેસ્યાને પામીને, તેના વર્ણ-ગંધરસ અને સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી. ભગવાન? એમ કેમ કહો છો ? ગૌતમ! તે તેના આકારમાત્ર વડે છે, તેના પ્રતિબિંબ મધ્ય વડે તે નીલલેચા છે, પણ તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા એ નથી, કૃષ્ણલે ત્યાં સ્વ રૂપમાં રહેલી નીલલેયાને પ્રાપ્ત થાય છે. માટે ગૌતમ! એમ કહું છું કે કૃણલા નીલલેયાને પામીને તપણે ચાવ4 વારંવાર પરિણમતી નથી. ભગવન નિ નીલલેશ્યા, કપોતલેયાને પામીને તદ્પપણે યાવતું વારંવાર પરિણમતી નથી ? ગૌતમ! નિશે તે પરિણમતી નથી. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ નીલવેયા તે કાપોતલેશ્વાના આકારમાત્ર વડે હોય અથવા પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલવે છે, પણ કાવેતવૈયા નથી. તે સ્વ-રૂપમાં રહેલી નીલલેરયા પ્રાપ્ત થાય છે, તેથી કહું છું કે નીલલેયા કાપોત પામીને તરૂપપણે ચાવતું વારંવાર પરિણમતી નથી. એ પ્રમાણે કામોતલેશ્યા, તેજલેશ્યાને પામીને, તેજ પાલેશ્યાને પામીને, પ» શુકલતેશ્યાને પામીને - x • પરિણમે નહીં ભગવદ્ ! નિશે શુકલતેશ્યા, પાલેશ્યાને પામીને તદ્રરૂપે ચાવતું વારંવાર પરિણમતી નથી ? હા, ગૌતમ ! ન પરિણમે. ભગવાન ! એમ કેમ કહો છો ? હા, ગૌતમ! ન પરિણમે. ભગવન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! હું એમ કહું છું - “યાવત પરિણમતી નથી.’ • વિવેચન-૪૬૯ : લેશ્યા કેટલી છે ? ઈત્યાદિ ચોથા ઉદ્દેશાની માફક વૈડૂર્યમણિના ટાંત સુધી કહેવું. તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. પૂર્વોક્ત આ સૂત્રનું પુનઃ કથન આગળના સૂત્રના સંબંધાર્થે છે. ભગવદ્ ! નિશે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને વારંવાર તે રૂપે પરિણમતી નથી ? ઈત્યાદિ, અહીં હમણાં તિર્યંચ અને મનુષ્ય સંબંધી સૂર કહ્યું, આ સૂp દેવ [21/12] ૧૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર અને નૈરયિક સંબંધે જાણવું. કેમકે દેવ અને નાસ્કો પૂર્વભવના છેલ્લા અંત મુહૂથી આરંભી પરભવના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે. તેથી તેઓને કૃષ્ણાદિ લેશ્યા દ્રવ્યોનો પરસ્પર સંબંધ હોવા છતાં પણ પરિણામક ભાવ ઘટી ન શકે. તેથી યથાર્થ પરિજ્ઞાન થવા માટે પ્રશ્ન કરે છે - શબ્દ પ્રશ્નાર્થમાં છે, તૂને - નિશ્ચિત્ કૃષ્ણલેશ્યા દ્રવ્યો, નીલલેશ્યા દ્રવ્યોને પ્રાપ્ત કરીને, અહીં પ્રાપ્તિનો અર્થ માત્ર ‘સમીપ’ છે. પણ પરિણામકભાવ વડે પરસ્પર સંબંધરૂપ નથી. તપ - નીલલેશ્વાના સ્વભાવપણે - dદ્વણિિદ અર્થાત્ નીલલેસ્યાના વર્ણાદિ રૂપે - x • પરિણમતી નથી ? ગૌતમ ! અવશ્ય, કૃષ્ણલેશ્યા નીલલેશ્યરૂપે ન પરિણમે. (પ્રન) જો કૃણાલેશ્યા અચલેશ્યાપણે ન પરિણમે તો સાતમી નકપૃથ્વીમાં સમ્યકત્વની પ્રાપ્તિ શી રીતે થાય? કેમકે સમ્યક્ત્વ તેજોલેશ્યાદિ શુભલેશ્યાનો પરિણામ હોય ત્યારે થાય છે. સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા છે. તેથી “ભાવની પરાવૃત્તિ થવાથી દેવ અને નારકને છ એ લેશ્યા હોય” આ વાક્ય શી રીતે ઘટે ? અને લેયાદ્રવ્યના સંબંધથી તપ પરિણામ અસંભવ હોવાથી ભાવની પરાવૃત્તિ નહીં થઈ શકે. (ઉત્તર) • * * આકારમાત્ર વડે હોય. અહીં માત્ર શબ્દ આકારભાવ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા રૂપે છાયા મામા વડે હોય છે અથવા પ્રતિભાગ માત્ર વડે નીલલેશ્યરૂપે હોય છે. જેમ દર્પણાદિમાં પડેલ પ્રતિબિંબ, પ્રતિબિંબ યોગ્ય વસ્તુના આકારરૂપે થાય છે. અહીં પણ માત્ર શબ્દ પ્રતિબિંબ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તેમ કૃષ્ણલેશ્યા પ્રતિબિંબભાવ વડે નીલલેશ્યાપે થાય છે. પણ વાસ્તવિકમાં તો તે કૃષ્ણલેશ્યા જ છે, નીલલેશ્યા નથી. કેમકે તે પોતાના સ્વરૂપનો ત્યાગ કરતી નથી આદર્શ આદિ જપાકુસુમ આદિ સંનિઘાનથી તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરતાં આદશદિ નથી એમ નહીં, પણ આદશદિ જ છે. એ પ્રમાણે લેશ્યા સંબંધે વિચાર કરવો. તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહીને તેના આકારભાવ માત્રને ધારણ કરવાથી કે તેના પ્રતિબિંબ માત્રને ધાણ કસ્વાથી ઉત્સર્પણ કરે છે - અન્ય લેયાને પ્રાપ્ત થાય છે. કૃણલેશ્યાથી ધારણ કરતી કંઈક વિશુદ્ધ થાય છે. • x • ઉપસંહાર વાક્ય સુગમ છે. એ પ્રમાણે પછી-પછીના લેસ્યા સૂત્રો વિચારવા. હવે પાલેશ્યાને આશ્રયી શુક્લલેશ્યા સંબંધે સૂત્ર કહે છે – શુકલેશ્યા પાલેશ્યાને પામીને ઈત્યાદિ. પૂર્વવત્ ભાવના ભાવવી વિશેષ છે - શુલલેશ્યાની અપેક્ષાથી પાલેયા હીન પરિણામવાળી છે. તેથી પાલેશ્યાના આકાભાવ, પ્રતિબિંબ માત્રને ધારણ કરતી કંઈક અવિશુદ્ધ થાય છે. એ પ્રમાણે તેજો, કાપોત, નીલ, કૃષ્ણ લેશ્યા વિષયક સૂત્રો વિચારવા. - X - X - આ સૂબો પુસ્તકોમાં સાક્ષાત્ દેખાતા નથી. પણ કેવળ અર્થથી જાણવાં. કેમકે તે પ્રમાણે મૂળ ટીકાકારે વ્યાખ્યાન કરેલ છે.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy