SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૧/-/૪૪૭ પ્રાપ્ત છે આદિ. તેમાં મહાશરીરી લોમાહાર વડે ઘણાં પુદ્ગલોને આહારે છે, ઘણાં પુદ્ગલો ઉચ્છ્વાસ રૂપે લે છે, તથા વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છ્વાસ લે છે અને અલ્પ શરીરીનો અલ્પાહાર અને અલ્પ ઉચ્છ્વાસ હોય છે. આહાર-ઉચ્છ્વાસનું કદાચિત્પણું અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ સમજવું. ૧૪૩ હવે વેદના સૂત્ર - તેમાં ‘અસંજ્ઞી’-મિથ્યાર્દષ્ટિ અથવા મનરહિત, અસંજ્ઞીને જે વેદના પ્રાપ્ત થાય છે તેવી તે - અનિયત સ્વરૂપવાળી વેદના વેદે છે. વેદના અનુભવવા છતાં મિથ્યાષ્ટિ કે મનરહિત હોવાથી મત્ત મૂર્છિતાદિ માફક “આ પૂર્વે બાંધેલ અશુભ કર્મનો પરિણામ છે' એમ જાણતા નથી. - ક્રિયાસૂત્રમાં માીમિથ્યાર્દષ્ટિ છે, કેમકે તેઓમાં પ્રાયઃમાયાવાળા ઉપજે છે. શિવશર્મસૂરિ કહે છે ઉન્માર્ગનો ઉપદેશક, માર્ગનાશક, ગૂઢહૃદયી, માયાવી, શઠસ્વભાવી, શલ્યયુક્ત જીવ તિર્યંચાયુ બાંધે છે. માયા અહીં સમસ્ત અનંતાનુબંધી કષાયનું ઉપલક્ષણ છે. તેથી માયાવી-અનંતાનુબંધી કષાયોદયવાળા છે, તેથી જ મિથ્યાર્દષ્ટિ હોય છે. તેમને અવશ્ય પાંચ ક્રિયા જ હોય. પણ ત્રણ ક્રિયા ન હોય. - - X - ચાવત્ ઉરિન્દ્રિય સુધી આમ જાણવું. અહીં મહાશરીરી-અલ્પશરીરી સ્વ-સ્વ અવગાહનાનુસાર જાણવા અને આહાર બેઈન્દ્રિયાદિને પ્રોપરૂપ સમજવો. પંચેન્દ્રિય તિર્યંચો વૈરયિકવત્ જાણવા. પણ અહીં મહાશરીરી વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છ્વાસ લે છે, તે સંખ્યાતા વર્ષાયુષ્યની અપેક્ષાએ છે. અસંખ્યાત વર્ષાયુષ્કની અપેક્ષા શકી નહીં. તેમને પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહેલો છે. અલ્પશરીરીને આહાર, ઉચ્છ્વાસનું કદાચિ૫ણું અપર્યાપ્તાવસ્થામાં લોમાહાર અને ઉચ્છ્વાસ ન હોવાથી, પર્યાપ્તાને હોવાથી જાણવું. કર્મસૂત્રમાં પૂર્વોત્પન્નને અલ્પકર્મ, બીજાને મહાકર્મ તે આયુ વગેરે તે ભવમાં વેદવા યોગ્ય કમપિક્ષાએ સમજવું. વર્ણ અને લેશ્યા સૂત્રમાં પણ પૂર્વોત્પન્નને શુભવર્ણાદિ તરુણપણાથી અને પશ્ચાતોત્પન્નને અશુદ્ધ વર્ણાદિ બાલપણાની અપેક્ષાએ સમજવા. સંયતાસંયત-દેશવિરતિવાળા છે, કેમકે સૂક્ષ્મ પ્રાણાતિપાતાદિથી તે નિવૃત્ત નથી. મનુષ્ય સંબંધી સૂત્રને હવે કહે છે – • સૂત્ર-૪૪૮ - ભગવન્! મનુષ્યો બધાં સમાન આહારવાળા છે ? એ અર્થ સમર્થ નથી. એમ કેમ કહો છો ? ગૌતમ ! મનુષ્યો બે ભેદે – મહાશરીરી અને અલ્પશરીરી. મહાશરીરી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે ચાવત્ ઘણાં પુદ્ગલો નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે. અલ્પશરીરી થોડાં પુદ્ગલ આહારે યાવત્ અલ્પ પુદ્ગલો નિઃશ્વાસ રૂપે મૂકે. વારંવાર આહારે યાવત્ વારંવાર નિશ્વાસ મૂકે. તે કારણે એમ કહ્યું કે – મનુષ્યો બધાં સમાનાહારી નથી. શેષ નૈરયિકવત્ જાણવું. પરંતુ – ક્રિયામાં મનુષ્યો ત્રણ ભેદે – સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદૃષ્ટિ. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમ્યગ્દષ્ટિ ત્રણ ભેદે – સંયત, અસંયત, સંચારાંયત. સંયત બે ભેટે – સરાગ સંયત, વીતરાગ સંયત. વીતરાગ સંયત ક્રિયારહિત છે. સરાગ સંયત બે ભેટે – પ્રમત્ત સંગત, આપમત્ત સંત. અપ્રમત્ત સંયને એક માયાપત્યયિકી ક્રિયા હોય. પ્રમત્તયતને બે ક્રિયા આરંભિકી, માયાપત્યયિકી. સંયતાસંતને ત્રણ ક્રિયા – આરંભિકી, માયાપત્યયિકી, પારિંગ્રહિકી. અસંયતને ચાર ક્રિયા - ઉક્ત ત્રણ અને અપત્યાખ્યાન ક્રિયા. મિથ્યા અને મિશ્રદૃષ્ટિને પાંચે ક્રિયા હોય - ઉત ચાર અને મિથ્યાદર્શન પ્રત્યયિકી. બાકી બધું નૈરસિકવત્ જાણવું. • વિવેચન-૪૪૮ : સૂત્ર સુગમ છે. વિશેષ એ કે કદાચિત્ આહાર કરે, કદાચિત્ ઉચ્છ્વાસ લે છે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે. મહાશરીરી દેવકુ આદિના યુગલિક મનુષ્યો છે, તેઓ કદાચિત્ વલાહાર વડે આહાર કરે છે, કેમકે તેમને ત્રણ દિવસ પછી આહાર હોય તેવું શાસ્ત્ર વચન છે. તેઓ બીજા મનુષ્યો કરતાં સુખી હોય, તેથી શ્વાસોચ્છ્વાસ પણ કદાયિત્ જ હોય છે. અલ્પશરીરી વારંવાર અલ્પાહાર કરે છે, કેમકે બાળકો આદિ તેવા જણાય છે અને સંમૂર્ત્તિમ અલ્પશરીરી મનુષ્યોને નિરંતર આહારનો સંભવ છે. શ્વાસોચ્છ્વાસ પણ અલ્પશરીરીને વારંવાર હોય છે, કેમકે તેઓ પ્રાયઃદુઃખી હોય છે. ક્રિયા સૂત્રમાં વિશેષતા જણાવે છે – મનુષ્યોના ત્રણ ભેદ :- સરાયસંયત - જેના કષાયો ક્ષીણ કે ઉપશાંત થયા નથી તે. વીતરાગસંયત - જેના કષાયો ઉપશાંત કે ક્ષીણ થયા છે તે. અક્રિય - ક્રિયારહિત છે. કેમકે વીતરાગ હોવાથી આરંભાદિ ક્રિયાનો અભાવ છે. અપ્રમત્ત સંયતને એક માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે - તે પણ શાસન ઉગ્રહના રક્ષણમાં પ્રવૃત્ત થયેલાને હોય. કેમકે તેના કષાયો ક્ષીણ થયા નથી. પ્રમત્ત સંયતને આરંભિકી અને માયા પ્રત્યયિકી બે ક્રિયા છે કેમકે પ્રમત્તયોગ ૧૪૮ = - આરંભરૂપ છે અને કષાય ક્ષીણતાના અભાવે માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે. બાકીનું આયુ સંબંધી સૂત્ર વૈરયિવત્ જાણવું. • સૂત્ર-૪૪૯ : વ્યંતરો, સુકુમારવત્ જાણવા. એ પ્રમાણે જ્યોતિક અને વૈમાનિક પણ જાણવા. પણ વેદનામાં તેઓ બે પ્રકારે છે – માસી મિાદષ્ટિ ઉપજ્ઞક અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક. માસી મિથ્યાદૃષ્ટિ અલ્પ વેદનાવાળા છે, અમાયી સમ્યગ્દષ્ટિ મહાવેદનાવાળા છે. માટે ગૌતમ ! એમ કહું છું. બાકી પૂર્વવત્. • વિવેચન-૪૪૯ : જેમ અસુકુમારો સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત છે. જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે. અસંજ્ઞીભૂત અલ્પવેદના વાળા છે. એ પ્રમાણે વ્યંતરો કહેવા. કેમકે અસુકુમારથી વ્યંતર સુધી અસંજ્ઞી ઉત્પન્ન થાય છે. આવો પાઠ ભગવતીજીમાં પણ છે. - ૪ -તેઓ અસુરકુમારમાં કહેલ યુક્તિ મુજબ અલ્પવેદનાવાળા છે. - ૪ - અસુરકુમારવત્ જ્યોતિષ્ક, વૈમાનિક પણ કહેવા. પરંતુ વેદનામાં આમ કહેવું – જ્યોતિક બે ભેદે
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy