SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૧/-/૪૪૨ થી ૪૪૪ અથવા સંજ્ઞીભૂત પર્યાપ્તા. તેઓ પર્યાપ્તા છે માટે મહાવેદનાવાળા છે, અસંજ્ઞી-અપર્યાપ્તા હોવાથી પ્રાયઃ વેદનાનો અસંભવ છે [મન રૂપ કરણ અભાવે વેદના ન અનુભવે] અથવા સંજ્ઞી-સમ્યગ્દર્શન, જેમને છે તે સંજ્ઞીત્વને પ્રાપ્ત થયેલા, તે મહાવેદનાવાળા છે, કેમકે પૂર્વકૃત્ કવિપાકનું સ્મરણ કરતાં તેઓનો “અહો! અમને મોટું દુઃખ પ્રાપ્ત થયું છે, “અતિ વિષમ વિષયોપભોગથી વંચિત ચિત્તવાળા અમે સર્વ દુઃખનો ક્ષય કરનાર અર્હદ્ઘણિત ધર્મ ન કર્યો.” આવું મોટું દુઃખ મનમાં અનુભવે છે, તેથી મહાવેદનાવાળા છે. અસંજ્ઞી તો મિથ્યાર્દષ્ટિ છે. તેઓ ‘આ પોતાના કર્મોનું ફળ છે’ તેમ નથી જાણતાં. તેથી પશ્ચાત્તાપ રહિત માનસથી અલ્પ વેદનાવાળા છે. - સૂત્ર-૪૪૫ : ભગવન્ ! નૈરયિકો બધાં સમાન ક્રિયાવાળા છે ? ગૌતમ ! એ અર્થયુક્ત નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારે – સમ્યગ્દષ્ટિ, મિાદષ્ટિ, મિશ્રāષ્ટિ. જે સભ્યદૃષ્ટિ છે, તેમને ચાર ક્રિયા છે – આરંભિકી, પારિંગ્રહિકી, માયા પ્રત્યયિકી, પત્યાખ્યાનક્રિયા. મિથ્યા અને મિશ્રર્દષ્ટિને અવશ્ય પાંચ ક્રિયા છે. આરંભિકી, પારિંગ્રહિકી, માયા પ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયિકી. તેથી ગૌતમ ! એમ કહ્યું કે - - નૈરયિકો બધાં સમાન ક્રિયાવાળા નથી. ૧૪૩ ભગવન્ ! નૈરયિકો બધાં સમાયુ અને સમોપકાં છે ? ગૌતમ ! તે અર્થયુક્ત નથી. એમ કેમ કહ્યું ? નૈરયિકો ચાર ભેદે કહ્યા છે – કેટલાંક સમાયુદ્ધ-સમોત્પન્ન, કેટલાંક સમાયુક-વિષમોત્પન્ન, કેટલાંક વિષમાયુક-રામોત્પન્ન, કેટલાંક વિષમાયુક-વિષમોત્પન્ન. તેથી ગૌતમ ! એમ કહ્યું કે બધાં નારકો સમાનાયુવાળા અને સાથે ઉત્પન્ન થયેલ ન હોય. • વિવેચન-૪૪૫ ઃ સમાનક્રિયાનો અધિકાર - સમ - તુલ્ય, વિા - કર્મના હેતુભૂત આરંભિકી આદિ ક્રિયા જેઓને છે તે. આમિર્જા - જેનું પ્રયોજન પૃથ્વી આદિ જીવની હિંસા છે તે. પાગ્રિહિકી-ધર્મોપકરણ વર્જ્ય વસ્તુ રાખવી અને ધર્મોપકરણમાં મૂર્છા રાખવી તે જેનું પ્રયોજન છે તે. માયા પ્રત્યયિકી-માયા એટલે વક્રતા, ઉપલક્ષણથી ક્રોધાદિ પણ લેવા, તે જેનું કારણ છે, તે. અપ્રત્યાખ્યાનક્રિયા-વિરતિનો અભાવ, તે વડે કર્મબંધના કારણભૂત જે ક્રિયા. સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને મિથ્યાદર્શન પ્રત્યયિકી સહિત પાંચ ક્રિયાઓ નિયત અવશ્ય હોય છે. મિથ્યાદર્શન પ્રત્યય-કારણ જેનું છે, તે મિથ્યાદર્શન પ્રત્યયિકી. સમ્યક્ દૃષ્ટિને એ ક્રિયાઓ અનિયત હોય છે, કેમકે સંયતાદિ અનિયત છે. (પ્રશ્ન) મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ કર્મબંધના પ્રસિદ્ધ હેતુઓ છે. અહીં તેમાં આરંભિકી ક્રિયા કહી છે, તો તેમાં વિરોધ ન થાય? (ઉત્તર) અહીં આરંભ અને પગ્રિહ શબ્દથી યોગ ગ્રહણ કર્યો છે, કેમકે યોગો આરંભ-પરિગ્રહરૂપ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છે. બાકીના પદ વડે બાકીના બંધ હેતુનું ગ્રહણ છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વડે અવિરતિનું, માયાપ્રત્યયિકી ક્રિયા વડે કપાયનું ગ્રહણ કર્યુ છે. સમાનાયુ આદિ પ્રશ્ન. જેમણે દશ હજાર વર્ષનું આયુ બાંધ્યુ અને સાથે ઉત્પન્ન થયા તે પહેલો ભંગ. સમાન સ્થિતિક નકાવાસમાં કેટલાંક પૂર્વે ઉત્પન્ન છે, કેટલાંક પછી ઉત્પન્ન થયા તે બીજો ભંગ. કોઈ દશ હજાર વર્ષ સ્થિતિક છે, કોઈ પંદર હજાર વર્ષ સ્થિતિક, પણ બંને સાથે ઉત્પન્ન થયા તે ત્રીજો ભંગ આદિ. હવે અસુકુમારાદિના આહારાદિનો વિચાર કહે છે— ૧૪૪ - સૂત્ર-૪૪૬ - ભગવન્ ! અસુકુમારો બધાં સમાન આહારવાળા છે આદિ બધાં પ્રો ગૌતમ ! આ અર્થયુક્ત નથી. એમ કેમ કહો છો? નૈરયિકવત્ કહેવું. ભગવન્ ! સુકુમારો બધાં સમાનકર્મી છે? આ અર્થયુક્ત નથી. એમ કેમ કહો છો ? ગૌતમ ! અસુકુમારો બે ભેટે છે – પૂર્વોત્પન્ન, પશ્ચાતોત્પન્ન. પૂર્વોત્પન્ન મહાકર્મી છે અને પશ્ચાતોપન્ન અલ્પકર્મી છે, તેથી કહ્યું કે બધાં સમક નથી. એ પ્રમાણે વર્ણ અને તેશ્યામાં પૂછવું. તેમાં જે પૂર્વોત્પન્ન છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે, જે પશ્ચાતોત્પન્ન છે તે વિશુદ્ધ વર્ણવાળા છે. તેથી કહું છું કે બધાં અસુકુમારો સમવર્તી નથી. એ પ્રમાણે લેશ્યામાં જાણવું. વેદના આદિ સંબંધે નૈરયિકવત્ સમજવું. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણતું. • વિવેચન-૪૪૬ : આ સૂત્ર નાસ્કસૂત્ર સમાન છે, તો પણ વિશેષથી કહે છે – અસુકુમારોનું અલ્પશરીર ભવધારણીય અપેક્ષાથી અંગુલનો અસંખ્યાત ભાગ છે, મહાશરીર ઉત્કૃષ્ટથી સાત હાથ. ઉત્તર વૈક્રિય અપેક્ષાએ જઘન્યથી અંગુલનો સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી લાખ યોજન છે. મહાશરીરીઓ મનોભક્ષણ લક્ષણ ઘણાં પુદ્ગલ આહારે છે - x + x - અલ્પ શરીર વડે ગ્રાહ્ય પુદ્ગલ અપેક્ષાથી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે, ઘણાં પરિણમાવે છે. ઈત્યાદિ પદની વ્યાખ્યા પૂર્વવત્. અહીં એક દિવસ પછી આહાર કરે છે અને સાત સ્તોકાદિ કાળ પછી ઉચ્છ્વાસ લે છે, તેને આશ્રીને વારંવાર કહ્યું છે, કેમકે જેઓ સાધિક હજાર વર્ષ પછી આહાર કરે છે અને સાધિક પખવાડીયા પછી ઉચ્છ્વાસ ગ્રહણ કરે છે, તેમની અપેક્ષાએ અસુકુમારોનો અલ્પકાળ છે. - ૪ - એ જ રીતે આહાર-ઉચ્છ્વાસના અંતરમાં નૈરચિકવત્ કહેવું. અહીં મહાશરીરીને આહાર અને ઉચ્છ્વાસનું અલ્પ અંતર અને અલ્પશરીરીને ઘણું અંતર તે સિદ્ધ છે. જેમકે સૌધર્મ આદિ દેવો સાત હાથ પ્રમાણ હોવાથી મહાશરીરી છે, તેમને આહાર અંતર ૨૦૦૦ વર્ષ, શ્વાસોચ્છ્વાસ અંતર બે પખવાડીયા છે અનુત્તર દેવોને હસ્ત પ્રમાણ શરીર હોવાથી તે અલ્પશરીરી છે. તેમનું આહાર અંતર ૩૩,૦૦૦ વર્ષ, શ્વાસોચ્છ્વાસ અંતર ૩૩-૫ખવાડીયા છે. એ રીતે - x - અસુકુમારમાં પણ સમજી લેવું, અથવા લોમાહારની અપેક્ષાએ વારંવાર પ્રતિસમય
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy