SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-/-/૪૩૮ પૂર્વોક્ત રૂપે કશું સત્ય નથી કે અસત્ય નથી. જો કે આ વ્યવહાર નયથી કહ્યું છે અન્યથા છેતરવાની બુદ્ધિથી ચિંતન હોય તો અસત્ય છે. મનની માફક વાન પ્રયોગ પણ ચાર ભેદે છે – સત્ય વચન પ્રયોગ, મૃષા વચન પ્રયોગ, સત્યમૃષા વચન પ્રયોગ અને અસત્યામૃષા વચન પ્રયોગ, તે સત્યમન માફક જાણવા. ૧૨૩ ૦ ઔદારિક શરીર કાયપ્રયોગ - ઔદારિકાદિનો અર્થ આગળ કહીશું. ઔદારિક શરીર જ પુદ્ગલ સ્કંધના સમુદાયરૂપ હોવાથી અને ઉપચયને પ્રાપ્ત થતું હોવાથી જાવ કહેવાય છે. ાય - સમુદાય અથવા ઉપચયને પામે તે કાય. તેનો વ્યાપાર. આ યોગ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યોને હોય છે. ૦ ઔદારિક મિશ્ર શરીસ્કાયપ્રયોગ - કાર્પણ સાથે મિશ્ર થયેલ ઔદાકિ તે ઔદાસ્કિમિશ્ર. નિર્યુક્તિકારશ્રી કહે છે કે – જીવ કાર્પણ યોગ વડે તુરંત આહાર કરે છે, ત્યારપછી મિશ્ર વડે યાવત્ શરીરની ઉત્પત્તિ થાય છે. [શંકા] મિશ્રપણું બંનેમાં રહેલ છે, તો “ઔદાકિ મિશ્ર’ શબ્દ કેમ વાપર્યો, ‘કાર્યણમિશ્ર’ કેમ નહીં ? [સમાધાન] શાસ્ત્રમાં તેનો જ વ્યવહાર થાય છે કે જેથી વક્તાએ શ્રોતાને કહેવા ધારેલ અર્થનો સ્પષ્ટ બોધ થાય, કાર્પણ શરીર સંસાર પર્યન્ત નિરંતર રહે છે, તે બધાં શરીરોમાં હોય છે, તેથી કાર્પણ મિશ્ર કહેવાથી તે તિર્યંચ-મનુષ્યને કે દેવ-નાસ્કને, કોને વિવક્ષિત છે - તે જાણી ન શકાય. વળી ઉત્પત્તિ અપેક્ષાએ ઔદાકિનું પ્રધાનપણું હોવાથી વિવક્ષિત અર્થનો સ્પષ્ટ બોધ થવા ઔદારિક વડે “ઔદાકિમિશ્ર” એવો વ્યવહાર થાય છે. વળી વૈક્રિયલબ્ધિયુક્ત ઔદારિક-શરીરવાળા મનુષ્ય, તિર્યંચ પંચે, પર્યાપ્તા બાદર વાયુકાયિક વૈક્રિયશરીર કરે ત્યારે ઔદારિક શરીર પ્રયોગમાં જ વર્તતો આત્મપ્રદેશોને વિસ્તારી વૈક્રિયશરીર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરી વૈક્રિય શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે, ત્યાં સુધી ઔદાકિની વૈક્રિય સાથે મિશ્રતા બંનેમાં રહેલી છે, તો પણ ઔદાકિની પ્રધાનતાથી ઔદાકિ મિશ્ર કહેવાય, પણ વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થતો નથી, આમ જ આહાકશરીર સંબંધે પણ જાણવું. ૦ વૈક્રિય શરીસ્કાય પ્રયોગ - વૈક્રિયશરીર પર્યાપ્તિ વડે પર્યાપ્તને આ કાયપ્રયોગ હોય. ૦ વૈક્રિયમિશ્ર શરીરકાય પ્રયોગ - દેવ, નાસ્કોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, ત્યાં મિશ્રપણું કાર્પણ સાથે જાણવું. જ્યારે મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય કે વાયુકાયિકો વૈક્રિય શરીર કરી પોતાનું કાર્ય સમાપ્ત કરી, વૈક્રિય શરીર ત્યાગી, ઔદારિક શરીરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે ત્યારે x - વૈક્રિયનું પ્રધાનપણું હોવાથી વૈક્રિય વડે વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થાય. ૦ આહારક શરીર કાયપ્રયોગ - આહારક શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્તને આ કાય પ્રયોગ હોય. ૦ આહારકમિશ્ન શરીર કાય પ્રયોગ - આહારક શરીર સ્વકાર્ય પૂર્ણ કરી ૧૨૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઔદાસ્કિમાં પ્રવેશે ત્યારે - ૪ - આમ કહેવાય. સિદ્ધાંતના મતે આ કહેલ છે. કાર્યગ્રન્થિકો તો બંને કાળમાં આહાકમિશ્ર કે વૈક્રિયમિશ્રને જ માને છે. " x - ૦ તૈજસ કાર્પણ શરીરપ્રયોગ · વિગ્રહગતિમાં અને સમુદ્દાત અવસ્થામાં સયોગી કેવલીને ત્રીજા, ચોથા, પાંચમાં સમયે હોય છે. તૈજસ-કાર્પણના નિત્ય સહચારથી આ કહ્યું છે. આ પંદર પ્રયોગોને જીવાદિ સ્થાનોમાં કહે છે – • સૂત્ર-૪૩૯ × ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગ હોય ? ગૌતમ ! પંદર ભેટે સત્યમનઃ પ્રયોગ યાવત્ કાર્પણશરીર કાય પ્રયોગ. ભગવન્ ! નૈરયિકોને કેટલા પ્રકારે પ્રયોગ હોય? અગિયાર ભેદે - સત્યમનઃ પ્રયોગ યાવત્ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિય શરીસ્કાય પ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ, કાર્પણ શરીસ્કાય પ્રયોગ. આમ યાવત્ સ્તનિતકુમાર જાણવું. પૃથ્વીકાયિકો સંબંધે પૃચ્છા - ગૌતમ ! તેમને ત્રણ ભેદે પ્રયોગ હોય – ઔદારિક ઔદારિક મિશ્ર કામણ શરીસ્કાયપયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિક - સુધી જાણતું. પણ વાયુકાયિકોને પાંચ પ્રકારે પ્રયોગ હોય – ઔદારિક, ઔદારિક મિ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્પણ શરીકાય પ્રયોગ. બેઈન્દ્રિય સંબંધે પૃચ્છાતેમને ચાર ભેદે પ્રયોગ હોય - અસત્યા પૃષા વચન પ્રયોગ, ઔદારિક, ઔદાકિમિશ્ર, કાર્પણ શરીર કાયપયોગ, આ પ્રમાણે ઉરિન્દ્રિયો સુધી જાણતું. પંચેન્દ્રિયતિર્યંચને તૈર પ્રકારે પ્રયોગ કહ્યો છે સત્યમન:પયોગ, મૃજામનપયોગ, સત્યમૃ, અસત્યાસૃપ, એ પ્રમાણે ચાર વચન પ્રયોગ, ઔદારિક શરીર, ઔદારિક મિશ્ર શરીર, વૈક્રિયશરી, વૈક્રિયમિશ્ર શરીર, કામણ શરીસ્કાય - મનુષ્ય સંબંધે ન - તેમને પંદર ભેદે પ્રયોગ હોય છે, વ્યંતર-જ્યોતિકવૈમાનિકોને નૈરયિકવત્ જાણવા. - વિવેચન-૪૩૯ – જીવપદમાં પંદર પ્રયોગો હોય છે. કેમકે ભિન્નભિન્ન જીવોને અપેક્ષાથી સદા ૧૫-પ્રયોગ પ્રાપ્ત થાય છે. નૈરયિકમાં ૧૧-પ્રયોગ હોય. કેમકે તેમને ઔદાકિ, આહારક, બંનેના મિશ્ર પ્રયોગો અસંભવ છે. એ પ્રમાણે ભવનપત્યાદિ ચારે દેવો કહેવા, વાયુકાય સિવાયના એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ત્રણ ત્રણ પ્રયોગ હોય – ઔદારિક, ઔદાકિમિશ્ર, કાર્મણ. વાયુકાયને વૈક્રિય, વૈક્રિયમિશ્રના સંભવથી પાંચ પ્રયોગો હોય. વિકલેન્દ્રિયને ચાર-ચાર પ્રયોગ હોય. કેમકે તેમને અસત્યામૃષા ભાષા પણ હોય. - ૪ - પંચેન્દ્રિય તિર્યંચને ૧૩-પ્રયોગ કહ્યા, કેમકે આહાક બંને તેમને નથી. - ૪ -
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy