SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/૧/-/૪૨૬ સામર્થ્યશાળી ઈન્દ્રિયો હોય છે, તેમાં દેવ પણ જાણતો નથી, જોતો નથી, તો મનુષ્ય માટે તો શું કહેવું? એટલા પ્રમાણ વડે તે નિર્જરાપુદ્ગલો સૂક્ષ્મ કહ્યા. તે એવા પ્રકારના અત્યંત સૂક્ષ્મ પુદ્ગલો સર્વ લોકને અવગાહીને રહે છે, પણ તે બાદરરૂપ પુદ્ગલો નથી - x - તે નિર્જરા પુદ્ગલો સર્વ લોકસ્પર્શી છે, તેથી પણ પ્રશ્ન થાય છે – ભગવન્! વૈરયિક તે નિર્જરા પુદ્ગલોનો આહાર કરે છે, એ સિદ્ધ છે કેમકે પુદ્ગલો તે તે સામગ્રીના વશી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોવાથી આહારરૂપે પણ તેઓના પરિણામનો સંભવ છે, માત્ર આ જ બાબત પ્રશ્ન છે કે – તે નૈરયિકો જાણે છે - જુએ છે? આદિ. ભગવંતનો ઉત્તર છે ન જાણતા - ન જોતા આહાર કરે છે. કેમકે તે નિર્જરાપુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી ચક્ષુ આદિ ઈન્દ્રિયોના વિષય રહિત છે, વૈરયિકોને કાર્પણ શરીરના પુદ્ગલ વિષયક અવધિજ્ઞાન હોતું નથી. એ પ્રમાણે અસુકુમારથી તિર્યંચપંચેન્દ્રિય સુધી જાણવું. મનુષ્ય સૂત્રમાં સંજ્ઞીભૂત એટલે સંજ્ઞીપણાને પ્રાપ્ત થયેલ અને તે સિવાયના બીજા અસંજ્ઞીભૂત છે. અહીં સંજ્ઞી એટલે વિશિષ્ટ અવધિજ્ઞાની ગ્રહણ કરવો. કે જેના જ્ઞાનનો વિષય તે કાર્પણ શરીરના પુદ્ગલો છે, બાકી બધું સુગમ છે. ૧૧૧ વૈમાનિક સૂત્રમાં - માયી મિથ્યાર્દષ્ટિ, માયા એ ત્રીજો કષાય છે, તે અન્ય કષાયોનું ઉપલક્ષણ સૂચક છે. તે જેમને છે એવા માચીઉત્કટ રાગદ્વેષવાળા મિથ્યાદૅષ્ટિ, તે રૂપે ઉત્પન્ન થયેલ. તેથી વિપરીત અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક જાણવા. અહીં માયીમિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન ગ્રહણથી નવમા ત્રૈવેયક સુધીના વૈમાનિકો જાણવા. જો કે નીચેના કલ્પોમાં અને ત્રૈવેયકમાં સમ્યગ્દષ્ટિ દેવો છે, તો પણ અવધિજ્ઞાન કાર્યણ શરીરના પુદ્ગલ વિષયક નથી, તેથી તેઓ પણ માસીમિથ્યાર્દષ્ટિ ઉપપન્નક જેવા હોવાથી ઉપમાનથી માયીમિથ્યાર્દષ્ટિ શબ્દથી કહેવાય. જેઓ અમાયી સમ્યગ્દષ્ટિ ઉ૫પન્નક દેવો છે તે અનુત્તર દેવો છે. તે બે ભેદે – અનંતરોપન્ન અને પરંપરોપપન્ન. જેઓ ઉત્પતિના પ્રથમ સમયવર્તી છે, તેઓ અનંતરોપપન્ન અને પરંપરા વડે ઉત્પન્ન થયેલા તે પરંપરોપપન્ન કહેવાય. તેમાં જેઓ અનંતરોપન્ન છે, તેઓ તે નિર્જરા પુદ્ગલોને જાણતા-જોતા નથી, કેમકે તેઓને એક સમયના ઉપયોગનો અસંભવ છે અને તેઓ અપર્યાપ્તા છે. પરંપરોપપન્ન બે ભેદે – પર્યાપ્તા, અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા જોતા-જાણતા નથી, ઈત્યાદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. આવશ્યકમાં અવધિજ્ઞાન વિષયમાં કહ્યું છે – કાર્યણ શરીર દ્રવ્યને જોતો ક્ષેત્રથી લોકમાં સંખ્યાતા ભાગોને જુએ છે, અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જુએ છે, માટે ઉપયોગવાળા તે અવધિજ્ઞાન વડે નિર્જરાપુદ્ગલોને જાણે-જુએ અને આહાર કરે છે. ત્યાં બધે લોમાહારથી આહાર કરે છે, એમ સમજવું. ઈન્દ્રિય અધિકારાદિથી પ્રશ્ન – • સૂત્ર-૪૨૭ : આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, પોતાને જુએ છે કે પ્રતિબિંબને પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જુએ છે ? ગૌતમ ! આદર્શને જુએ છે, પોતાને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે એ પ્રમાણે આ આલાવાથી અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્ર છે. • વિવેચન-૪૨૭ : ૧૧૨ અદ્રશ્ય - અરિસો, જોનાર મનુષ્ય શું આદર્શને જુએ છે કે આત્મા-શરીરને જુએ છે ? કે પ્રતિભાગ-પ્રતિબિંબ જુએ છે ? પ્રથમ અરિસો તો જુએ છે જ, કેમકે ફ્રૂટવાળા અરીસાને તે યથાર્થ જાણે છે. પણ પોતાના શરીરને જોતો નથી. કેમકે તેનો ત્યાં અભાવ છે. પોતાનું શરીર પોતાના વિશે રહેલ છે, અરીસામાં રહેલ નથી. અરીસામાં પોતાના શરીરનું પ્રતિબિંબ જુએ છે, તે પ્રતિબિંબ છાયા પુદ્ગલરૂપ છે. તે આ પ્રમાણે – સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂળ વસ્તુ ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણોવાળી છે. કિરણો એ છાયા પુદ્ગલો છે અને તેનો પ્રત્યક્ષ સિદ્ધ છાયાપુદ્ગલો તરીકે વ્યવહાર થાય છે. - x - બીજું જો સ્થૂળ વસ્તુ કોઈ વસ્તુને અંતરે રહેલ હોય કે દૂર હોય તો તેના કિરણો અરીસાદિમાં પડતા નથી, તેથી તે વસ્તુ તેમાં ન દેખાય. માટે જણાય છે, છાયાપુદ્ગલો છે. તે છાયાપુદ્ગલો દિવસે અભાસ્વર વસ્તુમાં પડેલ હોય તો સ્વાંબંધી દ્રવ્યાકૃતિ ધારણ કરતાં શ્યામરૂપે પરિણત થાય છે, રાત્રે કૃષ્ણરૂપે પરિણત થાય છે. : - તે છાયા પરમાણુઓ આદર્શોદિ ભાસ્વર દ્રવ્યોમાં પ્રતિબિંબિત થયેલા સ્વ સંબંધી દ્રવ્યાકૃતિને ધારણ કરતાં સ્વસંબંધી દ્રવ્યમાં કૃષ્ણ, નીલ, શુક્લ કે પીત જેવો વર્ણ હોય, તે રૂપે પરિણમે છે, તેઓની અરીસા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે. તેમ આ સૂત્રમાં મનુષ્યના છાયા પરમાણુ અરીસામાં સંક્રમીને પોતાના શરીરના વર્ણરૂપે અને પોતાના શરીરના આકારરૂપે પરિણમે છે, તે પુદ્ગલોની તેમાં ઉપલબ્ધ થાય છે. - x - માટે કહ્યું કે શરીરને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે. આ બધું સ્વમતિ કલ્પિત નથી, આગમમાં પણ કહ્યું છે - x - x - મૂળ ટીકાકારે પણ કહ્યું છે – બધાં ઈન્દ્રિયગમ્ય સ્થૂલ દ્રવ્યો ચય અને અપચય ધર્મવાળા અને કિરણોવાળા હોય છે જેથી અરીસા આદિમાં જેના કિરણો પડેલા છે એવી સ્થૂળ વસ્તુની છાયા દેખાય છે. તેથી કોઈપણ સ્થૂળ દ્રવ્યનું દર્શન થાય છે. પણ કોઈને અંતરે ન રહેલ અથવા અતિ દૂર ન હોવી જોઈએ. એ રીતે સૂત્રપાઠ સુગમ છે. અહીં નિર્જરા પુદ્ગલો છાસ્ત્રોને ઈન્દ્રિયગમ્ય થતાં નથી કેમકે તે અતીન્દ્રિય છે એમ કહ્યું. તેથી અતીન્દ્રિય વિષયક પ્રશ્ન • સૂત્ર-૪૨૮ થી ૪૩૨ - ભગવન્ ! કંબલશાટક આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય, અને તે જેટલા અવકાશતરને સ્પર્શીને રહે છે, તે જો વિસ્તારીએ તો તેટલાં જ અવકાશાંતરને સ્પર્શીને રહે? ગૌતમ ! અવશ્ય, કંબલશાટક તેમ જ રહે. - - * ભગવન્ ! સ્તંભ ઉંચો ઉભો કરેલો હોય તો જેટલા ક્ષેત્રને અવગાહીને રહે, તેટલાં ક્ષેત્રને
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy