SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/૧/-/૪૨૫ નજીકના વિષયને ન જાણે, તેથી અત્યંત નીકટ રહેલ અંજન, રજ, નેત્રમેલને ચક્ષુ ન જોઈ શકે. નેત્ર સિવાય શેષ ઈન્દ્રિયોનો વિષય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, નેત્રનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે, ઉત્કૃષ્ટથી શ્રોત્ર ઈન્દ્રિય બાર યોજનથી આવેલ અછિન્ન, અવ્યવહિત, અન્ય શબ્દો વડે અથવા વાયુ આદિથી જેની શક્તિ નથી હણાઈ તે પુદ્ગલને સાંભળે છે. આ કથનથી “શબ્દ પૌદ્ગલિક છે, પણ આકાશનો ગુણ નથી” એમ પ્રતિપાદન કર્યુ. ‘શબ્દ પૌદ્ગલિક છે’ તે તત્ત્વાર્થ ટીકાથી જાણવું. સ્પષ્ટ માત્ર - શરીરમાં લાગેલ ધૂળ માફક સ્પર્શ માત્રને પ્રાપ્ત અને પ્રવિષ્ટ - નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશેલ શબ્દોને સાંભળે પણ બાર યોજનની આગળથી આવેલ શબ્દોને સાંભળતી નથી કેમકે આગળથી આવેલા શબ્દોના મંદ પરિણામ થાય છે. ૧૦૭ બાર યોજન આગળથી આવેલ શબ્દ પુદ્ગલો તથાસ્વભાવથી મંદ પરિણામવાળા થાય છે, જેથી પોતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ નથી. શ્રોત્રેન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અદ્ભૂત બળ નથી. ચક્ષુરિન્દ્રિય ઉત્કૃષ્ટથી કંઈક અધિક લાખ યોજનથી આરંભી અછિન્ન, અવ્યવહિત-અંતર રહિત, અસ્પૃષ્ટ-દૂર રહેલ અને એ જ કારણથી અપ્રવિષ્ટ પુદ્ગલસ્વરૂપ રૂપને જુએ છે. કેમકે તેથી આગળ અવ્યવહિતરૂપ હોય તો પણ તેને જોવામાં ચક્ષુઈન્દ્રિયની શક્તિ નથી. અહીં અંગુલ ત્રણ પ્રકારે છે, તે આ રીતે – આત્માંગુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંગુલ. તેમાં જે મનુષ્યો જે કાળે હોય ત્યારે તેઓનું માન-રૂપ જે અંગુલ તે આત્માંગુલ, તે અનિયત પ્રમાણવાળું હોય છે. પરમાણુ, ત્રસરેણુ, સ્થરેણુ, વાલાગ્ર, લીખ, જૂ, ચવ તે બધાં ઉત્તરોત્તર આઠગણા વધારે છે, એવો ઉત્સેધાંગુલ હોય છે. ઉત્સેધાંગુલ હજાર ગણો થાય ત્યારે પ્રમાણાંગુલ થાય છે અને તે ઉત્સેધાંગુલને બમણો કરતાં ભગવંતે મહાવીરનો આત્માંગુલ થાય છે. એવા પ્રકારનો ત્રીજો પ્રમાણાંગુલ છે. તેમાં આત્માંગુલથી તે કાળના વાવ, કુવાદિ વસ્તુ, ઉત્સેધાંગુલ વડે મનુષ્ય, તિર્યંચ, દેવ, નાકોના, શરીરો, પ્રમાણાંગુલથી પૃથ્વી અને વિમાનો મપાય છે. ઈન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માંગુલથી કરવું. તે જ પ્રમાણે ચક્ષુઈન્દ્રિયના વિષયના પરિમાણના વિચારમાં ભાષ્યકાર કહે છે – નેત્ર અને મન અપ્રાપ્તકારી છે. નેત્રના વિષયનું પરિમાણ આત્માંગુલ વડે કંઈક અધિક લાખ યોજન છે. (પ્રશ્ન) શરીરનું પ્રમાણ ઉધાંગુલથી કરાય છે, તો - ૪ - ઈન્દ્રિયનું વિષય પરિમાણ ઉત્સેધાંગુલથી કરવું જોઈએ, આત્માંગુલ વડે કરવાનું કેમ કહો છો? આત્માંગુલથી માન કરવામાં દોષ નથી, - X - - કેમકે વિષય પરિમાણ શરીરથી અન્ય છે, આ વાત ભાષ્યકારે પણ કહી છે. જો ઇન્દ્રિયોના વિષયોનું પરિમાણ ઉત્સેધાંગુલથી થાય તો ૫૦૦ ધનુષાદિ પ્રમાણવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો વિચ્છેદ થાય. તે આ રીતે – જે ભરતનો આત્માંગુલ છે, તે પ્રમાણ અંગુલ બરોબર છે, તે પ્રમાણાંગુલ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હજાર ઉત્સેધાંગુલથી થાય છે. કેમકે હજારગુણા ઉત્સેધાંગુલની બરાબર પ્રમાણાંગુલ છે. તેથી ભરતાદિ ચક્રવર્તીની અયોધ્યાદિ નગરી અને સ્કંધાવાર આત્માંગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. તેનું ઉત્સેધાંગુલથી માન કરવામાં આવે તો અનેક હજાર યોજન થાય. એમ થવાથી આયુધ શાળા વગેરે સ્થળે વગાડેલ ભેરી આદિનું શ્રવણ નહીં થાય કેમકે શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. વળી સર્વ નગર વ્યાપી અને બધી છાવણીમાં વ્યાપ્ત થનાર વિજય સૂચક ઢક્કા વગેરે શબ્દ આગમમાં કહ્યો છે, તે પ્રકારે જ મનુષ્યનો વ્યવહાર થાય છે, તેથી આગમ પ્રસિદ્ધ ૫૦૦ ધનુષુ આદિ પ્રમાણ શરીરવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો ઉચ્છેદ ન થાય તે માટે આત્માંગુલ વડે ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું, ઉત્સેધાંગુલથી નહીં. ૧૦૮ એ રીતે પૂર્વે જે કહ્યું કે – “શરીરાશ્રિત ઈન્દ્રિયો છે માટે તેઓના વિષયનું પરિમાણ ઉત્સેધાંગુલથી કરવું જોઈએ” તે અયુક્ત છે. કેમકે કેટલીક ઈન્દ્રિયોના પણ વિસ્તારનું પરિમાણ આત્માંગુલ વડે સ્વીકારેલ છે. - ૪ - માટે સર્વ ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ આત્માંગુલ વડે જ થાય છે, એમ સિદ્ધ થાય છે. - (પ્રશ્ન) પ્રકૃત સૂત્રમાં કહેલ ચક્ષુઈન્દ્રિયના વિષયનું પરિમાણ ઘટતું નથી, કેમકે બીજે તે પરિમાણ અધિક કહેલ છે. તે આ રીતે – પુષ્કરવરદ્વીપાર્લમાં માનુષોત્તર પર્વત પાસે રહેનાર મનુષ્યો કર્કસંક્રાંતિના દિવસે પ્રમાણાંગુણથી સાધિક ૨૧-લાખ યોજન દૂર રહેલા સૂર્યને જુએ છે. ત્યાં કહે છે કે – ૨૧,૩૪,૫૩૭ યોજન નેત્રના વિષયનું પરિમાણ પુષ્કરવરદ્વીપના અર્ધ ભાગમાં રહેનારા મનુષ્યોને પૂર્વ-પશ્ચિમ દિશાએ જુદું-જુદું જાણવું આદિ. તો આ પ્રસ્તુત સૂત્ર આત્માંગુલ વડે પણ કેમ ઘટી શકે ? કેમકે પ્રમાણાંગુલથી પણ અનિયતપણું થાય છે. - x - તેથી ચક્ષુઈન્દ્રિય વિષય પરિમાણ જેમ શ્રુતમાં કહ્યું છે તેમ આત્માંગુલ, ઉત્સેધાંગુલ અને પ્રમાણાંગુલમાંના કોઈપણ વડે યુક્ત નથી. (સમાધાન) એ વાત સત્ય છે, પણ આ સૂત્ર કેવળ પ્રકાશ કરવા યોગ્ય વિષયની અપેક્ષાએ સમજવું. પણ પ્રકાશક વિષયની અપેક્ષાએ ન સમજવું. અહીં સૂર્ય પ્રકાશક વિષય છે, માટે પ્રકાશક વસ્તુના વિષયનું પરિમાણ અધિક હોય તો પણ દોષ નથી. (પ્રશ્ન) એ પ્રમાણે શી રીતે જાણી શકાય ? - પૂર્વાચાર્યો વડે કરેલા વ્યાખ્યાનથી જાણી શકાય છે. કેમકે મહાબુદ્ધિવંત પુરુષો કાલિક શ્રુતની વ્યાખ્યા પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનને અનુસરીને કરે છે. પણ માત્ર અક્ષર રચના પ્રમાણે નહીં. બીજે પણ કહે છે – જેમ સૂત્રમાં કહ્યું છે તેમજ હોય અને તેમાં વિચાર કરવાનો ન હોય તો પ્રધાન દૃષ્ટિવાળા પુરુષોએ કાલિક સૂત્રના અનુયોગનો ઉપદેશ કેમ કર્યો છે ? માટે સૂત્રમાં વિચારણા આવશ્યક છે, તેથી પૂર્વાચાર્યના વ્યાખ્યાનથી પ્રસ્તુત સૂત્રનો વિરોધ નથી.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy