SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/નર-૨/૧૦૫ આ રીતે તમઃપ્રભા નૈરયિકોને પણ કહેવા. વિશેષ એ કે - પરમ શીત વેદનાને વેદે છે કેમકે છઠ્ઠી કરતાં સાતમી પૃથ્વીની શીતવેદના અતિ પ્રબળ છે. હવે ભવાનુભવ પ્રતિપાદના - પ્રભા નૈરયિકો કેવી નભવ વેદના વેદતા રહે છે ? ગૌતમ ! સર્વકાળ - ક્ષેત્ર સ્વભાવજન્ય મહાનિબિડ અંધકાર દર્શનથી ડરેલા અને શંકિત રહે છે, પરમાધાર્મિક દેવ તથા પરસ્પરોદીતિ દુઃખ સંઘાતથી નિત્ય ત્રસ્ત રહે છે. નિત્ય દુઃખાનુભવને કારણે ઉદ્વિગ્ન રહે છે નિત્ય ઉપદ્રવગ્રસ્તથી થોડી પણ શાતા પામતા નથી. તે સદા અશુભ-અશુભરૂપથી અનન્ય સર્દેશ તથા અશુભરૂપથી નિરંતર ઉપચિત નભવને અનુભવે છે. અધઃસપ્તમી સુધી કહેવું. ૮૧ આ અધઃસપ્તમીમાં ક્રૂકર્મી પુરુષો જ ઉપજે છે, બીજા નહીં. તે જણાવવા પાંચ પુરુષોના નામ કહ્યા છે. - x - તેઓ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિના અને ઉત્કૃષ્ટ અનુભાગનો બંધ કરાવનારા ક્રૂરકર્મોને બાંધીને ઉત્પન્ન થાય છે. મનોદંડ-પ્રાણ હિંસાના અધ્યવસાયરૂપ. તેમના વડે કાળમાસે કાળ કરીને ઉત્પન્ન થયેલા - (૧) રામ - જમદગ્નિપુત્ર પરશુરામ, (૨) છાતીસુત દાઢાદાલ, (૩) ઉપરિચર વસુરાજા - તે દેવતા અધિષ્ઠિત આકાશ સ્ફટિક સિંહાસને બેસતો. તે સિંહાસન અદૃશ્ય રહેતું. લોકમાં એવી પ્રસિદ્ધિ હતી કે આ વસુરાજા સત્યવાદી છે, તે પ્રાણના ભોગે પણ જૂઠું ન બોલે. તેથી દેવતાકૃત પ્રાતિહાર્ય માફક ઉપરના આકાશમાં ચરે છે. તે કોઈ દિવસે હિંસવેદાર્થ પ્રરૂપક પર્વતનો પક્ષ લઈને અને સમ્યગ્દષ્ટિ નારદનો પક્ષ ન લઈને જૂઠું બોલતા, દેવતાએ સિંહાસનેથી તેને પાડી દીધો, તે રૌદ્રધ્યાનમાં આરૂઢ થઈ સાતમી નરકે ગયો. - સુભૂમ-આઠમો ચક્રવર્તી, કૌરવ્ય ગોત્ર ચુલનીપુત્ર બ્રહ્મદત્ત. આ પરશુરામ આદિ, અપ્રતિષ્ઠાન નઙે વેદના - ૪ - વેદે છે. હવે નકમાં ઉષ્ણ વેદનાનું સ્વરૂપ - નસ્કોમાં નૈરયિક કેવી ઉષ્ણ વેદનાને અનુભવે છે ? જેમ કોઈ લુહારપુત્ર હોય, તે તરુણ વધતી ઉંમરવાળો હોય. - X - પ્રવર્હુમાન વયવાળા આસન્ન મૃત્યુ ન હોય, કેમકે આસન્નમૃત્યુકને વિશિષ્ટ સામર્થ્ય ન સંભવે. તેથી વિશિષ્ટ સામર્થ્યના પ્રતિપાદનાર્થે બીજા વિશેષણો કહ્યા છે. બીજા કહે છે – જે દ્રવ્ય વિશિષ્ટ વર્ણાદિ ગુણયુક્ત અને અભિનવ હોય તે લોકમાં તરુણ કહેવાય. તેથી - ૪ - તે લુહારપુત્ર અભિનવ અને વિશિષ્ટ વર્ણાદિ ગુણોપેત હોય. સામર્થ્યવાન્ હોય. યુગ - સુષમદુષમાદિ કાળવાળા તે યુગવાન. કાલોપદ્રવ પણ સામર્થ્યવિઘ્ન હેતુ છે, તે જેને નથી તે. યૌવનસ્થ - કેમકે ચુવાવસ્થામાં બલાતિશય હોય છે. અલ્પાતંક સર્વથા અવિધમાન જ્વરાદિ જેને છે તે. સ્થિરાગ્રહસ્ત. દૃઢ - અતિનિબિડ - ૪ - ઘન-અતિશય - x - ૪ - ચામડાની બેંત, મુદ્ગર, મુટ્ઠીના આઘાતથી ઘન અને પુષ્ટ બનેલ અવાવવાળો આંતર્ ઉત્સાહ વીર્યયુક્ત. વાલવૃક્ષના સમશ્રેણિક યુગલની જેવા અતિ સરલ અને પીવર બાહુ જેના છે તે. લંઘન - અતિક્રમણ, પ્લવત્ - કંઈક પૃથુતર વિક્રમ ગતિ ગમન, જવન 18/6 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અતિ શીઘ્ર ગતિ, પ્રમર્દન કઠીન વસ્તુનું પણ ચૂર્ણ કરવામાં સમર્થ. ક્યાંક વાવામળ શબ્દ પણ છે, તેનો અર્થ છે વ્યાયામકરણ. છે - ૭૨-કલાપંડિત, વૃક્ષ - અવિલંબ૫ણે કાર્ય કરનાર, પ્રઃ - વાચાકુશળ, સત્ત - સમ્યક્ ક્રિયા પરિજ્ઞાનવાત્, મેધાવી - પૂર્વાપર અનુસંધાન દક્ષ, તેથી ક્રિયામાં કૌશલ્યને પ્રાપ્ત. એક નાના પાણીના ઘડા સમાન લોહપિંડને લઈને તેને તપાવી - તપાવીને, ઘણ વડે કુટી-કુટીને - x - તે લોહપિંડને બહારથી અને અંદરથી ઠંડો કરે. લોઢાની સાણસી વડે પકડીને અસત્ ભાવ કલ્પનાથી અર્થાત્ આવું બન્યું નથી કે બનશે નહીં, તે પિંડને ઉષ્ણવેદના નકમાં મૂકે. પછી ઉન્મેષ-નિમેષ કરે અર્થાત્ આંખના પલકારા માત્ર કાળમાં હું પાછો લઈ લઉં, એમ વિચારીને જુએ તેટલામાં ફૂટી જાય કે માખણની જેમ પીગળી જાય કે સવથં ભસ્મીભૂત થઈ જાય. - ૪ - પણ ફરી ત્યાંથી કાઢી ન શકે, આટલી ઉષ્ણ વેદના ત્યાં હોય. આ જ અર્થને બીજા દૃષ્ટાંતથી કહે છે – ર - આ દૃષ્ટાંત વિવક્ષિત અર્થની પ્રતિપત્તિ અર્થે જાણવું. મદયુક્ત હાથી, અહીં માતંગ શબ્દ અંત્યજ અર્થમાં પણ સંભવે છે, તેથી તે શંકા નિવારણાર્થે કે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે બે પર્યાયો કહે છે, ખ્રિપ: - બે મુખ વડે પીએ છે તે. કુંજર-ગહન વનમાં રતિ પામે છે તે. ૬૦ વર્ષનો જે છે તે. કારતક માસ સમયે. પ્રવચનમાં અષાઢ આદિ બબ્બે માસ પ્રમાણ કહેલ છે. તે મુજબ પહેલી પ્રાવૃત્, બીજી વર્ષારાત્ર, ત્રીજી શરદ, ચોથી હેમંત, પાંચમી વસંત, છઠ્ઠી ગ્રીષ્મ - x - તેમાં પ્રથમ શકાલ તે કારતક - ૪ - ચરમ નિદાઘકાળ - જેઠ માસ પર્યન્ત, તેમાં સૂર્યના કઠોર કિરણોના પ્રતાપથી અભિભૂત તેથી જ ઉષ્ણ સૂર્ય કિરણ વડે સર્વથા પ્રતપ્ત અંગપણે તૃષા વડે હણાયેલ. તેમાં પાણીને શોધવા સ્વેચ્છાથી ભમતાં કોઈક વાગ્નિમાં જતાં દવાગ્નિજ્વાલાથી હણાયેલ, તેથી ક્યાંય પણ સ્વાસ્થ્ય ન પામતાં આકુળ થયેલ, ગળું સુકાતું હોય તેવો કે ક્ષીણ શરીરી, અસાધારણ તૃષા વેદના યુક્તતાથી શરીર અને મનથી દુર્બળ થયેલ, ગ્લાનિને પામેલ હોય. એક મોટી પુષ્કરિણી હોય, કેવી ? ચાર ખૂણાવાળી, વિષમ અને ઉન્નતપણાં રહિત, સુખે ઉતરી શકાય તેવી કિનારાવાળી, નિમ્ન-નિમ્નતર ભાવરૂપે પણ ક્યાંક ખાડા-ક્યાંક ટેકરારૂપ નહીં, અતિશય યુક્ત ક્યારાવાળી, તળ સ્થાન ન દેખાતી, શીતલજળયુક્ત હોય, પાણીને ઢાંકતા પત્ર-બિસ-મૃણાલ યુક્ત, પદ્મિનીપત્ર યુક્ત, તયા ઘણાં ઉત્પલ-કુમુદ નલિનાદિના કેસરા વડે વિકસિત રૂપથી ઉપચિત હોય, તે કમળ-કુમુદાદિની રજ ભ્રમરો વડે ભોગવાતી હોય, સ્વરૂપથી તે પુષ્કરિણી સ્ફટિકવત્ શુદ્ધ હોય, આવતા મળતી રહિત હોય, પાણી વડે પૂર્ણ હોય, તેમાં અતિરેકપણાથી ભમતાં મત્સ્ય, કચ્છપાદિ હોય, અનેક પક્ષીંગણ યુગલના અહીં-તહીં સ્વેચ્છા વડે પ્રવૃત્ત ઉન્નત શબ્દ અને મધુર સ્વર વડે જે નાદિત હોય, તેને જોઇને તેમાં પ્રવેશ કરે. કરીને શરીરના દાહને તે હાથી પ્રકર્ષથી સર્વથા દૂર કરે, ક્ષુધાને શમાવે. કઈ રીતે ? નીકટના તટવર્તી શલ્લકી આદિ કિસલયના ભક્ષણ અને જળપાન શકી. વરના
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy