SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૫૫ ભગવન ! જ્યોતિકદેવીની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમી જાન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી પ૦,૦૦૦ વર્ષ અધિક આઈપલ્યોપમ. ચંદ્ધવિમાન જ્યોતિકદેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમાં ઉત્કૃષ્ટ પણ એટલી જ છે. સૂર્યવિમાનદેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમ, ઉતકૃષ્ટ અપલ્યોપમ અને પpo વષધિક, ગ્રહવિમાનની દેવીની જઘન્ય ચતુભમિ પલ્યોપમ, ઉcકૃષ્ટ પલ્યોપમ નામ વિમાન દેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમાં ઉત્કૃષ્ટ સાતિરેક ચતુભગ પલ્યોપમ. તારાવિમાનની દેવીની જઘન્ય અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ. વૈમાનિકદેવીની જઘન્ય પલ્યોપમાં ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. ભગવાન ! સૌધર્મકાવાસી દેવીની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. ઈશાનદેવીની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ. • વિવેચન-પપ : તિર્યંચ સ્ત્રીની સ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, દેવકર આદિમાં ચતુષ્પદ સ્ત્રીને આશ્રીને છે. જલચરીની ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, સ્થલચરીની ત્રણ પલ્યોપમ. ખેચરીની પલ્યોપમનો અસંખ્યાત ભાગ... મનુષ્યસ્ત્રીની ફોઝ આશ્રયી જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી દેવકર આદિ, ભરતાદિમાં એકાંત સુષમાદિ કાળે ત્રણ પલ્યોપમ, ચાસ્ત્રિ ધર્મને આશ્રીને જઘન્ય અંતર્મુહુર્ત. તે ભવસ્થિતિના પરિણામ વશથી પ્રતિપાત અપેક્ષાઓ કહેવી. - x - કેટલીક સ્ત્રી તથાવિધ ક્ષય-ઉપશમ ભાવથી સર્વ વિરતિને આશ્રીને તેટલા જ ક્ષયોપશમભાવથી અંતર્મુહર્તમાં ફરી અવિરતિ સમ્યગુર્દષ્ટિવ કે મિથ્યાત્વને પામે છે. અથવા ચારિ ધર્મથી અહીં દેશ ચાત્રિને જ સ્વીકારવું. દેશચારિત્રથી જઘન્ય પણ આંતર્મુહર્તિકી, તેના ઘણાં ભંગને કારણે કહી. ઉભય ચાત્રિ સંભવ છતાં કેમ દેશાસ્ત્રિ લીધું? દેશચાઅિપૂર્વક પ્રાયઃ સર્વચારિત્ર છે, તેવું જણાવવા માટે. વૃદ્ધો કહે છે - સમ્યકત્વ પ્રાપ્ત થતાં પલ્યોપમ પૃથક્વથી શ્રાવક થાય. ચારિત્ર મોહોપશમ ક્ષયમાં સંખ્યાતા સાગરોપમ અંતર થાય છે. • x • પૂર્વનું પરિમાણ – ૩,૦૫,૬૦,00,00,00,000 છે. હવે કર્મભૂમિજાદિ વિશેષ સ્ત્રીની વક્તવ્યતા કહે છે - કર્મભૂમિજા સ્ત્રીની કર્મભૂમિક સામાન્ય લક્ષણ આશ્રીને જઘન્યથી અંતર મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. તે ભરત-રવતમાં સુષમસુષમા આરામાં જાણવું. ચાસ્ત્રિધર્મને આશ્રીને જઘન્યથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી. અહીં વિશેષ વિચારણા કરતા કહે છે - તે સુગમ છે. પણ વિશેષ એ કે ભરત-ૌરવતમાં સુષમસુષમામાં ત્રણ પલ્યોપમ, પૂર્વ વિદેહમાં ફોગથી પૂર્વકોટી, તેથી આગળ વધુ આયુ અસંભવ છે. અકર્મભૂમગ-જન્મને આશ્રીને જઘન્યથી દેશોનપલ્યોપમ, તે અeભાગાદિ જૂન છતાં દેશોન થાય છે. • x • આ હૈમવત અને રચવત ફોકાપેક્ષાથી જાણવું. કેમકે ત્યાં જઘન્યથી સ્થિતિના આટલા પ્રમાણનો સંભવ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ ૨૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) કુરોગોની અપેક્ષાથી છે. સંહરણ-કર્મભૂમિજા સ્ત્રીનું અકર્મભૂમિમાં લઈ જવાનું છે. તેને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. - x • x • ત્યાં સંહરાયા પછી કોઈક અંતમુહૂર્ત જીવે છે, ફરી પણ સંકરણથી કોઈક પૂર્વકોટી આયુ સુધી જીવે છે, તો પણ ત્યાં અંતર્મુહૂર્તથી પૂર્વકોટી સુધી રહે છે. ભરત-ઐરાવત કર્મભૂમિમાં ત્યાં એકાંત સુષમામાં ત્રણ પલ્યોપમ સ્થિતિ થાય. સંહરણ પણ સંભવે છે. તો પણ દેશોન પૂર્વકોટી કર્મકાળ વિવક્ષાના અભિધાનથી આમ કહ્યું. હૈમવત-ભૈરાયવત્ અકર્મભૂમિક મનુષ્યને જન્મથી જઘન્ય દેશોના પલ્યોપમ અને પલ્યોપમના અસંખ્યભાગે ન્યૂન, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમ. સંકરણથી ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે હરિવર્ષ-રમ્ય વર્ષમાં છે. વિશેષ આ - ઉતકૃષ્ટ બે પલ્યોપમ, જઘન્ય તેથી અસંખ્યાત ભાગ ન્યૂન, દેવકુર-ઉતકુમાં જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટ પ્રણ પલ્યોપમ. અંતર્લીપમાં જન્મથી જઘન્યથી દેશોનપલ્યોપમ, તે ન્યૂનતા પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન છે. • x • x • સંકરણને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી તેટલું જ પ્રમાણ છે. હવે દેવસ્ત્ર વક્તવ્યતા - દેવી સામાન્યથી જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, તે ભવનપતિ અને વ્યંતરીને આશ્રીને જાણવી. ઉત્કૃષ્ટથી ૫૫-પલ્યોપમ. તે ઈશાન દેવીને આશ્રીને છે. ભવનવાસી દેવી સામાન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડા ચાર પલ્યોપમ, આ ભવનવાસીમાં અસુરકુમાર દેવીને આશ્રીને છે. • x • નાગકુમાર ભવનવાસી દેવીની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ. એ પ્રમાણે ખનિતકુમારી સુધી જાણવું વંતરીનું આયુ જઘજે ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અઈ પલ્યોપમ. જ્યોતીસ્ત્રીનું જઘન્ય આયુ ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક. અહીં વિશેષ વિચારણામાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા વિમાનની દેવીનું આયુ છે, તે સૂત્રાર્થ મુજબ જાણવું. વૈમાનિક દેવીનું આયુ સામાન્યથી-જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પ૫પલ્યોપમ. ઈત્યાદિ કથન સૂત્રાર્થમાં લખ્યા મુજબ જાણવું. -x-x• હવે સ્ત્રી નિરંતર પણાથી સ્ત્રીત્વ છોડ્યા વિના કેટલો કાળ રહે છે ? તે જિજ્ઞાસામાં • x • તેનો ઉત્તર કહે છે - • સૂત્ર-૫૬ : ભગવાન શ્રી, સ્ત્રીરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ ! એક અપેક્ષાઓ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂવકોડી પૃથક્રવ અધિક ૧૧૦ પલ્યોપમ એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ અધિક ૧૮પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂવકોડી પૃથર્વ અધિક ૧૪-પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy