SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 3/દ્વીપ /૧૮૦ તરેલા અને અન્યોને પણ તારનારા છે માટે તીર્ણ-નાક, કેવલ દશા અવગત તત્વથી બુદ્ધ-બોધ પામેલ અને બીજાને બોધ કરાવે છે તેથી બોધક. મુક્ત - કૃતકૃત્ય અર્થાત્ નિષ્ઠિતાર્યા. બીજાને પણ મુકાવે છે માટે મોચક. સર્વજ્ઞ અને સર્વદર્શીને. શિવ - સર્વોપદ્રવરહિતત્વથી. અન્નન - સ્વાભાવિક, પ્રાયોગિક ચલનક્રિયા રહિતત્વથી. મુન - શરીર, મનના અભાવથી આધિ-વ્યાધિના સંભવથી. અનંત - કેવળ આત્માના અનંતત્વથી. અક્ષય - વિનાશના કારણના અભાવથી અવ્યાબાધ - કોઈ વડે વિબાધા કરવાને અશક્યત્વથી. જેમાં પુનઃ આવવાનું નથી તે અપુનરાવૃત્તિ. સિદ્ધયન્તિ - નિષ્ઠિતાર્થ જેમાં થાય છે તે. સિદ્ધિ - લોકાંત ક્ષેત્રલક્ષણ, તે જ ગમ્ય હોવાથી ગતિ. તે સિદ્ધિગતિ. - X - સ્થાન-વ્યવહારથી સિદ્ધક્ષેત્ર, નિશ્ચયથી ચચાવસ્થિત સ્વ સ્વરૂપ. - * - * - આ પ્રમાણે પ્રણિપાત દંડક બોલીને વંદે છે – ચૈત્યવંદન વિધિથી પ્રતિમાને વાંદે તે પ્રસિદ્ધ છે. નમસ્કાર-પછી પ્રણિધાનાદિયોગથી અથવા વિરતિવાળાને જ. - x - અથવા વંદન-સામાન્યથી, નમસ્કાઆશય વૃદ્ધનું ઉત્થાન. અહીં તત્વ તો ભગવંત પરમઋષિ કેવલી જ કહી શકે. વાંદી-નમીને સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં જાય છે, ત્યાં દિવ્ય જળધારા વડે અભિમુખ સિંચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી પાંચ અંગુલિ તલ દઈને, પંચવર્તી પુષ્પો વડે પુછ્યુંજોપચાર યુક્ત કરે છે, કરીને ધૂપ આપે છે. ૨૧૭ ત્યારપછી જ્યાં દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી લઈને તેનાથી દ્વારશાખા, શાલભંજિકા, વ્યાલ રૂપકને પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચે છે. ગોશીર્ષ ચંદનથી ચર્ચે છે. પુષ્પાદિ આરોપે છે, ધૂપદાન કરે છે. પછી દક્ષિણ દ્વારથી નીકળીને જ્યાં દક્ષિણ દિશાનો મુખમંડપ છે, ત્યાં બહુમધ્યદેશ ભાગે આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી બહુ મધ્યદેશ ભાગને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીર્ષ ચંદન વડે પંચાંગુલિતલથી મંડલ આલેખે છે. કચગ્રાહવત્ પંચવર્તી પુષ્પોનો ઉપચાર કરે છે. કરીને ધૂપ દે છે. પછી દક્ષિણના મુખમંડપના પશ્ચિમ દ્વારે જાય છે. જઈને મોરપીંછીથી પ્રમાર્કે છે. મોરપીંછીથી દ્વારશાખ, શાલભંજિકા, વ્યાલરૂપને પ્રમાર્જે છે. જળધારા વડે સીંચે છે ઈત્યાદિ - ૪ - પછી દક્ષિણના મુખમંડપના ઉત્તર દ્વારે જાય છે જઈને પૂર્વવત્ દ્વારાર્યનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના પૂર્વ દ્વારે જાય છે. જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે જઈને પૂર્વવત્ પૂજા કરીને તે દ્વારેથી નીકળીને દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપમાં જ્યાં દક્ષિણના પ્રેક્ષામંડપનો બહુમધ્ય દેશ ભાગ છે, જ્યાં વજ્રમય અક્ષપાટક છે અને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી અક્ષપાટકાદિ પ્રમાર્જે છે પ્રમાઈને (109) E :\Maharaj Saheib\Adhayan-19\Book-19C\ PROOF-1) સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જળધારા વડે સીંચીને ચંદન ચર્ચા, પુષ્પપૂજા અને ધૂપદાન કરે છે. ત્યારપછી દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપના ઉત્તર દ્વારે આવે છે, આવીને પૂર્વવત્ દ્વાર અનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપનું પૂર્વ દ્વાર છે, ત્યાં આવે છે. આવીને પૂર્વદ્વારની અર્ચનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપનુ દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને ત્યાં પૂજા કરે છે. પછી જ્યાં દક્ષિણ દિશાનો ચૈત્યસ્તંભ છે ત્યાં જાય છે જઈને સ્તૂપ અને મણિપીઠિકાને મોરપીંછી વડે પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચે છે. સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચા કરે છે. પુષ્પાદિ આરોહણ કરે છે, ધૂપદાનાદિ કરે છે. ત્યારપછી જ્યાં પાશ્ચાત્ય મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને જિનપ્રતિમા જોતાં જ પ્રણામ કરે છે ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ નમસ્કાર કરીને જ્યાં ઉત્તરની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને ત્યાં પણ યાવત્ નમસ્કાર કરીને, જ્યાં પૂર્વની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે આવીને પૂર્વવત્ યાવત્ નમસ્કાર કરીને જ્યાં દક્ષિણની જિનપ્રતિમા છે, ત્યાં પૂર્વવત્ બધું જ તે પ્રમાણે કરવું યાવત્ નમસ્કાર કરીને દક્ષિણના ચૈત્યવૃક્ષે જાય છે. ચૈત્યવૃક્ષે જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને જ્યાં મહેન્દ્રધ્વજ છે, ત્યાં જાય છે. જઈને પૂર્વવત્ અર્નિકા કરીને જ્યાં દક્ષિણની નંદા પુષ્કરિણી છે, ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને તોરણ, ત્રિસોપાન પ્રતિરૂપક, શાલભંજિકા, વ્યાલરૂપકને પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી અર્ચે છે ઈત્યાદિ પૂર્વવત્. ૨૧૮ ત્યારપછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરીને જ્યાં ઉત્તર નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને બધું પૂર્વવત્ કરે છે. કરીને ઉત્તરના માહેન્દ્રધ્વજે પછી ચૈત્યવૃક્ષ, પછી ચૈત્યસ્તૂપ, પછી પશ્ચિમ-ઉત્ત-દક્ષિણ જિનપ્રતિમાની પૂર્વવત્ બધી વક્તવ્યતા કહેવી. પછી ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડળે આવે છે. ત્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપવત્ સર્વ વક્તવ્યતા કહેવી. પછી ઉત્તર દ્વારેથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે. ત્યાં પણ દક્ષિણના મુખમંડપવત્ બધું કરીને ઉત્તર દ્વારેથી નીકળીને સિદ્ધાયતનના પૂર્વદ્વારે જાય છે. ત્યાં પૂર્વવત્ પૂજા કરી. પૂર્વના મુખમંડપના દક્ષિણાદિ ત્રણે દ્વારે ક્રમથી પૂજા કરી પૂર્વ દ્વારથી નીકળી, પૂર્વપ્રેક્ષા મંડપમાં જઈને પૂર્વવત્ પૂજા કરે છે. પછી પૂર્વ પ્રકારથી ક્રમથી ચૈત્યસ્તૂપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, મહેન્દ્ર ધ્વજ, નંદા પુષ્કરિણીની પૂજા કરી પછી સુધાભામાં પૂર્વદ્વારેથી પ્રવેશે છે. ત્યાં મણિપીઠિકાએ જાય છે, જઈને જિનઅસ્થિ જોઈને પ્રણામ કરે છે. પછી માણવક ચૈત્ય સ્તંભમાં વજ્રમય ગોળ-વૃત્ત-સમુદ્ગક પાસે આવીને સમુદ્ગકો ગ્રહણ કરીને, ઉઘાડીને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી જળધારાથી સીંચે છે, સીંચીને ગોશીર્ષ ચંદનથી લીધે છે. પછી પ્રધાન ગંધ-માળાથી અર્ચા કરી ધૂપ પ્રગટાવે છે. પછી ફરી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy