SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 3/જ્યો/૩૧૮ થી ૩૨૧ ૧૨૯ આ - પુપ વડે અર્ચનીય, વિશિષ્ટ સ્તોગથી સ્તોતવ્ય તે વંદનીય, વસ્ત્રાદિથી પૂજનીય ઈત્યાદિ જાણવું. ૪૦૦૦ સામાનિક પછી ચાવતુ શબ્દથી ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ઘણાં જ્યોતિક દેવ-દેવી સાથે સંપરિવૃત્ત. - x • x • સૂર્યની અણમહિષીઓ ચાર છે - સૂર્યપ્રભા, આતપાભા, અચિમલી, પ્રભંકરા. શેષ ચંદ્રવત્ કહેવું. • સૂત્ર-૩૨૨ - ભગવના ચંદ્ર વિમાનમાં દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છેસ્થિતિષદમાં છે તેમ (કાવત) તારા સુધી કહેવું. • વિવેચન-૩૨૨ - ભદંત! ચંદ્રવિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ - ૪ - ઉત્કૃષ્ટથી એક લાખ અધિક પલ્યોપમ. ચંદ્રવિમાનમાં જ ચંદ્ર દેવ ઉત્પન્ન થાય છે. બીજા તેના સામાનિક અને આત્મરક્ષક આદિ છે. સામાનિક અને આત્મરક્ષક દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરોક્ત છે. ભદેતા ચંદ્ર વિમાનમાં દેવીની સ્થિતિ કેટલી છે ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટથી સાધિક અદ્ધ પલ્યોપમ. - - - એ પ્રમાણે સૂર્યાદિ વિમાન વિષયક સ્થિતિ-સૂત્રો કહેવા. સૂર્ય વિમાનમાં દેવોની જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ અધિક પલ્યોપમ. દેવીની જઘન્ય ચતુભગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી અદ્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક. ગ્રહવિમાનના દેવોની ઉત્કૃષ્ટથી પલ્યોપમ, દેવીની ઉત્કૃષ્ટથી અદ્ધ પલ્યોપમ. નગવિમાનના દેવોની ઉત્કૃષ્ટ અદ્ધ પલ્યોપમ, દેવીની ઉત્કૃષ્ટ સાધિક ચતુભગ પલ્યોપમ. તારાવિમાને જઘન્ય અટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચતુભગ પલ્યોપમ. દેવીની જઘન્ય અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાધિક અeભાગ પલ્યોપમ. • સૂત્ર-૩૨૩ - ભગવાન! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નડ્ડઝ, તારામાં કોણ કોનાથી અથ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમાં ચંદ્ર અને સૂર્ય આ બંને તુલ્ય છે, તેનાથી સંખ્યામાં નક્ષત્રો, તેનાથી સંખ્યાલગણાં ગ્રહો, તેનાથી સંખ્યાતગણાં તારા છે. • વિવેચન-૩૨૨,૩૨૩ - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલ્પ અને કોણ કોનાથી વધુ છે ? કોણ કોનાથી તુચ છે ? કોણ કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! ચંદ્ર-સૂર્ય બંને પરસ્પર તલ્ય છે. કેમકે પ્રતિદ્વીપમાં અને સમુદ્રમાં ચંદ્ર-સૂર્યોની સંખ્યા સમ છે. બાકીના ગ્રહાદિથી થોડાં છે. તેનાથી નક્ષત્રો સંખ્યાલગુણા છે કેમકે અઠ્ઠાવીશગણા થાય. તેનાથી ગ્રહો સાધિક ત્રણ ગણાં હોવાથી સંખ્યાલગણાં છે, તારા સંખ્યાલગણાં છે. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ - પ્રતિપત્તિ-૩-જ્યોતિક ઉદ્દેશો પૂર્ણ ૧૩૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પ્રતિપત્તિ-૩-વૈમાનિક ઉદ્દેશો-૧ @ - X - X - X - X - X - o જ્યોતિક વક્તવ્યતા કહી, હવે વૈમાનિક વક્તવ્યતા• સૂત્ર-૩૨૪ - ભગવન! વૈમાનિક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? વૈમાનિક દેવો કયાં વસે છે ? સ્થાનપદમાં છે તેમ બધું જ કહેવું, વિશેષ એ કે શુક [અચુત-] દેવલોક સુધી દાનું કથન કરવું. બીજા પણ ઘણાં સૌધર્મકાવાસી દેવો અને દેવીઓ ચાવતું વિચરે છે. • વિવેચન-૩૨૪ - વૈમાનિક દેવોના વિમાન ક્યાં છે ?, વૈમાનિક દેવો ક્યાં વસે છે ? ભગવંતે કહ્યું - આ રક્તપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી - રુચકોપલક્ષિતથી ઉપર ચંદ્ર-સૂર્યાદિની પણ ઉપર ઘણાં યોજન, ઘણાં કોડાકોડી યોજનો ઉંચે બુદ્ધિથી જઈને આ સાદ્ધરજૂ - x • આ સાદ્ધ ક્રૂ ઉપલક્ષિત ક્ષેત્રમાં ઈષ પ્રામારાથી પર્વે સૌધર્મ, ઈશાનથી અનુતર સુધીના સ્થાનમાં વૈમાનિકોના ૮૪,૯૬,૦૨૩ વિમાનો છે. આ સંખ્યા બગીશ, અઠ્ઠાવીશ, બાર, આઠ એ બધાંના સરવાળાથી આવે છે. તે વિમાનો સર્વરનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કટક છાયા ચાવતુ અભિરૂપ છે. ઉક્ત વિમાનોમાં ઘણાં વૈમાનિક દેવો વસે છે. જેમકે - સૌધર્મ, ઈશાન ચાવત્ શૈવેયક, અનુવર, * ** આ દેવો કેવા છે ? સૌધર્મથી અય્યત સુધીના યથાક્રમે મૃગ, મહિષ, વરાહ, સહ, છગલ, દર, હય, જગપતિ, ભુજંગ, ખગ, વૃષભ અને વિડિમના પ્રકટ ચિહ્નથી યુક્ત મુગટના ધારક છે. જેમકે સૌધર્મદિવો મૃગરૂપ પ્રકટિત ચિહ્ન મુગટવાળા ચાવત્ અશ્રુતકા દેવો વિડિમ મુગટ ચિલવાળા - મુગટ કિરિટધારી છે. શ્રેષ્ઠ કુંડલ વડે ઉધોતીત મુખવાળા, મુગટ વડે દીપ્ત મસ્તકવાળા, લાલવર્ણના છે, તેને જ વિશેષથી કહે છે - પા પત્રવતુ ગૌર, પરમપ્રશસ્ય શુભ વર્ણ-ગંધસ્પર્શવાળા, ઉત્તમ વિકુવાના આચારવાળા, વિવિધ શુભથી શુભતર વસ્ત્રો અને માલ્યને ધારણ કરવાના સ્વભાવવાળા, મહદ્ધિક, મહાધુતિક, મહાયશવાળા, મહાબલવાળા, મહાનુભાગ, મહાસગવાળા તથા હારવિરાજિત વાવાળા ચાવતું લટકતી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય એવા વણ-ગંધ-સ્પર્શ-સંઘયણ-સંસ્થાનઋદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-અર્થી-તેજ-લેશ્યા ઈત્યાદિ યુક્ત હતા. તે વૈમાનિક દેવો શકથી અશ્રુત પર્યન્ત સ્વ-રવ કલામાં પોત-પોતાના લાખો વિમાનો, હજારો સામાનિકો, બાયઅિંશકો, લોકપાલો, સપરિવાર પ્રેમહિણીઓ, સૈન્યો, સેનાધિપતિઓ, હજારો આત્મરક્ષક દેવો, બીજા ઘણાં દેવો-દેવીઓનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારકત્વ, આજ્ઞા-ઈશર સેનાપત્ય કરતા, પાળતા આદિથી વિચરે છે. 19/9]
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy