SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપ|૧૯૬ થી ૩૦૦ ૧૧૩ ૧૧૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અહીં અર્થ સહિત કહેવી. વિશેષ એ કે- વાપી આદિ ક્ષીરોદક પરિપૂર્ણ છે. પર્વતાદિ વજમય છે. અશોક અને વીતશોક બે દેવો છે. - x • અરુણદ્વીપને ઘેરીને અરુણોદ સમુદ્ર રહેલ છે. તે વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. ક્ષોદોદકસમુદ્ર કથનવતુ અહીં પણ બધું કહેવું. માત્ર અહીં સુભદ્ર, સુમનોભદ્ર બે દેવો કહેવા. * * * * - અરુણોદ સમુદ્રને અરણવરનામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ તે જ વકતવ્યતા કહેવી. માત્ર અણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર દેવો કહેવા. નામોત્પત્તિ સ્વયં કહેવી. અણવરદ્વીપને અરુણવરોદ સમુદ્ર ઘેરીને રહેલ છે. અહીં પણ પૂર્વવત, માત્ર અણવર અને અરુણમહાવર બે દેવ કહેવા. અણવરોદ સમુદ્રને અરણવરાવભાસ નામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ ક્ષોદવરદ્વીપવ વક્તવ્યતા છે. માત્ર અણવરાવભાસભદ્ર સમુદ્ર ઘેરીને રહેલ છે. વક્તવ્યતા અહીં પણ ક્ષોદોદ સમુદ્રવત્ છે. માત્ર અરુણવાવભાસવર અને અરુણવરાવભાસમહાવર નામે દેવ છે. આ રીતે અરુણદ્વીપ અને સમુદ્ર ટિપત્યાવતાર કહ્યા છે આ રીતે- અરુણદ્વીપ - અરુણસમુદ્ર, અર્ણવરદ્વીપઅરુણવર સમુદ્ર, અર્ણવાવભાસ દ્વીપ-સમુદ્ર. આ પ્રમાણે કુંડલ હીપ-કુંડલ સમુદ્રના ત્રિપ્રત્યાવતાર કહેવા. જેમકે અરણવરાવભાસ સમુદ્રને ઘેરીને કુંડલદ્વીપ છે. ઈત્યાદિ વક્તવ્યતા સૂત્રાર્થ મુજબ જાણવી. દેવોના નામોની ભિન્નતા પણ સૂત્રના અર્થમાં કહી જ છે, માટે પુનરુક્તિ કરતા નથી. કુંડવરાવભાસ સમુદ્રને ઘેરીને ચકદ્વીપ રહેલ છે. - X - X - ચક દ્વીપસમુદ્રનો પણ બિપચાવતાર જાણવો. યકવર હીપ-સમુદ્ર, ચકવાવભાસ હીપસમુદ્ર. બધી વક્તવ્યતા અને દેવોના નામ સૂત્રાર્થમાં લખી જ દીધા છે. માટે તે વૃત્તિના અનુવાદ થકી અહીં પુનરુક્તિ કરતા નથી. અન્યત્ર પણ જોવા મળે છે કે – જંબૂદ્વીપ, લવણ, ઘાતકી, કાલોદ, પુષ્કર, વરણ, ક્ષીર-ગૃત-ક્ષોદ-નંદી, અરુણવર, કુંડલ, ટુચક. એટલે તેને અહીં વર્ણવ્યા. અહીંથી આગળ લોકમાં જે શંખ, વજ, કળશ, શ્રીવસ આદિ શુભ નામો છે, તે નામના હીપ-સમુદ્રો જાણવા. તે બધાં ત્રિપ્રત્યાવતાર છે. અપાંતરાલમાં ભુજગવર, કુશવર અને કૌંચવર છે. તથા જે કોઈ આભરણના નામો છે – હાર, અદ્ધહાર આદિ જે વસ્તુના નામો છે - આજિનાદિ, જે ગંધ નામો - કોઠાદિ, જે ઉત્પલ નામો - જલરુહ પ્રમુખ, તિલક વગેરે જે વૃક્ષના નામો, જે પૃથ્વીઓના ૩૬-ભેદ ભિન્ન નામો, ચક્રવર્તીની નવ નિધિ, ચૌદરત્નો, વર્ષધર પર્વતો, કહો, નદી, અંતર્નાદી, વિજયો, વક્ષસ્કાર પર્વતો, કાપો, ઈન્દ્રો, કુ, આવાસ, કૂટ, નાગો, ચંદ્ર-સૂર્યોના નામો, તે બધાં જ ઝિપ્રત્યાવતાર કહેવા. એ પ્રમાણે હારદ્વીપ-હારોદસમુદ્ર, હારવરદ્વીપ-હારવર સમુદ્ર, હાસ્વરાવભાસદ્વીપહારવરાવભાસ સમુદ્ર. હીપ-સમુદ્ર વક્તવ્યતા પૂર્વવતું. દેવોના નામ પ્રાર્થમાંથી જાણવા. એ પ્રમાણે બાકીના પણ આભરણ નામના બિપત્યવતાર કહેવા – અદ્ધહાર દ્વીપ, અદ્ધહાર સમુદ્ર આદિ. કનકાવલિદ્વીપ, કનકાવલિ સમુદ્ર આદિ. રજનાવલિ [198] દ્વીપ, રત્નાવલિ સમુદ્ર આદિ. મુક્તાવલી દ્વીપ, મુક્તાવલી સમુદ્ર આદિ. બધાં બિપત્યાવતાર કહેવા, વસ્તુની વિચારણામાં - આજિન દ્વીપ, આજિન સમુદ્ર આદિ. દેવ વિચારણામાં અદ્ધહાર દ્વીપમાં અર્ધહારભદ્ર અને અદ્ધહારમહાભદ્ર બે દેવ છે. અદ્ધહાર સમુદ્રમાં અદ્ધહાસ્વર અને અર્ધ્વહારમહાવર દેવ છે. એ રીતે પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં તેના-તેના નામ પ્રમાણે આગળ ભદ્ર-મહાભદ્ર, વર-મહાવર લગાડતા તેના-તેના દેવોના નામ પ્રાપ્ત થાય છે. જેમકે - રત્નાવલિ દ્વીપમાં - રત્નાવલીભદ્ર અને રત્નાવલીમહાભદ્ર દેવ છે ઈત્યાદિ -x - આજિન સમુદ્રમાં – જિનવર અને આજિનવરમહાવર ઈત્યાદિ. • x • આ પ્રમાણે બિપ્રત્યાવતાર દેવોના નામો કહેવા. ચાવત્ સૂર્યદ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યવરદ્વીપ-સૂર્યવરસમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ, સૂર્યવરાવભાસ સમુદ્ર. આ જ નામથી દેવોના નામો કહેવા. *X - X • સૂર્યવરાવભાસ સમુદ્ર પછી દેવદ્વીપ છે. ભણવના દેવ દ્વીપ શું સમયકવાલ સંસ્થિત છે કે વિષમ ચકવાલ સંચિત ? ગૌતમ! સમચક્રવાલ સંસ્થિત છે. ભગવદ્ ! દેવહીપનો ચકવાત વિકુંભ અને પરિધિ કેટલા છે? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન ચક્રવાલ વિઠંભ છે અને અસંખ્યાત લાખ યોજન પરિધિ છે. તે એક પાવર વેદિકા, વનખંડથી પરિક્ષિત છે. * * * * • દેવદ્વીપના કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર, વિજય આદિ. ભદંતા દેવહીપનું વિજય દ્વાર ક્યાં છે ? ગૌતમ! દેવદ્વીપ પૂર્વાદ્ધ પર્યન્ત અને પૂર્વાદ્ધ દેવસમુદ્રની પશ્ચિમ દિશામાં ત્યાં વિજયદ્વાર છે. પ્રમાણ અને વર્ણક જંબૂદ્વીપના વિજયદ્વારવતું. નામનો અર્થ પણ પૂર્વવતું. ભણવ ! વિજય દેવની વિજયા રાજધાની ક્યાં છે ? જંબૂહીપના વિજયદ્વારાધિપતિ વિજય દેવની જેમ કહેવી. આ પ્રમાણે બાકીના ત્રણે દ્વારા કહેવા, જયોતિક બધાં અસંખ્યાતો કહેવા. દેવો-દેવભદ્ર - દેવમહાભદ્ર કહેવા. બાકી બધું અરુણદ્વીપવત. દેવસમુદ્ર, દેવદ્વીપને ઘેરીને રહેલ છે. સમયકવાલ આદિ સૂમો પૂર્વવતુ. વિશેષ છે કે દેવસમુદ્રનું વિજયદ્વાર દેવોદ સમુદ્ર પૂર્વાદ્ધ પર્યન્ત અને પૂર્વાદ્ધિ નાગદ્વીપની પશ્ચિમે છે. રાજધાની વિજયદ્વારની પશ્ચિમે દેવસમુદ્રમાં તિછ અસંખ્યાત લાખ યોજન જઈને કહેવી. આ પ્રમાણે વૈજયંતાદિ દ્વારા કહેવા. -x• નાગદ્વીપની જેમ નાગસમુદ્ર, યક્ષદ્વીપભ્યાસમુદ્ર, ભૂતદ્વીપ-ભૂતસમુદ્ર કહેવા. માત્ર દેવના નામ દ્વીપ-સમુદ્રવ કહેવા. સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર, સ્વયંભૂરમણમહાભદ્ર દેવો છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર અને સ્વયંભૂમહાવર દેવો છે. આ દેવ આદિ પાંચપાંચ દ્વીપ અને પાંચ-પાંચ સમુદ્રમાં ગિપ્રત્યવતારતા નથી. તેને એક એક જ કહેવા. ચૂર્ણિકારે પણ કહ્યું છે - દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂરમણ - આ પાંયે એક જ જાણવા. નંદીશ્વરદ્વીપથી સ્વયંભૂરમણદ્વીપ સુધી વાપી, પુષ્કરિણી અને દીધિંકા ક્ષોદોદક પરિપૂર્ણ કહેવા. પર્વતાદિ બધાં સંપૂર્ણ વજમય. નંદીશ્વર સમુદ્રથી ભૂત સમુદ્ર પર્યન્ત બધાંનું જળ ઈક્ષરસ સમાન કહેવું. સ્વયંભૂરમણ સમુદ્રનું પુષ્કરોદ સર્દેશ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy