SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 3/દ્વીપ /૨૨૪ થી ૨૨૭ ધાતકીખંડ દ્વીપના પશ્ચિમ પર્યો અને પશ્ચિમાદ્ધ કાલોદ સમુદ્રની પૂર્વે શીતોદા મહાનદીની ઉપર ધાતકીખંડદ્વીપનું જયંત નામે દ્વાર છે. તે પણ જંબુદ્વીપના જયંત માફક કહેવું. - ૪ - ધાતકીખંડ દ્વીપના ઉત્તર પર્યન્તે અને દક્ષિણાદ્ધ કાલોદ સમુદ્રની દક્ષિણથી અહીં ધાતકીખંડ દ્વીપનું અપરાજિત નામે દ્વાર છે. તે પણ જંબૂદ્વીપના અપરાજિત માફક કહેવું, " x - ધાતકીખંડદ્વીપના દ્વારોનું પરસ્પર અબાધા અંતર-૧૦,૨૭,૭૩૫ યોજન છે. તે કહે છે – એકૈંક દ્વારના દ્વારશાખ સહિત જંબુદ્વીપ દ્વારની જેમ પૃથુત્વ સાડા ચાર યોજન છે. ચાર દ્વારનું ૧૮ યોજન થાય. અનંતરોક્ત પરિધિ ૪૧,૧૦,૯૬૧ શોધિત કરતા શેષ રહેશે ૪૧૧૦ ૯મું યોજન. તેને ચાર ભાગ વડે ભાંગતા યથોક્ત દ્વારોનું પરસ્પર અંતર પ્રાપ્ત થાય છે. - X - X 99 ધાતકીખંડ દ્વીપને ધાતકીખંડ દ્વીપ કેમ કહે છે ? ભગવંતે કહ્યું – ધાતકીખંડ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ધાતકી વૃક્ષો, ઘણાં ધાતકી વનખંડ, ઘણાં ધાતકીવનો છે. નિત્ય કુસુમિતાદિ છે. ઉત્તકુના પૂર્વાર્ધમાં નીલવંત ગિરિ સમીપે ધાતકી નામે વૃક્ષ અને પશ્ચિમાદ્ધમાં મહાધાતકી વૃક્ષ રહેલ છે. તે જંબૂવૃક્ષવત્ કહેવું. ત્યાં અનુક્રમે સુદર્શન અને પ્રિયદર્શન બે મહદ્ધિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો રહે છે. તેને ઉપલક્ષીને ધાતકીખંડદ્વીપ કહે છે. હવે ચંદ્રાદિ વક્તવ્યતા – ગૌતમ ! ધાતકીખંડમાં ત્રણે કાળમાં બાર ચંદ્રો, બાર સૂર્યો, ૩૩૬ નક્ષત્રો છે. કેમકે એક એક ચંદ્રનો પરિવાર ૨૮-નક્ષત્રો છે તથા ૧૦૫૬ મહાગ્રહો છે. કેમકે એકૈક ચંદ્રના પરિવારમાં ૮૮ મહાગ્રહો હોય. ૮,૦૩,૩૦૦ કોડાકોડી તારાગણ છે. આ પણ એક ચંદ્રનો પરિવારને હિસાબે બાર વડે ગુણીને જાણવું. હવે કાલોદ સમુદ્ર વક્તવ્યતા – • સૂત્ર-૨૨૮ થી ૨૩૪ : [૨૮] કાલોદ નામે સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ધાતકીખંડ દ્વીપને ચોતરફથી ઘેરીને રહેલો છે. કાલોદ સમુદ્ર શું સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે ? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી. ભગવન્ ! કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિભ્રંભ અને પરિધિ કેટલાં પ્રમાણ છે ? ગૌતમ ! આઠ લાખ યોજન ચક્રવાલ વિકુંભ છે અને પરિધિ ૯૧,૧૩,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. તે એક પાવર વેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે. ભગવન્ ! કાલોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે? ગૌતમ ! ચાર દ્વારો. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. ભગવન્ ! કાલોદ સમુદ્રનું વિજય દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના પૂર્વ પૂર્યા અને પૂર્વ પુષ્કરવર દ્વીપની પશ્ચિમે સીતૌદા મહાનદીની જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ --- ઉપર અહીં કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. આઠ યોજન પ્રમાણ પૂર્વવત્ યાવત્ રાજધાની (કહેવી). • ભગવન્ ! કાલોદસમુદ્રનું તૈયંત દ્વાર કયાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદસમુદ્રના દક્ષિણ પર્યો અને દક્ષિણા પુષ્કરવદ્વીપની ઉત્તરે આ વૈજયંત દ્વાર છે. ભગવન્ ! કાલોદ સમુદ્રનું જયંત નામક દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનો પશ્ચિમ પર્યન્ત, પશ્ચિમા પુષ્કરવરદ્વીપની પૂર્વે શીતા મહાનદી ઉપર યંતદ્વાર છે. st ભગવન્ ! કાલોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના ઉત્તરાદ્ધ પર્યન્ત, ઉત્તરાદ્ધ પુષ્કરવરદ્વીપની દક્ષિણે આ અપરાજિત દ્વાર છે. બાકી પૂર્વવત્ ભગવન્ ! કાલોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ ! .... [૨૨] ૨૨,૯૨,૬૪૬ યોજન અને ત્રણ કોશ.... [૩૦] એક દ્વારથી બીજા દ્વારનું અંતર કહેલ છે. ભગવન્ ! કાલોદ સમુદ્રના પ્રદેશો પુષ્કરવરદ્વીપને સ્પર્શે છે. એ જ રીતે પુષ્કરવરદ્વીપના પ્રદેશો વિશે પણ સમજવું. એ પ્રમાણે પુષ્કરવરદ્વીપના જીવો મરીને આદિ પૂર્વવત્ કહેવું. ભગવન્ ! કાલોદ સમુદ્રને કાલોદ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ! કાલોદ સમુદ્રનું પણ આવાધ, માંસલ, પેશલ, કાળનું છે. અડદની રાશિના વર્ણનું છે. સ્વાભાવિક ઉદકરસવાળું છે. ત્યાં કાલ અને મહાકાલ એ બે મહર્ષિક યાવત્ પલ્યોપમસ્થિતિક દૈવ વસે છે. તેથી ગૌતમ ! તેનું ‘કાલોદ' એવું નામ છે. યાવત્ આ નામ નિત્ય છે. ભગવન્ ! કાલોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રકાશ્યા હતા, પ્રકાશે છે, પ્રકાશશે?, ગૌતમ ! કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્રો છે. [૩૧] ૪૨ ચંદ્રો, ૪૨ સૂર્યો કાલોદધિમાં સંબદ્ધ લેશ્યાવાળા વિચરણ કરે છે... [૨૩૨] ૧૧૭૬ નક્ષત્રો અને ૩૬૯૯ મહાગ્રહો છે... [૨૩૩] ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ... [૩૪] શોભતો હતો, શોભે છે અને શોભશે. • વિવેચન-૨૨૮ થી ૨૩૪ ઃ ધાતકીખંડ પૂર્વવત્. કાલોદ સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. ધાતકીખંડને ચોતફથી વીંટીને રહેલ છે. - x - કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિષ્ફભ આઠ લાખ યોજન છે અને પરિધિ ૯૧,૧૭,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક છે. ૧૦૦૦ યોજન ઉદ્વેધ છે. વૃત્તિકારે અહીં બે ગાથા પણ આ સંબંધે મૂકી છે. કાલોદ સમુદ્ર એક પાવરવેદિકા જે આઠ યોજન ઉંચી છે, તે અને એક વનખંડથી ચોતરફથી સંપરિક્ષિપ્ત છે. - X - ભદંત! કાલોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે? ગૌતમ! ચાર દ્વારો છે -
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy