SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપ/૨૦૯ થી ૨૧૬ વિચારવું. વિશેષ એ - જંબૂદ્વીપની પૂર્વ દિશામાં કહેવું. પ્રાસાદાવતંસકો કહેવા, તેની લંબાઈ આદિ પૂર્વવતુ. નામ વિચારણા – જે કારણથી નાની વાવડી આદિમાં ઘણાં ઉત્પલ યાવતુ સહસપત્ર ચંદ્રવર્ણવાળા છે અને મહર્બિક એવા જ્યોતિપેન્દ્ર જ્યોતિરાજા બે ચંદ્રો પલ્યોપમસ્થિતિક ત્યાં વસે છે. તે બંને ચંદ્રો પ્રત્યેક ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, પોતાનો ચંદ્રદ્વીપ, પોતાની ચંદ્રા રાજધાની, તે રાજધાનીના બીજા અનેક જ્યોતિક દેવ-દેવીનું આધિપત્યાદિ કરતા વિચરે છે. ત્યાં રહેલ ઉત્પલાદિની ચંદ્રાકારત્વ, ચંદ્રવર્ણવ અને ચંદ્રદેવવામીત્વથી તે બંને ચંદ્રદ્વીપ છે તે ચંદ્રદ્વીપની ચંદ્રા નામે રાજધાની છે. ચંદ્રીપથી પૂર્વ દિશામાં તીછ જતા, • x • વિજયા રાજધાની સર્દેશ કહેવી. એ પ્રમાણે જંબૂઢીગત સૂર્યના સૂર્યદ્વીપ પણ કહેવા. વિશેષ એ કે - જબૂદ્વીપની પશ્ચિમમાં લવણ સમુદ્રમાં જતા, એમ કહેવું. રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમમાં બીજા જંબૂદ્વીપમાં કહેવી. બાકી બધું ચંદ્રતીષવતું. - X - હવે લવણ સમુદ્રગત ચંદ્ર-સૂર્યની વક્તવ્યતા - લવણમાં થાય તે લાવણિક, અત્યંતર લાવણિક - X X - જંબૂદ્વીપની પૂર્વમાં લવણસમુદ્ર ૧૨,000 યોજન જઈને ત્યાં અત્યંતર લાવણિક બે ચંદ્રના બે ચંદ્રદ્વીપ છે. ઈત્યાદિ જંબૂદ્વીપના ચંદ્રના ચંદ્રદ્વીપવતું બધું કહેવું. માત્ર રાજધાનીઓ પોતાના દ્વીપની પૂર્વદિશામાં બીજા લવણસમુદ્રમાં જાણવી. એ પ્રમાણે અત્યંતર લાવણિક સૂર્યના સૂર્યદ્વીપ પણ કહેવા. વિશેષ એ - તે બંને જંબૂતીપની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્ર પ્રતિ કહેવા. રાજધાની પણ સ્વકીયદ્વીપની પશ્ચિમે કહેવી. ભદેતા! બાહ્યલાવણિક બંને ચંદ્રના ચંદ્ર દ્વીપ ? બાહ્ય લાવણિક - લવણ સમુદ્રમાં શિખાની બહાર ચરતા બંને ચંદ્ર. તે લવણ સમુદ્રના પૂર્વીય વેદિકાંત પૂર્વે લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨,000 યોજન ગયા પછી છે. તે બંને ધાતકી ખેડદ્વીપની દિશામાં ૮દા યોજના ઈત્યાદિ સૂત્રાર્થવ કહેવું. આ પ્રમાણે બાણ લાવણિક સૂર્યના સૂર્યદ્વીપો કહેવા. માત્ર અહીં લવણ સમુદ્રના પશ્ચિમ વેદિકાંતથી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજન જઈને - એમ કહેવું. રાજધાની સ્વીપની પશ્ચિમે. હવે ધાતકીખંડના ચંદ્ર-સૂર્ય દ્વીપોની વક્તવ્યતા. ધાતકીખંડમાં બાર ચંદ્રો છે. ઘાતકીખંડ દ્વીપની પૂર્વ દિશામાં કાલોદ સમુદ્રને ૧૨,000 યોજન અવગાહ્યા પછી ધાતકીખંડના ચંદ્રોના ચંદ્રતીપ નામે દ્વીપો છે. વક્તવ્યતા જંબૂલીપના ચંદ્રતીપ સમાના છે. વિશેષ એ - તે બધી દિશામાં જળથી ઉંચે બે કોશ છે. કેમકે ત્યાં પાણીનું સર્વત્ર સમપણું છે. રાજધાનીઓ પણ તેના પોતાના દ્વીપની પૂર્વમાં તીછ • x • બીજા ઘાતકીખંડ દ્વીપમાં છે. તેની વક્તવ્યતા વિજયા રાજધાનીવતુ છે. આ પ્રમાણે ઘાતકીખંડગત સૂર્યના સૂર્યદ્વીપો પણ કહેવા. માત્ર ધાતકીખંડના પશ્ચિમવેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતાં - કહેવું. રાજધાની પણ પોતાના સૂર્યદ્વીપની પશ્ચિમદિશામાં - ૪ - જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ હવે કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્યની વક્તવ્યતા-કાલોદ સમુદ્રના પૂર્વીય વેદિકાંતથી કાલોદ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨,000 યોજન ગયા પછી છે. તે બધી દિશામાં જળાંતથી ઉંચે બબ્બે કોશ ઉંચા છે. બાકી પૂર્વવતુ. રાજધાની પણ સ્વકીય દ્વીપોની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજના જઈને વિજ્યારાજધાનીવ કહેવું. એ પ્રમાણે કાલોદગત સૂર્યના સૂર્ય દ્વીપો પણ કહેવા. વિશેષ એ કે- કાલોદ સમુદ્રની પશ્ચિમ વેદિકાંતથી કાલોદ સમુદ્રની પૂર્વમાં ૧૨,000 યોજન અવગાહીને એમ કહેવું રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમે બીજા કાલોદમાં કહેવી. એ પ્રમાણે પુકવરદ્વીપના ચંદ્રોના પુકરવરદ્વીપના પૂર્વીય વેદિકાંતથી પુખરોદ સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને આ દ્વીપ કહેવા. રાજધાની પણ પોતાના દ્વીપની પશ્ચિમે • x • બીજા પુકરવરદ્વીપમાં કહેવી. પુકરવરદ્વીપના સૂર્યોના દ્વીપો, પુખરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતથી પુકરવર સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને કહેવા. રાજધાની સ્વદ્વીપની પશ્ચિમેo • x - પુકરવર સમુદ્રના ચંદ્રના ચંદ્રદ્વીપો પુકરવર સમુદ્રના પૂર્વીય વેદિકાંતથી પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને જાણવું. રાજધાની પોતાના હીપની પૂર્વદિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજા પુખરવર સમુદ્રમાં - x • છે. પુકરવા સમુદ્રના સૂર્યના સૂર્યદ્વીપો પુકવર સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વે ૧૨,૦૦૦ યોજના જઈને છે. રાજધાની પૂર્વવત - ૪ - એ પ્રમાણે બાકીના દ્વીપોના ચંદ્રોના ચંદ્રદ્વીપો પૂર્વના વેદિકાંતથી અનંતર સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને કહેવા. સૂર્યોના સૂર્યદ્વીપો પશ્ચિમી વેદિકાંતથી અનંતર સમુદ્રમાં છે. રાજધાનીઓ ચંદ્રોના પોતાના ચંદ્રદ્વીપોથી પૂર્વ દિશામાં અન્ય સર્દેશ નામવાળા દ્વીપમાં છે, સૂર્યોની પણ પોતાના સૂર્યદ્વીપોથી પશ્ચિમ દિશામાં તેમના જ સદેશ નામના બીજા દ્વીપમાં જાણવી. બાકીના સમુદ્રોના ચંદ્રોના ચંદ્રદ્વીપો પોતાના સમુદ્રની પૂર્વીય વેદિકાંતથી પશ્ચિમ દિશામાં સૂર્યોના દ્વીપો પોતાના સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વ દિશામાં ચંદ્રોની રાજધાની પોત-પોતાના દ્વીપોની પૂર્વદિશામાં બીજા સદેશ નામક સમુદ્રમાં છે. સૂર્યોની રાજધાની પોત-પોતાના દ્વીપોની પશ્ચિમ દિશામાં છે. [આગળની રાજધાની વિશે તજજ્ઞ પાસે સમજવું.) હવે દેવદ્વીપાદિમાં રાજધાની પ્રતિ વિશેષ કહે છે - • સૂત્ર-૨૧૩ થી ૧૯ - (ર૧) દેવદ્વીપગત ચંદ્રોના ચંદ્રહપ નામે દ્વીપો ક્યાં છે ? ગૌતમ ! દેવહીપના પૂર્વ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને છે. આ જ કમથી પૂર્વ વેદિકાંતથી વાવતું રાજધાની પોતાના હીપની પૂવેથી દેતદ્વીપ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજનો ગયા પછી આ દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાનીઓ કહેલી છે. દેવદ્વીપના ચંદ્રવ્હીપ માફક સૂર્યના હપ પણ કહેવા. વિશેષ એ - પશ્ચિમી વેદિકાતથી પશ્ચિમે કહેવા અને તે જ સમુદ્રમાં રાજfilનીઓ જાણવી.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy