SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૮૫ ૩૦ જીવાભિગમઉપાંગસત્ર - સટીક અનુવાદ/૩ પ્રત્યર્પણક્ષમ પરસ્પર સંભાષણ, પરમ તૈપુણ્યતા યુક્ત શેષ ઉપચાર તેમાં કુશળ. આ બધાં વિશેષણ સ્વ પતિ પ્રત્યે જાણવા, પરપુરણ પ્રત્યે નહીં. તથા ક્ષેત્ર સ્વાભાવ્યથી પાતળા કામપણા થકી પપુરુષ પ્રતિ એ અભિલાષનો સંભવ છે. પૂવોંકત અને સાથે કહે છે - શ્રેષ્ઠ સ્તન, જઘન, વદન, હાથ-પગ, નયન, લાવાય, વર્ણ ચૌવન વિલાસ યુક્ત. નંદનવને ફરતી અપ્સરા જેવી, જોવામાં આશ્ચર્યકારી, પ્રાસાદીયાદિ પૂર્વવતું. હવે સ્ત્રી-પુરુષ વિશેષ અંતર વિના સામાન્યથી મનુષ્યોના સ્વરૂપને જણાવવાને કહે છે - તે ઉત્તરકુર નિવાસી મનુષ્યો ઓઘપ્રવાહી સ્વરવાળા, હંસની જેમ મધુર સ્વરવાળા, કૌંચની જેમ દીધ-દેશવ્યાપી સ્વરવાળા, એ પ્રમાણે સિંહસ્વરા-દુંદુભિસ્વરાનંદિવરા નંદીની જેમ ઘોષ જેમાં છે તે નંદીઘોષ, પ્રિય સ્વર જેમાં છે તે મંજુસ્વરા. મંજુઘોષા ઈત્યાદિ. પા-કમલ, નીલોત્પલ અથવા પા નામક ગંધ દ્રવ્ય, ઉત્પલકુષ્ઠ, તેમની સુગંધ સદેશ જે નિ:શ્વાસ, તેનાથી સુરભિગંધી વદન જેમનું છે તેવા. ઉદાત્તવણી અને સુકુમારત્વચાયુક્ત. તથા નીરોગી, ઉત્તમ લક્ષણોયુક્ત, કર્મભૂમક મનુષ્યોની અપેક્ષા અતિશાયી, તેથી જ નિપમ શરીર જેમનું છે તેવા. આ જ વાત વિશેષથી કહે છે – જવા લાગે તે જલ, સ્વલા પ્રયત્નથી જે દૂર થાય તેવો આ મલ, તે જલ્લમલ, કલંક-દુષ્ટતિલક કે ચિત્રાદિ, સ્વેદ-પસેવો, રેણુ, માલિત્યકારિણી ચેષ્ટા, તેને વજીને. નિરુપલેપ-મૂત્ર વિઠાદિ ઉપલેપરહિત શરીર જેમનું છે તેવા નિરૂપલેપશરીરી. શરીરની પ્રભાવી ઉઘોતિત અંગ-પ્રત્યંગ જેમના છે તે. અનુકૂળ વાયુવેગશરીર અંતવર્તિ વાયુ વેગ જેમને છે તે અર્થાત વાયુગભરહિત ઉદરમધ્ય પ્રદેશવાળા. • x • કંક-પક્ષી વિશેષ, તેની જેમ ગ્રહણી-ગુદાશય, નીરોગ વચ્ચકતા જેમને છે તે ક્ષો-પક્ષી વિશેષની જેમ આહારનું પરિણમનવાળા. કેમકે કળતર ને જ જઠરાગ્નિથી પત્થર પણ ઓગળી જાય છે, તેવી શ્રુતિ છે. એ પ્રમાણે તેમને અર્ગલા આહાર ગ્રહણ છતાં અજીર્ણ દોષ ન થાય. શનિ-પક્ષીવત પુરીષોત્સર્ગમાં નિર્લેપતા હોય. પણ • અપાન દેશ. પુરષ જેના વડે ઉત્સર્જન કરે તે પુરષોત્સર્ગ. - x x - મુઠ્ઠીમાં ગ્રાહ્ય એવી ઉન્નત કુક્ષિ જેમની છે તેવા. વજsષભ નારાય સંહનનવાળા, સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત. છ હજાર ધનુષ - ત્રણ ગાઉ પ્રમાણ ઉંચા છે. વળી તે ઉત્તરકુરમાં રહેનારા મનુષ્યો ૫૬ પાંસળીવાળા હોય છે તેમ કહ્યું છે. તે ઉત્તરકુરમાં વસતા મનુષ્યો સ્વભાવથી ભદ્રક-બીજાને અનુતાપ હેતુ મનવચન-કાયાની ચેષ્ટા વિનાના, સ્વભાવથી પણ પરઉપદેશથી નહીં તેમ બીજાને ભય ન પમાડનારા. વળી સ્વભાવથી અતિમંદીભૂત ક્રોધ-માન-માયા-લોભવાળા છે. તેથી જ મનોજ્ઞ-સુખાવહ પરિણામ છે, જે માર્દવથી સંપન્ન તે મૃદુ માર્દવ સંપન્ન, કપટ માર્દવયુક્ત નહીં. ચોતરફની બધી ક્રિયામાં ગુપ્ત તે આલીન. ભદ્રક-સંકલ તે ક્ષેત્રોયિત કલ્યાણ ભાગી. વિનીત-મોટા પુરુષને વિનય કસ્વાના સ્વભાવવાળા. અચ્છામણિ કનકાદિ વિષય પ્રતિબંધ હિત. તેથી જ તેમને સંનિધિરૂપ સંચય વિધમાન નથી. શાખાના અંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં સદાકાળને માટે તેમનો વાસ છે, મનોવાંછિત શબ્દાદિ કામોને ભોગવવાના સ્વભાવવાળા તે ઉત્તરકુરવાસીઓ છે. ભગવન ! તે ઉત્તરકુરમાં રહેનારા મનુષ્યોને કેટલો કાળ ગયા પછી આહારેચછા થાય છે ? આહારલક્ષણ પ્રયોજન ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! આઠ ભા ગયા પછી આહારેચ્છા ઉત્પન્ન થાય છે. ભગવત્ ! તે ઉત્તરકુરુવાસીઓ શો આહાર કરે છે ? ગૌતમ ! પૃથ્વી પુષ્પફલકલાવૃક્ષોનો આહાર તેમને છે. ભગવદ્ ! તે પૃથ્વીનો કેવો આસ્વાદ કહ્યો છે ? ગૌતમ લોકમાં પ્રસિદ્ધ એવા • x + x • ગોળ, શર્કરા, મર્ચંડી-ખાંડ શર્કરા, પપેટ મોદક, બિસકંદ, પુષ્પોત્તર, પૌોતર ઈત્યાદિ • x • ચાતુ-ચતુઃ સ્થાન પરિણામ પર્યા, પંડ્રદેશોદ્ભાવ ઈસુચારિણી કાળી ગાયનું જે દૂધ * * * * ઈત્યાદિ તે ચતુઃસ્થાન પરિણામ પર્યન્ત, એ પ્રમાણે જે ચાતુરક્ય ગોક્ષીર ખાંડ ગોળ મર્ચંડી યુક્ત. અહીં ખાંડ આદિ વડે સરસતાને પ્રાપ્ત કરે છે. મંદ અગ્નિ વડે કથિત તે મંદાગ્નિકશિત. અત્યપ્તિ કથિત વિરસ અને વિગંધાદિ થાય છે. તેથી મંદનું ગ્રહણ કર્યું. હવે વદિ અતિશય પ્રતિપાદનાર્થે કહે છે - * સામર્સના અતિશાયીરી અન્યથા વણપાદાન વડે અચાપતિથી યુકત થાય [7] એ પ્રમાણે ગંધ-રસ-સ્પર્શ વડે પણ અતિશાયીપણાથી યુક્ત જાણવું. આવું કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - ભગવન્! શું પૃથ્વીનો આસ્વાદ આવો હોય ? ભગવંતે કહ્યું - ના, આ અર્થ સમર્થ નથી. તે પૃથ્વીનો સ્વાદ, આ ગોળ-શર્કરાદિથી પણ ઈટતર છે, યાવત શબ્દથી કાંતતર, પ્રિયતર, મણામતર એવો આસ્વાદ કહ્યો છે, તેમ જાણવું. પુષ્પ, ફળ આદિના આસ્વાદને પૂછતાં કહે છે – ગૌતમ ! જેમ કોઈ રાજા હોય, તે લોકમાં કેટલાંક દેશનો અધિપતિ થાય, પછી ચાતુરંત ચક્રવર્તી - x • રાજા થાય. તેના એકાંત સુખાવહ ભોજન, જે લાખ મુદ્રાથી નિષ્પન્ન થાય, તે વર્ણ-ગંધરસ અને સ્પર્શથી અતિશયવાળું હોય છે. સામાન્યથી આસ્વાદનીય અને વિશેષથી તેના રસના પ્રકઈને આશ્રીને દીપનીય-અગ્નિવૃદ્ધિકર હોય. તેમાં જઠરાગ્નિને દીપ્ત કરે તે દીપનીય. એ રીતે ઉત્સાહવૃદ્ધિ હેતુથી દર્પણીય. મન્મથના જનનથી મદનીય, ધાતુ ઉપચકારીવથી વૃંહણીય, સર્વે ઈન્દ્રિય અને ગામને પ્રહાદનીય હોય છે • x • ત્યારે ગૌતમે કહ્યું – શું આવો તે પુણ્ય ફળોનો આસ્વાદ છે ? ના, આર્થ સમર્થ નથી. તે પુણ્યફળોનો સ્વાદ, તેનાથી ઈષ્ટતર છે. ભગવદ્ ! અનંતરોક્ત આહાર કરીને તે મનુષ્યો ક્યાં વસે છે ? ક્યાં રહે છે ? ગૌતમ! વૃક્ષરૂપ ગ્રહ આશ્રય જેમને છે તે વૃક્ષ ગૃહાલયા તે મનુષ્યો કહેલા છે. તે વૃક્ષો કઈ રીતે સંસ્થિત છે ? ગૌતમ ! કેટલાંક કુટાકાર-શિખરાકાર સંસ્થિત છે. કેટલાંક પ્રેક્ષાગૃહ સંસ્થિત છે, કેટલાંક આકાશછક સંસ્થિત છે. કેટલાંક દેવજ સંસ્થિત છે, કેટલાંક રૂપ સંસ્થિત છે, કેટલાંક તોરણ સંસ્થિત છે, કેટલાંક ગોપુર સંસ્થિત છે, કેટલાંક વેદિકા સંસ્થાન સંસ્થિત છે. તેમાં વેદિકા-ઉપવેશન યોગ્ય ભૂમિ,
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy