SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ /૧૮૫ ર૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જેમ જમદોષરહિત સુનિua, પીન-ઉપચિત કુક્ષીવાળા. મત્સ્યની જેવા ઉદરવાળા, પવિત્ર-નિરૂપલેપ. ચક્ષ આદિ ઈન્દ્રિયો જેમની છે તે શુચિકરણવાળા. પડાની જેમ વિસ્તીર્ણ નાભિવાળા, ગંગાવઈની જેમ દક્ષિણાવર્ત, તરંગ માફક, શિવલિ વડે ભંગુર સૂર્યકિરણથી તરુણ-નવા, જે બોધિત-ઉક્ષિદ્રીકૃત. તેથી વિકસીત પા, તેની જેવી ગંભીર અને વિસ્તીર્ણ નાભિવાળા. ઋજુ-અવક, સમ, સુજન્મ-કાલાદિ પૈગુણ્યથી દુર્જન્મ નહીં, તેથી જ જાત્યપ્રધાન, પાતળા પણ સ્થળ નહીં, કૃષણ પણ મર્કટ વર્ણવાળા નહીં, કૃણ પણ કંઈક નિર્દીપ્તક હોય છે, તેથી કહે છે - સ્નિગ્ધ, આદેય-દર્શનપથમાં ઉગત થતા ઉપાદેય-સુભગ. આ જ વાત વિશેષથી કહે છે - લડહ, તેથી જ આદેય, સુકુમારઅકઠિન, અકઠિન છતાં કંઈક કર્કશ સ્પર્શવાળા હોય છે, તેથી કહે છે - મૃ. તેથી જ રમણીય રોમરાજિવાળા. સમ્યક - અધોક્રમથી નમેલ પાર્થવાળા. દેહપ્રમાણ ઉચિત પાવાળા, તેથી જ સુંદર પાવાળા, સુનિપજ્ઞ પાર્થવાળા, દેહાનુસારે પરિમિત, દીર્ધ, ઉપચિત, માંસલ, સ્વ-સ્વ નામ કમોંદય વડે નિવર્તિત કે તિદા. રમ્ય પડખાંવાળા. માંસલપણાથી અવિધમાન પાછળના-વાંસાના હાડકાં જેના છે . કનકની માફક રુચિ જેની છે તે, સ્વાભાવિક આગંતુકમલ હિત, બીજાધાનથી આરંભીને જન્મદોષ રહિત, સ્વરાદિદેશાદિ ઉપદ્રવરહિત દેહને ધારણ કરવાના સ્વભાવવાળા છે. કનક શિલાતલવતું ઉજ્જવલ, અતિ પ્રશસ્ય, વિષમ કે ઉન્નત નહીં પણ સમતલ, માંસલ. ઉર્વ-અધો. અપેક્ષાએ વિસ્તીર્ણ, દક્ષિણ-ઉત્તરથી પૃથુલ વક્ષ જેને છે તે. શ્રીવસથી અંકિત છાતી જેની છે તેવા. યુગમલિભ - વૃત અને આયાતપણાથી, ચૂપતુલ્ય, ઉચિત-શૂળ, જોનારને દષ્ટિસખદાયી, પીવર પ્રકૌઠ, વિશિષ્ટ સંસ્થાનવાળા, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ, - X - તથા મહાનગરની અર્ગલા જેવા વર્તુળાકાર બાહુવાળા. * * * * * તથા સંસ્થિત - સમ્યક્ સ્થિત, ઉપચિત, ઘન, નિબિડ, સ્થિર. કઈ રીતે ? દેઢબંધન બદ્ધ, માંસલવથી અનુપલક્ષ્ય, હાથની પર્વસંધિ જેને છે તે. ભુજગેશ્વર-નાગરાજ, તેનો જે મહાન દેહ, તથા દ્વાર બંધ કરવા ગ્રહણ કરાય તે આદાન, તેવો આ પરિઘ તે આદાનપરિઘ, અર્ગલા સ્થાનથી કાઢી હારના પૃષ્ઠ ભાગે દેવાયેલ. તે બઘાં જેવા દીધબાહવાળા, તતલ, ક્રમથી હીયમાન-ઉપચાય, કોમળ, જન્મદોષરહિત, અંગુલી અંતરાલ સમૂહ રહિત હાય જેનો છે તેવા છે • x - સ્વશરીર અનુકમ ઉપયય, કોમળ, પ્રશસ્તલક્ષણ યુક્ત જેમની આંગળીઓ છે, પાઠાંતરમાં ઉપચિત-વૃત્ત-સુજાત-કોમળ અને પ્રશસ્ત આંગળીઓ કહ્યું. કંઈક લાલ, પાતળા, પવિત્ર, દીપ્ત, સ્નિગ્ધ નખવાળા છે. ચંદ્રાકાર હાથની રેખાઓ તે ચંદ્ર પાણિલેખા, સૂર્ય પાણિલેખા, શંખ પાણિરેખા, દિ-સૌવસ્તિક પાણિરેખાવાળા છે અથવા સંગ્રહથી ચંદ્ર-સૂર્ય-શંખ-ચક્ર-દિકુ સૌવસ્તિક રેખાવાળા છે. - X - X - અનેક સંખ્યક પ્રધાન લક્ષણોથી ઉત્તમ, પ્રશસ્ત, પવિત્ર, સ્વકર્મથી નિપાદિત હસ્તરેખાવાળા, પ્રધાન મહિષ, શૂકર, સિંહ, વાઘ, વૃષભ, પ્રધાન હાથી, આ બધાંની જેમ વપમાણથી પ્રતિપૂર્ણ, વિસ્તીર્ણ, ઠંધવાળા. સ્વ અંગુલની અપેક્ષાએ ચાર અંગુલના માપથી શોભન પ્રમાણવાળી, ઉન્નતપણાથી અને વલિ યોગથી પ્રધાન શંખ જેવી ગ્રીવા જેની છે તે. ઉપચિત માંસયુક્ત સમ્યક્ સંસ્થિત, પ્રશસ્ય લક્ષણયુક્ત, વાઘની જેમ વિસ્તીર્ણ હક-હડપચીવાળા. અવસ્થિત - ન વધતા એવા સવિભક્ત-અતિ રમ્યપણે અભુત દાઢી-મૂછ આદિ વાળવાળા. પરિકર્મિત જે શિલારૂપ પ્રવાલ અર્થાત્ વિદ્યુમ. બિંબફળ, તે બંને જેવા લાલપણાથી, ઉન્નત-મધ્યપણાથી નીચેનો હોઠ-અધતન દંતચ્છદ જેમાં છે તે. ચકલંક જે શશિ શકલ-ચંદ્રખંડ, આગંતુક મળરહિત, સ્વભાવથી મળરહિત જે શંખ, ગાયના દૂધના ફીણ, કુંદ, જલકણ, મૃણાલિકા આ બધાંની જેમ ધવલ દંતશ્રેણી જેની છે. તેવા. અખંડ-સકલ દાંત જેના છે તે. અટિત-અજર્જર, રાજરહિત દાંતવાળા. સુજાત-જન્મચી દોષરહિત દાંત જેના છે તે તથા અવિરલ-ઘન દાંતવાળા. એકાકાર દંત શ્રેણિ માફક પરસ્પરનુપલક્ષ્ય દંત વિભાગવથી અનેક દાંત જેના છે તે અનેક દંતા. એ રીતે અવિરલ દંતા. અગ્નિ વડે નિર્માત જે ઘૌત, શોધિતમલ, તપનીય સુવર્ણ વિશેષ, તેના જેવા લાલ હરતતલ, તાળવું, જીભ જેની છે તે. ગરુડની જેમ લાંબી, અવક, ઉન્નત નાસિકા વાળા. ૫ડાવત્ વિકસિત, ધવલ, ક્વચિત્ દેશમાં પદ્મવાળા લોચન જેના છે તે. આ જ વાતને વિસ્તારે છે. સૂર્ય કિરણથી વિકાસિત, જે પુંડરીક શ્વેત પા, તેના જેવા નયનવાળા. - x - કંઈક નમેલ જે ધનુષ તેની જેમ સંસ્થાન વિશેષ ભાવથી રમણીય, તન, ગ્લણ-પરિમિત-બાલપંત્યાત્મકત્વથી પરમ કાલિમાયુક્ત, નિષ્પચ્છાય ભમરવાળા - x • x • ચોક્ત પ્રમાણ સુજાત ભ્રમરવાળા છે. કવચિત્ જોવો પાઠ પણ છે - નમેલા ધનુવતું મનોજ્ઞ કાળા મેઘની રેખા જેવી પાતળી, કાળી, સ્નિગ્ધ ભમર જેની છે તે. આલીન, પ્રમાણયુક્ત, કર્ણવાળા છે. તેથી જ શોભન શ્રવણવાળા, અંકુશ અને માંસલ કપોલાદેશ - મુખનો દેશભાગ જેનો છે, તે અથવા કપોલ અવયવ. માંસલ. નિર્વણ-ક્ષત રહિત, અવિષમ, તેથી જ મનોજ્ઞ, મસૂણ, અદ્ધ ચંદ્ર સમાન લલાટ જેનું છે તે. પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન, સશ્રીક વદન જેવું છે તે. જન - અતિશય નિયિત, અતિશય બદ્ધ, મધ્યભાગમાં ઉન્નત-કૂટાકાર સ્વકર્મચી સંયોજિત મસ્તક જેમનું છે તે. છત્રાકાર ઉત્તમાંગરૂપ દેશ જેમનો છે તે. દાડમના પુષ્પના પ્રકાશ જેવું કે તપનીય સદેશ. આગંતુક સ્વાભાવિક મલ હિત કેશોત્પત્તિ સ્થાનરૂપ મસ્તકની વચા જેવી છે તેવા. - X - X - શામલિ વૃક્ષ, તેના ફળ તેની જેમ કોટિત છતાં ઘન-અતિશય નિયિત, પરિજ્ઞાનાભાવે સ્નેહ કેશપાશ કરતાં નથી. માત્ર છોટિતા પણ તથાસ્વભાવપણાથી શામલી બોંડાકારવત ઘન નિચિત રહે છે તથા મૃદુ, નિર્મળ, પ્રશસ્ત, સૂક્ષ્મ-Gણ, લક્ષણવંત, પરમગંધયુક્ત હોવાથી સુંદર તથા ભુજમોચકરત્ન, ભૃગ, નીલ-મસ્કત મણિ, કાજળ, પ્રમુદિત એવો ભ્રમરગણ, તારુણ્યાવસ્થામાં
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy