SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૮૫ ઉત્તરકુર, દક્ષિણે દક્ષિણકર તેમાં મહાવિદેહના વિસ્તારમાંથી મેરુ પર્વતનો વિસ્તાર બાદ કરતાં જે રહે, તેનું અદ્ધ યાવત્ પરિમાણ તે દક્ષિણકુર અને ઉત્તરકુનો વિકુંભ. - x - તે યથોક્ત પ્રમાણ આ રીતે – મહાવિદેહનો વિકંભ - ૩૩,૬૮૪-૧૯ યોજન છે. તેમાં મેરુનો વિઠંભ ૧૦,૦૦૦ યોજન બાદ કરવો. તેથી ૨૩,૬૮૪ યોજન અને ૪ કળા થાય. તેનું અડધું કરો તો ૧૧,૮૪ર યોજન, કળા છે. તે ઉત્તરકુરુની જીવા ઉત્તસ્થી નીલવર્ષધર સમીપે પૂર્વ-પશ્ચિમ ઉભયથી પૂર્વ-પશ્ચિમ ભાગો વડે પક્ષકાર પર્વત યથાક્રમે માલ્યવંત અને ગંધમાદનને સ્પર્શે છે. • x • પૂર્વના અગ્રભાગથી પૂર્વના વાકાર પર્વત માહ્યવંતને સ્પ છે. પશ્ચિમ દિશાના અગ્રભાગે પશ્ચિમવક્ષસ્કાર ગંધમાદનને સ્પર્શે છે. તે જીવા આયામથી ૫૩,૦૦૦ યોજન છે. કઈ રીતે ? આ મેરના પૂર્વ અને પશ્ચિમ દિશાના ભદ્રશાલવનની પ્રત્યેકની લંબાઈ થકી જે પરિમાણ અને જે મેરનો વિકંભ તે એઝ મળવાથી ગંધમાદન અને માલ્યવંત વાકાર પર્વતના મૂળ પૃયુત્વ પરિમાણ રહિત જે પ્રમાણ થાય તેટલું ઉત્તરકુરનું જીવાનું પરિમામ છે. - x - મેરુની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રત્યેકમાં ભદ્રશાલવનનું દૈધ્ય-પરિમાણ ૨૨,000 યોજન છે. તેને બે વડે ગુણવાથી ૪૪,ooo યોજન થાય. મેરનું પૃથવ પરિમાણ ૧૦,૦૦૦ યોજના પૂર્વ સશિમાં ઉમેરીએ. તેથી ૫૪,૦૦૦ યોજના થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વત પ્રત્યેક મૂળમાં પૃથુત્વ ૫૦૦ યોજના છે. તે ૫૦૦ને બે વડે ગુણતા ૧૦૦૦ યોજન થાય. તે ૫૪,૦૦૦માંથી બાદ કરતાં ૫૩,૦૦૦ યોજન રહેશે. તે ઉત્તરકુરનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન અને ૧૨-કલા છે. તે પરિધિ છે. ગંધમાદન અને માલ્યવંત બંને વક્ષસ્કાર પર્વતોની લંબાઈ અને પરિમાણ એક્ત કરતાં ઉત્તરકુના ધનુપૃષ્ઠ પરિમાણ થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતના પચેકની લંબાઈ-પરિમાણ ૩૦,૨૦૯ યોજન, ૬-કળા છે. બંનેની કુલ લંબાઈ૬૦,૪૧૮ યોજન, ૧૨ કળા થાય. - ભદંત ! ઉત્તરકુરનો કેવો આકાર ભાવ સ્વરૂપનો પ્રત્યવતાર - સંભવ કહ્યો છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! ઉત્તરકુરનો બહુસમ મણીય ભૂમિભાગ કહેલો છે. જેમકે ‘આલિંગપુકર' ઈત્યાદિ. જગતી ઉપરનું વનપંડનું વર્ણન-વકતવ્ય કહેવું. ઉત્તરકુરમાં ત્યાં ત્યાં તે દેશમાં - તે તે પ્રદેશમાં ઘણી નાની-મોટી વાવડીઓ આદિ તથા મિસોપાન પ્રતિરૂપક, તોરણ પર્વત, પર્વતમાં આસન, ગૃહ, ગૃહમાં આસન આદિ પૂર્વવતુ છે, પછી આ વકતવ્યતા - ત્યાં ઘણાં ઉત્તરકુરના મનુષ્યો-માનુષીઓ બેસ છે • સુવે છે યાવત્ લ્યાણ ફળ વિશેષ અનુભવતા રહે છે. ઉત્તરકુરમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં સરિકા-નવમાલિકાકોદંડ-બંધુજીવક-મનોવધ-બીયક-બાણ-કણવીર-કુર્જક-સિંદુવાર-જાતિ-મુગરયુથિકા-મલ્લિકા-વાસંતિકા-વસ્તુલ-કસ્તૂલ-સેવાલ-અગત્સ્ય-મગદંતિ-ચંપક-જાતિનવનાતિકા-કુંદ-મહાકુંદ-આ બધાં ગુeો છે. ગુભ એટલે હૂસ્વસ્કંધ, બહુકાંડ, જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પુષફળયુકત જાણવા. વિશેષ અર્થ લોકથી જાણવો. વૃત્તિકારશ્રીએ અહીં સંગ્રહણી ગાથા નોંધી છે. અનંતરોક્ત ગુભ પંચવર્ણ કુસુમસમૂહને ઉત્પન્ન કરે છે. આ કુસુમોના ઉત્પાદનથી ‘કુર' ક્ષેત્ર બહુરામ રમણીય ભૂમિભાગ થાય છે. વાયુ વડે કંપિત, તેની પ્રશાખા મુકાયેલ પુષ્પકુંજ રૂપ ઉપચાપૂજા, તેના વડે યુક્ત, શ્રી વડે અતીવ ઉપશોભતું રહેલ છે. ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં હટતાલ-ભેટતાલ-મેરતાલશાલ-સરલ-સપ્તપર્ણ-પૂગીફળ-ખજૂરી-નાલિકેરી એ બધાંના વનો છે. તે કુશવિકુશ રહિત વિશુદ્ધ વૃક્ષમૂળવાળા છે. તે વૃક્ષો મૂળવાળા-કંદવાળા છે ઈત્યાદિ વિશેષણવાળા છે. તેને જગતી ઉપરના વનખંડની માફક કહેવા. * X - X • ભેરતાલ આદિ વૃક્ષો જાતિ વિશેષ છે. ઉત્તરકુરમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ઉદ્દાલ, કોદ્દાલ, મોદાલ, કૃતમાલ, નૃતમાલ, વૃતમાલ, દંતમાલ, શૃંગમાલ, શંખમાલ, શોતમાલ નામે દ્રમજાતિ વિશેષ સમૂહ તીર્થકરો અને ગણધરો વડે કહેવાયેલ છે. તે કેવા છે ? કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ પૂર્વવતુ ચાવતું સુરમ્યા છે. ઉત્તરકુરુમાં તે તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં તિલક, લવક, છગોપગ, શિરીષ, સપ્તવર્ણ, લુબ્ધ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ, પનસ, શાલા, તમાલ, પિયાલ, પ્રિયંગુ, પારાપત, રાજવૃક્ષ, નંદિવૃક્ષ, તિલકાદિ લોકપ્રતીત છે. આ કેવા છે ? કુશ વિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ બધું પૂર્વવત્ છે. ઉત્તરકુરમાં તે-તે દેશમાં - x• પ્રદેશમાં ઘણી પદાલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકલતા, અતિમુક્તલતા, કુંદલતા, શ્યામલતાદિ છે. તે નિત્ય કુસુમિતાદિ પૂર્વવત્ છે. ઉત્તરમાં તે-તે દેશ-x• પ્રદેશમાં ઘણી વનરાજીઓ કહી છે. અહીં અનેક જાતિના વૃક્ષોની પંક્તિ-વનરાજીઓ છે. તે કાળી, કાળી આભાવાળી ઈત્યાદિ વિશેષણયુક્ત પૂર્વવત્ છે તેમ જાણવું. (૧) ઉત્તરકુરમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં મતગક નામક કુમગણ કહેલ છે. તે કેવા છે ? જેમ ચંદ્રપ્રભાદિ મધવિધિઓ ઘણાં પ્રકારે છે. તેમાં ચંદ્રપ્રભની જેમ પ્રભા-આકાર જેનો છે તે ચંદ્રપ્રભા, • x - ચંદ્રપ્રભા મણિશલાકા વવારણી • x * * * THd - ૫ગાદિ વાસક દ્રવ્ય ભેદથી અનેક પ્રકારે છે. પ્રજ્ઞાપનામાં લેશ્યાપદમાં કહ્યું છે - પાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ. પછી ‘નિર્યાસસાર' શબ્દ પત્રાદિ સાથે જોડતાં નિર્યાસસાર, પુષ્પ નિર્યાસસાર આદિ. - x • x • ચોથ - ગંધદ્રવ્ય. - X - મુનીતિ - સુપરિપાકને પામેલ. વળી તે કેવા છે ? કાલસંધિતા. કાળ-સ્વ સ્વ ઉયિત. સંધા તે કાલસંધા, તે જેમાં જન્મે તે કાલસંધિત - X - X - મધુમેરક-મધ વિશેષ. પ્ટિરન વર્ણની આભાયુક્ત, દુગ્ધજાતિ-આસ્વાદથી ક્ષીર સર્દશી. પ્રસન્ના - સુરા વિશેષ. શતાયુ - સો
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy