SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દ્વીપ૦/૧૬૫ ૧૫૯ - સૂત્ર-૧૬૬,૧૬૭ : [૧૬૬] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપના કેટલાં દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત [૧૬] ભગવન્ ! ભૂદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે ૪૫,૦૦૦ યોજન અબાધાએ ગયા પછી જંબુદ્વીપ દ્વીપના પૂતિમાં તથા લવણ સમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતા મહાનદી ઉપર જંબૂઢીપનું વિજયદ્વાર છે. આ દ્વાર આઠ યોજન ઉંચુ, ચાર યોજન પહોળું અને ચાર યોજન પ્રવેશમાં છે, આ દ્વાર શ્વેતવર્ણી છે, તેનું શિખર શ્રેષ્ઠ સોનાનું છે. આ દ્વાર ઉપર ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ, સરભ, સમર, હાથી, વનલતા અને પદ્મલતાના વિવિધ ચિત્રો બનેલા છે. તેના સ્તંભ ઉપર વવેદિકા હોવાથી તે રમ્ય લાગે છે. તે વિધાધર યમલ યુગલ યંત્ર યુકતની માફક અર્ચીસહસ્રમાલિનીના હજારો રૂપથી કલિત, દીપ્યમાન, દેદીપ્યમાન, જોતાં જ આંખ ચોંટી જાય તેવું, સુખ સ્પર્શવાળું, સશ્રીકરૂપ છે. તે દ્વારનું વર્ણન આ પ્રમાણે વજ્રમય નેમા, રિષ્ઠરત્નમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સ્તંભ, જાત્યરૂપ ઉપચિત પ્રવર પંચવર્ણી મણિ-રત્નોથી જડિત તળ, હંસગર્ભમય દેહલી, ગોમેજ્જ રત્નની ઈન્દ્રકાલ, લોહિતાક્ષ રત્નમય દ્વારશાખા, જ્યોતિસમય ઉત્તરંગ, વૈર્યમય કમાડ, વજ્રમય સંધી, લોહિતાક્ષરત્નમય સૂચિ, વિવિધ મણિમય સમુદ્ગક, વજ્રમી અર્ગલા અને અર્ગલાપાસા, વજ્રમયી આવર્તન પીઠિકા, કરત્નનું ઉત્તર પાર્શ્વ, નિરંતતિ ઘન કપાટ અને ભીંતોમાં ૧૬૮ ભિત્તીગુલિકા હોય છે. તેટલી જ ગોમાનસી હોય છે. દ્વાર ઉપર વિવિધ મણિ-રત્ન વ્યાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા, વજ્રમય કૂડ, રજતમય ઉત્સેધ, સર્વ તપનીયમય ઉલ્લોક, વિવિધ મણિ રત્નના જાલપંજર મણિ વંશક, લોહિતાક્ષ રત્નના પ્રતિવંશક, રજતમય ભૂમિ છે. અંકરત્નમય પક્ષબાહા, જ્યોતિસમય વંશ અને વંશ કવેલ્યુગ, રજતમી પટ્ટિકા, જાત્યરૂપમતી અવઘાટની, વજ્રરત્નમયી ઉપરની પુંછલી, સર્વ શ્વેત રજતમય છાદન, કરમિયા કનકકૂટ, તપનીય રૂપિકા, શ્વેત-શંખતલ-વિમલ-નિમલદધિઘન-ગોક્ષીર-ફીણ-રજત નિકર સમાન છે. તિલકરત્ન અને અર્ધચંદ્રોથી તે વિવિધ મણિમય માળાથી અલંકૃત્ છે. અંદર અને બહારથી લક્ષણ, તપનીય રુચિર વાલુકા પસ્તટ છે. સુખ સ્પર્શવાળા, સશ્રીકરૂપ, પ્રાસાદીયાદિ તે દ્વાર છે. વિજય દ્વારની બંને પડખે બે નિસિધિકા છે. બબ્બે ચંદન કળશની પરિપાટી છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત છે. સુગંધિત અને શ્રેષ્ઠ જળથી ભરેલા છે. તેના ઉપર ચંદનનો લેપ કરેલો છે. તેના કંઠોમાં મૌલી બાંધેલી છે. પાકમળ વડે ઢાંકેલ છે. તે સર્વરત્નોના બનેલા છે, સ્વચ્છ, લક્ષ્મ યાવત્ પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે કળશો મોટા મોટા મહેન્દ્રકુંભની ૧૬૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમાન છે. તે વિજયદ્વારની બંને બાજુ બે નૈષધિકાઓમાં બે-બે નાગદંતોની પંક્તિ છે. તે મુકતાજાળોની અંદર લટકતી સુવર્ણની માળાઓ અને ગવાક્ષની આકૃતિની રત્નમાળાઓ અને નાની-નાની ઘંટિકાઓથી યુક્ત છે. આગળના ભાગમાં કંઈક ઉંચી છે, ઉપરના ભાગે આગળ નીકળેલી છે અને સારી રીતે ઠોકેલી છે. સપના નીચલા અદ્ધભાગની માફક તેનું રૂપ છે પગર્લ્સ સંસ્થાન સંસ્થિત છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. મોટા-મોટા ગર્દત સમાન કહેલ છે. તે નાગદંતોમાં કાળા દોરામાં બાંધેલ ઘણી માળાનો સમૂહ લટકી રહ્યો છે. યાવત્ શુક્લ દોરામાં બાંધેલ માળાનો સમૂહ લટકી રહ્યો છે. તે માળા તપનીય તંબૂરાક અને સુવર્ણપતર મંડિત, વિવિધ મણિરત્ન, વિવિધ હાર - અર્ધહારથી ઉપશોભિત સમુદય યાવત્ શ્રી વડે અતીવ અતીવ શોભતું-શોભતું રહેલ છે. તે નાગદંતકોની ઉપર બીજી બબ્બે નાગદંત પરિપાટી કહેલી છે. તે નાગદંતક મોતીના જાળમાં લટકતી ઈત્યાદિ પૂર્વવત્ હે આયુષ્યમાન શ્રમણ કહેલી છે. તે નાગદંતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રત્નમય સિક્કાઓમાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટીઓ કહેલી છે. તે આ રીતે - તે ધૂપઘટિકા કાળો અગરુ, પ્રવર કુણ્ડ, તુર્ક, ધૂપથી ગંધિકા-ગંધવભૂત એવી ઉદાર, મનોજ્ઞ, ઘાણ મનને સુખકારી ગંધથી તે પ્રદેશને ચોતરફથી આપ્રીત કરતી-કરતી, અતી અતી શોભા વડે યાવત્ રહે છે. વિજય દ્વારને બંને પડખે, બંને નૈધિકામાં બબ્બે શાલભંજિકાની પરિપાટી કહી છે. તે શાલભંજિકા લીલાસ્થિત, સુપ્રતિષ્ઠિત, સુઅલંકૃત, વિવિધ આકારવયુક્ત, વિવિધ માળાઓને ધારણ કરેલી, મુષ્ટીમાં ગ્રાહ્ય મધ્ય ભાગવાળી છે તથા તેના પયોધર સમશ્રેણિક, સુચુક યુગલથી યુક્ત, કઠિન, ગોળાકાર છે. તે સામે તરફ ઉઠેલા અને પુષ્પ છે, તેથી રતિ-ઉત્પાદક છે. આ પુતળીના આંખના ખૂણા લાલ છે, વાળ કાળા અને કોમલ છે. વિશદ, પ્રશત લક્ષણ છે તેનો અગ્રભાગ મુગટથી આવૃત્ત છે. તે અશોકવૃક્ષનો કંઈક સહારો લઈને ઉભેલી છે. ડાબા હાથે તેણે અશોકવૃક્ષનો અગ્રભાગ પકડી રાખેલ છે. પોતાના તિર્ણ કટાક્ષથી દર્શકોનું મન આકર્ષી રહી છે. પરસ્પરના તિ અવલોકનથી લાગે છે કે એક-બીજીને ખિન્ન કરી રહી છે. આ પુતળી પૃથ્વીકાયના પરિણામરૂપ અને શાશ્વત ભાવને પ્રાપ્ત છે. તેમનું મુખ ચંદ્રમાં જેવું છે. લલાટ અર્ધચંદ્ર સમાન છે, દર્શન ચંદ્રમા કરતાં પણ સૌમ્ય છે. ઉલ્કા સમાન ચમકતી છે. તેમનો પ્રકાશ વિજળીના પ્રગાઢ કિરણો અને અનાવૃત્ત સૂર્યના તેજથી પણ અધિક છે. આકૃતિ શ્રૃંગારપ્રધાન છે. વેશભૂષા શોભાવાન છે. તે પ્રાસાદીય - દર્શનીયાદિ છે. તેજથી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy