SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/૧૬૩ ૧૪૬ વિલંભ છે. જગતી સમાન પરિધિ છે. તે સર્વ રનમય છે. સ્વચ્છ, ગ્લ@ ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્. તે પરાવર વેદિકાનું સ્વરૂપ - યથાવસ્થિત સ્વરૂપ કીર્તન, વર્ણક નિવેશ આ પ્રમાણે છે- ને એટલે પાવર વેદિકાના ભૂમિભાગથી ઉર્વનીકળતો પ્રદેશ વજનમય છે. મૂળ પાદ રિટરશ્ન મય છે. સ્તંભ વૈડૂર્ય રત્નમય છે. ફલકો સોના-રૂપાના છે. શૂચિઓ લોહિતાક્ષ રનમય છે. સંધિ-ળે ફલક છૂટા ન પડે તેવા હેતુ પાદુકા સ્થાનીય સંધિ બધી વજમય છે. અર્થાત્ વજ ન પડે તે ફલકોની સંધિઓ પૂરેલી છે. વિવિદ મણિમય-મનુષ્ય શરીર, મનુષ્ય શરીયુગ્મ, રૂપક, રૂપયુમ્મ છે. કરદનમય પક્ષો અને પક્ષની બાહાઓ છે. •x • જ્યોતીસ રક્તમય મહાનું પૃષ્ઠવંશ, પૃષ્ઠવંશની બંને બાજુ તીછ સ્થપાતા વંશ કવેલુક છે. વંશોની ઉપર કંબાસ્થાનીય પટ્ટીકા રજતમયી છે. સુવર્ણ વિશેષમય અવઘાટિન્ય-આચ્છાદન કિલિંચિકાો છે. વજ રનમય એવી અવઘાટનીની ઉપર પુછણી-નિબિડ આચ્છાદન હેતુ ગ્લણતર તૃણ વિશેષ છે. • x - X - સર્વ શ્વેત જતમય છે. આવી પડાવસ્વેદિકાના તે-તે પ્રદેશમાં એકૈક-સર્વથા સુવર્ણમય લટકતા માળાસમૂહ, ગવાક્ષાગૃતિ રક્તવિશેષ માળાસમૂહ, ક્ષુદ્ર પંટિકા જાળ, મહતી ઘંટિકા જળ, મુક્તાફળમય માળા સમૂહ, મણીમય માળા સમૂહ, પીળા સુવર્ષની માળાનો સમહ, રાજાળ-રતનમય પદાળ ઈત્યાદિથી બધી દિશા-વિદિશામાં ઘેરાયેલ છે. • x - ૪ - લાલ સુવર્ણમય માળાના અગ્રભાગે ઝુમખા છે. પડખે સમસ્તપણે સુવર્ણપત્રક વડે મંડિત છે. વિવિધ મણી અને રનોના જે વિચિત્ર વર્ણવાળા અઢારસરા હાર, નવસરા હાસ્થી શોભે છે. કંઈક અન્યોન્ય અસંલગ્ન છે પૂર્વાદિ વાયુ વડે તે મંદ મંદ કો છે - X - કંઈક કંપનના વશથી પ્રકર્ષથી અહીં-તહીં કંઈક ચલન વડે લંબાતાવિશેષ લંબાતા, પરસ્પર સંપર્ક વડે શબ્દો કરતા-કરતા, ઉદાર શબ્દો થાય છે. તે મનને પ્રતિકૂળ પણ હોય, તેથી કહે છે મનોનુકૂળ છે. વળી આ મનોનુકૂલવ થોડું પણ હોય. તેથી કહે છે – શ્રોતાના મનને હરે છે, તેથી મનોહર છે તે મનોહરત્વ કાન અને મનને સુખનું નિમિત્ત છે. આવા શબ્દો વડે તે નીકટની દિશા-વિદિશાને આરિત કરે છે તે રીતે શોભા વડે અતીવ ઉપશોભિત રહે છે. તે પાવર વેદિકાના તે-તે દેશમાં, જ્યાં એક છે ત્યાં બીજા પણ વિધમાન છે (શું ?) અશ્વયુગ્મ. એ રીતે હાથી-કિંમર આદિના યુગ્મો પણ કહેવા. એ કેવા છે ? સંપૂર્ણ રત્નમય, આકાશ સ્ફટિકવત્ અતિ સ્વચ્છ, ચાવત્ પ્રતિરૂપ અર્થાત્ પૂર્વોક્ત વિશેષણો લેવા. આ બધાં અયુગ્માદિ પુપાવકીર્ણ કહ્યા. હવે આ અશ્વાદિની પંક્તિ આદિ પ્રતિપાદનાર્થે કહે છે – તેની પંક્તિ, વીથી, યુગલો છે. - x : પંક્તિ એટલે એક દિશામાં જે શ્રેણી છે. બંને બાજુ એકૈક શ્રેણિ ભાવથી જે બે શ્રેણી તે વીથી. • x • આ અશ્વ આદિની સ્ત્રી-પુરુષ યુગ્મ તે મિથુન કહેવાય છે. જેમકે ૧૪૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અશ્રમિથુન આદિ. તે પાવર વેદિકાના તે-તે દેશમાં. જ્યાં એક લતા છે, ત્યાં બીજી પણ ઘણી લતા છે તેમ જાણવું. ઘણી પદ્દિાની, નાગ વૃક્ષની લતા-તીર્દી શાખાનો પ્રસાર. વનતરુ વિશેષ. આ બધી લતાં જે સૂત્રમાં કહી છે તે કેવી છે ? સર્વકાળ છ ઋતુક. કુસુમિત - જેમાં પુષ્પો આવેલા છે તેવી. મુકુલિત-કળીઓ હોવી તે. પલ્લવિત, સ્તબકિત, ગુભિત, ચમલિત, યુગલિત. સર્વકાળ ફળના ભાસ્થી નમેલ-કંઈક નમેલ અને મહાભારથી વધારે નમેલ. સુવિભક્ત, પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ અવતંસકને ધારણ કરનારી. અહીં કુસુમિતવાદિ ધર્મ એકૈક લતાનો કહ્યો. હવે કેટલીક લતાનો સર્વ કુસુમિત આદિ ધર્મ કહે છે - નિત્યં કુસુમિતાદિ આ લતા સર્વથા રનમય, સ્વચ્છ, ગ્લણ આદિ છે. હવે પાવર વેદિકાનું શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત પૂછે છે - • x • x • પાવર વેદિકાના દેશ-પ્રદેશમાં, વેદિકા-બેસવા યોગ્ય મત વારણરૂપ, વેદિકાના પડખા, વેદિકા પુટના અપાંતરાલમાં, એ રીતે સ્તંભ, ખંભપાર્થ, ખંભશીર્ષ, બે સ્તંભન, અંતરમાં, ફલક છુટા ન પડે તે માટે પાદુકા સ્થાનીય ભૂચિમાં, જ્યાં ચિ, ફલકને ભેદીને મળે પ્રવેશે, તેની નીકટના દેશમાં, સૂચિ સંબંધી ફલક પ્રદેશો, બે શૂચિનું અંતર, ઈત્યાદિમાં ઘણાં ઉત્પલ, સૂર્યવિકાસી-ચંદ્રવિકાસી કમળ ઈત્યાદિ કમળો છે. તે સંપૂર્ણ રનમય આદિ છે. વર્ષાકાળે પાણીથી રક્ષણાર્થે કરેલ તે વાર્ષિક એવા છો, તેના સમાન છે. આ કારણોથી તેને પાવર વેદિકા કહે છે - x • પડાપ્રધાન વેદિકા તે પરાવરવેદિકા. પાવર વેદિકા શાશ્વતી છે કે અશાશ્વતી ? કથંચિત્ નિત્ય [શાશ્વતી અને કચિત અશાશ્વતી છે. કેમ ? વ્યાસ્તિક નયના મતે શાશ્વતી. દ્રવ્યાસ્તિક નય દ્રવ્યને જ તાત્વિક માને છે. પર્યાયોને નહીં. દ્રવ્ય ત્વયિપરિણામી છે. અન્યથા દ્રવ્ય વનો અયોગ થાય. અન્વયિત્વથી સર્વકાળ ભાવિથી શાશ્વતી છે પરંતુ સમુત્પન્ન થનાર વર્ણ-ગંધ-રસ-પર્શના પર્યાયોથી અને ઉપલક્ષણ થકી અન્ય પુદ્ગલ વિચટનઉચ્ચટનથી અશાશ્વતી છે, કેમકે પયયાસ્તિક નયના મતે પર્યાયની પ્રધાનતા છે. પર્યાય કેટલાંક કાળે તો વિનાશ પામે જ છે. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી કહે છે - ઉત્પાદ અત્યંત અસતુ નથી, વિનાશ સત નથી, જે વસ્તુનો ઉત્પાદ અને વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ કે તિરોભાવ માગ છે માટે નિત્ય છે. ફરી પૂછે છે હે પરમ કલ્યાણયોગી ! પાવર વેદિકા કેટલો કાળ રહેશે ? અનાદિ હોવાથી સર્વદા હતી, સર્વદા રહેલી છે અને સર્વદા રહેશે જ. કેમકે અનંત છે. ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે. ધ્રુવ હોવાથી સદા સ્વરૂપે નિયત છે. નિયતત્વથી શાશ્વતી છે - x • x • વળી યશોત સ્વરૂપ આકારથી પરિભ્રંશ તે ક્ષય. જેમાં ટ્રાય વિદ્યમાન નથી તે અક્ષય. અક્ષયત્વથી જ અવ્યય. પોતાના સ્વરૂપથી ચલિત થવાનું અસંભવ હોવાથી અવ્યય. અવ્યયવથી સ્વપ્રમાણમાં અવસ્થિત, માનુષોત્તર પર્વતના
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy