SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દેવ/૧૫૮ તે દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી મધ્યે - x - • છે. અહીં સુવર્ણકુમાર દેવોના ૭૨-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત ચાવત્ પ્રતિરૂપ છે. અહીં સુવર્ણકુમારના ભવનો છે, તેમાં ઘણાં સુવર્ણકુમાર દેવો વસે છે, બાકી ઔધિક મુજબ જાણવું. વેણુદેવ અને વેણુદાલી આ બે સુવર્ણકુમારેન્દ્રો ત્યાં વસે છે યાવત્ વિચરે છે. દક્ષિણદિશાના સુવર્ણકુમારોના ભવનો ક્યાં છે? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વી મધ્યે ૧,૭૯,૦૦૦ યોજનમાં દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ૩૮-લાખ ભવનો કહ્યા છે તે ભવનો યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણી સુવર્ણકુમારના ભવનો છે. તેમાં ઘણાં દક્ષિણી સુવર્ણકુમારો વસે છે. અહીં વેણુદેવ સુવર્ણકુમારેન્દ્ર વસે છે. તેઓ મહર્ષિંક ચાવત્ પ્રભાસે છે. તેઓ ત્યાં ૩૮ લાખ ભવનોનું યાવત્ વિચરે છે. પર્યાદા કથન ધરણવત્ છે. ભગવન્ ! ઉત્તરના સુવર્ણકુમારના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વી મધ્યે ૧,૭૮,૦૦૦ યોજનમાં ઉત્તલ્લિ સુવર્ણકુમાર દેવોના ૩૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત યાવત્ પ્રતિરૂપ છે. અહીં ઘણાં સુવર્ણકુમારો વસે છે. અહીં મહદ્ધિક એવો સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર રાજા વસે છે. તે ત્યાં ૩૪-લાખ ભવનાવાસનું બાકી નાગકુમારવત્ કહેવું. પર્ષદા વક્તવ્યતા ભૂતાનંદવર્તી સંપૂર્ણ કહેવી. સુવર્ણકુમારવત્ બાકીનાની વક્તવ્યતા કહેવી. વિશેષ આ - અસુરના-૬૪, નાગના-૮૪, સુપર્ણના-૭૨, વાયુના-૯૬, દ્વિ૫-દિક્-ઉદધિ-વિધુત્ત-તનિત-અગ્નિકુમારના પ્રત્યેકના ૩૭૬-૭૬ લાખ ભવનો છે. દક્ષિણ દિશાના અસુરના-૩૪, નાગના-૪૪, સુવર્ણના-૩૮, વાયુના-૫૦, દ્વીપાદિ છ ના ૪૦-૪૦ લાખ ભવનો છે. ઉત્તર દિશાના અસુરના-૩૦, નાગ-૪૦, સુવર્ણ-૩૪, વાયુ-૪૬, બાકીના છ ના પ્રત્યેકના ૩૬-૩૬ લાખ ભવનો છે. ૧૩૧ ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે :- ચમર, ધરણ, વેણુદેવ, હરિસ્કત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વેલંબ અને ઘોષ તથા બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસ્સહ, અગ્નિમાણવ, વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજણ, મહાઘોષ સામાનિક દેવો ચમના ૬૪,૦૦, બલિનાં ૬૦,૦૦૦, બાકીના બધા છ-છ હજાર, આત્મરક્ષક દેવો તેનાથી ચાર ગણાં જાણવા. - x - • — * - * — x — * — X — 0 ૧૩૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હવે વ્યંતરની વક્તવ્યતા છે — * - * — x — — - સૂત્ર-૧૫૯ : ભગવન્ ! વ્યંતર દેવોના ભવન [ભૌમેય નગરો] ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ’ મુજબ કહેવું. માવત્ વિચરે છે. ભગવન્ ! પિશાચ દેવોના ભવનો ક્યાં છે? સ્થાન પદમાં કહ્યા મુજબ જાણવું યાવત્ વિચરે છે. ત્યાં કાલ અને મહાકાલ નામે બે પિશાચકુમાર રાજા વસે છે સાવત્ વિચરે છે. ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચકુમારના ભવનો ક્યાં છે? યાવત્ વિચરે છે. અહીં પિશાચકુમારરાજ, પિશાચકુમારેન્દ્ર કાલ વસે છે. તે મહર્ષિ છે ચાવત્ વિચરે છે. ભગવન્ ! પિશાચકુમારરાજ પિશાચકુમારે કાળની કેટલી પર્યાદા છે ? ગૌતમ ! ત્રણ – ઈશા, ત્રુટિતા, દૃઢરથા, અભ્યુંતરિકા-ઈસા, મધ્યમિકા ત્રુટિતા, બાહ્યા-ઢરથા. ભગવન્ ! પિશાચકુમારેન્દ્ર કાલની અત્યંતર પર્યાદામાં કેટલાં હજાર દેવો છે ? યાવત્ બાહ્ય પર્ષદામાં કેટલા સો દેવીઓ છે? ગૌતમ ! પિશાચેન્દ્ર કાળની અમાંતર પદામાં ૮૦૦૦, મધ્યમ પર્યાદામાં ૧૦,૦૦૦, બાહ્ય પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો છે. અત્યંતર-મધ્યમ અને બાહ્ય ત્રણે પર્યાદામાં ૧૦૦-૧૦૦ દેવીઓ છે. ભગવન્ ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? મધ્યમ પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે? યાવત્ બાહ્ય પર્ષદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર પદાના દેવોની અદ્ભૂપલ્યોપમ, મધ્યમ પદાના દેવોની દેશોન અર્ધ પલ્યોપમ, બાહ્ય પર્યાદાના દેવોની સાતિરેક ચતુર્ભાગ પલ્યોપમ સ્થિતિ છે. અત્યંતર પર્ષદાની દેવીની સાતિરેક ચતુભગિ પલ્યોપમ, મધ્યમ પર્યાદાની દેવીની ચતુર્ભાગ પલ્યોપમ, બાહ્ય પર્યાદાની દેવીની દેશોન ચતુર્ભાગ પલ્યોપમ સ્થિતિ કહી છે. શેષકથન સમરવત્ કહેવું. એ પ્રમાણે ઉત્તરના વ્યંતરો પણ કહેવા. એ પ્રમાણે ગીતયશ પર્યન્ત કહેવું. - વિવેચન-૧૫૯ : ભગવન્ ! વ્યંતર દેવોના ભૌમેય નગરો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા “સ્થાન” પદ મુજબ કહેવું. તે આ રીતે – ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના ૧૦૦૦ યોજન બાહલ્યના ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને મચ્ચેના ૮૦૦ યોજનોમાં અહીં વ્યંતરોના તિર્છા અસંખ્ય લાખ ભૌમેય નગરાવાસ હોય છે. તે ભૌમેય નગરો બહારથી વૃત્ત, અંદરથી ચોરસ, નીચે પુષ્કરકર્ણિકા સંસ્થાન સંસ્થિત છે. તેની ચોતરફ ઉંડી અને વિસ્તીર્ણ ખાઈ અને પરિખા ખોદેલી છે. તે યાસ્થાને
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy