SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 3તિર્યચ-૨૧૩૫,૧૩૬ ૧૦૩ નિર્લેપના સંભવ નથી. “આટલા સમયમાં તે નિર્લેપ થઈ જશે' તેમ કહેવું અસંભવ હોવાથી અપદ કહ્યા. પ્રત્યુત્પન્ન ત્રસકાયિક કેટલા કાળે નિર્લેપ થાય? ગૌતમ ! જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને પદે સાગરોપમ શતપૃથક્વ. વિશેષ એ કે - જઘન્ય કરતા ઉત્કૃષ્ટ પદ વિશેષાધિક જાણવું. હવે અવિશુદ્ધ-વિશુદ્ધ વેશ્યા વિષયમાં કંઈક કહે છે – • સુગ-૧૩ ભગવાન ! વિશુદ્ધ લેરી આણગાર અસમવહત આત્માથી વિશુદ્ધલેથી દેવ, દેવી અનગરને જાણે છે ? જુએ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. ભગવન્! વિશુદ્ધલેક્સી અણગર અસમવહત આત્મા દ્વારા વિશુદ્ધલેયી દેવ, દેવી, અણગારને જાણે છે ? જુએ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. ભગવન અવિશુદ્ધલેયી અણગાર સમવહત થઈ આત્મા દ્વારા અવિશુદ્ધલેશ્યી દેવ, દેવી, અણગારને જુએ છે? જાણે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અવિશદ્ધલેચી અણગર સમવહત થઈ આત્મા વડે વિશુદ્ધલેક્સી દેવ, દેવી, અણગારને જુએ છે? જાણે છે ?. ના, તે અર્થ સમર્થ નથી. ભગવત્ / અવિશુદ્ધહેચી અણગર સમવહત કે અસમવહન થઈ આત્મા વડે અવિશુદ્ધલેક્સી દેવ, દેવી, અણગારને જાણે છે? જુએ છે? ના, તે અર્થ સમર્થ નથી.. અવિશુદ્ધ લેયી અણગર સમવહત કે અસમવહત થઈ, આત્મા વડે વિશુદ્ધ ઉચ્છી દેવ, દેવી, અણગારને જુએ છે ? જાણે છે ? તે અર્થ સમર્થ નથી. ભગવાન વિશુદ્ધ લેરી આણગાર સમવહત થઈ આત્મા વડે વિશુદ્ધ લેયી દેવ, દેવી, અણગારને જાણે છે? જુએ છે? હા, જાણે છે. જુએ છે. જે રીતે અવિશુદ્ધ વેશ્યાના લાવા કહ્યા એ રીતે વિશુદ્ધલેચીના પણ છ આલાવા કહેવા. યાવત ભગવત્ ! વિશુદ્ધલેયી અણગર સમવહલાસમવહત થઈ આત્મા વડે વિશુદ્ધવેશ્યી દેવ, દેવી, અણગારને જાણે-જુએ ? હા, જાણે-જુએ છે. • વિવેચન-૧૩૭ : વિમુર્ત: - કૃષ્ણાદિ લેશ્ય. મનમાર - જેને અગાગૃહ વિધમાનું નથી, તે અનગાર - સાધુ. મસમવતિ - વેદનાદિ સમુહ્નાત રહિત. સમવત • વેદનાદિ સમુઠ્ઠાત યુકત. આ રીતે બે સૂત્ર અસમવહત-સમવહત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળાના વિષયમાં, બે સૂત્ર સમવહત-અસમવહત આત્મા વડે વિશુદ્ધલેશ્યી વિષયમાં વિચારવા તથા અન્ય અવિશુદ્ધલેશ્ય-વિશુદ્ધલેશ્યી વિષયમાં બે સૂઝ સમવહdઅસમવહત આત્મા વડે છે. સમવહતાસમવહત એટલે વેદનાદિ સમુઠ્ઠાત ક્રિયાવિષ્ટ, પરિપૂર્ણ સમવહત નહીં અને સર્વથા અસમવહત પણ નહીં. આ રીતે અવિશુદ્ધલેસ્પીના છ સૂત્રો કહ્યા, એ પ્રમાણે વિશુદ્ધલેશ્વીના પણ છ સૂત્રો જાણવા. વિશેષ એ કે તેમાં જાણે છે - જુએ છે કહેવું. કેમકે યથાવસ્થિત જ્ઞાન-દર્શન છે. ૧૦૪ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) મૂલ ટીકાકારે પણ આ કહ્યું છે. -x-x-x- હવે સમ્યમ્ - મિથ્યા ક્રિયાનો એક સાથે હોવાનો નિષેધ કહે છે – • સૂગ-૧૩૮,૧૩૯ : ભગવન! અતીર્થિકો એમ કહે છે, ભાસે છે, પ્રજ્ઞાપે છે અને પરૂપે છે કે – એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. તે આ – સમૃકવ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે અને જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે. સમ્યકત્વ ક્રિયાને કરતી વેળા સાથે મિયાd કિયા કરે છે, મિથ્યાત્વે ક્રિયા કરતી વેળાએ સાથે સમ્યકત્વ ક્રિયા પણ કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે - સમ્યક ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. ભગવન ! આમ કઈ રીતે બને ? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે, ભાસે છે, પ્રજ્ઞાપે છે, પરૂપે છે કે – એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે આદિ પૂર્વવત યાવતુ સમ્યક ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા, તે જેઓ આમ કહે છે મિથ્યા છે. હે ગૌતમ ! હું પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે નિશે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. તે આ - સમ્યક ક્રિયા કે મિથ્યાત્વ ક્રિયા. જે સમયે સમ્યક ક્રિયા કરે છે. તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરતા નથી અને જે સમયે મિસ્રાવ ક્રિયા કરે છે, તે સમયે સમ્યકત્વ ક્રિયા કરતા નથી. એ રીતે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે, સમ્યકત્વ કે મિથ્યાત્વ ક્રિયા. [૧૩] તિર્યંચયોનિક અધિકારનો બીજો ઉદ્દેશો પૂર્ણ થયો. • વિવેચન-૧૩૮ - ભગવત્ ! અન્યતીર્થિકો - ચક આદિ સામાન્યથી એમ કહે છે - શ્રવણ અભિમુખ થયેલ પોતાના શિષ્યોને વિસ્તારથી વ્યક્તરૂપે કહે છે, પ્રકર્ષથી જણાવે છે - પોતાના આત્મામાં જે રીતે જ્ઞાન રહેલું છે, તે રીતે બીજાને જણાવે છે. તત્વ વિચારણાથી આ અસંદિગ્ધ છે એવું નિરૂપે છે. એક જીવ એક સમયે યુગપતું બે ક્રિયા કરે છે, તે આ રીતે - સગવથી - સુંદર અધ્યવસાયરૂપ અને મિથ્યાત્વયા - અસુંદર અધ્યવસાય. જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે તે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે ઈત્યાદિ - X - X - ભગવનું આમ કઈ રીતે બને ? આ પ્રમાણે ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - અન્યતીચિકો જે પૂર્વવત્ કહે છે, તે ખોટું છે. હું એમ કહું છું, બોલું છું, પ્રજ્ઞાપું છું, પ્રરૂપું છે કે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. સમ્યકcવ ક્રિયા કે મિથ્યાવ ક્રિયા. તેથી જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરતો નથી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy