SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૭ થી ૨૪ ૧૪૩ ૧૪૮ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વાયુકાયના સરૂપી રાવત સશરીરના રૂપને જતો નથી, તો પ્રદેશી ! હું તને હાથમાં આમળાવત્ જીવ કેમ દેખાડું? હે પ્રદેશી ! દશ સ્થાનોને છાસ્થ મનુષ્ય સવભાવથી જાણતા-જોતા નથી. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય, કાસ્તિકાય, અશરીરબદ્ધ જીવ, પરમાણુયુગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જિન થશે કે નહીં, આ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં? આ બધું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર અરહંત જિન કેવલી સવભાવથી જાણે છે - જુએ છે. તે આ - ધમત્તિકાય યાવત્ અંત કરશે કે નહીં. તો હે પ્રદેશ ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ત્યારે તે પ્રદેશીરાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદતા હાથી અને કુંથુનો જીવ સમાન છે? હા, દેશી ! - x • છે ભદતા હાથીથી કુંથુઓ અલાકમ, ક્રિય, શ્રાક્ષની છે અને એ રીતે આહાર, નિહાર, શાસોચ્છવાસ, ઋદ્ધિ, યુતિ અલ્પ છે અને કુંથુઆથી હાથી મહાકર્મી, મહાક્રિયાવાળો ચાવતું છે? હા, પ્રદેશી ! - X • તેમજ છે. ભદતા હાથી અને કુંથુનો જીવ સમાન કઈ રીતે છે? દેશી ! જેમ કોઈ કૂટગારશાળા હોય યાવત ગંભીર હોય. હવે કોઈ પુરુષ અનિ અને દીવો લઈને તે કૂટાગર શાળામાં અંદર પ્રવેશે. તે શાળાને ચારે તરફથી ધન-નિચિતનિરંતર, છિદ્રો, દ્વાર આદિ બંધ કરે. તે શાળાના બહુમધ્યદેશભાગે તે દીવો પ્રગટાવે. ત્યારે તે દીવો તે કૂટાગર શાળાને અંદર અંદર આવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે, પણ બહાર નહીં. હવે તે પણ તે દીવાને પિટારીથી ઢાંકી દે, ત્યારે તે દીવો તે પિટારીને અંદરથી અdભાસે છે, પણ પિટારીની બહારની કૂટાગારશાળાને નહીં. એ રીતે ગોકિલિંજ ગંડમાણિકા, પચ્છિપિંડક, આઢક, હદ્રઢિક, પ્રસ્થક, અદ્ધપક, અષ્ટભાગિકા ચતુભાંગડા, કોડશિકા, શશિકા, ચૌસહિકા કે દીપચંપકથી ઢાંકે તો ત્યારે તે દીવો દીપચંપકની અંદર અવભાસિતાદિ કરે છે, બહાર નહીં. એ રીતે ચૌસઠિકા બહાર નહીં કૂટાગારશાળા બહાર નહીં. એ પ્રમાણે હે પ્રદેશી ! જીવે પણ જે પ્રકારે પૂવકમબદ્ધ શરીર પામે, તે અસંખ્યાત જીવપદેશથી લઘુ કે મહા એ રીતે સચિત્ત કરે છે. તો તું શ્રદ્ધા ર, હે પ્રદેશી ! જીવ અન્ય છે અને શરીર માન્ય છે. • વિવેચન-૬૭ થી ૩૪ : ભદંત ! પ્રણા - બુદ્ધિ વિશેષથી ઉપમા. ગણનાયક-પ્રકૃતિ મહતર, દંડનાયકતંત્રપાલ, રાજા-ઈશ્વર આદિનું સ્વરૂપ પૂર્વે કહેલ છે. અમાન્ય-રાજ્યાધિષ્ઠાયક, ઘેટાપાદમૂલિકા, નગર-નગરનિવાસી પ્રજા, નિગમ-કારણિક, દૂત-બીજે જઈને રાજાદેશના નિવેદક, સંધિપાલ-રાજ્ય સંધિરક્ષક, નગગુણિય - નગર રક્ષા કરનાર. સંસM - સાક્ષિ સહિત, સહોઢ-સલોદ્ધ, સગેવેન્જ-ગળામાં બાંધેલ કિંચિત્ લોઘ. અવાઉડઅપાવૃત્ત બંધનબદ્ધ ચર. ભેરી-ઢક્કા, દંડ-વાદનદંડ. ઈ-દાન આપે છે, સમ્યક આલાપથી સંતોષતા નથી. ચતુર્ભાગી પાઠ સિદ્ધ છે. • x• ભલે તું સમ્યક્ આલાપથી મને સંતોષતો નથી, તો પણ મારા પ્રત્યે ભકિતબહુમાન કરતા આધ પુરાવતું વ્યવહારી છો, અવ્યવહારી નહીં. ભૂતએ વચનથી જે કાલુષ્ય પ્રાપ્ત કરેલ છે, તેને દૂર કરી પરમ સંતોષ પ્રાપ્ત કર્યો. કુંથુઆ અને હાથીનું પ્રદેશોથી તુરાત્વ છે. માત્ર સંકોચ કે વિકોચ ધર્મત્વથી કુંથુ-હાથીમાં ભેદ છે. - x • તેને અહીં લક્ષમાં ન લેવો. તે માટે અહીં દીવાનું દૃષ્ટાંત કહે છે. - આયુક લક્ષણ, શિયા - કાયિકી આદિ, આશ્રવ - પ્રાણાતિપાતાદિ. • x - gવ - મોટી પેટી, જેમાં બધી રસોઈ ખાય છે. ગોકલિંજ-જેમાં ગાયનું ભોજન રખાય છે. * * * * * આઢક, અર્ધાઢક ઈત્યાદિ મગધદેશ પ્રસિદ્ધ ધાન્યનું પ્રમાણ વિશેષ છે. ચતુભવિકા ઈત્યાદિ માગધ દેશ પ્રસિદ્ધ જ સમાન વિશેષ છે. દીપચંપક - દીવાનું ઢાંકણ. * * • સૂત્ર-૭૫ થી ૮૦ - [૩૫] ત્યારે દેશી રાજાએ કેશી કુમારશ્રમણને કહ્યું – ભદત! નિશે. મારા દાદાની આ સંજ્ઞા યાવત્ સિદ્ધાંત હતો કે જીવ એ જ શરીર છે, જીવ જુદો અને શરીર જુદું નથી. ત્યારપછી મારા પિતાની પણ આ સંજ્ઞા હતી, પછી મારી પણ આ સંજ્ઞા અને સિદ્ધાંત હતો. તેથી હું ઘણા પુરુષ પરંપરાગત કુળ નિશ્ચિત દષ્ટિ છોડીશ નહીં ત્યારે કેશીશ્રમણે પ્રદેશને કહ્યું - હે દેશી ! તું તે લોહ-વણિકની જેમ પશ્ચાત્તાપિત ન થઈશ. - - ભદતા તે લોહાસિક કોણ છે? હે પ્રદેશી ! તે કોઈ પર અથથિ, અગવેસી, અલુબ્ધક, આઈ કાંક્ષિત, પિપાસુ, અર્થગવેષણાર્થે વિપુલ પ્રણિત ભાંડમાથી ઘણાં જ ભોજન-પાન પાથેય લઈને એક મોટા કામિત, છિwાપાત, દીધેમાર્ગ અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે પરષો તે અકામિત આટલીના કોઈ દેશને પ્રાપ્ત કરી એક મોટી લોહ નામને જુએ છે. તે ચોતરફ લોઢા વડે કીર્ણ, વિસ્તીર્ણ, સજીડ, ઉવજીડ, ફૂટ, ગાઢ, અવગાહને જુએ છે, જોઈને સ્ટ-તુષ્ટ ચાવત હૃદયી થઈ એકબીજાને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો . લોહભાંડ ઈસ્ટ, કાંત ચાવતું મણામ છે. તો આપણે શ્રેયકર છે કે આપણે લોહભાટ બાંધી લઈએ, એમ કહી પરસ્પર આ વાત સ્વીકારીને લોહભાર બાંધીને અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી તે પુરુષો કામિત યાવત્ અટવીમાં કોઈ દેશને પામીને એક મોટી શીશાની ખાણને જુએ છે, બધું પૂર્વવત્ કહેવું. વાવ બોલાવીને કહ્યું - હે દેવાનપિયો ! શીશાના ભાંડ ચાવતુ મણામ છે. અભ એવા શીશાથી ઘણું લોઢ મેળવીશું. આપણે શ્રેયકર છે કે લોહભાર છોડીને શીશાનો ભારો બાંધીએ. પરસ્પર વાત સ્વીકારી લોકભારને છોડે છે અને શીશાનો ભારો બાંધે છે. તેમાં એક પણ લોહભાર છોડીને શીશાનો ભારો બાંધવા સમર્થ ન થયો. ત્યારે તે પૂરો, તે પુરુષને કહે છે - શીશાના ભાંડથી યાવતુ ઘણું લોઢું મળશે, તો લોહભાસ્ક છોડી દે અને શીશાનો ભાસ્ક બાંધી લે. ત્યારે તે પુરુષે કહ્યું - આ
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy