SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૪૫ ૪૦૦૦ ભદ્રાસનો ઉપર ૪૦૦૦ સામાનિક દેવો બેઠા. પછી સૂયભિદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ ચાર ભદ્રારાનોમાં બેઠી. પછી સૂભિ દેવની દક્ષિણપૂર્વે અત્યંતર પદાના ૮૦૦૦ દેવો, ૮૦૦૦ ભદ્રારાનોમાં બેઠા. પછી સૂયભિદેવની દક્ષિણે મધ્યમ પદિાના ૧૦,૦૦૦ દેવો, ૧૦,૦૦૦ ભદ્ધારાનોમાં બેઠ. ત્યારપછી તે સૂર્યાભદેવની દક્ષિણ-પશ્ચિમે બાહ્ય પર્યાદાના ૧૨,૦૦૦ દેવો ૧૨,૦૦૦ ભદ્રાસનોમાં બેઠા. પછી તે સૂયભિદેવની પશ્ચિમે સાત અનિકાધિપતિઓ સાત ભદ્રારાનોમા બેઠા. ત્યારપછી તે સૂયભિદેવની ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો ૧૬,૦૦૦ સીંહાસનોમાં બેઠા. તે આ રીતે – પૂર્વમાં ૪૦૦૦, દક્ષિણમાં-૪૦૦૦, પશ્ચિમમાં૪૦૦૦, ઉત્તરમાં-૪૦૦૦. તે આત્મરક્ષકો સદ્ધિ-દ્ધ-વર્મિત કવચવાળા, શરાસન પટ્ટિકાયુક્ત, ત્રૈવેયક પહેરેલા, બદ્ધવિદ્ધ વિમલવર ચિંધવાળા, ગૃહિત આયુધ-પ્રહરણ, ત્રણ સ્થાને નમેલ, ત્રિસંધિક, વજ્રમય કોડી-ધનૂરીૢ લઈને, પાપ્તિ કાંડ કલાપ, નીલ-પીત-રકત પ્રભાવાળા ધનુ-ચારુ-ચમ-દંડ-ખડ્ગ-પાશને હાથમાં લઈને, નીલ-પીન-ત-સાપ-ચારુ-ચર્મ દંડ-ખડ્ગ-પાશ ધારણ કરેલ, આત્મરક્ષક, રક્ષા ઉપગત, ગુપ્ત-ગુપ્તપાલિત, યુક્ત-મુક્તપાલિત, દરેકે દરેક વિનયપૂર્વક પોતાની આચાર-મર્યાદા મુજબ સેવક થઈને રહ્યા છે. • વિવેચન-૪૫ : પૂર્વે દર્શાવેલ સિંહાસન ક્રમથી સામાનિકાદિ બેરો છે. તે આત્મરક્ષકો સન્નદ્ધબદ્ધ-વર્મિત કવચવાળા, શરાસનપટ્ટિકા બાંધેલ, પ્રૈવેયક આભરણ પહેરેલા, વિમલવર ચિહ્નટ્ટ પહેરેલા, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલ, આદિ-મધ્યમ-અંતે નમેલ, આ ત્રણેમાં સંધિભાવથી, વજ્રમય કોટી ધનૂષ લઈને, વિચિત્ર કાંડ કલાપના યોગથી- જેના હાથમાં નીલકાંડ કલાપ છે તે, એ રીતે પીળા અને લાલ પણ જાણવા. જેના હાથમાં ચાપ, ચારુ-પ્રહરણ વિશેષ, અંગુઠા અને અંગુલી આચ્છાદન રૂપ ચર્મ, એ રીતે દંડપાણી, ખડ્ગપાણી, પાશપાણી. યથાયોગ નીલ-પીત-ક્ત-ચાપ-ચારુ-ચર્મ-દંડ-ખડ્ગ પાશ ધારક આત્મરક્ષક દેવો રક્ષાને કરે છે. તે એકચિતપણે, તેમાં પરાયણ વર્તે છે તે રક્ષોપગા, ગુપ્ત પણ સ્વાતિભેદકારી નહીં. ગુપ્ત-બીજાને પ્રવેશ્ય, પાલિ-સેતુ જેમાં છે તે ગુપ્તપાલિકા. યુક્ત-સેવકના ગુણોથી યુક્ત. યુક્ત-પરસ્પર બદ્ધ. જે પાલિમાં બૃહદ્ અંતર નથી તે યુક્ત પાલિકા, સમય-આચાર. કિંકર - તે ખરેખર કિંકર નથી, તેમના પણ પૃથક્ આસન હોવાથી, પરંતુ તેઓ નિજાચાર પરિપાલનથી, વિનિતપણે તથારૂપે રહે છે. - ૪ - ૧૧૯ - સૂત્ર-૪૬,૪૭ : [૪૬] ભગવન્ ! સૂચભિદેવની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! ચાર પલ્યોપમ. ભગવન્ ! સૂચભિદેવના સામાનિક પર્યાદામાં ઉત્પન્ન દેવની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! ચાર પલ્યોપમ તે સૂયભિદેવ મહાઋદ્ધિ, મહાધુતિ, મહાલ, મહાયશ, મહાસૌખ્ય, મહાપ્રભાવવાળો છે. . . અહો ભદંત! તે સૂયભિદેવ આવો મહા ઋદ્ધિક યાવત્ મહાનુભાગ છે. રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ [૪૭] ભગવન્ ! સૂચભિદેવે તે દિવ્ય-દેવઋદ્ધિ, દેવધુતિ, દેવાનુભાગ કઈ રીતે લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી ? તે પૂર્વભવે કોણ હતો ? શું નામ કે શું ગોત્ર હતું ? કયાં ગામ યાવત્ સંનિવેશનો હતો? શું દઈને કે ખાઈને, શું કરીને કે આચરીને ? કેવા તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પાસે એક પણ આર્ય ધાર્મિક સુવાનને સાંભળીને કે અવધારીને સૂયભિદેવે તે દિવ્ય દેવ િયાવત્ દેવાનુભાવને લબ્ધ-પ્રાપ્ત કે અભિ સન્મુખ કરી ? • વિવેચન-૪૬,૪૭ : ૧૨૦ સૂર્યાભદેવની સ્થિતિ આદિના સૂત્રો સુગમ છે...બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે તે અથવા શાસ્ત્રપ્રસિદ્ધ અઢાર કર જેમાં છે તે ગામ. જેમાં કર વિધમાન નથી તે નગર. નિગમ-પ્રભૂતતર વણિક્ વર્ગનો આવાસ. રાજાધિષ્ઠાન નગર તે રાજધાની. ધૂળ પ્રાકારનિબદ્ધ-ખેટ. ક્ષુલ્લક પ્રાકાર વેષ્ટિત તે કર્બટ, મંડપ - અર્ધા ગાવના અંતરયુક્ત. ગ્રામાંતર રહિત. પરંન-જળ સ્થળ નિર્ગમ પ્રવેશ. - x - દ્રોણ મુખ-જળ નિર્ગમ પ્રવેશ. સન્નિવેશ-તયાવિધ સામાન્ય લોકનો નિવાશ. શું અશનાદિ દાન દઈને ? અંતઃપ્રતાદિ ખાઈને ? તપ, શુભધ્યાનાદિ કરીને ? પ્રત્યુપેક્ષા-પ્રમાર્જનાદિ આચરીને, મુનિ દીપરત્નસાગરે કરેલ સૂર્યાભદેવ પ્રકરણનો ટીકા-સહિત અનુવાદ પૂર્ણ
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy