SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સૂત્ર-૪૧,૪૨ ૧૦૯ પર્યાપ્તિભાવ પામ્યા પછી આવો સંકલ્પ થયો. મારે પહેલા કે પછી શું કરણીય છે ? શું શ્રેયરૂપ છે ? મારે પહેલા કે પછી હિતપણે-પરિણામે સુંદરતા માટે, સુખપણે, ક્ષમાસંગતત્વને માટે, નિઃશ્રેયસ-નિશ્ચિત ક્લયાણને માટે, આનુગામિક-પરસ્પર શુભાનુબંધ સુખને માટે થશે ? - X • x - આ બધું પ્રાયઃ સુગમ છે. પૂર્વે વ્યાખ્યાત છે, વાયની ભેદ પણ બહુ મોટો નથી સ્વયં જાણવું. શુદ્ધોદક પ્રક્ષાલનથી માવાન - ગૃહીત આચમન, વોક્ષ - થોડાં પણ શંકિત મલને દૂર કરવો, તેથી જ પરમશુચિભૂત. મહાર્ચ-જેમાં મણિ, કનક, રતનાદિ ઉપયોજાય છે. મહાઈ-જેમાં મહાન પુજા છે તે. મહાઈ-ઉત્સવને યોગ્ય, વિપુલ-વિસ્તીર્ણ. શકાભિષેકવ ઈન્દ્રાભિષેક ઉપસ્થિત કર્યા. અહીં મોટો વાચના ભેદ છે, તેથી લખીએ છીએ - ૧૦૦૮ સુવર્ણના કળશ, ૧૦૦૮ રૂપાના, ૧૦૦૮ મણિના, ૧૦૦૮ સુવર્ણમણિમય, ૧૦૦૮ સુવર્ણરૂધ્યમય, ૧૦૦૮ રૂમ્રમણિમય, ૧૦૦૮ સુવર્ણરૂધ્યમણિમય, ૧૦૦૮ માટીના કળશો છે. ૧૦૦૮-૧૦૦૮ શ્રૃંગાર, દર્પણ, સ્થાલ, પાણી, સુપ્રતિષ્ઠિત ચાવતુ ધૂપના કડછાં વિકર્યો છે, વિકર્વીને તેણી ઉત્કૃષ્ટ ઈત્યાદિ વ્યાખ્યા કરાયેલ છે. મળતૂર - કષાય, સર્વ પુષ્પો, સર્વ ગંધવાસાદિ, સર્વમાળા, સવૈષધિ, સરસવોને ગ્રહણ કરે છે. આ જ ક્રમ - પહેલા ક્ષીર સમુ ગયા, ત્યાં જળ અને ઉત્પલાદિ લે છે. પછી પુકરોદ સમુદ્ર પણ તેમજ. પછી મનુષ્ય ક્ષેત્રમાં ભરત-ઐશ્વત ક્ષેત્રમાં માગધાદિ તીર્થોમાં તીર્થોદક અને તીર્થ માટી લે છે. પછી ગંગા, સિંધ, રક્તા, રકાવ નદીમાં નદીનું જળ અને કાંઠાની માટી લે છે. પછી લઘુહિમવતું અને શિખરીમાં સર્વત્વરાદિ લે છે. પચી ત્યાં જ પાદ્રહ-પુંડરીક દ્રહમાં દ્રહનું જળ અને ઉત્પલાદિ લે છે. પછી હૈમવત, ઐરણ્યવત્ વર્ષક્ષેત્રમાં રોહિતા, રોહિતાંશા, સુવર્ણકૂલા, રૂધ્યકૂલા મહાનદીમાં નદીનું જળ, બંને કાંઠાની માટી લીધી. પછી શબ્દાપાતિ, વિકટાપાતી વૃત્ત વૈતાદ્યમાં સર્વે તૂવરાદિ લીધી. પછી મહાહિમવંત અને ટૂંકમી વર્ષધર પર્વતોમાં સર્વે તુવરાદિ લીધા. પછી મહાપતા અને પુંડરીક દ્રહોમાંથી ઉદકાદિ લીધા. પછી મહાપા અને પુંડરીક દ્રહોમાંથી ઉદકાદિ લીધા. પછી હરિવર્ષ, રમ્યક વર્ષમાં હરિસલિલા-હરિકાંતા-નરકાંતા-નારીકાંતા મહાનદીમાંથી જળ અને માટી લીધા. પછી ગંધાપાતી, માલ્યવત્ વૃત્ત વૈતાદ્યમાંથી તુવરાદિ, પછી નિષધ, નીલવંત વર્ષધર પર્વતમાંથી સર્વ નવરાદિ લીધા. પછી ત્યાં રહેલ તિગિચ્છિ, કેસરી મહાદ્રહોમાંથી જળ આદિ લીધા. પછી પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સીતા-સીતોદા નદીમાંથી જળ, માટી લીધા. પછી બધી ચક્રવર્તી વિજયના માગધાદિ તીર્થનું જળ અને માટી લીધા. પછી વક્ષસ્કાર પર્વતોમાંથી સર્વ તૂવરાદિ લીધા. પછી બધી અંતર નદીના જળ અને માટી, પછી મેરુ પર્વતના ભદ્રશાલવનના તુવરાદિ, પછી નંદનવનમાં ત્વરાદિ અને સરસ ગોશીપચંદન, પછી સૌમનસવનમાં સર્વત્વરાદિ, સમ્સ ગોશીષ ચંદન, પુષ્પમાળા લીધા. પછી પંડકવનથી તુવર, પુષ, ગંધ, માળા, ગોશીષ ચંદન, દિવ્ય પુષ્પમાળા લીધા. દર - કુંડિકાના ભાજનને વટથી બાંધી, તેના વડે ગાળીને, કે તેમાં પકાવેલ જે મલયોદભવતાથી પ્રસિદ્ધ શ્રીખંડ, તેની સુગંધી-પરમ ગંધયુક્ત ગંધોને ગ્રહણ કરે છે. .. પાણી છાંટીને, સંભવિત કચરો શોધીને, છાણ આદિથી લીપીને તથા છાંટેલાં જળ વડે જ શુચિ-પવિત્ર, કચરો દૂર કરવાથી સમૃષ્ટ ગલીના માર્ગો અને હાટ માર્ગો. કેટલાંક દેવો હિરણ્યરૂપ મંગલભૂત બીજા દેવોને આપે છે. એ રીતે સવર્ણ, રા, પુષ્પ, ફળ, માળા, ગંધ, ચૂર્ણ, આભરણ, એ બધું પણ બીજા દેવોને આપે છે, તે કહેવું. જેમાં ઉત્પાતુ પૂર્વ નિપાત છે તે ઉત્પાતનિપાત, એ રીતે નિપાતોત્પાત, સંકુચિત પ્રસારિત, ગમનાગમન, ભ્રાંત-સંધ્યાંત, આરમટ-સોલ દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે કોઈ દેવો ‘qક્કા' શબ્દ કરે છે, પોતાને સ્થૂળ કરે છે, લાસ્યરૂપ નૃત્ય કરે છે. તાંડવરૂપ નૃત્ય કરે છે, ભૂમિ આદિ ઉપર આસ્ફોટન કરે છે. ઉછળે છે, વધુ ઉછળે છે, નીચે પડે છે, ઉછળે છે, તીછ પડે છે.જવાલા માલાકુલ થાય છે, તપ્ત અને પ્રતપ્ત થાય છે. મોટા શબ્દથી ચૂકાર કરે છે. દેવો વાયુની જેમ ઉત્કલિકા કરે છે. દેવોના પ્રમોદભરવશથી સ્વેચ્છા વયન વડે બોલ-કોલાહh, દેવ કહકક કરે છે. તે અલંકારસભામાં પહેલા પદ્મલ એવા સુકુમારપણે સુરભી ગંઘકાપાયિક દ્રવ્ય પરિકમિતાથી લઘુશાટિકાથી ગમોને સાફ કરે છે. નાકના નિશ્વાસના વાયુ વડે વાહય, આ ઉપમાથી તેની ગ્લણતા કહી. ચહેર- વિશિષ્ટ રૂપાતિશય કલિતત્વથી સ્વવશ કરે છે. અતિશય વર્ણ અને સ્પર્શથી યુક્ત છે. ઘોડાની લાળથી પણ વધુ સૂક્ષ્મ. અતિ વિશિષ્ટ મૃત-લઘવ ગુણયુક્ત. ધવલ-મોત, સુવર્ણ વડે ખચિત અંતકર્મ • આંચલ કે છેડારૂપ. આકાશ ટિક સમાન અતિ સ્વચ્છ, સ્ફટિક વિશેષ સમાનપભાં. દિવ્ય દેવદાધ્યયુગલ, ધારણ કરે છે, હારાદિ આભરણોને ધારણ કરે છે. તેમાં - હર - અઢાર સરો, અઈહાર-નવસરો, એકાવલિ-વિચિમમણિકા, મુક્તાવલી - મુકતાફળમયી, રત્નાવલી - રનમય મણિકાત્મિક, પ્રાલંબ-સુવર્ણમય વિચિત્ર મણિરત્નથી ચિત્રિત શરીર પ્રમાણ આભરણ વિશેષ, કટક-લાસિક ભરણ, બુટિતબાહુ ક્ષિકા, અંગદ-બાહુનું આભરણ વિશેષ, - x • કુંડલ-કાનનું આભરણ, ચૂડામણિ-સકલ પાર્થિવ રન સર્વસાર દેવેન્દ્ર મનુષ્યન્દ્ર ઊd કૃત નિવાસ, નિઃશેષ અમંગલ-અશાંતિ-રોગપ્રમુખ દોષાપહાકારી પ્રવર લક્ષણોપેત પરમમંગલભૂત આભરણ વિશેષ. ચિગાણિ - વિવિધ પ્રકાના જે રનો, તે સંકટ ચિત્ર રન સંકટ પ્રભૂત રનના સમૂહ યુક્ત દિવ્ય પુષમાલા, ગ્રંથિમ-ગ્રંથ વડે નિવૃત, જે સૂગાદિ વડે બંધાય છે. પૂરિમ - જે ગ્રચિત હોય અને વેટન કરાય છે. પુષ્પલંબૂસક - ગંડક. વંશશલાકામય પંજરાદિમાં પૂરાય છે, સંઘાતિમ - પરસ્પરથી નાળ સંઘાત વડે બાંધેલ. • સૂp-૪૩,૪૪ : [૪] ત્યારે તે સુભદેવ કેશાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર, વાલંકાર એ ચતુર્વિધ અલંકાર વડે અલંકૃત્વ અને વિભૂષિત થઈને - પતિપૂણલિંકાર થઈને સીંહાસનથી ઉભા થાય છે, થઈને અલંકાર સભાના પૂર્વના
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy