SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સુ - o ૧૦૩ ૧૦૪ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ દેવશયનીયવત શયનીયનું વર્ણન, આઠ-આઠ મંગલ, ધ્વજ, છાતીછો છે. તે ઉપપાત સભાનું પૂર્વે એક મોટું દ્રહ છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ૧૦ યૌજન ઉંડુ છે. તે દ્રહની ઈશાનમાં અહીં એક મોટી અભિષેક સભા કહી છે. સુધમસિભાના ગમક મુજબ ચાવતું ગોમાનસિકા, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન ચાવતું મુકાતાદામ છે. ત્યાં સૂયભિદેવના ઘણાં અભિષેક ભાંડ રહેલા છે. આઠ આઠ મંગલ પૂર્વવત. તે અભિષેક સભાની ઈશાનમાં અહીં એક અલંકારિક સભા કહી છે. સુધમસિભા મુજબ ઠયોજન મણિપીઠિકા સપરિવાર સિંહાસન સુધી કહેવું. ત્યાં સુયભિદેવના ઘણાં જ અલંકાર ભાંડ છે, બાકી પૂવિ4. તે અલંકારિકક્સભાની ઈશાનમાં એક મોટી વ્યવસાય સભા કહી છે. Guપાત સભા સમાન સપરિવાર સીંહાસન, મણિપીઠિકા, આઠ આઠ મંગલો આદિ કહેતા. ત્યાં સૂયભિદેવનું એક મહાન પુસ્તકમાં રહેલું છે. તે પુસ્તક રનનું વર્ણન આ પ્રમાણે - રત્નમય પત્રક, રિઠ રતનમય કંબિકા, તપેલ સુવર્ણમય દોરા, વિવિધ મણિમય ગાંઠ, વૈડૂર્યમય લિયાસન, રિષ્ઠરનમય ઢાંકણ, તપેલ સુવર્ણમય સાંકળ, રિહરનમય શાહી, વજનમય લેખણી, રિટરનમય અારોથી ધાર્મિક શાસ્ત્ર લખેલ છે. વ્યવસાયસભા ઉપર આઠ-આઠ મંગલો છે. તે વ્યવસાયસભાની ઈશાન દિશામાં નંદા પુષ્કરિણી કહી છે. તે દ્રહ સંદેશ છે. તે નંદા પુકરણીની ઈશાનમાં એક મોટી ભલિપીઠ કહી છે. સર્વરનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. • વિવેચન-૪૦ : તે સિદ્ધાયતનની ઈશાનમાં ઉપપાતસભા કહી છે. તેનું સુધમસભાના ગમ મુજબ સ્વરૂપ વર્ણન - પૂવદિ દ્વારા ત્રણ, મુખમંડપ, પ્રેક્ષાગૃહમંડપાદિ, ઉલ્લોક વર્ણન પર્યના કહેવું. તેના બહુસમ રમણીય ભૂમિભાગની બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી છે, ઈત્યાદિ તે અભિષેક સભાના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી છે. માત્ર અહીં પરિવારભૂત ભદ્રાસનો કહેવા. તે સિંહાસનમાં સૂયભિદેવના અભિષેક યોગ્ય ઘણાં ઉપકાર રહેલ છે. તે અભિષેક સભાની ઈશાન દિશામાં એક મોટી અલંકાર સભા કહી છે. અભિષેકસભા સમાન પ્રમાણ, સ્વરૂપ, ત્રણ દ્વાર, મુખ મંડપ, પ્રેક્ષાગૃહ મંડપાદિ વર્ણન પ્રકારથી સિંહાસન સુધી કહેવું. તેમાં સૂર્યાભદેવના અલંકાર યોગ્ય ભાંડ રહેલા છે, બાકી પૂર્વવતું. તે અલંકારસભાની ઈશાનમાં એક મોટી વ્યવસાય સભા કહી છે. તે અભિષેક સભા સમાન પ્રમાણાદિ સપરિવાર સિંહાસન સુધી કહેવું. ત્યાં એક મોટું પુસ્તક રત્ન રહેલ છે. તેનું વર્ણન – રિષ્ઠ રનમય પૃષ્ઠક, રત્નમય દોરામાં પત્રો પરોવેલા છે. વિવિધ મણિમય ગાંટ દોરાની આદિમાં છે, જેથી પગો નીકળે નહીં, એક રનમય પદો છે. વિવિધ મણિમય શાહીનું ભાજન છે. તે ભાજનની સાંકળ તપેલ સુવર્ણની છે. તેનું છાદન રિઠ રનમય છે ઈત્યાદિ. તે ઉપાત સભાની ઈશાન દિશામાં એક મોટી બલિપીઠ કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી ઈત્યાદિ પૂર્વવતુ. તે બલિપીઠની ઈશાન દિશામાં એક મોટી નંદાપુષ્કરિણી કહી છે. તે દ્રહ પ્રમાણ છે. તેના ગિસોપાન અને તોરણ વર્ણન પૂર્વવત છે. સૂર્યાભિદેવનું વિમાન વર્ણવ્યું. હવે તેનું અભિષેક વર્ણન – • સૂત્ર-૪૧,૪૨ - [૧] તે કાળે તે સમયે સૂર્યાભદેવ તકાળ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પતિઓ પૂર્ણ કરી – આહાર - શરીર - ઈન્દ્રિય-નાણ-ભાષામના પયપ્તિ. ત્યારે તે સૂયભદેવને પંચવિધ પયતિથી પતિભાવ પામીને આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – મારે પહેલા શું કરવું જોઈએ ? પછી શું કરવું જોઈએ ? મને પહેલા શું શ્રેય છે ? પછી શું શ્રેય છે ? મારે પહેલા પણ-પછી પણ હિત, સુખ, શેમ, નિઃશ્રેયસ, આનુગામિકપણે થશે ? ત્યારે તે સુભદેવના સામાનિક પદામાં ઉત્પન્ન દેવ સૂયભિ દેવના આવા અભ્યાર્થિત રાવત સમુuplને સમ્યફ રીતે જાણી સૂયભિદેવ પાસે આવ્યા. સૂયાભિદેવને બે હાથ જોડી, મસ્તકે આવઈ કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવીને આમ કહ્યું – હે દેવાનુપિયા સુયભિ વિમાનમાં સિદ્ધાયતનમાં જિન ઉોધ પ્રમાણ ૧૦૮ જિનપતિમા બિરાજમાન છે. સુધમસિભામાં માણવક ચૈત્યમાં ખંભમાં જમય ગોળ-વૃત્ત સમુગકોમાં ઘણા જિન અસ્થિ રહેલા છે. તે આપને અને બીજા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને ચાનીય યાવતું પર્યાપાસનીય છે. તેથી પૂર્વવત્. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તેનું સ્વરૂપ સુધમસિભાના દેવશયનીયવત્ કહેવું. • x • ઉપપાત સભાની ઈશાન દિશામાં એક મોટો દ્રહ કહ્યો છે. તે ૧૦0 યોજન લાંબો, ૫૦ યોજન પહોળો, દશ યોજન ઊંડો છે. નંદાપુષ્કરિણી વતું વર્ણન સંપૂર્ણ કહેવું. તે પ્રહ એક પાવરવેદિકાથી ચોક વનખંડથી ચોતરફથી પરિવૃત છે. તે દ્રહની ત્રણે દિશામાં ટિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તે ગિસોપાન પ્રતિરૂપકો અને તોરણનું વર્ણન પૂર્વવતુ. તે દ્રહના ઈશાનમાં એક મોટી અભિષેક સભા કહી છે તે સુધમસભાવતું પ્રમાણ, સ્વરૂપ, ત્રણ દ્વાર, મુખમંડપાદિ પ્રકારથી ગોમાનસી વક્તવ્યતા સુધી કહેવું. - x -
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy