SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૦ થી ૨૩ o શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમન કરીને આમ કહ્યું - ભગવત્ ! નિર્ગસ્થપવચન સુખ્યાત છે, બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આવો ધર્મ કહી ન શકે. એમ કહી પપૈદા પાછી ગઈ. ત્યારે શેતરાજા ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી હર્ષિત-સંતુષ્ટ આનંદિત ચિત્ત યાવત્ હર્ષના વશરી વિકસિત હૃદય થઈ ભગવત્ મહાવીરને વાંદી-નમીને પ્રશ્નો પડ્યા, પૂછીને અને જાણ્યા, જાણીને ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને ભગવન મહાવીરને વાંદી-નમીને આમ કહ્યું - ભગવન્! નિગ્રં પ્રવચન સુકથિત છે યાવતુ હાથી ઉપર બેસીને ભગવન મહાવીર પાસેથી, આમશાલ વન ચૈત્યથી નીકળે છે, નીકળીને જ્યાંથી આવેલો, ત્યાં પાછો ગયો. અર્થાત - x • જે દિશામાંથી સમવસરણમાં આવેલા હતો, તે જ દિશામાં પાછો ગયો. હવે સૂયભિદેવ ધમદિશના શ્રવણથી પ્રભૂતતર સંસાર-વૈરાગ્ય જન્મતા સ્વવિષયક ભવ્યવાદિ પ્રશ્ન પૂછતા કહે છે - ભવસિદ્ધિક અર્થાત્ ભવ્ય, તેથી વિપરીત અભવસિદ્ધિક-અભવ્ય. ભવ્ય પણ કોઈ મિથ્યાર્દષ્ટિ હોય, કોઈ સમ્યગ્દષ્ટિ હોય તેથી પોતાના સમ્યગુપ્ટિવના નિશ્ચયને માટે પૂછે છે, સમ્યગુદૈષ્ટિ પણ કોઈ પરિમિત સંસારી હોય • કોઈ અપરિમિત સંસારી. ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરવા છતાં કોઇને અનંત સંસારભાવ છે, તેથી પૂછે છે - પરિત સંસારી કે અનંત સંસારી ? જેનો સંસાર પરિમિત છે તે પરિત સંસારી. જેનો સંસાર અનંત છે તે અનંતસંસારી પરિત સંસારી પણ કોઈ સુલભબોધિ હોય જેમ શાલિભદ્ર, કોઈ દુર્લભબોધિ હોય, જેમ પુરોહિત પુગનો જીવ. તેથી પૂછે છે - ભવાંતરમાં જિનધર્મ પ્રાપ્તિ સુલભ હોય સુલભબોધિ. એ રીતે દુર્લભબોધિ. સુલભબોધિ પણ કોઈ બોધિ પામીને વિરાધે છે. તેથી પૂછે છે - બોધિને સમ્યકુ પાલન કરે છે તે આરાધક, તેથી વિપરીત તે વિરાધક. આરાધક પણ કોઈ તે જ ભવે મોક્ષગામી ન થાય, તેથી પૂછે છે - ચરમ કે અચરમ. ચરમ એટલે અનંતર ભાવી ભવ જેનો છે તે. તેથી વિપરીત તે અચરમ. સૂર્યાભિ આમ પૂછતા ભગવત્ મહાવીરે તેને કહ્યું - સૂચભ ! તું ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યદૈષ્ટિ છો, મિથ્યાદૃષ્ટિ નથી. પuિસંસારી છો, અનંતસંસારી નથી. સુલભબોધિ છે, દુર્લભ બોધિ નથી. આરાધક છો, વિરાધક નથી. ચરમ છો, અચરમ નથી. ભગવન ! આપ બધું કેવલ જ્ઞાનથી જાણો છો, કેવલદર્શનથી જુઓ છો. આના વડે દ્રવ્ય ગ્રહણ કર્યું. સચરાચર વિષય જ્ઞાનદર્શન જણાવવા કહે છે - ઉtવલોક, અધોલોક બધી દિશામાં જાણો છો, અને જુઓ છો. આના દ્વારા ક્ષેત્ર પરિગ્રહ કહ્યો. આ બંને જ્ઞાન વાdમાનિક પણ સંભવે છે, તેથી સર્વ કાળ-વિષય જ્ઞાન, દર્શન પ્રતિપાદનાર્થે કહે છે - અતીત, અનાગત અને વર્તમાનને જાણો છો, જુઓ છો. આના વડે કાળ ગ્રહણ કર્યો. તેમાં કોઈ સર્વ દ્રવ્યકોરા-કાળ વિષયક જ્ઞાન સર્વ પયિ વિષયક ન સંભવે તેવી સર્વે ભાવો-પર્યાયોને પ્રતિદ્રવ્ય પોતાના અને પારકાની પાયિોને કેવળજ્ઞાનથી જાણે છે, કેવળદર્શનથી જુએ છે. * * * * * * * * * રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉતકાળે મેં આવા સ્વરૂપની દિવ્ય દેવદ્ધિ-દેવહુતિ-દેવાનુભાવ લબ્ધ. દેશાંતર જતાં પણ કંઈક થાય છે, તેથી કહે છે - પ્રાપ્ત. પ્રાપ્ત થવા છતાં પણ કંઈક અંતરાયના વશથી અનાત્મવશ થાય છે. તેથી કહે છે - અભિમુખ થઈ છે. દેવાનુપ્રિયની પાસે ભક્તિ-બહુમાનપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિર્ણવ્યોને દિવ્ય દેવદ્ધિ-દેવઘુતિ-દેવાનુભાવ દેખાડે છે. બત્રીશ પ્રકારે નાટ્ય વિધાન દેખાડવાને ઈચ્છે છે. ભગવનું મહાવીર, સૂયભ દેવના અનંતરોદિત અર્ચના કરણ માટે આદરવાળા થતા નથી, અનુમતિ પણ આપતા નથી. કેમકે પોતે વીતરાગ છે અને ગૌતમાદિને નાટ્યવિધિ સ્વાધ્યાયાદિમાં વિઘાતકારી થાય, તેથી માત્ર મૌન રહે છે. આ પ્રમાણે સૂર્યાભિદેવે બીજી-ત્રીજી વખત કહેવા છતાં ભગવત્ મૌન જ રહ્યા. પછી પરિણામિકી બુદ્ધિથી તવ સમજીને ભગવંત મૌન જ છે. ઉચિત છે કે કંઇ ન બોલવું. કેવળ મારે પોતાની ભક્તિને દેખાડવી જોઈએ, એમ પ્રમોદના અતિશયથી જાતપુલક થઈને સૂર્યાભિ દેવે ભગવાન મહાવીરને સ્તુતિથી વંદે છે, કાયા વડે નમે છે. વાંદીને-નમીને ઈશાન દિશામાં ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – બહુસમ ભૂમિ, પ્રેક્ષાગૃહ મંડપ, મણિપીઠિકા, સિંહાસન, ચંદરવો, સાંકુશ, મુક્તાદામઆ બધાંનું વર્ણન પૂર્વવત્ જાણવું. પછી સયભદેવે તીર્થકર ભગવંતને જોઈને પ્રણામ કર્યા કરીને ભગવનું મને અનુજ્ઞા આપો, એમ કહી તીર્થકર સન્મુખ ઉત્તમ સીંહાસને બેઠો. પછી સૂયભિદેવે નાટ્યવિધિમાં પહેલા જમણી ભુજા પ્રસારી. કેવી રીતે ? વિવિધ મણિ-કનક-રનો જેમાં છે કે, તેમાં મણી-વિવિધ ચંદ્રકાંત આદિ, કનક-વિવિધ વર્ણપણે અલગ અલગ કહ્યા. રત્નો-કર્કીતનાદિ. તથા નિર્મલ, મહાત્ ઉપભોક્તાને યોગ્ય અથવા મદમ્ - ઉત્સવ ક્ષણને યોગ્ય તે મહાઈ તથા નિપુણ બદ્ધિગમ્ય છે. વિવ - પરિકર્મિત, મિસિમિસંત - દીપતા એવા વિરચિત મહા આભરણ, કટક-ક્લાસિક આભરણ, ત્રુટિસ-બાહુરક્ષક, બીજા જે શ્રેષ્ઠ આભૂષણો, તેના વડે ભાસ્વર, પીવર-શૂલ, પ્રલંબ-દીધ. તે દક્ષિણ ભુજાથી ૧૦૮ દેવકુમારો નીકળે છે. કેવા પ્રકારે ? સર્દેશ-સમાન આકારવાળા. આકારથી કોઈ સર્દેશ છતાં વર્ણથી સમાન હોતા નથી, તેથી સમાન વણ વયા પ્રતિપાદનાર્થે કહે છે - જેમની સમાનવણ વયા છે તે. સમાન વચા છતાં કોઈક વયથી વિસર્દેશ સંભવે છે, તેથી કહે છે - સમાન વયવાળા. સર્દેશ લાવણ્યઅતિ શુભગત શરીર કાંતિ, રૂપ-આકૃતિ વડે, ચૌવન-ચૌવનિકતા, ગુણ વડે-દક્ષત્વપ્રિયંવદવાદિથી યુક્ત. સમાન આમરણ, લક્ષણ, ગૃહીત નિયોંગ-ઉપકરણ, નાટ્ય ઉપકરણ વડે. બંને પડખે સંવૃત અગ્ર જેને છે કે, સામર્થ્યથી ઉત્તરીય વડે. તથા અત્યંત બદ્ધ વિચિત્ર વર્ણપટ્ટરૂપ પરિકર જેવી છે તે. તથા જે આવર્તનમાં ફિણ નીકળેલ છે, તે “સફેનકાવ' કહે છે. તે સફેનકાવથી રચિત • નાટ્યવિધિથી યુક્ત. જે નિવસનના વાના છેડા લટકે છે તે. તે ચિત્રવર્ણ, દેદીપ્યમાન નિવસન
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy