SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫૬ થી 98 ૨૦૫ ૨૦૬ ઉવવાઈ ઉપાંગર-સટીક અનુવાદ પ્રમાણ. -x- શંકા-નાભિ કુલકર-૫૫-ધનુષ હતા, તેની પત્ની મરુદેવી, તે પ્રમાણમાં જ હોય, કેમકે “ઉચ્ચનં કુલકર સમાન” એ વચનથી. તેથી તેની અવગાહના ઉત્કૃષ્ટથી અધિકતર થાય છે. તો સૂત્ર પ્રમાણે વિરોધ કેમ ન આવે ? ભલે ઉચ્ચત્વ કુલકરતુલ્ય તેની સ્ત્રીનું પણ કહ્યું છે, તો પણ પ્રાયિકવથી, સ્ત્રીઓ પુરપથી થોડી ઓછી ઉંચી હોય છે. તેથી ૫૦૦ ધનુષ-સંભવે છે. અથવા વૃદ્ધ કાળે સંકોચથી ૫૦૦ ધનુષ થયા હોય અથવા બેઠેલ અવસ્થામાં તે સિદ્ધ થયા છે, માટે વિરોધ ન માનવો. અથવા બાહચ અપેક્ષાએ આ ઉત્કૃષ્ટ અવગાહના કહી હોય, અથવા આને આશ્ચર્ય જાણવું. પૂર્વે સાત હાથ ઉંચાઈવાળાની જઘન્યથી સિદ્ધિ કહી, તો પછી એક હાથ અને આઠ અંગુલ પ્રમાણને કઈ રીતે સિદ્ધિ થાય ? તો કહે છે કે – સાત હાથ ઉંચાઈમાં સિદ્ધિ કહી તે તીર્થકર અપેક્ષા છે, તે સિવાય બે હાથ પ્રમાણ કુમપુત્રાદિ સિદ્ધ થયા, તેથી તેને જઘન્ય જાણવા. બીજા કહે છે – સાત હાથ પ્રમાણના સંવર્તિત અંગોપાંગ વાળાની સિદ્ધિ તે જઘન્યાવગાહના છે. T૪૦ ગાથા - નિજૅલ્થ • x • x • કોઈ લૌકિક પ્રકારે ન રહેલ. શું તે દેશભેદથી સ્થિત છે કે સર્વથી, તેની આશંકા નિવારવા કહે છે - જે દેશમાં એક સિદ્ધ-નિવૃત, તે દેશમાં અનંતા કઈ રીતે ? ભવાયથી મુકત. આના દ્વારા સ્વેચ્છાથી ભવાવતરણ સામર્થ્યવાળાના મતના વિચ્છેદકર્યું છે. અન્યોન્ય સમવગાઢ, તથાવિધ અચિંત્ય પરિણામવથી ધમસ્તિકાયાદિવ4. સૃષ્ટામ્બધાં લોકાંતે લગ્ન હોય છે. કેમકે અલોકથી પ્રતિખલિતવણી છે. હુસરૂ - ગાથા આત્મસંબંધી સર્વ પ્રદેશોથી અનંતા સિદ્ધો લોકાંતને સ્પર્શે છે. નિયમો - નિયમથી સિદ્ધ, તે પણ અસંખ્યાત ગુણા છે. કઈ રીતે સ્પષ્ટ ? સર્વપદેશથી. કઈ રીતે ? સર્વાત્મપ્રદેશથી અનંતો સ્પષ્ટ છે, એક સિદ્ધની અવગાહનામાં અનંતો સિદ્ધો અવગાઢપણે હોય છે. એક-એક દેશે અનંતા, એ રીતે એક-એક પ્રદેશથી પણ અનંતા. અહીં દેશ-દ્વયાદિ પ્રદેશ સમુદાય, પ્રદેશ-નિર્વિભાગ અંશ. સિદ્ધના અસંખ્ય દેશપદેશ રૂપ - ૪ - હવે સિદ્ધોને લક્ષણથી કહે છે. અમરીયા ગાયા ઉતાર્થ છે. વડના સ ય ના જ્ઞાન-દર્શનના સર્વ વિષયતા ઉપદર્શન કરતા કહે છે - વન ગાહા. કેવળજ્ઞાનોપયુક્ત હોવાથી અંતઃકરણ ઉપયુક્ત નહીં. ભાવથી, તેનો અભાવ છે. સર્વભાવગુણભાવાન - સમસ્ત વસ્તુગુણ પર્યાય. તેમાં જુન - સહવર્તી, પર્યાય - ક્રમવર્તી. પતિ - સર્વથા કેવલર્દષ્ટિ વડે અનંત - અનંતકેવલદર્શન વડે. અનંતત્વથી સિદ્ધોના અનંત વિષયવથી દર્શન-કેવલ ર્દષ્ટિ વડે અનંતા કહા. અહીં આદિમાં જ્ઞાનગ્રહણ વડે પ્રથમષણે તેનું ઉપયોગસ્થપણું સિદ્ધ છે, તે જણાવવાનું છે. હે સિદ્ધોના નિરુપમ સુખપણાને દર્શાવવા માટે કહે છે – “ય અસ્થિ” ગાથા. તેમાં અMાબાહ-વિવિધ આબાધાના અભાવને પ્રાપ્ત. - - એ કઈ રીતે ? ને વાળ આદિ અનુતર સુરદેવોનું જે મિકાલિકસુખ, તેને સર્વકાળ • અતીતાદિ ત્રણે કાળથી પિડિત-ગુણવાથી સર્વોદ્ધાપિડિત. તેનાથી અનંતગુણ. આ પ્રમાણે કદાચ અસદ્ભાવ કલાનાથી એક-એક આકાશ પ્રદેશમાં તેને સ્થાપવામાં આવે તો સકલ લોકાલોકાકાશ અનંત પ્રદેશ પૂરણથી અનંત થાય છે. તો પણ તે મુક્તિ સુખ સમાન ન થાય. કેમકે સિદ્ધોનું સુખ અનંતાનંતપણે છે. દેવમુખ કઈ રીતે ? અનંત એવા વર્ગવગોંચી. વર્ગને વર્ગ વડે વર્ણિત કરવાથી. જેમકે - બે. બેના વર્ગનો વર્ગ એટલે ૨ x ૨ = ૪ નો વર્ગ ૧૬ થાય તેમ. ચૂર્ણિકાર કહે છે – અંત વર્ગ-વર્ગવડે-ખંડને ખંડ વડે ખંડિત કરવાથી સિદ્ધનું સુખ જે આવે, તે પણ મનુષ્યાદિના સુખની સમાન ન હોય [અર્થાત્ વધુ હોય.] સિદ્ધના ઉત્કર્ષ બીજા ભંગ વડે કહે છે. સિદ્ધ-મુક્ત સંબંધી સુખ, સુખની જે સશિ-સમૂહ, સુખસંઘાત. સર્વોદ્ધાપિડિત - સર્વ કાળ સમય ગુણિત જે થાય, આના વડે આની કલાના મામતા કહે છે. તે અનંત વર્મભક્ત - અનંત વર્ગથી અપવગિત કરતા, સવકાશમાં - લોકાલોકરૂપમાં સમાઈ શકતું નથી. * * * * * * * * * સવકાશ પ્રદેશ રાશિથી ભૂયાંસ - ઘણો વધારે થાય છે. - x • x• વૃદ્ધોક્ત અધિકૃત ગાથા વિવરણનો ભાવાર્થ – જે આ સુખભેદો છે તે સિદ્ધસુખ પર્યાયપણે વ્યાદિષ્ટ છે. તેની અપેક્ષાએ તેના ક્રમથી ઉત્કૃષ્યમાન - અનંત સ્થાન વર્તિત્વ ઉપચારથી - તે શશિને અસદ્ભાવ સ્થાપનાથી સહસ સમયરાશિ, તે સો. સહસને સો વડે ગુણતાં લાખ થાય. ગુણન - સર્વ સમય સંબંધી સુખ પયયોના મીલનાર્થે છે. અનંત રાશિ માનો કે દશ છે. તેનો વર્ગ તે સો. તેને અપવર્ણિત કરતા લાખ થાય. ઈત્યાદિ કલ્પનાથી * * * * * સમીભૂતપણું દેખાયું. તેમાં અનંતરાશિ વડે ગુણિત કરતાં અનંતવર્ગથી અનંતાનંતક રૂપથી અતી મહાસ્વરૂપથી પવતિત કરતાં કંઈક બાકી રહે છે. તે રાશિ ઘણી મોટી હોય છે. તેના કરતાં પણ સિદ્ધસુખ સશિ મોટી છે. * * * * * બીજા વળી આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે - સિદ્ધ સુખ-પર્યાય સશિ • આકાશપદેશાગ્રણી ગુણિત આકાશપદેશાગ્ર પ્રમાણ. તે પરિણામવથી સિદ્ધસુખ પર્યાયો છે. સવદ્ધિાપિડિત - સર્વ સમય સંબંધી સંકલિત થઈને, અર્થાત્ અનંત વડે અનંતશઃ વર્ગ-વર્ગમલ વડે ભક્ત-અપવર્તિત, અત્યંત લઘુકુતુ. • X - X • તે અતિ લઘુ હોવા છતાં સવકાશમાં સમાતી નથી. હવે સિદ્ધસુખની અનુપમતાને દષ્ટાંતથી કહે છે. ગાઈ ગાથા. પૂવધિ વ્યકત છે, ન ઘg - અરયથી આવેલો અરણ્યવાસી પ્લેચ્છ નગરના ગુણોને કહેવાને સમર્થ નથી. કેમકે નગરના ગુણોની ઉપમા આપી શકાય તેવી ઉપમાનો અરણ્યમાં અભાવે છે. તેની કથા કંઈક આવી છે - [સંક્ષિપ્ત કથાસાર- કોઈક પ્લેચ્છ મહારશ્ય વસતો હતો, કોઈ વખતે કોઈ રાજા દુષ્ટ અશ્વને કારણે અરણ્યમાં પ્રવેશ્યો. પ્લેચ્છે તે રાજાને જોયો, રાજાનો યથોચિત સત્કાર કર્યો. પછી તેના દેશમાં પહોંચાડ્યો. રાજાએ તેને પોતાનો ઉપકારી સમજીને તેના રાજમાં વિશિષ્ટ ભોગાદિ વડે આગતા-સ્વાગતા કરી,
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy