SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ૩૧ ૧૫૫ ૧૫૬ ઉવવાઈ ઉપાંગર-સટીક અનુવાદ પિય-મનોજ્ઞ-મણામ-મનોભિરામ-હૃદયગમનીય વાણી વડે જય-વિજય-મંગલાદિ સેંકડો શબ્દોથી અનવરત અભિનંદતા, અભિdવતા આ પ્રમાણે કહે છે - હે નંદ ! તમારો ય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાઓ, આપનું કલ્યાણ થાઓ, ન જીતેલાને જીતો. જીતેલને પાળો, જીતેલા મધ્યે રહો. - વિવેચન-૩ર : કેવા શો ? અશ્વવર-અશ્વો મધ્ય પ્રધાન, નાT - હાથી, નાગધર-હાથી ધારક પુરષો. રહસંગેલિ-રથ સમુદાય. • સૂગ-૩૧ (અધુરેથી) : ત્યારે તે ભભસારપત્ર કુણિક સજ ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો. તેની આગળ જળ ભરેલ ભંગાર, ગૃહિત તાલવૃત્ત, ઉંચુ કરેલ શૈત છત્ર, ઢોળાતા એવા ચામર ચાલતા હતા. તે સર્વઋદ્ધિથી, સવયુતિથી, સબલથી, સર્વ સમુદયથી, સર્વ આદરથી, સર્વ વિભૂતિથી, સર્વ વિભૂપાથી, સર્વ સંભમરી, સવ પુષ-ગંધ-માળાઅલંકારથી, સર્વ ગુટિત શબ્દના સંનિપાતથી, મહાદ્ધિ, મહાતિ, મહાબલ, મધ્ય સમુદય, મહાનું શ્રેષ્ઠ qમાં એકસાથે વગાડાતા હતા તે શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુહી, હુડુક્ક, મુખમુરવ, મૃદંગ, દુંદુભિના નિર્દોષના નોદિત રd-Mનિ થઈ રહ્યો હતો. • વિવેચન-૩૧ (અધરેથી) : ત્યારે તે કોણિક ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - “તે નીકળે છે”, એ સંબંધ જોડવો. અભ્યáત-અભિમુખ ઉદ્ગત-ઉત્પાટિત શૃંગાર તથા પ્રગૃહીત તાલવૃતવીંઝણાને લઈને, ઉદ્ભૂિત શેતછત્ર-સફેદ છબ ઉંચુ રાખીને. પ્રવીજિતા વાલવ્યંજનિકાચામરો વિંઝાતા. સM-સમસ્ત, ઋદ્ધિ-આભરણાદિ રૂપ લક્ષ્મી, આ પ્રમાણે બીજા પદો પણ જાણવા. વિશેષ આ - કુત્તા - સંયોગથી પરસ્પરોચિત પદાર્થોના, વત્ત - સૈન્ય, સમુહ - પરિવારાદિ સમુદાયથી, આદર-પ્રયત્નથી, વિભૂતિ વડે, વિભૂષા-ઉચિત વેશભૂષા આદિ કરવાથી. સંભમ-ભક્તિની ઉત્સુકતાથી, ક્યાંક આ ચાર પદ વધારે દેખાય છે - પાર્ફ - કુંભકારાદિ શ્રેણિ વડે, નાય - નગર કટકાદિ પ્રધાન વડે, તાતાયર - તાળી આપીને, પ્રેફાકારી અથવા દંડાશિક વડે. સબ્લોરોહહિં - સર્વ અવરોધ વડે, સમસ્ત અંતઃપુર વડે, સર્વ પુષ-ગંધ-માળા-અલંકાર વડે. પુપ-અગ્રથિત, વાસ-ગંધ, મારાપ્રયિત, આ જ અલંકાર અથવા મુગટ આદિ. ક્યાંક “સર્વે પુષ્પગંધ-માળા-અલંકાર-વિભુષા વડે” એવો પાઠ પણ છે. સર્વે તુર્યોનો જે શબ્દ-વનિ અને તેનો સંગત જે નિનાદ-પ્રતિશબ્દ છે. તથા તે પૂર્વોક્ત અદ્ભયાદિ પદાર્થોના સર્વપણા છતાં તેનું મહત્પણું કહેલ નથી, તેથી કહે છે - મહાનું ઋદ્ધિથી અહીં યુક્ત શબ્દ બધાં સાથે જોડવો. આ રીતે બીજા પદો પણ જાણવા. મહતું-બ્રહનું શ્રેષ્ઠ તુર્ય-વાઘોના ચમકસમક-યુગપd, સાથે જે પ્રવાદિત-ઇવનિત, તથા શંખ, પ્રણવ-ભાંડNડહ-ઢોલ, પટહ-પણવથી વિપરીત, ભેરી-મોટું કાહલ. હુડુક્ક, મુરજમહામદલ, મૃદંગ-મઈલ, દંભી-મહાઢક્કા આ બધાંનો જે નિર્દોષ-નાદિતરૂપ સ્વ, તેમાં નિઘોષ-મહાધ્વનિ, નાદિત-શબ્દાનુસારી નાદ. • સૂર-૩૨ - ત્યારે તે કણિક રાજા ચંપાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળતા, ઘણાં ધના, કામાથ, ભોગા, કિભિષિક, કારોટિક, લાભાર્થી, કરબાધિત, ifખક, ચકીક, લાંગલિક, મુખ માંગલિક, વર્ધમાન, પુષ્યમાનવ, ખંડિગણ તેવી ઈષ્ટ-કાંત અસ્થfસ્થા - દ્રવ્યાર્થી, કામાર્થી-મનોજ્ઞ શબ્દ-રૂપનો અર્થી, ભોગાર્થી-મનોજ્ઞા ગંધ-રસ-પર્શનો અર્થી, લાભાર્થી-ભોજન માગાદિ પ્રાપ્તિનો અર્થી, કિબિષિકપરવિપકપણાથી પાપવ્યવહારી ભાંડાદિ, કારોટિક-કાપાલિક અથવા તાંબૂલ સ્થગિક વાહક, કારવાહિકકર પીડિત અથવા નૃપાભાવ્યવાહી. શાંખિકા-હાથમાં ચંદન ગર્ભ શંખ રાખેલા અથવા માંગાકારી શંખવાદક, ચક્રિક-ચક્ર પ્રકરણવાળા અથવા કુંભકાર, તૈલિક આદિ, નાંગલિક-ગળામાં લટકતું સોનાનું હળ આકારે ધારણ કરનાર ભટ્ટ વિશેષ કે ખેડૂત. મુહમંગલિય-જેના મુખમાં મંગળ છે તે, ચાટુકારી. વદ્ધમાણ-સ્કંધ ઉપર રાખેલ પરષ, પરમાણવ-પૂર્ણ માનવ માગધા. ખંડિકગણ-છત્ર સમુદાય. તાહિવિવક્ષિત વડે. હવે વિવાિતત્વને કહે છે - ઇક્રાહિં-ઈચ્છવા યોગ્ય છે ઈટ અથ વાંછિત. પ્રયોજન વશ ક્યારેક ઈટ પણ કાંત હોય કે અકાંત પણ હોય, તેથી કહે છે - કાંતશબ્દો વડે કમનીય, પિય-પિયાર્થ, મનોજ્ઞ-જે મનથી સુંદરપણે જણાય છે તે અતિ ભાવથી સુંદર, મણામ-મનથી જે ફરી ફરી ગમે છે કેમકે સુંદરપણું છે તેથી. મણાભિરામમનથી વિધિપૂર્વક બહુ કાળ પર્યન્ત રમ્ય લાગે છે તે મનોભિરામ. તેના વડે. બીજી વાચનામાં પ્રાયઃવાણીના વિશેષણરૂપે જોવા મળે છે તે ઉરાલ-ઉદાર, શબ્દથી અને અર્થચી. કલાણ-કલ્યાણ, શુભાર્ય પ્રાપ્તિસૂચક. સિવ-ઉપદ્રવરહિત અર્થાત્ શબ્દાર્થ દૂષણરહિત ઘણ-ધન્ય, ધનપ્રાપ્તિક, મંગલ-અનર્થ પ્રતિઘાત સાધી વાણી વડે, સશ્રીક-શોભાયુક્ત, હિચયણમણિજ્જ-હૃદયગમનીય, સબોધા. હિચયપલ્હાચણિજ્જ-હદય પ્રહલાદનીય, હૃદયગત કોપ-શોક ગ્રંથીની નાશકારી. મિત-પરિમિત અક્ષરવાળી, મધુકોમળ શબ્દવાળી, ગંભીર-મહા ધ્વનિ, ગ્રાહિકા-શ્રોતાને દૂરવધાર્ય અર્થને ગ્રહણ કરાવનારી. માહિં . જેમાં સો અર્યો હોય છે તે. અથવા અર્થથી ઘણાં કુળપણાથી યુકત, તાહિં - ચપુનરક્ત એવી, વગૂનવાણી વડે. આ વાણી વિશેષણો ઈસ્ટ આદિ પ્રાયઃ કાર્થિક છે. જયવિજયમંગલસએહિં-જય, વિજય ઈત્યાદિ મંગલ અભિધાયક સો વચનો વડે. અનવસ્વ-નિરંતર, અભિનંદd-અભિનંદન આપતા, રાજાની સમૃદ્ધિ અનંત થાય તેમ કહેતા. અભિમુહંતા-રાજાને અભિખવતા. જય જય નંદા! અહીં જય જય એ સંભમમાં દ્વિવચન છે. નંદતિ-સમૃદ્ધ થાય છે. ‘નંદ' એ આમંત્રણ વયન છે. જગgiદભુવન સમૃદ્ધિકારક. ભદ્ર-લ્યાણવાનું કે કલ્યાણકારી. શેષ વ્યક્ત છે - ૪ - • સૂત્ર-૩૨ (અધુરેથી) :દેવોમાં ઈન્દ્ર સમાન, અસુરોમાં ચમરવત, નાગકુમારોમાં ધરણવત, તારામાં
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy