SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૩૧ ૧૪૩ સુખેથી બેસે છે. શુદ્ધ-ગંધ-પુણ અને શુભ [ચાર) જળ વડે તથા કલ્યાણકરપ્રવર નાન વિધિથી સ્નાન કરે છે. પછી બહુવિધ સેંકડો કૌતુક વડે કલ્યાણકાવર નાન કર્યા પછી, રુંવાટીવાળા-સુકુમાલ-ગંધકાષાયિત વસ્ત્રથી શરીર લુછયું અને સસ-સુરભી-ગોશીષ ચંદનથી ગમોને લેપન કર્યું દૂષિત-સુમહાઈ-ક્ષ્યરત્નથી સુસંવૃત્ત થયો, પવિત્ર માળા પહેરી, વણકવિલેપન કર્યું. મણિ સુવર્ણના બનેલ હાર, અર્વહાર, મિસરક, પાdબ, પલંબમાન કટિસૂત્ર વડે સારી રીતે શોભા કરી. શૈવેયક પહેર્યું. આંગળીમાં અંગુઠી પહેરી, લલિત આભરણોથી અંગોને વિભૂષિત કર્યા. ઉત્તમ કટક, શ્રુટિત વડે ભુજ ખંભિત કરી. રાજાની શોભા અધિક થઈ, મુદ્રિકાને કારણે આંગળીઓ પીળી લાગતી હતી, મુખ કુંડલથી ઉધોતિત લાગતું હતું, મુગટથી મસ્તક દીપતું હતું, હારથી વક્ષસ્થળ સુરચિત હતું. લાંબુ-લટકતું-વસ્ત્રનું ઉત્તરીય કર્યું. વિવિધ મણિ-કનકરનયુકત વિમલ-મહા-નિપુણ શિપીથી તૈયાર કરાયેલ ચમકતવિરચિત-સુશ્લિષ્ટ-વિશિષ્ટ-લષ્ટ વીરવલયો પહેર્યા. • વિવેચન-3૦ (અધુરુ) : મgTયાત્રા - વ્યાયામ શાળા. માવાયામ નોન અનેક વ્યાયામ નિમિત યોગ્ય આદિ વડે, તેમાં યોગ્ય-ગુણકારી, વલ્સન-ઉલંઘવું, વામીન-એકબીજાના ચાંગોનું મોટન, મલ્લયુદ્ધ, કરણ-અંગભંગ વિશેષ જે મલશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સયપાગસો વખત જે પકાવેલ અથવા જુદી જુદી સો ઔષધિ વડે તૈયાર કરીને જે પકાવેલ તે શતપાક, એ રીતે સહસ્ત્ર પાક પણ જાણવું. સુગંધી તેલ આદિથી અત્યંગન કર્યું. આદિ શબ્દથી ઘી-કપૂર-પાણી આદિ લેવા. તે કેવા પ્રકારે હતું ? પીણણિજ્ય-રસ, લોહી, ઘાતુને સમતાકારી. દપ્પણિજગલકારી હોવાથી દર્પણીય. મયણિજ-મન્મથ વર્ધનપણાથી મદનીય, વિંટણિજબૃહણીય-માંસને પુષ્ટ કરવાથી. સર્વેન્દ્રિય અને ગામોને પ્રહલાદનીય. બીજી વાયનામાં ક્રમ ભેદ છે. તેલચર્મ-તેલથી અચંજિતને જ્યાં રહીને સંબોધના કરાય છે તે તૈલયમ, ત્યાં સંબોધિત કર્યા. પપુઆ પfજપા પ્રતિપૂર્ણ હાથ-પગો, સુકુમારકોમલ-અત્યંત કોમળ, તલ-તળીયા છે. છેવ - અવસરજ્ઞ, બોંતેર કલા પંડિતો વડે. વળ • કાર્યમાં અવિલંબિતકારી વર્ડ, પાકું - પ્રાતાર્થ, લબ્ધ ઉપદેશ વડે. વસત • સંબોધન કર્મમાં સાધુ વડે, મહાવ - અપૂર્વ વિજ્ઞાન ગ્રહણશક્તિક. નિપુણ-સૂમ, જે શિલા-અંગમર્દનાદિ, તેને ઉગત-અધિગત વડે. મMTUT= અમ્પંગન-મદન-ઉદ્વલન કરણમાં જે ગુણવિશેષના નિર્માતા. મુઠTV - હાડકાને સુખકારી, તેના વડે. એ રીતે બાકીના પદો જાણવા. સંવાદUTU - સંગાધના કે સંવાહના વડે અર્થાત્ વિશ્રામણા વડે. ખેદ-દિનતા, પરિશ્રમવ્યાયામ જનિત શરીરનું અસ્વાથ્ય વિશેષ, તેને દૂર કરે છે. સમસ્ત-સર્વ, જાલવિવિધ છિદ્ર સહિતનો ઘરનો કોઈ ભાગવિશેષ, તેનાથી આકુળ-વ્યાપ્ત અને અભિરામ ૧૪૮ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ રમ્ય. પાઠાંતરથી સમુવર - મુક્તાફલ યુક્ત જાળ વડે આકુળ અને રમ્ય. વિચિત્ર મણિરત્નયુક્ત કુટિમતલ-ભૂમિકા. સુહા - શુભોદક, તીર્થોદક વડે અથવા સુખોદક-અતિ ઉષ્ણ નહીં તેવા, ગંધોદક-ચંદનાદિ સ મિશ્ર, પુણોદક-પુષ સ મિશ્ર, શુદ્ધોદક-સ્વાભાવિક જળ. તત્ય કોઉયસત-તંત્ર અર્થાત્ સ્નાન અવસરે, જે કૌતુક-રક્ષા આદિ સેંકડો વડે. પમલ-રંવાટીવાળા, તેથી જ સુકુમાલ, ગંધપધાન કાષાયી-કપાય રંગી વા તથા ક્ષિત-વિરક્ષિત, અંગ-શરીર જેનું તે. અતિ - ઉંદર આદિ વડે દૂષિત ન કરાયેલ, સુમહાઈ-બહુમૂલ્ય જે દૂષ્યરત્ન-પ્રધાન વા, તેના વડે સંવૃત-પણિત અથવા સારી રીતે સંવૃત-પરિહિત. વન - પવિત્ર, માળા-પુષ્પદામ, વર્ણવિલેપન-શોભા કરનાર કુંકુમાદિ વિલેપન. જો કે વર્ણક શબ્દથી નામકોષમાં ‘ચંદન’ અર્થ છે. તો પણ “ગોશીષ ચંદનથી અનલિત ગામ" આ વિશેષણથી ચંદનને કહેલ હોવાથી અહીં વર્તકની ‘ચંદન’ વ્યાખ્યા કરી નથી. આવતું - પહેર્યા છે મણિ સુવર્ણo • x • પિનદ્ધ-બદ્ધ, ગીવાદિ-વેયક, અંગલીયક-ડોક અને આંગળીનું આભરણ. લલિતાંગક-લલિતશરીર, કૃતાનિ- વિન્યસ્ત, પહેર્યા છે, લલિત આભરણ જેણે છે. અથવા પિનદ્ધ-શૈવેયક, અંગુલીયક લલિત અંગ સમાન મનોજ્ઞ કેશ-આભરણ અને પુષ્પાદિ જેના વડે તે. વરકટકતુટિક-પ્રધાન હસ્ત આભરણ, બાહાના અભણ વિશેષ, તેના બહત્વથી તંભિત થયેલ ભુજા જેની છે, તે તથા અધિકરૂપથી સશ્રીક-શોભાસહિત જે છે તે. - - ક્યાંક “વીંટી વડે પીળી આંગળી” એવો પાઠ પણ છે કુંડલ વડે ઉધોતિત મુખ આદિ સ્પષ્ટ છે. હારોત્યય-હાર વડે આચ્છાદન કરાયેલ, સુચરઈયસારી રીતે કરાયેલ રતિક પ્રિીતિકર વક્ષ-છાતી જેની છે તે. પાલંબ-દીધ, પલંબમાણઝુંબમાન-લટકતા, પડ-વસ્ત્ર, તેના વડે સારી રીતે કરાયેલ ઉતરાસંગ વાળો. UTTTTTr#UTTe વિવિધ મણિ-કનક-રત્ન વડે વિમલ, મહાર્દ, નિપુણ શિથી વડે ઓવિયતિ-પરિકર્મિત, મિસિમિસંત-દેદીપ્યમાન, વિરચિત-નિર્મિત, સુશ્લિષ્ટ-સારી સંધી, વિશિષ્ટાનિ-બીજા કરતાં વિશેષતાવાળી, લટ-મનોહર, આવિદ્ધ-પહેરેલા છે, વીરdલય કે શ્રેષ્ઠ વલયો જેના વડે તે. કદાય બીજા કોઈ સુભટ હોય તો તે આ વીરને જીતી ન શકે કે આ વલય છોડાવી ન શકે એવા તે વીરવલય. • સુત્ર-૩૧ (અધુરેથી) : [તે રાજાનું બીજું કેટલું વર્ણન કરીએ ? કલાવૃક્ષ જેવો તે રાજા અલંકૃ4વિભૂષિત થયા પછી જણાતો હતો. કોરંટપુની માળા યુક્ત છગને ધારણ કરેલો, ચાર ચામરથી વિંઝાતા અંગવાળો, લોક દ્વારા મંગલ-જય શબ્દ કરાતો, નાનગૃહથી નીકળ્યો. નાના ગૃહથી નીકળીને તે રાજા અનેક ગણનાયક, દંડનાયક, રાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈન્સ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે સંપરિવૃત્ત થઈ ધવલ મહામેઘનતી જેમ નીકળ્યો. ગ્રહણ અને તારાગણથી દીપતી અંતરિક્ષ મદયે રહેલ ચંદ્ર જેવા પ્રિયદર્શનવાળો
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy