SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સૂત્ર-૨૬ ૧૩૩ તેને ધારણ કરતી હતી. તેમાં હાર-અઢારસરો, અર્ધહાર-ગ્નવસરો, પ્રયુક્ત માણિક્ય યુક્ત કંકણો, રનના કુંડલો અથવા પ્રયુક્ત રન કુંડલો તથા પહેરેલા પ્રલંબિત હેમાલાદિવાળી, આ હેમાલ-છિદ્રવાળા સુવણલિંકાર વિશેષ તથા મણિજાલ, કનકાળ. વૈકક્ષકકૃત્ સુવર્ણ સૂત્ર, છાતી ઉપર મિસરક, કંકણો, વિશેષ પ્રકારસ્તી વીંટી, વિવિધ મણિમયી માળા, કંઠસૂત્ર-ગળામાં રહેલ સંકલક વિશેષ, રૈવેયક, સુવણી કટિસૂત્ર, તિલક-લલાટનું આભરણ, કુલ્લક-પુષ્પાકૃતિ લલાટ-આભરણ વિશેષ, સિદ્ધાર્શિકા-સર્ષપપ્રમાણ સુવર્ણકણથી રચિત સોનાની કંઠિકા, કર્ણવાલિકા-કાનના ઉપર ભાગનું આભૂષણ વિશેષ • x ••• : - ગુટિકા-બાહુ રક્ષિકા, હરતમાલક, હરિસત્તિ, કેયૂર-બાહનું આભરણા વિશેષ, વલય-કટક વિશેષ, પ્રાલંબ-ઝુંબનક, ગળાનું આભરણ વિશેષ, ગુલીયકઆંગળીનું આભરણ વિશેષ, વલાક્ષ, દીનારમાલિકા, ચંદ્રમાલિકા, સૂર્યમાલિકા, કાંચીમેખલા તે કેડના આભરણ છે, કલાપ-કંઠનું આભરણ વિશેષ, મેખલા કલાપ, કિંકિણીકા-નાની ઘંટિકા, રનમય જાંઘ ઉપર લટકતા સંકલક, જેને અંતે નાની ઘંટિકા હોય છે, ઉત્તમ નૂપુર, ક્ષુદ્રઘંટિકા પ્રધાન તુલા કોટિક, ચલનમાલિકા-પગનું આભરણ વિશેષ, નિગડ આકારનું સોનાનું પગલું આભરણ વિશેષ, જાલક-પગનું આભરણ વિશેષ, મગરમુખથી શોભતા નૂપુર. પંચવર્ષી રંજન દ્રવ્ય કુસુભાદિ, જેના વડે રંજિતપણાથી લાલ જેવા લાલરંગના, મનોહર વસ્ત્રો પહેર્યા. તે વો મહાઈ, નાકમાંથી નીકળેલ વાયુથી ઉડી જાય તેવા લઘુ, અંગ આવકપણાથી ચક્ષહર, અતિશય વણદિયુક્ત, ઘોડાની લાળની જેમ સુકુમાર તથા કંઈક ધવલ, સુવર્ણ મંડિત આંચ-છેડાવાળા. આકાશ સ્ફટિક સર્દેશ પ્રભાવાળા વસ્ત્રો પહેર્યા હતા. તુષાહિમ, દગરતિ-ઉદકરજવતુ પાંડુર જે દુકૂલવો, તેની જેમ સુકુમાલ અને રમણીય જે ઉત્તરીય ઓઢેલ હતા, તથા ઉત્તમ આભરણથી ભૂષિત હતી. બધી ઋતુના સુગંધી પુણો વડે સુરચિત, વિચિત્ર ઉત્તમ માળાને ધારણ કરે છે. સુગંધી ચૂર્ણ વડે અંગરાગથી - દેહ રંજન વડે, ઉત્તમ વાસ વર્ડ અને પુષ સ્ત્રના વિશેષથી જે વિરાજિત છે. અધિક શોભા સહિત, તથા ઉત્તમ મધ્યે જે શ્રેષ્ઠ ધૂપ, તેના વડે ઘપિત-સુગંધી કરાયેલ તથા શ્રી-દેવતા, તેણી લોકમાં શોભન વેપવાળી રૂઢ છે, તેથી તેની ઉપમા કરાઈ છે. દિવ્ય-શ્રેષ્ઠ, કુસુમ-અવિકસિત, માલ્ય-વિકસિત માળાઓ વડે પૂજાસજ, અંજલિ પુટ કરેલ, ઉંચાઈમાં દેવોમાં કંઈક ન્યૂન ઉંચાઈવાળી, ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્રની જેવી કાંતિવાળી, ચંદ્રથી અધિક સૌમ્ય દર્શનવાળી, ઉકાની જેમ ઉધોતમાન. - - -વિધુત જે ઘન મરીચ-કિરણો, સૂર્યના તેજથી અધિકતર, સબ્રિકાશ-જેની દીપ્તિ છે તે તથા, શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી તથા સંગત-ઉચિત જે ગમનાદિ, તેમાં નિપુણ જે સંગત ઉપચાર કુશલ, અહીં ગત-ગમન, હસિત-હાસ્ય, ભણિત-વચન, ચેષ્ટિત-ચેષ્ટા, વિલાસ-નેત્રવિકાર. - x • સલલિત-માધુર્ય સહિત, સંતાપ-પરસ્પરભાષણ અથવા લલિત સાથે સંલાપ-કહ્યું છે કે- કામિનીના હાથ-પગ ગનો વિન્યાસ અને ભૂ-નેગ-હોઠ પ્રયોજિત સૌંદર્ય તે લલિત કહેવાય છે. ઉપચારપૂm. : - - - સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન એ બધાં અવયવોના જે લાવણ્યપ્રધાન રૂ૫ વડે પૃહણીય, ચૌવન અને વિલાસ વડે યુક્ત. વિલાસ-સ્થાન, આસન, ગમન અને હાથ, ભૂ, નેત્ર કમોંથી જે વિશેષથી ઉત્પન્ન થાય તે ગ્લિટને વિલાસ કહે છે. શિરીષ-શિક્ષિ નામક તરકુસુમ, નવનીત-માખણ, તો અને મૃદુક સુકુમારઅતિ સુકુમાર, તેના જેવો સ્પર્શ જેનો છે તે તથા, કલિકલુપ-રાડ, પાપકર્મથી ભગત, તથા ઘૌત-પ્રક્ષાલિત અને નિર્માત વાળી નાંખેલ છે રજ-મલ જેમાંથી તે તથા સૌમ્યનીરજ, કાંત-કામ, પિયદેસણ-સુભગા, સુરૂપ. જિનેશ્વર પ્રતિ ભકિત વડે કરાયેલ જે દર્શનાનુરાગ, તે તથા તેના વડે હર્ષિત-સંજાત રોમાંસાદિ હર્ષ વડે ઓવઈયઅવતર્યા, ઉતર્યા. જિનસકાસ-જિન સમીપે. * * * * * • સૂત્ર-૨૭ (અધુરુ) : ત્યારે ચંપાનગરીના શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ, પથમાં મોટા જનશળદ, જનભૂહ, જનબોલ, જનકલકલ, જન-ઉમ, જનઉcકલિકા, જન-સક્રિપાતમાં ઘણાં લોકો પરસ્પર આમ કહેતા-બોલતા-પ્રજ્ઞાપના કરતાપ્રરૂપણા કરતા હતા કે હે દેવાનુપિયો ! શ્રમણ ભગવત મહાવીર આદિર તિકર, સ્વયંસંબુદ્ધ, પરષોત્તમ ચાવતું મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાવાળા, પૂવનિપૂર્વ વિચરતા, ગામણી ગામ જતા, અહીં આવ્યા છે . સાપ્ત થયા છે : સમોસ છે. આ ચંપાનગરી બહાર પૂર્ણભદ્ધ ચૈત્યે યથાપતિરૂપ અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. • વિવેચન-૨૭ (અધુર) : શૃંગાટક આદિમાં જ્યાં મહાજનના શબ્દાદિ છે આદિ શૃંગાટક-શીંગોડા નામક ફળ વિશેષ આકારે સ્થાન અર્થાત ત્રિકોણ, મિક-જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે, ચતુક-જ્યાં ચાર માર્ગો મળે છે, સત્વ-જ્યાં ઘણાં માર્ગો મળે છે, ચતુમુખતથાવિધ દેવકુલાદિ, મહાપથ-રાજમાર્ગ, પંચ-માર્ગ મામ. મહયા-મહાન, જનશબ્દપરસ્પર આલાપાદિ રૂપ * * * * * ક્વચિત્ બહુજનશબ્દ એવો પાઠ છે. જનબૂથલોકસમહ, પરસ્પર કે પદાર્થોનાં વિશેષથી વર્તે છે. એ રીતે બધે જ જાણવું. કયાંક “જણવાય અને જણલાવ”પાઠ છે. તેમાં જણાવાય-લોકોનો પરસ્પર વસ્તુ વિચારણાનો ઉલ્લાપ. કહ્યું છે કે - સંભાષણથી આલાપ થાય છે, પ્રલાપ એ અનર્થક વચન છે, કાકવા વર્ણન ઉલ્લાપ છે અને સંતાપ એ પરસ્પર ભાષણ છે. બોલ-અવ્યક્ત વર્ણવાળો ધ્વનિ. કલકલ-તે જ પ્રાપ્ત થતો વર્ણવિભાગ. ઊર્મિસંબોધ, મોજા. ઉકલિકા-નાનો સમુદાય જ સંનિપાત-બીજા બીજા સ્થાને લોકોનું એકઠાં થવું તે. પવન્ - કહેવાનાર પ્રકારે વસ્તુ આવા - સામાન્યથી કહે છે, ખાસ
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy