SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૧૫ ૧૧૧ ૧૧૨ ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ • સૂગ-૧૫ (અધુરેથી) : તિ શ્રમણોમાં કેટલાંક કનકાવલી તપોકર્મ કરનારા, એ રીતે એકાવલી, લસીંહનિસ્ક્રીડિત કે મહાસહનિર્કીડિત તપોકર્મ કરનારા હતા. કેટલાંક ભદ્રપતિમા, મહાભદ્રપતિમા કે સર્વતોભદ્રપતિમા અથવા વર્ધમાન આયંબિલ તપોકમ કરનારા હતા. વિવેચન-૧૫ (અધુરેથી) : કનકાવલિ-કનક કે મણિમય આભૂષણ વિશેષ, તેના આકારે જે તપ તે કનકાવલિ તપ. તે આ રીતે - ઉપવાસ, છ, અમ પછી આઠ અઠ્ઠમ - ચાર અને ચારની બે પંક્તિથી સ્થાપવા ઈત્યાદિ બધું વર્ણન “અંતકૃત દશાંગ' સૂત્ર મુજબ જાણવું. * * * * * આ તપમાં ચાર પરિપાટી હોય છે. પહેલી પરિપાટીમાં પારણાં વિગઈથી થાય છે, બીજીમાં વિગઈરહિત પારણું, બીજીમાં અલેપકૃત દ્રવ્યથી પારણું અને ચોથી પરિપાટીમાં આયંબિલથી પારણું કરાય છે. તેની એક પરિપાટીમાં એક વર્ષ, પાંચ માસ, બાર દિવસ થાય છે અને ચારે પરિપાટીમાં પાંચ વર્ષ, નવ માસ, અઢાર દિવસ થાય છે. એકાવલિ તપ બીજે ક્યાંય પ્રાપ્ત ન હોય, લખેલો નથી. લઘુસીંહનિકીડિત તપ-કહેવાનાર મહાસિંહનિષ્ક્રિડિતની અપેક્ષાએ નાનો હોવાથી તે લઘુ કહેવાય છે. સિંહગમનની માફક જે તપ તે લઘુસિંહ વિક્રીડિત તપ. ઉપવાસપછી છä, ઉપવાસ-અટ્ટમ-છ, પછી ચાર ઉપવાસ-અટ્ટમ, પાંચ ઉપવાસ-ચાર ઉપવાસ, પછી છ ઉપવાસ-પાંચ ઉપવાસ, પછી સાત ઉપવાસ-છ ઉપવાસ, પછી આઠ ઉપવાસસાત ઉપવાસ, પછી નવ ઉપવાસ-આઠ ઉપવાસ એ પ્રમાણે ક્રમ કહ્યો છે. પછી સાત અને આઠ, છ અને સાત, પાંચ અને છ, ચાર અને પાંચ, અક્રમ અને ચાર ઉપવાસ, પછી છ અને અટ્ટમ, પછી ઉપવાસ અને છઠં, પછી ઉપવાસ કQો. એક પરિપાટીમાં છ માસ અને સાત દિવસ થાય. ચાર પરિપાટીમાં વર્ષ અને ૨૮ દિવસ થાય છે. તેમાં પહેલી પરિપાટીમાં સર્વકામગુણિત પારણું હોય, બીજીમાં વિગઈ હિત, બીજીમાં અલપકારી અને ચોથીમાં આયંબિલથી પારણું થાય. મહાસિંહનિકીડિત તપ. ઉપર મુજબ વિધિ છે, વિશેષ એ કે આમાં એકથી સોળ સુધી, પછી સોળથી એક સુધી ઉપવાસ હોય છે. ઈત્યાદિ બધાં ઉપવાસનો ક્રમ ‘તગડદસા' સૂત્ર મુજબ જાણવો. આ તપની એક પરિપાટી એક વર્ષ, છ માસ, અઢાર દિવસે પુરી થાય છે. ચારે પરિપાટી છ વર્ષ, બે માસ, બાર દિવસે પુરી થાય છે. ભદ્રપ્રતિમા - જેમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર સન્મુખ પ્રત્યેકમાં ચાર પ્રહર કાયોત્સર્ગ કરે છે. આ બે અહોરાત્ર પ્રમાણ છે. મહાભદ્રપ્રતિમા-ભદ્રપ્રતિમાવતુ જ છે. તેમાં એક-એક અહોરાત્ર પર્યક્ત એક દિશાભિમુખ કાયોત્સર્ગ કરે છે. તેનું પ્રમાણ ચાર અહોરણ છે. ..સર્વતોભદ્રા - જેમાં દશે દિશામાં પ્રત્યેકમાં અહોરાત્ર કાયોત્સર્ગ કરે છે તેનું પ્રમાણ દશ અહોરાત્ર છે. અથવા સર્વતોભદ્રાપ્રતિમા બે ભેદે છે - લઘુ અને મહા. લઘુ સર્વતો ભદ્રામાં એકથી પાંચ ઉપવાસ કરે, પછી મધ્યના અંકથી આરંભી, બાકીનાને ક્રમથી કરે, એવી પાંચ પરીપાટી હોય છે. તેમાં ૩૫ ઉપવાસ, ૫-પારણા આવે છે. તેમાં એક પરિપાટીમાં ૧oo દિવસ અને ચાર પરિપાટીમાં ૪૦૦-દિવસો થાય છે. મહીં સર્વતોભદ્રા પણ આ પ્રમાણે છે - માત્ર તેમાં એકથી સાત ઉપવાસ સુધીનો ક્રમ હોય છે. બાકી ક્રમ-પદ્ધતિ લઘુ સર્વતોભદ્રા મુજબ જાણવી. તેમાં ૧૯૬ તપો દિન અને ૪૯-પારણા દિનો છે. એ રીતે આઠ માસ અને પાંચ દિવસે એક પરિપાટી અને ચારગણા સમયે તપ પુરો થાય છે. વર્ધમાન આયંબિલ તપ, તેમાં ઉપવાસ, પછી આયંબિલ, પછી ઉપવાસ, પછી બે આયંબિલ, પછી ઉપવાસ, પછી ત્રણ આયંબિલ, એ રીતે યાવતુ ઉપવાસ પછી ૧oo આયંબિલ. અહીં ૧૦૦ ઉપવાસ તથા ૫o૫o આયંબિલ થાય છે. [૧૪ વર્ષ, 3-માસ, ૨૦-દિન. • સૂ-૧૫ (અધુરેથી) : તિમાંના કેટલાંક શ્રમણો] માસિકી ભિક્ષપ્રતિમા, બેમાસી ભિક્ષપતિમા, ત્રિમાસિકી ભિક્ષુપતિમા યાવતુ સપ્તમાસિકી ભિક્ષુપતિમા સ્વીકારે છે. કેટલાંક પહેલી સપ્ત અહોરાશિની યાવતું ગીજી સાત અહોરામિકી ભિતિમાં પ્રતિપET છે. કેટલાંક અહોરાગિકી ભિન્ન-પતિમાં સ્વીકારે છે, કેટલાંક એક રાગિકી ભિક્ષ પ્રતિમા સ્વીકારે છે એ રીતે સપ્ત સપ્તમિકા, અષ્ટ અષ્ટમિકા, નવ નવમિકા અથવા દશ દશમિકા ભિાપતિમા, લઘમોકપતિમા, મહામોકપ્રતિમા, યવમધ્યચંદ્રપતિમા કે વજમધ્ય ચંદ્ર-પ્રતિમાને સ્વીકારીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. • વિવેચન-૧૫ (અધુરેથી) : એક માસનું પરિમાણ તે માસિકી, તે ભિક્ષપતિમા-સાધુ પ્રતિજ્ઞા વિશેષ. તેમાં એક માસ ચાવતું એક દત્તિ અને એક પાન લે. એ રીતે બીજીથી સાતમી સુધીમાં એક-એક દતિની વૃદ્ધિ જાણવી. ત્રણ સપ્ત અહોરાગિકીમાં પહેલી સાત અહોરામપ્રમાણમાં ઉપવાસ-ઉપવાસ વડે પાણી-આહાર હિત ઉત્તાનક કે પાશાયી કે નિવધા આસને રહીને ગામથી બહાર વિચરે છે. બીજી સાત અહોરામિકી પણ એ પ્રમાણે છે, માત્ર તેમાં ઉકટક કે લગંડશાયી કે દંડાયતાસને વિચરે છે એ રીતે બીજી સાત અહોગિકી છે, તેમાં ગોદોહિકાસને કે વીરાસને કે આમકુજાસને બેસે છે. એક અહોગિકીમાં છ ઉપવાસી થઈને ગામની બહાર લાંબા હાથ કરીને રહે છે. એક રાત્રિ પ્રમાણ તે એક રાગિકી-તેમાં અમભકિસ્તક થઈ, ગામ બહાર કંઈક શરીર નમાવીને, અનિમેષ દષ્ટિથી શુક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરી, પગને જિનમુદ્રાએ સ્થાપી, હાથ લાંબા કરીને રહે છે. આ પ્રતિમા વિશિષ્ટ સંહનનાદિવાળા જ સ્વીકારે છે. કહ્યું છે કે- આ પ્રતિમાને ભાવિતામા, મહાસત્વવાળા, સંહનન અને ધૃતિયુક્ત [શ્રમણ] સખ્યણું ગુર અનુજ્ઞાથી કરે છે. સતસતમિયં-જેમાં સાત સાત દિવસ હોય છે, તે તથા સાત દિવસના સપ્તક
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy