SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/૨૪ • વિવેચન-૨૪ : ભગવન ! જો ઈત્યાદિ ચોથા અધ્યયનો ઉોપ • પ્રસ્તાવના કહેવી. તે આ - જે શ્રમણ ભગવંત મહાવીર યાવતુ દુ:ખવિપાકના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તો ચોથા અધ્યનનો શો અર્થ કહ્યો છે ? જતા મહા હિમવંત, મહાત્ મલય, મેરુ ગિરિ મહેન્દ્રસાર ઈત્યાદિ રાજા વર્ણન જાણવું. નામ : તેમાં સામ-પ્રિયવચન, ભેદ-નાયક અને સેવકના ચિતમાં ભેદ કરવો, દંડ-શરીર અને ધનનું હરણ, ઉપપ્રદાન-અભિમત અર્થે દાન. આ નીતિઓથી જે સુપયુક્ત છે તેથી જ નયોમાં વિવિધ પ્રકારોને જાણે છે, ઈત્યાદિ અમાત્ય વર્ણન જાણવું. • સૂત્ર-૨૫ : ત્યારે સુભદ્ધ સાર્થવાહની પત્ની ભદ્રા યાવતુ જાતનિંદુકા હતી. જન્મતાજન્મતા બાળકો વિનાશ પામતા હતા. ત્યારે તે છમિક કસાઈનો જીવ ચોથી પૃથવીથી અનંતર ઉદ્ધતીને આ જ સાહંજણી નગરીમાં સુભદ્ર સાવિાહની ભદ્રા નામે પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી કોઈ દિવસે ભદ્રા સાથવાણીએ પુરા નવ માસે મ પસવ્યો. તે બાળકને જન્મતાં જ તેના માતાપિતાએ ગાડાની નીચે સ્થાપ્યો, ફરી ગ્રહણ કરાવી, અનુક્રમે સંરક્ષણ, સંગોપન, સંવર્ધન કરતા ઉંતિકની જેમ કહેવું. યાવતું આ બાળક જન્મતાં જ શકટ-ગાડાં નીચે સ્થાપેલો, તેથી આ બાળકનું નામ શકટ થાઓ. બાકી બધું ઉઝિતક માફક જાણવું. સુભદ્ર લવણસમુદ્રમાં મૃત્યુ પામ્યો, માત્ર પણ મૃત્યુ પામી. તે પણ પોતાના ઘેરથી કાઢી મુકાયો. ત્યારે શક્ય બાળક પોતાના ઘેરથી કાઢી મુકાયેલો શૃંગાટક આદિમાં પૂર્વવત ચાવતું સુદર્શના ગણિકા સાથે લુબ્ધ થયો. ત્યારપછી સુસેન અમાત્યે તે શકટને કોઈ દિવસે સુદર્શના ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો અને સુદર્શના ગણિકાને પોતાના ઘરમાં સ્ત્રીરૂપે સ્થાપી. પછી સુદર્શના ગણિકા સાથે ઉદર એવા માનુષી કામભોગ ભોગવતો રહ્યો. - ત્યારપછી તે શકટ સુદર્શનાના ઘરથી કાઢી મૂકાયેલો એવો, બીજે ક્યાંય મૃતિ-રતિ-વૃતિ ન પામતાં, કોઈ દિવસે ગુપ્તપણે સુદનાના ઘેર પ્રવેશ્યો, પ્રવેશીને સુદર્શન સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરવા લાગ્યો. આ તફ સુસેન અમાત્ય નાન યાવત્ વિભૂષા કરી મનુષ્યરૂપી વાપુરા સાથે સુદર્શના ગણિકાને ઘેર આવ્યો, આવીને શકટને સુદર્શના ગણિકા સાથે ઉદાર કામભોગ. ભોગવતો જોયો, જોઈને અતિ ક્રોધિત થઈ યાવતુ ધમધમતો કપાળમાં શિવલી ચડાવી શકટને પરમો પાસે પકડાવ્યો. પકડાવીને લાકડી, મુકી આદિથી ચાવતું મથિત કર્યો, આવકોટક બંધને બાંધ્યો. બાંધીને મહાચંદ્ર રાજ પાસે આવ્યો. આવીને બે હાથ જોડી યાવતુ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! એ પ્રમાણે શકટે મારા અંતઃપુરમાં પ્રવેશરૂપ અપરાધ કર્યો છે. વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે મહાચંદ્ર રાજાએ સુરાણ અમાત્યને કહ્યું - હે દેવાનુપિયા તમે જ શકટનો દંડ કરો. ત્યારે સુલેણ અમાત્યે મહાચંદ્ર રાજાની અનુજ્ઞા પામીને શકટને અને સદ્ધશના ગણિકાને આવા પ્રકારે વધ કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ ! એ પ્રમાણે શકટEાક પૂર્વ જન્મના જૂનાં પાપકર્મનો અનુભવ કરતો વિચરે છે. • વિવેચન-૨૫ - નવો સુભદ્ર સાર્થવાહ લવણસમુદ્રમાં મૃત્યુ પામ્યો. • સૂત્ર-૨૬ - ભગdg/ શકટ મૃત્યુ પામીને ક્યાં ગયો? ક્યાં ઉત્પન્ન થયો? હે ગીતમાં શકટ દક-પર્ષ પરમાણુ પાડીને આજે જ વિભાગ દિવસ શેષ બાકી રહેતા, એક મોટી લોઢાની તપાવેલી અનિવસિમ સ્ત્રીની પ્રતિમાને આલિંગન કરાવાયેલો મરણ સમયે મરણ પામીને રનપભા પૃedીમાં નૈરકિપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી અનંતર ઉદ્વતને રાજગૃહનગરમાં માતંગકુળમાં યુગલપણે જન્મ લેશે. ત્યારે તે બાળકના માતાપિતા બાર દિવસ પુરા થતાં આ આનું ગુણસંપER નામ કરશે - અમારા પુત્રનું નામ શકટ અને પુત્રીનું નામ સુદના થાઓ. પછી શફ્ટ બાળક, બાલ્યભાવથી મુકત થઈ યૌવનને પામશે. ત્યારે તે સદના પુત્રી પણ બાલ્યભાવ છોડી અનુક્રમે યૌવનને પામશે, તેણી રૂપ-ગૌવન અને વાવણયથી ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારે તે શકટ, સુદનિાના રૂપ-ચૌવન અને લાવણ્યથી મૂર્ણિત થઈ સુદર્શન સાથે ઉદર ભોગ ભોગવશે. ત્યારપછી શકટ અન્ય કોઈ દિવસે સ્વયં જ કૂટગ્રાહીપણાંને સ્વીકારીને રહેશે. ત્યારપછી તે શકટ કૂટગ્રહ થશે, આધાર્મિક ચાવત દુuત્યાનંદ થશે. આ [અશુભ કમોં વડે ઘણું જ પાપકર્મને ઉપાર્જિત કરીને, કાળમાસે કાળ કરીને આ રતનપભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે જ પ્રમાણે તેનો સંસાર યાવત્ સાતમી પૃથ્વી સુધી છે. તે ત્યાંથી અનંતર ઉદ્વતને નાણારસી નગરીમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમાર વડે વધ પામીને તે જ વણારસી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારે તે સમકિત પામી, પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરી, સૌધમકશે દેવ થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા લઈ, સિદ્ધિ પામશે. નિપા દુખવિપાકના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો. • વિવેચન-૨૬ - અમર લોઢાની, તd - dખ, સમજોઈભૂય-અગ્નિ સમાન. અવયાસાવિયઆલિંગિત. નીવUTTe - યૌવન પામીને, ભોગ સમર્થ થયો. • X - X - તિક્ષેપ-હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy