SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨/૩૬ ૨૨૫ ૨૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ જિનપ્રતિમાદિમાં ‘જિન' આદિનો વ્યપદેશ. (૪) નામસત્ય-કુળની વૃદ્ધિ ન કરવા છતાં કુલવર્ધન કહે છે. (૫) રૂપસત્ય - ભાવથી અશ્રમણ છતાં તે રૂપધારીને શ્રમણ કહે છે. (૬) પ્રતીત સત્ય - જેમકે અનામિકાને કનિષ્ઠિકાને આશ્રીને લાંબી કહે છે. (૩) વ્યવહાર સત્ય - પર્વતમાં રહેલ ઘાસ બળતા, વ્યવહારમાં પર્વત બળે છે, તેમ કહે છે. (૮) ભાવસત્ય-પાંચે વર્ણ હોવા છતાં શુકુલવ લક્ષણ-ભાવના ઉકપણાથી બગલા સફેદ કહેવાય છે. (૯) યોગ સત્ય - જેમકે - દંડના યોગથી દંડી કહેવાય. (૧૦) ઉપમા સત્ય - સમુદ્રવત્ તળાગ આદિ. જે પ્રકારે ભણનક્રિયા દશવિધ સત્ય સભૃતાર્થતાથી થાય છે, તે પ્રકારે કે કર્મથી - અક્ષર લેખનાદિ ક્રિયા વડે સભૂતાર્થ જ્ઞાપન વડે સત્ય દશ પ્રકારે જ થાય છે. આના દ્વારા એમ કહે છે - માત્ર સત્યાર્થ વચન જ કહેવું એમ નહીં, હસ્તાદિ કર્મ પણ અવ્યભિચારી અર્ચના સૂચક જ કરવા જોઈએ. • x - X • ભાષા બાર પ્રકારે હોય છે. તે આ - પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પૈશાચી, શૌસેની, અપભ્રંશ. આ છ ગધ અને પધથી. વચન ૧૬ પ્રકારે હોય છે - ત્રણ વચન, ત્રણ લિંગ, ત્રણ કાળ, પરોક્ષ, પ્રત્યક્ષ, ઉપનીતાદિ ચાર, અધ્યાત્મ વયન. તેમાં ત્રણ વચન છે - એક-દ્વિબહુવચન.. ત્રણ લિંગ-સ્ત્રી, પુરષ, નપુંસકરૂપ...ત્રણ કાળ - અતીત-અનાગતવર્તમાન.. પ્રત્યક્ષ-જેમકે - આ.. પરોક્ષ-જેમકે - .. ઉપનીત વચન-ગુણ ઉપનય રૂ૫, જેમકે આ રૂપવાનું છે.. અપની વયન-ગુણ અપનયનરૂપ - જેમકે આ દુ:શીલ છે.. ઉપનીતાપની વચન-જેમાં એક ગુણ ઉપનીત અને બીજો ગુણ અપનીત કરાય, જેમકે - આ રૂપવાનું છે પણ દુ:શીલ છે.. વિપર્યયથી અપની તોપનીતવયન - જેમકે - આ દુ:શીલ છે પણ રૂપવાનું છે.. અધ્યાત્મવચનઅભિપ્રેત અર્થને ગોપવવાને સહસા તે જ બોલવું. ઉક્ત સત્યાદિ સ્વરૂપ ધારણ પ્રકારથી અરિહંત વડે અનુજ્ઞાત, સમીક્ષિતબુદ્ધિ વડે પર્યાલોચિત, સંયત-સંયમવાનું, કાળ-અવસરે બોલવું જોઈએ. પણ જિનેશ્વર વડે યાનનુજ્ઞાત અપર્યાલોચિત અસંયત વડે અકાળે નહીં. • x • આ અર્થે જ જિનશાસન છે, તે કહે છે - • સૂત્ર-૩૩ : આ લિંક, પિજીન, કઠોર, કર્ક, ચપળ વચનોwlી રક્ષણ કરવા માટે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે, જે આત્મહિતકર, જન્માંતરમાં શુભ ભાવના યુકત, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વદુ:ખ અને પાપનું ઉપશામક છે. તેની આ પાંચ ભાવના છે, જે અસત્યવચન વિરમણ-બીજ વ્રતના રક્ષણાર્થે છે – (૧) અનુવીચિભાષણ - સંવરનો અર્થ સાંભળીને, પરમાર્થ સારી રીતે જાણીને વેગથી, વરિd, ચપળ, રુક, કઠોર, સહસા, બીજને પીડક્ટ એવું 1િ5/15]. સાવધ વચન બોલવું ન જોઈએ. પણ સત્ય, હિતકારી, મિત, ગ્રાહક, શુદ્ધ, સંગત, પૂર્વાપર વિરોધી, સમિક્ષિત-સમ્યક પ્રકારે વિચારેલ વચન સાધુએ અવસરે યતનાપૂર્વક બોલતુંઆ રીતે અનુવીચિસમિતિ યોગથી ભાવિત અંતરાત્મા હાથ-પગ-નયન-વંદન ઉપર સંયમ રાખનાર, શૂર સત્ય, આર્જવ સંપૂર્ણ થાય. () ક્રોધનિગ્રહ : ક્રોધનું સેવન ન કરવું, ક્રોધી-ચંડ-રૌદ્ર મનુષ્ય અસત્ય બોલે છે, ચુગલી કરે છે, કઠોર ભાષણ કરે છે, અસત્ય-શુન્યકઠોર બોલે છે. કલહ-વૈરવિકથા કે આ ત્રણે સાથે કરે છે. સત્ય-શીલવિનયને હણે છે અથવા આ ત્રણેને હણે છે. હેવ-દોષ-અનાદરનું પાત્ર થાય છે અથવા આ ત્રણેનું પાત્ર થાય છે. ક્રોધાગ્નિથી પ્રજવલિત હૃદય મનુષ્ય આવા અને આ પ્રકારના અન્ય સાવધ વચન બોલે છે. તેથી ક્રોધનું સેવન ન કરવું. આ રીતે ક્ષમાથી ભાવિત અંતરાત્માવાળા હાથ, પગ, નેત્ર અને મુખના સંયમથી યુકત સાધુ, સત્ય અને આજીવથી સંપન્ન થાય છે. 3) લોભનિગ્રહ-લોભને ન સેવવો. લુબ્ધ મનુષ્ય લોલુપ થઈને :, વાસ્તુને માટે અસત્ય બોલે છે. કીર્તિ અને લોભને માટે અસત્ય બોલે છે. વૈભવ અને સુખને માટે અસત્ય બોલે છે. પીઠ અને ફલક માટે અસત્ય બોલે છે. શા અને સંથારા માટે અસત્ય બોલે છે. વરુ અને પબ માટે અસત્ય બોલે છે. કંબલ અને પાદપોંછન માટે અસત્ય બોલે છે. શિષ્ય અને શિષ્યા માટે અસત્ય બોલે છે. ભોજન અને પાન માટે અસત્ય બોલે છે. આ નવ કારણ તથા આવા અન્ય કારણોથી લોભ-લાલચી મનુષ્ય અસત્ય ભાષણ કરે છે. તેથી લોભનું સેવન ન કરવું. આ પ્રકારે મુક્તિ-નિલભતાથી ભાવિત અંત:કરણવાળા સાધુ હાથપગ-ને-મુખથી સંયત, શૂર, સત્ય, આર્જવ સંપન્ન થાય છે. (૪) નિર્ભયતા-ભયભીત ન થવું જોઈએ. ભયભીતને અનેક ભય શીઘ જકડી લે છે. ભયભીત મનુષ્ય * અસહાય રહે છે, ભૂત-પ્રેત દ્વારા કાંત રાય છે. બીજાને પણ ડરાવી દે છે. તપન્નયમ પણ છોડી દે છે. ભારનો નિવહિ કરી શકતો નથી. સFરો સેવિત માર્ગનું અનુસરણ કરવા સમર્થ થતો નથી. તેથી ભય, વ્યાધિ, રોગ, જરા મૃત્યુ વડે અથવા આવા પ્રકારના અન્ય ભયથી રવું જોઈએ નહીં. આ રીતે તૈયથી ભાવિત અંતરાત્માવાળા સાધુ હાથ-પગ-ને-મુખથી સંયત શૂર તથા આજીવધર્મથી સંપન્ન થાય છે. () પરિહાસવર્જન - હાસ્યને સેવવું ન જોઈએ. (તે સેવનાર) અસત્ય અને અસતુ વચન બોલે છે. પરિહાસ, પરપરિભવ-પર-પરિવાદ-પરપીડાકારક તથા ભેદ અને વિમુક્તિનું કારક બને છે. હાસ્ય અન્યોન્ય જનિત હોય છે, અન્યોન્ય ગમનનનું કારણ બને છે, અન્યોન્ય અને પ્રકાશિત કરનાર બને છે, હાસ્ય કર્મ-કુંદ-અભિયોગગમનનું કારણ બને છે. અસુરતા અને કિબિષિકત્વનું જનક છે. તેથી હાસ્ય ન સેવવું. આ રીતે મૌનથી ભાવિત
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy