SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-/૫/૧૩૦ ૧૫e ૧૬૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કરવામાં સમર્થ અને જિનશાસનમાં અતિ ચુસ્ત એવા. રેવ - વૈમાનિક, એસુર - અસુરકુમાર, નામ - નાગકુમાર આ બંને ભવનપતિ છે. મુવઇUT - જ્યોતિક, યક્ષાદિ વ્યંતરો વગેરે. તેમને ચલાયમાન ન કરી શકે. અર્થના શ્રવણથી, અર્થ અવધારણથી. સંદેહવાળા અર્થોને પૂછવાથી, પ્રખિત અર્થ જાણવાથી, રહસ્યને પ્રાપ્ત કરવાથી તેઓ લબ્ધાદિ છે. તેથી જ તેમના હાડકાં, મા સર્વજ્ઞના વચન પરના વિશ્વાસરૂપ કસુંબાદિ ગથી રંગાયેલા અથવા અસ્થિ અને મજામાં જિનશાસન સંબંધી પ્રેમાનુરાગથી રંગાયેલા છે. કેવા ઉલ્લેખથી ? હે આયુષ્યમાન ! એવા આમંત્રણથી. નિર્ગન્ય પ્રવચનથી બીજું જે કંઈ છે, તે ધન, ધાન્ય, પુત્ર, મ આદિ. “જેમનું મન ટિક-રત્ન માફક ઉન્નત છે, મુનીન્દ્રનું પ્રવચન પામવાથી જેમનું મન પરિતુષ્ટ છે” એ વૃદ્ધ વ્યાખ્યા છે. બીજા કહે છે - આગળીયાને તેના સ્થાનેથી દૂર કરીને ઉંચો કરેલઉદારતાના અતિશયથી દાન દેવા માટે ભિક્ષકોના ગૃહપ્રવેશાર્થે જેમના ઘરના દરવાજા ઉઘાડા છે. ઘરના દરવાજાના કમાડ બંધનથી રાખેલા. સદ્દર્શનનો લાભ થવાથી કોઈ પાખંડીથી ડરતા નથી. • x • x • અંતઃપુર કે ઘરમાં જેમના પ્રવેશથી લોકો ખુશ થાય છે અર્થાત્ અતિ ધાર્મિક હોવાથી કોઈ શંકા કરતું નથી. બીજા કહે છે - જેઓના અંતઃપુર કે ઘરમાં કોઈ સત્પષ પ્રવેશે તો તેઓને પીતિ થતી નથી કેમકે તેઓને ઈર્ષ્યા નથી. અથવા બીજાના અંતઃપુરે કે ઘેર જવાનો જેણે ત્યાગ કર્યો છે. •• જ્ઞાનવ્રત · અણુવ્રત, જુન - ગુણવત. રાગ, દ્વેષાદિથી ઉચિતતાપૂર્વક નિવર્તવું તે વિરમણ. પૌષિ આદિ પચ્ચખાણ, પર્વદિને અનુષ્ઠાન તે પૌષધ. તેમાં રહેવું-પૌષધોપવાસ. પૌષધ કરીને જે રીતે રહે તે વાતને જણાવતાં કહે છે - ચૌદસાદિ. આહારાદિ ભેદથી ચાર પ્રકારનો પૌષધને. વOurઇ પતાઇ એટલે પાત્ર, પાયuો અછત એટલે જોહરણ, • આસન, નવી - ટેકો લેવા માટેનું પાટીયું. • વસતિ કે મોટો સંથારો. - ૪ - • સૂઝ-૧૩૧ - તે કાળે તે સમયે પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો કે જેઓ – જાતિ, કુળ, બળ, ૫, વિનય, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, લગ્ન, લાઘવ (એ બધાંથી) સંપw, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, જેમણે ક્રોધ-માન-માયા-લોભનિદ્રા-ઈન્દ્રિય-પરીષહને જીત્યા છે, જીવવાની દસ્કાર કે મરણના ભયથી રહિત ચાવ4 કુમિકાપણરૂપ, બહુચુત, બહુપરિવારવાળા હતા, તેઓ ૫૦૦ સાધુ સાથે પરિવૃત્ત થઈ, યથાક્રમે વિચરતા ગામનુગામ જતાં, સુખે સુખે વિહાર કરતા જ્યાં ગિકા નગરીનું પુપવતી ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યથાપતિરૂપ અવગ્રહ યાસીને સંયમ અને તપથી આત્માને ભાવતા વિહરે છે. • વિવેચન-૧૩૧ : મૃતવૃદ્ધ, સુવિહિત વેણ કે શરીરની સુંદરતાથી સંપન્ન, લાજ કે સંયમ, દ્રવ્યથી અલા ઉપધિ અને ભાવથી અભિમાન ત્યાગી, મનની સ્થિરતાવાળા, શરીરની પ્રભાવાળા, વિશિષ્ટ સામર્થ્ય કે પ્રભાવ યુક્ત, વિશિષ્ટ વયનવાળા, ખ્યાતિવાળા, જીવિતાશા અને મરણમય વિનાના યાવત્ શદથી તપપ્રધાન, સંયમગુણયુક્ત, આ બંનેથી તપ-સંયમની મોક્ષના મુખ્ય કારણરૂપે ગણના છે, તથા શ્રમણધર્મ આદિ વ્રત-ચરણવાળા, પિંડવિશુદ્ધિ આદિ કરણવાળા, અન્યાય કરનારને દંડવામાં મુખ્ય, ‘આ કાર્ય ચોક્કસ કરવું' તેમ સ્વીકારેલા કે તત્વનો નિર્ણય કરનારા, કોમળતા અને સરળતા ગુણથી યુક્ત. (શંકા) જિતકોધાદિથી માર્દવાદિ સ્વતઃ જણાય છે, તો પછી અહીં અલગ કેમ મૂક્યો ? : માર્દવાદિથી તેના ઉદયનો અભાવ કહ્યો, જિતકોધાદિથી ઉદયમાં આવેલને નિષ્ફળ બનાવવા કહ્યું. ક્રિયામાં દક્ષ, મુક્તિપ્રધાન, એ પ્રમાણે વિધા-મંત્રવેદ-બ્રહ્મચર્ય-નય-નિયમ-સત્ય-શૌચપધાન, સપ્રજ્ઞા, શુદ્ધિમાં હેતુરૂપ કે સર્વે જીવોના મિત્રરૂપ, નિદાનરહિત, ઉતાવળરહિત, અંબહિર્લેશ્ય, સુશ્રામસ્થરત, અવિશ્વ અને દોષરહિત પ્રશ્નોતરવાળા, સ્વર્ગ-મૃત્યુ-પાતાળ એ ત્રણલોક તે કુત્રિક, તે ત્રણે લોકમાં થનારી વસ્તુ જ્યાં મળે તે કુગિકાપણ-દુકાન તેના જેવા અત્ ઈચ્છિત અર્થને મેળવી આપવામાં સમર્થ અથવા સર્વગુણસંપન્ન. સારી રીતે પરિસ્વરેલા-પરિકર ભાવથી પકિરિત, ૫૦૦ સાધુ સાથે પધાર્યા. • સૂત્ર-૧૩૨ - ત્યારે બિકાનગરીના શૃંગાટક, મિક, ચતુક, ચત્વરુ, મહાપણ, પથોમાં યાવતુ એક દિશામાં રહીને ધ્યાન ધરે છે. ત્યારે તે શ્રાવકો આ વાત જાણીને હષ્ટ-તુષ્ટ થયેલા ચાવતું પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયો પાનાથના શિષ્યો-સ્થવિર ભગવંતો, જાતિસંપmદિ છે ચાવતું યથાપતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. હે દેવાનુપિયો . તથારૂપ સ્થવિર ભગવંતોનું નામ કે ગોત્ર પણ સાંભળવાથી મોટું ફળ છે, તે તેમની સન્મુખ જવાથી, વંદન-નમસ્કાર-પ્રતિકૃચ્છા-સેવા કરવાથી ચાવતું ગ્રહણતા વડે કલ્યાણ થાય જ તેમાં શું આશ્ચર્ય! હે દેવાનુપિયો ! આપણે ત્યાં જઈએ, સ્થવિર ભગવંતોને વંદન-નમન યાવતુ સેવા કરીએ. તે આપણને આ ભવમાં અને પરભવમાં ચાવતું પરંપરાએ કલ્યાણરૂપ છે. આ પ્રમાણે વાત કરી પર આ અતિ સ્વીકાર કરે છે, પછી પોતપોતાના ઘેર જાય છે. જઈને સ્નાન કરી, બલિક-કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ કરી પ્રવેશ યોગ્ય દ્ધ-મંગલ વઓને ઉત્તમતાપૂર્વક પહેરી, અલ્પ પણ મૂલ્યવાન અલંકારથી શરીર શણગારી, પોત-પોતાના ઘેરથી નીકળ્યા. એક સ્થાને ભેગા થયા, પણે ચાલીને તંગિકા નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. પુણવતી આવ્યા. સ્થાનિક ભગવંતોને પાંચ પ્રકારના અભિગમથી અભિગમે છે– તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, અચિત દ્રવ્યોને સાથે રાખવા, એકશાટિક ઉત્તરાસંગ કરવું, જોતાની સાથે જ અંજલિ જોડવી અને મનને એકાગ્ર કરવું. સ્થવિર ભગવંતો પાસે આવીને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે યાવતુ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy