SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૦/૧૦૨ ૧૨૯ બંધાય તેવું છે. ક્રિયમાણ એટલે વર્તમાનકાળે કરાતું, કૃત એટલે ભૂતકાળે કરેલું. તે બંનેના નિષેધરી અક્રિયમાણકૃત. અર્થાત્ ત્રણે કાળે કર્મબંધન નિષેધથી દુ:ખને ન કરીને. - x • પ્રાણ-ભૂત-જીવ-સવો. અહીં - પ્રાઈ - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા. "પૂત - વનસ્પતિ, નીવ - પંચેન્દ્રિય, સત્ય • બાકીના પૃથ્વી આદિ. શુભાશુભ કર્મને કે પીડાને અનુભવે છે. એમ વક્તવ્ય છે. કેમકે એ રીતે એ યુનિયુક્ત છે. લોકમાં દેખાતા સુખદુઃખ સર્વે યાદેચ્છિક છે. કહ્યું છે . લોકોને જે કંઈ વિચિત્ર સુખદુઃખ થાય છે, તે વિચાર્યા વિના થાય છે. જેમ કાગને બેસવું અને ડાળનું પડવું, તે કંઈ બુદ્ધિપૂર્વક થતું નથી. o ભગવન્! અન્યતીચિંકે કહેલ ન્યાયે એ કેમ હોય ? ઉત્તર - એ બધું મિથ્યા છે. જે ચાલતું કર્મ પ્રચમ સમયે ચલિત ન હોય, તો દ્વિતીયાદિ સમયે પણ અચલિત જ છે. કદાપી ચલિત ન થાય. માટે વર્તમાનને પણ વિવક્ષા વડે અતીતત્વ એ વિરદ્ધ નથી. એ વિશે પુર્વે કહ્યું છે, માટે ફરી કહેતા નથી. જે કહ્યું છે કે – ચલિત કર્મ જે કાર્ય કરે છે, તે ચાલતું કર્મ કરતું નથી એ કથન અયુક્ત છે. કેમકે પ્રતિક્ષણે ઉત્પન્ન ચાસ, કોશ આદિ ઉત્પન્ન થયા પછી છેલ્લી ક્ષણે ઉત્પન્ન થનાર ઘરરૂપ કાર્ય આધ ક્ષણે સવ કાર્ય ન કરે એ યુક્તિયુક્ત જ છે. • * * * * ચલિત કર્મની પેઠે કાર્ય ન કરવાથી ચાલતું કર્મ ચલિત કહેવાતું નથી. કેમકે દરેક કારણો પોત પોતાનાં કાર્યો કરે છે. બીજું કારણ બીજા કારણના કાર્યને નથી કરતું તેમ છતાં એમાં દોષ દેવો તે કંઈ જ નહીં એમ ગણવું યુક્ત છે. વળી જે કહ્યું - બે પરમાણું સૂક્ષ્મ હોવાથી ચીકાશના અભાવે ચોંટતા નથી, તે પણ યુક્ત છે કેમકે એક પરમાણુમાં પણ ચીકાશ હોય છે. તેઓએ પણ સ્વીકાર્યું છે કે - દોઢ-દોઢ પરમાણું પરસ્પર ચોંટી જાય છે તેથી તેમના મતે અર્ધ પરમાણમાં પણ ચીકાશ સંભવે છે તો બે પરમાણુ ચિકાશ હિત હોવાથી ચોંટતા નથી, તે કેમ ઘટી શકે ? વળી જે દોઢ-દોઢ કહ્યું તે પણ ઠીક નથી કેમકે પરમાણુના બે ભાણ થાય તો તેમાં પરમાણુત્વ જ ન કહેવાય. વળી જે કહ્યું કે - પાંચ પગલો ચોંટતા કમપણે થાય, તે પણ ખોટું છે. કેમકે કર્મ અનંત પરમાણુતાથી અનંત સ્કંધરૂપ છે. પાંચ પરમાણુ માત્ર ધરૂપ છે. કર્મ એ જીવને આવરણ કરવાના સ્વભાવવાળું છે. તેથી જો એ પાંચ પરમાણુ રૂપ જ હોય તો અસંખ્યાત પ્રદેશીજીવને કઈ રીતે ઢાંકી શકે. વળી કમને શાશ્વત કહ્યા તે પણ અયોગ્ય છે. કર્મના શાશ્વતવથી ક્ષયોપશમાદિ અભાવે જ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ ન થાય. પણ લોકમાં જ્ઞાનાદિનું ઓછુંઅધિકપણું દેખાય જ છે. કમને શાશ્વત માનતાં તેઓનું કમનું ચય-નાશપણું પણ નહીં થાય. ભાષામાં હેતુ હોવાથી બોલ્યા પહેલાંની ભાષા કહેવાય તે યુક્ત છે. કેમકે તે કથન ઔપચારિક છે. ઉપચાર તત્વથી વસ્તુરૂપ નથી. વસ્તુ સત્ય હોય તો ઉપચાર થઈ શકે, માટે ભાષા એ તાવિક વસ્તુ છે એમ સિદ્ધ થયું. વળી બોલાતી ભાષાને ભાષા ન કહેવી. તે પણ અયુક્ત છે. કેમકે વિધમાનતાથી વર્તમાનકાળ જ વ્યવહારનું [9/9] ૧૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અંગ છે. ભૂત-ભાવિ એ અવિધમાન-અસરૂપ હોવાથી વ્યવહારનું અંગ નથી. જાપાસમર્થ આદિ કહ્યું તે પણ યોગ્ય નથી ભાણમાણ ભાષાના અભાવે સૂત્રના અભિલાપનો અભાવ પ્રસંગ થાય. અર્થાત વર્તમાનકાળની ભાષા ન હોય તો ભૂતકાળની ભાષા ન જ હોય. -x - હાથ અને આંખની ચેષ્ટાથી સાંભળનારને અર્થનું ભાન થઈ શકે છે, તો પણ તે ચેષ્ટા ભાષા કહેવાતી નથી. અભાષકની ભાષા કહી, તે તો વધુ ખોટું છે કેમકે તો સિદ્ધ અને જડને ભાષાની પ્રાપ્તિ થવી જોઈએ. એ રીતે ક્રિયા પણ વર્તમાનકાળે જ યુક્ત છે. • x • અભ્યાસ વિના પણ કોઈ ક્રિયા સુખરૂપ લાગે. ઇત્યાદિ • x - • x • કર્યા સિવાય જ કર્મ દુ:ખ કે સુખરૂપ થતું હોય તો અનેક પ્રકારે ઐહિક-પારલૌકિક અનુષ્ઠાનોનો અભાવ થાય. પણ તે અન્યતીર્થિકોએ પારલૌકિક અનુષ્ઠાન તો સ્વીકારેલ જ છે. એ રીતે આ બધું અજ્ઞાનના ચાળા રૂપ છે. વૃદ્ધોએ કહ્યું છે - પરતીચિંકની વક્તવ્યતા વિભંગાનીના મતિભેદના પ્રકારરૂપ છે. સદ્ભુત, અદભૂત ભેદ વડે વિભંગમાં ચાર ભાંગા થાય છે. • * - તે ચાર ભંગ આ છે - (૧) સબૂત - પરમાણુમાં, અસબૂત - અડધું આદિ. (૨) વ્યાપક આત્મામાં ચૈતન્ય, (3) પરમાણુમાં અપદેશવ, (૪) વ્યાપક આત્મામાં અકતૃત્વ. ગૌતમ ! હું એમ કહું છું.” એ બધું સ્પષ્ટાર્થ છે. વિશેષ એ કે - શીત, ઉણ, નિગ્ધ, રક્ષ એ ચાર સ્પર્શમાંના કોઈપણ બે અવિરુદ્ધ સ્પર્શ એક પરમાણુમાં એક જ કાળે હોય છે. તેથી તેમાં ચિકાશ હોવાથી સ્તકાય હોય જ છે. તે વિષમ સ્નેહથી ચોટે જ છે. આ વાત પરમત અનુવૃત્તિથી કહી છે. અન્યથા રૂક્ષ પણ વિષમ રૂાવમાં ચોટે જ છે. સમાન રૂક્ષ કે સમાન નિગ્ધતા વાળા ન ચોટે પણ વિષમ પ્તિબ્ધ કે વિપમ રક્ષ પરસ્પર ચોટે. ઇત્યાદિ - ૪ - બોલાય છે માટે ભાષા કહેવાય, બોલાયા પહેલાં બોલાતી નથી માટે ભાષા ન કહેવાય. બોલાતી ભાષામાં શબ્દ અને અર્થની ઉપપતિ છે માટે ભાષા કહેવાય. બોલાયેલી ભાષામાં તેમ નથી માટે અભાષા છે. કર્યા પૂર્વે ક્રિયા જ નથી, તેથી તે દુ:ખ કે સુખરૂપ પણ નથી - x • કરાતી ક્રિયા દુ:ખરૂપ છે, તે પરમતને આશ્રીને જ કહ્યું છે. અન્યથા કરાતી ક્રિયા સુખરૂપ પણ હોય. - ૪ - આ સૂત્રથી કર્મની સતા જણાવી છે. કેમકે તે પ્રમાણથી સિદ્ધ છે. તે આ રીતે - કોઈ બે પુરુષ હોય, તે બંનેને ઇષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધનો પ્રાપ્ત હોય, તો પણ બેમાંથી એકને દુઃખરૂપ ફળ મળે, બીજાને સુખરૂપ ફળ મળે, વિશિષ્ટ હેતુ વિના આવું ન સંભવે. ઘડા માફક કારણ વિના કાર્ય ન નીપજે. તેમ અહીં વિશિષ્ટ હેતુ એ કર્મ છે. - X - X - ફરી પણ અન્યતીથિંકનો મત દર્શાવતા કહે છે – • સૂત્ર-૧૦૩ : ભગવતુ ! અન્યતીર્થિકો આમ કહે છે કે - ચાવ4 ઓક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે - ઐયપથિકી, સાંપરાયિકી. જે સમયે ઐપિથિકી કરે છે તે સમયે સાંપરાયિકી કરે છે, જે સમયે સાંપરાયિક કરે છે, તે સમયે ઐયપથિકી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy