SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮/-/૧/૯૯૨ ૧૭૯ અથવા વિવક્ષિત સમયે જે વૈરયિક અને દેવો તે તેમજ નિર્દોષપણે ઉદ્ભર્તીને, તે સ્થાનોથી તિર્યંચ અને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયા. તેઓ તિર્યંચ અને મનુષ્ય થયા કહેવાય. જે જૈમાં થયા, તેમાં જ કર્મ ઉપાજ્યું. આ ભાવના વડે આ આઠ ભંગો છે તેમાં (૧) તિર્યંચગતિમાં જ, બીજા તિર્યંચ-નૈરયિક, તિર્યંચ-મનુષ્ય, તિર્યંચ-દેવ એ રીતે ત્રણ દ્વિકસંયોગી છે. તિર્યંચવૈરયિક-મનુષ્ય, તિર્યંચ-નૈરયિક-દેવ, તિર્યંચ-મનુષ્ય-દેવ એ ત્રણ ત્રિકસંયોગી છે. એક ચતુષ્ઠસંયોગી છે. સવ્વસ્થ - સલેશ્યાદિ પદોમાં, પાપકર્માદિ ભેદથી નવ દંડકો. ક્ષ શતક-૨૮, ઉદ્દેશો-૨ ક — * - * — * • સૂત્ર-૯૯૩ : ભગવન્ ! અનંતરોપપત્રક તૈરયિકે પાપકર્મ કાં ગ્રહણ કર્યું ? ક્યાં આચરણ કર્યું ? ગૌતમ ! તે બધાં તિર્યંચયોનિકમાં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભંગો છે. એ પ્રમાણે અનંતરોપપક નૈરયિકોને જેને જે લેશ્યાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે - અનંતરમાં જે છોડવા યોગ્ય છે, તે - તે બોલ બંધિશતક માફક અહીં પણ છોડી દેવા. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મથી અંતરાય કર્મ સુધી બધાં દંડક સંપૂર્ણ કહેવા. નવ દંડક સહિત આ ઉદ્દેશો કહેવો. Ð શતક-૨૮, ઉદ્દેશા-૩ થી ૧૧ ૭ — * - * — * — - સૂત્ર-૯૯૪ - એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિ શતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તેમજ અહીં પણ આઠ ભંગોમાં જાણવી. વિશેષ એ કે - જે બોલ જેમાં હોય, તે તેમાં કહેવો યાવત્ અચરમ ઉદ્દેશો. આ બધાં થઈને ૧૧-ઉદ્દેશ્ય છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. • વિવેચન-૯૯૩,૯૯૪ : અનંતરોપન્ન નાકાદિમાં જે સમ્યક્મિથ્યાત્વ, મનોયોગ, વાક્યોગ આદિ પદો અસંભવ હોવાથી પૂછવા નહીં, તે જેમ બંધિશતકમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. - - [શંકા] પહેલા ભંગમાં બધાં તિર્યંચથી આવીને ઉત્પન્ન થયા તેમ કહ્યું, તે કઈ રીતે સંભવે ? આનતાદિ દેવો, તીર્થંકરાદિ મનુષ્ય વિશેષો ત્યાંથી આવીને ઉત્પન્ન ન થાય ? એ રીતે બીજા ભંગોમાં પણ કહેવું. [સમાધાન] સત્ય છે, પણ બહુલતાને આશ્રીને આ ભંગો ગ્રહણ કરવા, આ પ્રમાણે વૃદ્ધ વચનથી અમે કહ્યું. - - કર્મ સમર્જન લક્ષણ શતક પૂર્ણ. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૮૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ શતક-૨૯ — * — * - ૦ પાપકર્માદિ વક્તવ્યતા અનુગત શતક-૨૮ની વ્યાખ્યા કરી, હવે ક્રમથી આવતા તે પ્રકારના શતક-૨ની વ્યાખ્યા, તેમાં ૧૧-ઉદ્દેશા છે. છે શતક-૨૯, ઉદ્દેશો-૧૭ - — * — * - * — • સૂત્ર-૯૫ ઃ ભગવના જીવો, પાપકર્મ શું (૧) એક કાળે વેદવાનો આરંભ કરે છે અને એક કાળે સમાપ્ત કરે છે? (૨) એક કાળે આરંભ કરે છે અને અંત ભિન્ન કાળે કરે છે? (૩) ભિન્ન કાળે આરંભે છે અને એક કાળે અંત કરે છે? (૪) ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે? ગૌતમ! કેટલાંક એક કાળે આરંભ કરે છે અને એક કાળે અંત કરે છે. યાવત્ કેટલાંક ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે. ભગવન્! એમ કેમ કહ્યું - x ? ગૌતમ! જીવો ચાર ભેદે છે – (૧) કેટલાંક સમાનાયુ સમાનોત્પન્ન છે. (૨) કેટલાંક સમાનાયુ વિષમોક છે. (૩) કેટલાંક વિષમાયુ સમાનોપન્ન છે. (૪) કેટલાંક વિષમાયુ વિષમોક છે. તેમાં જે સમાનાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ એક કાળે વેદવાનું આરંભી, એક કાળે અંત કરે છે. તેમાં જે સમાયુ વિષોષક છે, તેઓ પાપકર્મ એક કાળે આરંભી ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. તેમાં જે વિશ્વમાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, સમકાલે અંત કરે છે. તેમાં જે વિષમાયુ વિષમોત્પન્ન છે, તેઓ પાપ કમવેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. માટે કહ્યું. ભગવન્ સલેક્ષી જીવો પાપકર્મ ? પૂર્વવત્. એ પ્રમાણે અનાકારોપયુક્ત સુધી બધાં સ્થાનોમાં બધાં પદોમાં આ વક્તવ્યતા કહેવી. ભગવન્ ! નૈરયિકો પાપકર્મોનું વેદન સમકાલે અને અંત પણ સમકાળે કરે ઈત્યાદિ પ્રશ્નો ? ગૌતમ ! કેટલાંક સમકાળે આરંભે. એ પ્રમાણે જીવોમાં કહ્યા મુજબ કહેવું. યાવત્ અનાકારોપયુક્તતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, પણ જે જેને હોય, તે આ ક્રમ વડે “પાપદંડક"વત્ કહેવું. આ જ ક્રમથી આઠે કર્મપ્રકૃત્તિમાં આઠ દંડકો જીવથી વૈમાનિક સુધી કહેવા. આ નવ દંડક સહિત પહેલો ઉદ્દેશો કહેવો. ભ॰ તે એમ જ છે. • વિવેચન-૯૯૫ ઃ સમાય - સમકાળે, - X + • પટ્ટવિત્તુ - પહેલી વખત વેદવાનો આરંભ કરનારા. સમકાળે નિવિસુ - નીષ્ઠાએ લઈ જનાર, (અંત કરનારા). - x - વિશ્વમ - જેમ વિષમ થાય, વિષમપણે [ભિન્નકાળે] - x - સમાન્ય - ઉદયની અપેક્ષાએ સમકાળે આયુના ઉદયવાળા. સમોવવજ્ઞળ - વિવક્ષિત આયુના ક્ષયમાં સમકાળે જ ભવાંતરમાં ઉત્પન્ન થનારા એવા તે » X -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy