SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૬/૯૧૯ થી ૯૨૦ ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ભગવન્ ! સ્નાતક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. • વિવેચન-૯૧૯,૯૨૦ : ૧૩૩ ભાવલેશ્યાની અપેક્ષાથી ત્રણે પ્રશસ્ત લેશ્યામાં પુલાકાદિને ત્રણે હોય. કષાયકુશીલને સકષાયને આશ્રીને છ એ લેશ્યા હોય. શુક્લધ્યાનના ત્રીજા ભેદ અવસરે જે લેશ્યા, તે પરમશુક્લ, અન્યદા માત્ર શુક્લ જ. તે પણ બીજા જીવની શુક્લલેશ્યા અપેક્ષાએ સ્નાતકને પરમ શુક્લ. પરિણામ દ્વારમાં - શુદ્ધિથી ઉત્કર્ષમાં જતાં વર્ધમાન, અપકર્ષમાં જતા ટ્રીયમાન, સ્થિર એટલે અવસ્થિત. તેમાં નિર્પ્રન્ગ હ્રીયમાન પરિણામી ન હોય. કાયકુશીલના વ્યપદેશથી પરિણામ હાનિ કહી છે. સ્નાતકને પણ હાનિના કારણના અભાવથી ડ્રીયમાન પરિણામ હોતા નથી. પરિણામાધિકારથી જ આ કહે છે. તેમાં પુલાક વર્ધમાન પરિણામ કાળે કષાય વિશેષથી બાધિત થતાં તેમાં તે એકાદ સમય અનુભવે છે, તેથી કહે છે – જઘન્ય એક સમય. વર્ધમાન પરિણામના સ્વભાવથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહ્યું. એ પ્રમાણે બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. માત્ર બકુશાદિને જઘન્યથી એક સમયતા મરણથી પણ ઈષ્ટ છે. પુલાકને તેમ નથી, કેમકે પુલાકત્વમાં મરણનો અભાવ છે, પુલાક મરણ કાળે કષાય કુશીલત્વાદિમાં પરિણમે છે. - x - x + નિર્ણન્ય જઘન્યોત્કર્ષથી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામ હોય. કેવલજ્ઞાન ઉત્પત્તિમાં બીજા પરિણામના ભાવથી કહ્યું. અવસ્થિત પરિણામ નિર્પ્રન્થને જઘન્યથી એક સમયના મરણથી કહેલ છે. સ્નાતક જઘન્યોત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામ છે. કેમકે શૈલેશી અવસ્થામાં તેમને તે પ્રમાણ હોવાથી કહ્યું. અવસ્થિત પરિણામ કાળ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત છે, કઈ રીતે ? જે કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત અવસ્થિત પરિણામી રહીને શૈલેશીતા સ્વીકારે તે અપેક્ષાએ. એ રીતે ઉત્કૃષ્ટ પૂર્વ કોટીના વિષયમાં પણ જાણવું. • સૂત્ર-૯૨૧ થી ૯૨૩ : [૯૨૧] ભગવન્ ! મુલાક, કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત કર્મપકૃતિ બાંધે. બકુશની પૃચ્છા. ગૌતમ ! સાત કે આઠ ભેટે બાંધે. સાત બાંધે તો આયુને વર્જીને સાત કમ્પ્રકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેતનાકુશીલ છે. કાયકુશીલનો પ્રન ? ગૌતમ ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠે બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. - - ૧૩૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ નિગ્રન્થ વિશે પ્રÆ ? ગૌતમ ! એક વેદનીય કર્મ બાંધે. સ્નાતક વિશે પ્રı? ગૌતમ ! એક ભેદે બાંધે કે ન બાંધે. જો એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે. [૨૨] ભગવન્ ! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ગૌતમ ! નિયમા આઠ કર્મપ્રકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. - - નિગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ ! મોહનીય વર્જીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે. સ્નાતક વિશે પ્રાં ? ગૌતમ ! વેદનીય-આયુ-નામ-ગોત્રને વેદે છે. [૯૨૩] ભગવન્ ! પુલાક કેટલી કમપ્રકૃત્તિની ઉદીરણા કરે છે ? ગૌતમ ! આયુ, વેદનીય વર્જીને છ કર્મપકૃત્તિ ઉદીરે છે. - - બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ ! સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જો સાતને ઉંદીરે તો આયુને વર્જીને સાત કમ્પકૃતિ ઉદીરે છે, આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠે કર્મપકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીરે તો આયુ-વેદનીયને વર્જીને છ કપકૃત્તિને ઉદીરે છે. પ્રતિોવના કુશીલ એ પ્રમાણે જ છે. .. કાયકુશીલ વિશે પ્રથ્ન ? ગૌતમ ! સાત-આઠ-છ કે પાંચ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપકૃત્તિને ઉદીરે છે. આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. છ ને ઉદીરે તો આયુ અને વેદનીય વર્જીને છ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. જો પાંચને ઉદીરે તો આયુ-વેદીય-મોહનીયને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીરે છે. નિગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ ! પાંચ ભેદે ઉદીરે અથવા બે ભેદે ઉદીરે છે પાંચને ઉદીરે તો આયુ-વેદનીય-મોહનીયને વર્જીને પાંચ કર્મ પ્રકૃતિને ઉદીરે છે જે ને ઉદીરે તો નામ અને ગૌત્રને ઉદીરે છે. સ્નાતક વિશે પ્રા? ગૌતમ ! બે ભેદે ઉંદીરે કે ન છંદીરે. જો બેની ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે. • વિવેચન-૯૨૧ થી ૯૨૩: પુલાકને આયુબંધ નથી, કેમકે તેના બંધના અધ્યવસાય સ્થાનોનો તેને અભાવ છે. ત્રણ ભાગ આદિ શેષ આયુ હોય ત્યારે જીવો આયુને બાંધે છે. તેથી આયુષ્યના પહેલા બે ભાગમાં આયુનો બંધ ન થાય. તેથી બકુશ આદિ સાત કે આઠ કર્મો બાંધે છે. કષાયકુશીલ સૂક્ષ્મ સંપરાયત્વમાં આયુ ન બાંધે. કેમકે અપ્રમત્ત સ્થાનકના અંત સુધી જ આયુનો બંધ છે. મોહનીય અને બાદર કષાયના ઉદયના અભાવથી બંધ થતો નથી. તેથી છ જ બાંધે. નિર્ગુન્હો વેદનીય જ બાંધે છે, યોગનિમિત્તે તેના બંધનો સદ્ભાવ હોય છે અયોગી એક પણ ન બાંધે. વેદનાદ્વારમાં - નિગ્રન્થોને મોહનીય ઉપશાંત કે ક્ષીણ હોવાથી તેને વેદતા નથી. સ્નાતકને ઘાતિકર્મ ક્ષય થવાથી તે વેદનીયને જ વેદે છે. ઉદીરણા દ્વારમાં - પુલાક આયુ, વેદનીય પ્રકૃતિને તથાવિધ અધ્યવસાય સ્થાનના અભાવે તેની ઉદીરણા ન થાય. પણ પહેલાં તે આ બંને કર્મોની ઉદીરણા
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy