SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-૨૪૨૮૯૧,૮૯૨ ૧૧૫ કેટલા આકાશપ્રદેશને અવગાહે છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ઉત્કૃષ્ટથી આઠ પણ સાતને નહીં. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૯૧,૮૯૨ - મેર્ - ચલ, મૈનત્વ - ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યય ભાગ માત્ર જ છે. નિષ્કપતામાં ઉત્સર્ગ મુજબ. - અસંખ્યાતકાળ કહ્યો છે. બહુવચન સૂત્રમાં સર્વોદ્ધા-સર્વકાળ, પરમાણુઓ સકંપક છે, ત્રણે કાળમાં એવો કોઈ સમય નથી, જેમાં પરમાણુઓ સર્વથા ચલિત ન થાય. એ પ્રમાણે નિકંપકો પણ ‘સર્વકાળ' જાણવા. હવે પરમાણુ આદિનું અંતર - सट्टानंतर पडुच्च સ્વસ્થાન પરમાણુનો પરમાણુ ભાવ જ, તેમાં વર્તતા જે ચલન વ્યવધાન, નિશ્ચલસ્વરૂપ લક્ષણ, તે સ્વસ્થાનને આશ્રીને - નિશ્ચલતા જઘન્યકાળ રૂપ એક સમય. ઉત્કૃષ્ટ કાળ અસંખ્યાતકાળ. તેમાં જઘન્યથી અન્તર પરમાણુ એક સમય ચલ થઈ રોકાઈને ફરી ચાલે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ ક્યારેક સ્થિર થઈને ફરી ચલે. - - પરમાણુનું જે પરસ્થાન - દ્વિ અણુકાદિમાં અંતર્ભૂત અંતર-ચલન વ્યવધાન, તે પરસ્થાન અંતર, તેને આશ્રીને પરમાણુ પુદ્ગલ જ ભમતાં દ્વિપ્રદેશાદિ સ્કંધમાં પ્રવેશીને, જઘન્યથી તેની સાથે એક સમય રહીને ફરી ભ્રમણ કરે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ દ્વિપદેશીપણે રહીને ફરી એક પણે ભમે. નિશ્વલ રહેલ જઘન્યથી એક સમય ભમીને ફરી નિશ્વલ રહે. ઉત્કર્ષથી નિશ્વલ રહી આવલિકાનો અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ કાળરૂપ ચલનથી ભમીને ફરી નિશ્વલ જ થાય, એ સ્વસ્થાનાંતર કહ્યું. પરસ્થાન અંતર, તે નિશ્ચલ થઈ, પછી સ્વસ્થાનથી ચલિત થઈ જઘન્યથી દ્વિપ્રદેશાદિ સ્કંધમાં એક સમય રહીને ફરી નિશ્વલ જ રહે છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ તેની સાથે રહીને પૃથક્ થઈને ફરી રહે છે. દ્વિપ્રદેશી થઈ ચલિત થઈ, પછી અનંત પુદ્ગલ સાથે કાળભેદથી સંબંધ કરીને અનંત કાળ વડે ફરી તે જ પરમાણુ સાથે સંબંધ કરી, ફરી ચલિત થાય. સર્કપકાદિનું અલાબહુત્વ - નિષ્કપકો અસંખ્યાતગણા, સ્થિતિ ક્રિયાના ઉત્સર્ગપણાથી બહુત્વ છે. અનંતપ્રદેશીમાં સપર્ક અનંતગુણ વસ્તુસ્વભાવથી છે. આને જ દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ-ઉભયાર્થને નિરૂપે છે - તેમાં દ્રવ્યાર્થતામાં સકંપત્વ-નિષ્કપત્વ વડે આઠ પદો છે. એ પ્રમાણે પ્રદેશાર્થતામાં પણ છે, ઉભયાર્થતામાં ચૌદ સકંપક પક્ષે અને નિષ્કપક પક્ષમાં પરમાણુમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ પદના અને દ્રવ્યાર્થ અપ્રદેશાર્થપણાના એકીકરણ અભિલાષ વડે છે. પ્રદેશાર્થતામાં ‘એ પ્રમાણે' એવો અતિદેશ છે. તેમાં જે વિશેષ છે, તે કહે છે – પરમાણુ પદમાં પ્રદેશાર્થતાના સ્થાને અપ્રદેશાર્થતા કહેવી. કેમકે પરમાણુનું અપ્રદેશાર્થત્વ છે. દ્રવ્યાર્ય સૂત્રમાં સંખ્યાતપ્રદેશી નિષ્કપક પરમાણુથી નિષ્કપક સંખ્યાતગણા કહ્યા. પ્રદેશાર્થતા સૂત્રમાં તેને તેનાથી અસંખ્યાતગણા કહ્યા. કેમકે નિષ્કપક પરમાણુથી દ્રવ્યાપણે નિષ્કપક સંખ્યાતપ્રદેશી, સંખ્યાતગણા થાય છે. તેની મધ્યે બહુ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ પ્રદેશત્વથી નિષ્કપક પરમાણુથી તે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૧૧૬ પ્રદેશથી અસંખ્યાતગણા થાય છે. - ૪ - X * હવે પરમાણુ આદિના સકંપકવાદિ નિરૂપે છે - બધાંના અલ્પબહુત્વ અધિકારમાં દ્રવ્યાર્થ ચિંતામાં પરમાણુ પદના સર્વપકત્વ, નિકંપકત્વ વિશેષણથી સંખ્યાતાદિ ત્રણેના પ્રત્યેક દેશકંપક-સર્વપક-નિષક વિશેષણથી ૧૧-પદો થાય છે. એ રીતે પ્રદેશાર્થતામાં પણ છે. ઉભયાર્થતામાં આ ૨૦ ૫દો છે. સર્વકંપક અને નિકંપક પક્ષમાં પરમાણુમાં દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ પદોમાં દ્રવ્યાર્ય-પ્રદેશાર્વતા એ એકીકરણ અભિલાપથી આમ કહ્યું. પુદ્ગલાસ્તિકાયની પ્રદેશથી વિચારણા કરી. હવે બીજા પણ અસ્તિકાયોને પ્રદેશથી વિચારે છે. ધર્માસ્તિકાયના આઠ પ્રદેશો, રૂચકપ્રદેશના અષ્ટકને અવગાહીને જાણવા એમ ચૂર્ણિકાર કહે છે. - x - ૪ - x - પ્રત્યેક જીવોના, તે પણ સર્વ અવગાહનામાં મધ્ય ભાગ જ થાય, તેથી મધ્યપ્રદેશ કહેવાય છે. જઘન્યથી એક છે. સંકોચ-વિકાશ ધર્મથી ઉત્કૃષ્ટ આઠ થાય છે. વસ્તુ સ્વભાવથી તે સાત ન થાય. મૈં શતક-૨૫, ઉદ્દેશો-૫-પર્યવ' છે – ૪ – ૪ — x — x — ૦ ઉદ્દેશા-૪-માં પુદ્ગલાસ્તિકાયાદિ નિરૂપિત કર્યા. તેના પ્રત્યેકના અનંત પર્યવો છે, તેથી અહીં પર્યવ નિરૂપણ – • સૂત્ર-૮૯૩ થી ૮૯૫ : [૮૯૩] ભગવન્ ! પર્યાવો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ. તે આ – જીવપવો, અજીતપર્યાવો. “પર્યવપદ' સંપૂર્ણ કહેવું. -- [૮૯૪] ભગવન્ ! આવલિકા, શું સંખ્યાત સમયની, અસંખ્યાત સમયની કે અનંત સમયની હોય? ગૌતમ ! તે માત્ર અસંખ્યાત સમય છે. ભગવન્ ! આનપાણ શું સંખ્યાત ? - પૂર્વવત્ - જાણવું. ભગવન્ ! સ્લોક, શું સંખ્યાત ? - પૂર્વવત્. . એ પ્રમાણે લવ, મુહૂર્ત જાણવા. એ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વિંગ, પૂર્વ, ત્રુટિતાંગ, મુતિ, અડડાંગ, અડડ, અવવાંગ, વવ, હૂહુયાંગ, ડુર્હુત, ઉત્પલાંગ, ઉત્પલ, પા ંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિપૂરાંગ, અક્ષનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, યુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીપિહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી જાણવા. ભગવન્ ! પુદ્ગલ પરાવર્ત શું સંખ્યાત સમયક, અસંખ્યાત સમયક કે અનંતાસમયક છે ? પ. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયક નથી, અનંત સમયક છે. એ રીતે અતીત-અનાગત-સર્વકાળ જાણવો. ભગવન્ ! આવલિકાઓ શું સંખ્યાત સમયિક છે ? પ્રા. ગૌતમ ! સંખ્યાત સમયિક નથી, કદાચ અસંખ્યાત, કદાચ અનંત સમયિક. ભગવન્ ! આનપાણો, શું સંખ્યાતામયિક છે? - પૂર્વવત્ -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy